માંગો તો માર્ગદર્શન પણ મળે અને,
ચાહો તો માર્ગદર્શક પણ મળે છે "અનંત" મગર,
ખુદના કલ્યાણ માટે આત્મ ઉધ્ધાર કાજે,
કોઈએ બતાવેલા માર્ગ પર, ચાલવું તો જાતેજ પડે છે.
"અનંત"
*બ્લાસ્ટ*
જેને બલદલવુજ છે, તેને બદલતા કોઈ રોકી નહીં શકે.
અને જેને બલદલવુજ નથી, તેને કોઈ બદલી નહીં શકે.
"અજ્ઞાની"
ભુલ કોણ નથી કરતુ.?
ખામી કોનામા નથી હોતી.?
આ "અનંત" બ્રહ્માંડમાં સંપુર્ણ કંઈજ નથી.! સંપૂર્ણ કોઈજ નથી.!
એ સહજતાથી સ્વીકારવુજ રહ્યુ.
વાત એ છે કે, બીજાની પંચાત કર્યા વીના.!
બીજાની ખામીઓ શોધવા કરતા, ખુદમા રહેલી ખામીઓને શોધો અને સુધારો...
બીજાની ભુલો શોધવા કરતા, પોતાની ભુલો જુવો .! ખુદની ભીતર ઝાંકો.! અગર ખુદને ખબર પડે કે જાણે અજાણે ભુલ થઈ ગઈ છે.!
તો, સહજતાથી સ્વીકારો...
ક્ષમા માંગો.!
અને ફરી, જેવી થઈ તેવી ભુલ ક્યારેય નહીં થાય એવુ જાતને અને જાણકારને વચન આપો.!
આ બધુ વીના દંભે કરો..!
માત્ર નીજ સ્વાર્થે નહીં.!
બલ્કે ખુદના અને સૌના ભલા માટે કરો...
બાકી તમે દુનિયા ભરના ધર્મ ગ્રંથો વાંચો કે મહાન સંતો ના પ્રવચનો સાંભળો..
ત્યાં સુધી મારા તમારા કે અન્ય કોઈમા કોઈજ
બદલાવ કોઈજ પરીવર્તન નહીં આવે.!
કૈંજ ફર્ક નહીંજ પડે.!
જ્યાં સુધી તમે ખુદ નક્કી નહીં કરો કે,
"હાં.! મારે બદલવું છે.! "
મારે મારી મારાથી થયેલી ભુલો અને એ ભુલો છુપાવવાની
નીરર્થક કોશિષ અનહદ જુઠ બાદ, થયેલી ભુલો છુપાવવાના લાખ પ્રયાસ બાદ
સાબીત થયેલી ભૂલોને સ્વીકારવી છે.!
મારી ભુલો થકી દુભાયેલી વ્યક્તિની માફી માંગવી છે.!
મારી ભુલો થકી સામેની વ્યક્તિએ કરેલી ભૂલોને પણ માફી આપવી છે.!
મારા મા જે અઢળક ખામી છે.!
તેને દૂર કરવી છે.!
ટુંકમાં મારે હવે બદલવું છે.!
મારે જાતેજ મારી જાતને બદલવી છે.!
એવું જ્યાં સુધી તમે ખુદ નક્કી નહીં કરો.!
ત્યાં સુધી.! કોઈના સુવીચારો, કોઈના ઉપદેશો.!
ધર્મ ગ્રંથો ના વાંચનો કે ધર્મ ગુરૂઓ સંતોના મુખેથી મધુર વાણીમાં નીકળતા પ્રવચનો.!
પણ.!
તમને મને કે, કોઈને પણ.!
બદલી નહીંજ શકે..!
સંતો ગ્રંથો ના શબ્દો તો શું.!
ઈશ્વર પણ તમને બદલી બદલાવી નહીં શકે.!
જ્યાં સુધી તમે જાતેજ જાતને બદલવાનુ નક્કી નહીં કરો, દુનિયાની કોઈ તાકાત મને તમને કે કોઈને બદલી નહીં શકે.!
આવું કાં'ક,
વર્ષો પહેલાં...
મારા ભાઈબંધ
"અજ્ઞાની " એ મને અને અનંત ને મધ રાતે ખંડેરના એકાંતમાં...
ચાયના ઘુંટડે ઘુંટડે,
ટુકડે ટુકડે...
સમજાવતા કહ્યું હતું..!
"અજ્ઞાની"
ઉવાચ.!
અર્થાત્ :-
"અજ્ઞાની"
ઉપર વાંચ..!
https://www.facebook.com/share/p/51oj2vWgT3ciK3DD/?mibextid=oFDknk
*બ્લાસ્ટ*
આમ તો જો કે હરેક સવાલ જવાબ સાથેજ જન્મતા હોય છે. મગર જવાબ દેનાર અગર હયાત ન હોય, અને હયાત હોય એ જવાબ આપેજ નહીં તો..?
એ સવાલ આ બ્રહ્માંડ માં યુગો સુધી ભટકતો રહે છે.
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
હશે અગર જો મનમાં પાપ.
તો થશે ના કોઈ ગુનાહ માફ.
"અજ્ઞાની" મન હશે જો સાફ.
તો થશે સો સો ગુનાહ માફ.!
"અજ્ઞાની
*બ્લાસ્ટ*
યાદ રાખજો ઈશ્વર ચાહશે તો કર્મ કાપશે બાકી, કર્મ ની આડે કોઈ અવતાર પણ આવવાની હીંમત નહીં કરે.!
મારી સમજ મુજબ, (અહીં જ્યારે હું મારી સમજણ એમ કહું છું ત્યારે પણ મારૂ મન સંકોચ અનુભવે છે કેમકે હું આવી કોઈજ સમજણ ધરાવતો નથી) માટે મારી સમજણ કહેવુ કોઈ કાળે ઉચીત નથી એવુ સમજાતા હું એમ કહું છું કે ઈશ્વર આમ કહેવા પ્રેરણા આપે છે કે, અવતાર ઈશ્વર નથી અને, ઈશ્વર અવતાર નથી. ઈશ્વર ની ક્ષમતા એવં સતા અસીમ છે,જ્યારે કે અવતાર ની સતા એવં ક્ષમતા સીમીત હોય છે. તમામ અવતાર ઈશ્વર ને આધીન હોય છે.
માટે કર્મ કાપવા ઈશ્વર ને પ્રાર્થના કરો તમારી તમામ બાજુ તપાસી કદાચ એ રાહત આપે અથવા માફી આપી શર્તોને આધીન મુક્તિ પણ આપે!
મગર તમારા કર્મ આડે કોઈ અવતાર નહીં આવે.!
અર્થાત્ તમારા કર્મ અવતાર નહીં કાપે..!
કારણ કે અવતાર ને પણ કર્મ ની સજા ભોગવવી પડે છે.
એ સીવાય એક માત્ર મારગ એ છે કે,
કર્મ થીજ કર્મનું સુખ દુઃખ કાપવુજ પડશે..!
" અનંત "કોઈ ભક્તિ કોઈ શક્તિ કોઈ યુક્તિ.
કર્મ ની આડે આવવાની હીંમત નથી કરતી.
જે આપ્યું છે તે મળશેજ.!
અને જે મળ્યું છે તે આપવુજ પડશે.!
" અનંત "
કૈ અઘટીત ઘટવાનુ છે.!
એવો અણસાર આવી ગયો હોય,
છતાં.! યા,
નજર સામે અઘટીત ઘટના બનતી હોય,
તેમ છતાં..!
તમે કૈજ કરી ના શકો..!
અને પછી સતત એજ વીચારે મનોમન
રીબાયા પીડાયા કરો કે,
મને લાગતુજ હતું કે કૈક ખરાબ ઘટના બનવાની છે,
છતાં હું અટકાવી ના શક્યો...
નજર સામે જોતો હતો છતાં.!
નજર સામે ઘટતી ઘટના રોકી ના શક્યો.!
એ અફસોસ એ પીડા.!
"અજ્ઞાની" એ ભોગવટો
એજ તમારૂ કર્મ.!
"અજ્ઞાની"

No comments:
Post a Comment