Saturday, 24 February 2024

दिन बीते महीने बीते युं बरसों बीत गये।

दिन बीते, महीने बीते, युं बरसों बीत गये। 

प्यार मे तुम हार गई "अनंत" हम जीत गये। 

જો કે એકાએક કે અચાનક તો આ બ્રહ્માંડ માં 

ક્યારેય કશુંજ નથી. 

એકવાર તો ભાઈબંધે ત્યાં સુધી કહ્યું હતું કે, 

કોઈ બંજર જમીન કે જેમાં કશુંજ ઊગવાની 

શક્યતા ન હોય, એવી જમીન પર પણ અગર 

કાંટા યા ફુલ ઉગી નીકળે તો, 

એમાં કૈ ચમત્કાર થયો છે એવુ માનવાને 

કોઈજ કારણ નથી.! 

કારણ કે બની શકે કોઈ કાળે ત્યાં કણે 

બંજર જમીન પર બાવળ યા તો ફુલ નુ બીજ 

કોઈકથી ભુલથી વવાઈ ગયુ હોય, 

જે અનુકૂળ વાતાવરણ મળતા ઉગી નીકળ્યુ હોય. 

ટલે બની શકે ખુદ ભાઈબંધથી કૈ લૌચો મરાઈ ગયો હોય,

(આમેય તે લૌચા મારૂ તો હતોજ) 

યા કોઈ વખતે વાતવાતમાં બોલવામાં કૈ બફાઈ ગયુ હોય,

મગર જ્યાં સુધી કારણ જાણવા ન મળે ત્યાં સુધી તો, 

અચાનક કે એકાએક આ બ્રહ્માંડ માં કશુંજ બનતુ નથી. 

આ હકીકત ભાઈબંધ જાણતો હતો. 

તેમ છતાં,, 

 કારણ ન મળે ત્યાં સુધી તો,,! 

વર્ષો પહેલાં... 

આમ તો અવારનવાર બંને વચ્ચે 

વાતચીત થતીજ રહેતી 

મગર 

પેલી ભાઈબંધ ને હંમેશા ભુલ્યા વગર 

એક ખાસ દિવસે તો અચુક યાદ કરતી... 

પછી ખબર નૈ કેમ.? 

શું થયું.? 

કે અચાનક, એકાએક.! 

એવુ તે શું બની ગયુ.!!? 

કે, બધુજ થંભી ગયું.! 

અને એ ખાસ દિવસે પણ,,, 

ખૈર... 

https://pkatira.blogspot.com/2023/06/blog-post_70.html





No comments:

Post a Comment