Sunday, 24 March 2024

ભાઈબંધે એક દોસ્તને લખેલ પત્ર.

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતથી એનો કોઈ દોસ્ત કોઈ કારણસર નારાજ થઈ ગયેલો. અને એ નારાજ દોસ્તે અનંત સાથે વાત કરવાનું બંધ કરી દીધું. 

જો કે ભાઈબંધ અનંતે ઘણી વાર વાત કરવાની કોશિશ કરી પણ પેલો દોસ્ત બરાબર નો નારાજ થઈ ગયેલો. 

આખરે એક દિવસ ભાઈબંધ અનંતે તેને સમજાવવા એક પત્ર લખ્યો હતો. 

*આ એજ પત્ર છે*

ભાઈબંધ જીવનમાં હિશાબ મુજબ સારી ખરાબ જે કૈ ઘટના બનવાની હોય છે તે તો બનીનેજ રહે છે.!

જીવનમાં બનતી અને બનવા નિર્ધારિત સારી યા ખરાબ ઘટનાઓને બનતા ઈશ્વર પણ રોકી નથી શકતો, તો પછી આપણે તુચ્છ એવં પામર જીવ તો કેમની રોકી શકીએ.!

ખૈર... 

જેમ સારી ઘટનાઓ ને વાગોળી ને આનંદ લઈએ, એમ ખરાબ ઘટનાઓને ભુલી ને પણ આનંદ લઈ જ શકાય છે.!

પણ એમ કરવા ઈચ્છા જરૂરી છે.!

જોકે ઈચ્છા કરવી કે થવી એ પણ લગભગ હિશાબ યાની કર્મ ને આધીન હોય છે. 

લ્યા... વીપરીત સંજોગોમાં પણ મૌજથી રહેવાનુ જર્રાક અમથું જ્ઞાન તો મે તારી પાસે થી પણ લીધુ છે.!

એ વાત નોખી છે કે હવે તું પહેલા કરતા થોડો વધુ જ્ઞાની થઈ ગયો છે.

તો મહારાજ અમારા જેવા અજ્ઞાની ને પણ થોડુ જ્ઞાન આપો.. 😛

ખૈર...

જીવનમાં બનતી સારી યા ખરાબ ઘટનાઓ ઘટવાના કારણોની છેક ભીતર ના ઊંડાણમાં ઉતરી તપાસ કરશો તો,

તમામ કારણો તમારી સામે આવશે અને, તમામ સવાલોના જવાબ પણ મળી જશે..! 

કોણ સાચુ? કોણ ખોટુ.? શું સાચુ.? શું ખોટું.? આવા મારા, તમારા, તમામ સવાલોનો જવાબ તમને અચુક મળી જશે.!

અગર જો ખુદની ભીતર ઉતરી તપાસ કરશો તો. 

અગર જો આપ ધર્મ એવં કર્મ ને સમજી શકતા હો તો,

જો કે આમની બાકી કોઈ વાત કે વાણી મને માફક નથી આવતી મગર આ બે સુત્ર પરમ સત્ય એવં સચોટ હોય મે જીવનમાં ઉતાર્યા છે.!અને સમય સમય પર અનેક સામે ધર્યા છે.!

*પરમ પૂજ્ય દાદા ભગવાન* ના આ વાક્યો સમજો..!

**જે થાય તે ન્યાય**

અને,

**જે ભોગવે તેની ભુલ**

હવે તમે જાતે મનન મંથન કરો..!

સત્ય સમજો અને સ્વીકારો.!

*અનંત પ્રાર્થના*

*ઈશ્વર સૌનું કલ્યાણ કરો*

🙌🙏🙌

*બ્લાસ્ટ*

"અનંત" કુંડળી કર્મ કદિ' ન બદલી શકે.! 

મગર કર્મ કુંડળી ચોક્કસ બદલી શકે.! 

"અનંત" 



No comments:

Post a Comment