Sunday, 11 February 2024

આંખના અંધારે

દ્રષ્ટિ આંખોની ગુમાવી જેને.

ટેરવે આંખો સાંપડી  છે એને . 

આપણે આંખો છતાં કેવા પડી આખડી ..! 

અને એ લાકડીની આંખે જો મંજીલ ખેડે. 

ચહેરાની આંખો શા કામની.? 

જો અંતર ના કોઈનું એ દેખે.  

છતી આંખે આપણે સૌ છેતરાઈ જઇએ 

ના છેતરાય ક્યારેય એ આંખો નહીં જેને ..! 

પછી તને પણ બધુ સ્પષ્ટ દેખાશે... 

પછી તુ પણ ચડશે નહી કદી ઠેબે.!    

"અજ્ઞાની" અંતરની આંખો ખોલ પછી 

જો જગત છતી આંખે અંધ થઈ ને .!

"અજ્ઞાની" 

&&&&&&&&&&&&&&&&&&&&

      "આ આંગળીના

    ટેરવે, આંખો ઊગી  

        સ્પર્શે જુવે"

         "અજ્ઞાની"

મુજ અંધની આંગળી અને લાકડીના ટેરવે આંખો ફુટી છે. 

"અજ્ઞાની" હવે તેજ દેખે છે તેજ સ્પર્શે છે જગત આખુય. 

"અજ્ઞાની" 


*બ્લાસ્ટ* 

"અનંત" આજ અમારૂ અલૌકિક રજવાડું છે. 

કે આંખે અંધારૂ છતાં અંતરમાં અજવાળુ છે.

" અનંત "

*બ્લાસ્ટ* 

"અનંત" જેને આંતરિક કે બાહ્ય સવાલ નથી થતા,

તે ઠેર ના ઠેર રહે છે, ક્યારેય ક્યાંય નથી પહોંચતા.

*અનંત*



No comments:

Post a Comment