Thursday, 14 March 2024

મારી આંખોની બારી

આજે પણ મારી આંખોની બારી રાહ જુવે છે તારી ..! 

આવ "અનંત" આકાશ તું ઉજાસ લઈ ભીતર આવ...!

"અનંત"

https://www.facebook.com/share/p/wbFNph3XF4faeSiz/?mibextid=oFDknk








વર્ષો પહેલાં ભાઈબંધ ઘણીવાર એકાંતમાં... 
ભીતર ભીતર સળગતી ઝંખના... 
સાથે દૂરથી બારી માંથી પેલીને જોતો ઝંખતો 
અને ભીની ભીની આંખે 
અનંત આ ગીત ગાતો રહેતો. 


અબુધ, અક્કલ વગરનો, વાયડો, 
નાદાન, નીર્દોષ નીખાલસ યા ભોળો.? 
ખબર નૈ અનંત કેવો હતો. 
જેવો હતો, તેવો હતો. 
કદાચ જેવો તેવો હતો. 
તેમ છતાં.! 
મહોલ્લા ની તમામ છોકરીઓ અનંત ને, 
ભરપૂર પ્રેમ કરતી હતી. 
અનંત પણ જો કે પોતાના નામ મુજબ 
નામ સાર્થક કરતો. અર્થાત્ અનંત પણ.! 
એ તમામ છોકરીઓને અનંત... 
યાને ભરપુર ચાહતો હતો. 
તેમ છતાં ખબર નૈ કેમ.!!? 
અનંતે કદિ કોઈના પણ પ્રેમને ક્યારેય, 
ગંભીરતાથી લીધો નહીં.! 
પેલી ઓ દીલથી મહોબ્બત કરે. 
અનંતની ચાહતમાં મનોમન મરે.! 
મગર અનંત ને કૈંજ ફેર નો પડે.! 
અનંત ના મનમાં કૈંજ હોય નહીં. 
જો કે સજા એ તૌર પર કોઈના પર પ્રેમને 
ગંભીરતાથી ન લેતો અનંત અંતે ગંભીર થઈ જતો. 
જ્યારે કોઈ ચહીતી વીદાય થાય ત્યારે. 
અને પછી, એક પછી એક સીધાવી જવા લાગી.! 
અને એના ગયા પછી, 
અબુધ, અક્કલ વગરનો, વાયડા, નાદાન, 
નીર્દોષ, નીખાલસ યા ભોળા અનંત ને 
પોતાની ભુલોનુ થોડું ઘણું ભાન થતું, 
અને બે ભાન થઈ જતો.! 
અર્થાત્ ઉદાસ થઈ જતો. 
અને પછી પોતાનો વાંક્ક જોયા વીના, 
અક્કલ વગરનો આવા આવા ગીતો ગાતો. 
तेरी दुनिया में जीने से तो बेहतर हे कि मर जाए। 













No comments:

Post a Comment