Tuesday, 26 March 2024

ભુલ સુધારવામાં શરમ કેવી.?

Bhavin 'shikhar' :) 

4 hrs · 

સંબંધોની ડોર એક વાર તૂટે પછી ફરીથી જોડાઈ તો શકે, છતાંય ગાંઠ તો રહી જ જાય છે. 

એ જ રીતે,

ફેસબુક પર એક વાર પોસ્ટ મૂકાઈ ગયા પછી તે 'edit' તો થઇ શકે, પણ 'edit history' તો રહી જ જાય છે.  

Bhavin 'shikhar'.... 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

સબંધોમાં તૂટેલી ડોર સાંધવી એજ તો સૌથી મોટી વાત છે .... 

અને તૂટેલા સંબધ સાંધવા ગાંઠ બાંધવા માટે પહેલી પહેલ એજ કરી શકે....  

જે પોતાની ભૂલ સ્વીકારી શકતા હોય...  

અથવા ક્ષમા આપી શકતા હોય....  

અને ક્ષમા એજ આપી શકે જેનું હ્રદય વિશાળ હોય ..

"જોકે મારુ તો નથી જ...!"  :) 

તૂટેલા સંબંધ માં ગાંઠ બાંધવી એટલે કરેલી ભૂલ સ્વીકારવી અને સુધારવી...! 

તો હું એમ પૂછું છું કે જ્યારે કોઈ સબંધોમાં તૂટેલી ડોર ને સાંધે છે.... 

યાને ફરી ગાંઠ બાંધે છે તો એમાં ખોટું શું છે..???

સબંધોમાં તૂટેલી ડોર સાંધવા વાળેલી ગાંઠ તરફ,

ફરી ફરીને જોવાથી સંબંધ ગાઢ ના થાય ને... !

અગર એ રીતે તૂટીને કોઈ સંબંધ બંધાતા હોય તો,  એમાં ખુશ થવું જોઇયે ! 

નહીં કે પેલા ને વારે ઘડીએ ગાંઠ યાદ અપાવી અને,

એ ગાંઠ ને ઢીલી કરવાનો પ્રયાસ કરવો....  

બની શકે તૂટ્યા પહેલા ના સંબંધ કરતાં,. 

તૂટ્યા પછી જે  ગાંઠ બંધાય તે ગાઢ બંધાય, 

અને સંબંધ પહેલા કરતાં વધુ મજબૂતી પામે એવું પણ બને ... !

તૂટેલા સંબંધોને જોડવા ગાંઠ બાંધવી ...

એનો સીધો જ અર્થ એ કે સંબંધ ફરી સુધારવો, 

અને પહેલા કરતાં વધુ બહેતર અને મજબૂત બનાવવો.... 

અને જો પહેલા કરતાં પ્રેમ વધુ ગાઢ કરવાના પ્રયાસ રૂપે,

ગાંઠ બાંધવામાં આવે , તો ગાંઠ કરતાં,

ગાઢ સંબંધનું મૂલ્ય વધી જાય છે, નહીં કે ગાંઠ નું. 

અને એમ કરતાં એ ગાંઠ પણ મૂલ્યવાન થઈ જાય છે.  

કેમકે એ ગાંઠ થી જ ગાઢ ની પ્રક્રિયા  શરૂ થઈ હોય છે.       

બસ..! મારા વ્હાલા આવું જ અહી એડિટ નું છે .... 

ધન્ય વાદ  કહો ઝૂકબર્કને કે ,

જેણે જીવનમાં ભૂલ સુધારવા જેવી જ સુવિધા અહી પણ આપી...! 

વર્ના અચ્છા અચ્છા લેખકો, 

ગુજરાતી ભાષા વિષે હોબાળો કરનારાઓ....

પણ શબ્દમાં જોડણીમાં ગજબની ભૂલ કરતાં હોય છે...! 

અને એ બાબતે અહી ઘણી વાર શાબ્દિક બબાલ પણ થતી મે જોઈ છે...! 

ક્યારેક તો ભૂલમાં થયેલી શબ્દ કે જોડણી ની ભૂલના કારણે....

અર્થના ગંદા અનર્થ સર્જાતા પણ મે જોયા છે...! 

તો મૂળ વાત પર આવીએ... :) 

ઘણી વાર પોતાની વાતને ઉતાવળમાં રજૂ કર્યા પછી....

લેખકને વધુ બહેતર શબ્દો મળ્યા હોય તો, 

એ માટે પણ એ એડિટ કરતાં હોય.... 

ઘણી વાર ઉત્સાહમાં ને ઉત્સાહમાં અથવાતો ઉતાવળમાં...

શબ્દો કે જોડણી સિવાય અન્ય ભૂલો પણ થઈ જતી હોય છે. 

ઉત્સાહ કે ઉતાવળમાં ક્યારેક કોઈ વિષે એવું લખાય જાય....

જે વાજબી ના હોય,  અને એના કારણે કોઇની લાગણી દુભાવા ની શક્યતા  હોય,

યા કોઈ મિત્ર ગુમાવો પડે એમ હોય , અથવા ... 

કોઈના ગૂસ્સાનો પણ સામનો કરવો પડે એવિ સ્થિતિ સર્જાવાની શક્યતા હોય .. 

આ બધી વાતનું ભાન લેખક ને પછી થી થાય તો પણ એડિટ કરે...   

ઉતાવળમાં લખ્યા પછી પોસ્ટ થઈ ગ્યાં પછી ...

જ્યારે લેખક ખુદ નિરાંતે વાંચે ત્યારે એને ખ્યાલ આવે કે,

સાલું આ તો ઉતાવળમાં ને ઉત્સાહમાં બફાઈ ગયું હવે.... !!! 

તો  આવનારી હર એક નબળી ક્ષણને આવતી રોકવાનો ઉતમ રસ્તો...

એટલે "એડિટ" યાને થયેલી ભૂલ મનોમન સ્વીકારી ને ચૂપ ચાપ સુધારી લેવી ....

અને એમાજ  શાણપણ છે. એમાજ સમજદારી છે... 

જેણે ગાંઠ જોવામાં જ દિલ ચસ્પી હશે ...!

એ ગામની “ઇ સ્ત્રી” સોરી હિસ્ટ્રી જોયા કરશે...! :)   

બાકી તો અહી તૂટતાં પહેલા જ .!

વાળેલી વધારાની ગાંઠ પણ સબંધોને ગાઢ બનાવી  શકે છે.... !   

અને છેલ્લે છેલ્લે આ અંજાન મિત્ર ની વાત પણ, 

અહી નોધવા યોગ્ય છે..! 

Chirag સબંધો માં રહેલી ગાંઠ અને ફેસબુકમાં એડિટ કરેલી

પોસ્ટની એડિટ હિસ્ટરી બન્ને એ વાત નો પુરાવો કરે છે કે,

આપણી ભૂલ હતી અને આપણે તેનો સ્વીકાર કર્યો. 

એમાં ખોટું શું છે ? 

ભૂલને સ્વીકારવી એતો બહુ મોટી બહાદુરી છે. 

ભૂલોનો સ્વીકાર કરવાથી આપણું મહત્વ ઘટી જતું નથી, 

પરંતુ આપણા મહાન આધ્યાત્મિક પાસાનો ખ્યાલ આવે છે!

ખાસ નોંધ :- 

જરૂર પડ્યે... અથવા .... જ્યારે પણ મને ભાન થશે કે,,,,

મારાથી કઈ બફાઈ ગયું છે , કાચું કપાઈ ગયું છે . 

અને એ કારણે મારુ નાક કપાય એમ છે તો...  

નિજ સ્વાર્થે,  તમારા નહીં ..!

પણ મારા નાકને કપાતું બચાવવા માટે એડિટ કરવામાં આવશે.... :)  

:D :D :D હઁ ....:) 

ભાવિન ભાઈ ... 

યાર આમ ને આમ તમે,,,

મને પણ લેખક બનાવી નાખશો .... 

ભાઈ આપણને એ નૈ ફાવે....:)

https://www.facebook.com/share/ZvCidfBfyQiFkBaY/?mibextid=oFDknk


*બ્લાસ્ટ*

શરમ તો ભુલ કરવામાં આવવી જોઈએ 

ભુલ સુધારવામાં શરમ કેવી.? 

ભુલ તો થાય સૌ કોઈ થી ક્યારેક ને ક્યારેક, 

ભુલ થાય.! 

જાણે અજાણે 

પણ જ્યારે જાણ થાય કે, 

ભુલ થઈ છે તો  

તેનો અસ્વીકાર કરવામાં શરમ આવવી જોવે.! 

મારા થી ગર ભુલ થઈ જાય તો, 

હું બે શરમી સાથે ભુલ સ્વીકારી સુધારી લેવામાં સમજદારી સમજુ છું. 

*ક,તીરા*


No comments:

Post a Comment