Thursday, 14 March 2024

માર્રો ભાઈબંધ અનંત

માર્રો ભાઈબંધ અનંત...

હંમેશા ઈર્ષાળુઓ નો ભોગ બનતો.. 

માર્રો ભાઈબંધ અનંત ઘણા ભાઈબંધની આંખમાં કણાની માફક ખટકતો હતો...

છતાં માર્રો ભાઈબંધ અનંત આપ બળે સતત આગળ ને આગળ વધતો હતો...

જેમ મજબૂત દીવાલ ફાડી ને પીપળો ઊગે એમ એ ઊગતો હતો... 

એ લોકો જે ખુદ તો કઈ ઉકાળી નહોતા શકતા કોઈને નળવા સિવાય

પણ જ્યારે ત્યારે અનંતના રસ્તામાં રોળા નાખવાનું કામ એના ઘણા ઈર્ષાળુ ભાઈબંધો કરતાં ....

મગર અનંતને કોઈની /કોઇજ ગરજ કે પરવા નહોતી.

એ કોઈને કશુજ કહેતો પણ નહીં...

એ બસ ચૂપ ચાપ નિજ મસ્તીમાં પોતાનું કામ કર્યા કરતો ....

થોડા ઘણા એવા સારા/ પ્યારા ભાઈબંધ પણ હતાજ !

જે અનંતની દોસ્તીથી ખૂબ ખુશ હતા...

અનંત નું આવું મસ્તી ભર્યું જીવન મહોલ્લામાં એની બાજુમાં રહેતી અને, અનંતને ચાહતી એક છોકરી જોયા કરતી ....

એક દિવસ એણે અનંત ને કહ્યું. 

અનંત તું તો ક્યારેય કોઈને નડતો નથી તો પછી, 

તારી સાથે ગેર વર્તુણાક કરતાં અને, તારા રસ્તે રોડા નાખતા ઈર્ષાળુઓને કેમ કઈ કહેતો નથી...?

એ લોકો તને પરેશાન કરે છે, છતાં તું એ લોકોને સહન કરે છે, 

આવકારે છે , પ્રેમ કરે છે ..! 

ત્યારે અનંતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે , 

ના એવું બિલકુલ નથી ...! 

હાં સહન જરૂર કરું છું, એ સત્ય છે, 

સહન કરુજ છું કારણ કે હું મજબૂર છું ..!   

હાં અનાદર કરવાથી કોઈ ફાયદો નથી માટે આવકારું છું ! 

બાકી, પ્રેમ તો હું  એનેજ કરું છું જે મને ચાહે છે..! 

ત્યારે પેલીએ કહ્યું અનંત, મને તારી વાતો અને તારું વલણ સમજાતું નથી. ત્યારે, અનંતે પેલી છોકરીને સહજ ભાવે કહ્યું કે, 

આખરે સમજીને તું શું કરશે .... 

એ લોકો જે કરે છે એ, એ લોકોનો સ્વભાવ છે, 

એ લોકોના વિચાર છે. 

એ લોકોનું મારી સાથેનું વર્તનજ,એ લોકોની ભીતર મારા માટે રહેલી ઈર્ષા કે પછી, પ્રેમ જાહેર કરે છે ..! 

લોકો તમારી સાથે કઈ રીતે વર્તે છે એના પરથી,

આખરે એજ  લોકોનું ચરિત્ર જ છતું થતું હોય છે..!

લોકો પોતાના વાણી વર્તન અને વ્યવહાર થકી,

ખુદનુંજ ચિત્ર, ચરિત્ર છતું કરતાં હોય છે !    

મારે શા માટે વિચારવું કે એ મારા વિષે કોઈ શું વિચારે છે !

હાં આ હકીકત છે કે એ લોકો ઈર્ષાની આગમાં બળે છે .. 

અને આ પણ હકીકત છે કે એ લોકોની ઈર્ષાની આગ, 

મને પણ દઝાડે છે..! 

ખૈર જેવો જેનો હિસાબ એમ કહી એ મૌન થઈ જતો ... 

પછી થી એણે પોતાના વિષે આ રચનામાં લખ્યું છે કે ..!

*બ્લાસ્ટ*

ના સલાહ આપું છું ના સૂચના આપું છું. 

હાં,મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.

*ખૂલાસો*

***************************************** 

અંદરથી જુદો સાવ જુદોજ ! બહારથી લાગુ . 

સારો કે ખરાબ સૌને, સૌના વિચારથી લાગુ

અલગ અલગ સૌ કોઈ વિચારે મારા વિષે. 

બુરો બુરાને ઈર્ષાથી,ભલો ભલાને પ્યારથી લાગુ .

મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો હે અર્જુનો..! 

તો, બની શકે, હું પણ આપને સારથી લાગુ .

સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી શકુ

બની શકે ! ત્યારે કદાચ હું કોઇકને સ્વાર્થી લાગુ .

"અનંત" મને કબુલ મંજુર છે,અભિપ્રાય આપ સૌના 

જે પણ હોય કોને ખબર કોને કેવો ક્યારથી લાગુ.

*******************************

"અનંત"

*બ્લાસ્ટ*

ના સલાહ આપું છું ના સૂચના આપું છું. 

હાં,મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.

"અનંત"

https://www.facebook.com/share/7rR7ehkS947HwjzT/?mibextid=oFDknk



No comments:

Post a Comment