Friday, 14 February 2014

તૃપ્ત નર અતૃપ્ત નારી

મને તો મારું સરનામું મળી ગયું, તું તારું સરનામું શોધ ..!

"અનંત" એક વેંત પણ છેટું નથી, તું પ્યારું સરનામું શોધ ..! 

આવું કાંક વર્ષો પહેલા ભાઈબંધ અનંતે 

એની કોઈ ચાહીતીને કહેલું કે, 

જોકે પછી તો રાત આખી આ વાત આખી

સમજવામાં વીતી ગયેલી ... 

પણ મને એમાંથી અડધી વાત ત્યારે પણ સમજાઈ નહોતી અને,

અત્યારે પણ નથી સમજાતી ..!

ક્યારે સમજાશે એ ખબર નથી ..!

તે રાત્રે મેં આશ્ચર્ય સહ સવાલ કરેલો અનંતને કે , 

બસ એકજ વેંત છેટું છે ખુદનું સરનામું શોધવું .!!?

ત્યારે અનંતે ફરી એજ વાત જે એની ચહીતીને કહેલી 

તે દોહરાવતા કહ્યું .  

જો મળે તો ક્ષણમાં મળી જાય,અન્યથા ... 

એક વેંત છેટું સરનામું પણ આમ તો જો કે બૌ લાંબો પથ કહેવાય... 

આ આયખું આખુય વીતી જાય છે "અનંત" 

ખુદનું સરનામું શોધવું કૈ એટલું સહેલું નથી.! 

*બ્લાસ્ટ*1

તારા વિના સાવ એકલો અટૂલો આધો અધુરો છું હું. 

છતાં મારી સાથે મસ્ત થઇ સમય પસાર હું કરું છું.

દુનિયા ને એવુ લાગે "અનંત" મગર ખરી હકીકત એ 

છે કે હું તો તારી સાથે મસ્ત થઈ સમય પસાર કરું છું. 

"અનંત "

*લાસ્ટ બ્લાસ્ટ*

આંખની અલગ 

ગાલની અલગ 

હાથની અલગ 

હોઠની અલગ 

બાલની અલગ 

ભાલની અલગ 

અલગ અલગ તરસ

અલગ અલગ તલપ

પ્રેમના અલગ રંગોની 

અલગ અલગ અંગોની 

અલગ અલગ તલપ

અલગ અલગ તરસ

"અનંત" શરીરના તમામ નોખા નોખા અવયવોની ,

સાવ નોખી નોખી ભૂખ નોખી નોખીજ તરસ હોય. 

તરસ તલપ સતત પરમ ચરમ અખંડ "અનંત"

જે હોય જેની પણ હોય, બસ અરસ પરસ હોય.. 

પછી પ્રેમમાં લથબથ બે શરીર 

તરબતર થઇ ઓગળી પીગળીને 

એકરૂપ થઇ જાય એ વાત નોખી છે !   

આમ તો અલગ અલગ અંગોની નોખી ભૂખ નોખી તરસ હોય છે ! 

મગર એક પ્રેમ હુંફની ભૂખ અનંત અંગે અંગની એકરસ હોય છે..! 

એ અંગે અંગે અંગ દિવસે કે રાતે... 

પોકારી પોકારીને કહે છે એક સાથે... 

उम्र भर नहीं मीटती..!"अनंत" ये दो भूख। 

एक प्रेम की इच्छा और दुजी प्रेमी से हुंफ। 

"अनंत" 

આવું બધું ભાઈબંધ અનંત કહ્યા કરતો લખ્યા કરતો 

વર્ષો પહેલાં...

બસ એક ટેરવા ના સ્પર્શના વાંકે, 

"અનંત" સજા આખુય બદન પામે.! 

"અનંત"

બસ્સ આજ માટે આક,લૂ તો કાફી છે !

જો કે હજુ તો ઘણું કહેવાનું બાકી છે !

*બ્લાસ્ટ*

આ કરૂણ કારમી એવં કડવી હકીકત છે. 

ખાસ કરીને સ્ત્રીઓ માટે.! 

પુરૂષો કાયમ તૃપ્ત થઈ જાય છે. 

સ્ત્રીઓ કાયમ અતૃપ્ત રહી જાય છે. 

કારણ કે, પુરુષો ને માત્ર બહારથી તૃપ્ત થવુ હોય છે. 

જ્યારે સ્ત્રીઓ ને ભીતરથી લથબથ તૃપ્ત થવુ હોય છે. 

પુરૂષ દિવાસળી જેવો હોય છે. જર્રાક અમથા ઘસરકે સળગી ઉઠે ને સગડી હજુ સળગે એ પહેલાં ઠરી જાય.. 

જ્યારે સ્ત્રી સગડી જેવી હોય છે એને તપતાય વાર લાગે છે ને તપે પછી એની આગ તરત ના બુજાય.. 

દિવાસળી જેવો પુરૂષ તુરંત તપતો અને તુરંત ઠરતો હોય છે. 

મગર સગડી સમી સ્ત્રી ને તપવા ઠરવા સમય ખપતો હોય છે. 

સ્ત્રી ઓને લથબથ તૃપ્ત થવા માટે કેવળ અંગ નહીં બલ્કે, "અનંત" અંગ સાથે મનનો અંતરંગ ઉમંગ પણ ખપતો હોય છે. 

આ હકીકત ન જાણવા ના કારણે કૈ કેટલાય સહ શયનકક્ષમાં રોજ રોજ ધુંવાણો થાય છે... 

ધુંવાણો આગ લાગ્યાની ઘટના પહેલાં આગ લાગવાના એંધાણ હોય છે. 

કોઈ સમજદાર નાર સાથ હોય તો આ વાત સમજે.! 

કે "અનંત" ઉંડાણેથી હું આ હકીકત સમજી શકું છું.! 

મગર હું માત્ર હુંજ સમજી શકું છું તો પણ આખરે શું.? 

જ્યાં સુધી કે આ પરમ ચરમ અનંત સત્ય સમજે નહીં તુ.

"અનંત" 

*બ્લાસ્ટ* 

અપવાદ બાદ કરતા પુરૂષ માત્ર શરીર થી તૃપ્ત થવા તલપાપડ હોય છે. જ્યારે સ્ત્રી માત્ર શરીર થી તૃપ્ત થવા નથી ઈચ્છતી બલ્કે, સહ શરીર યાની સ્ત્રી તન મન આત્મા થી "અનંત" તૃપ્તિ ઝંખતી હોય છે.! 

"અનંત" 

પ્રેમી પતિ બને એના કરતા પતિ પ્રેમી બનીને રહે, 

" અનંત" સત્રી એવી ઝંખના મનમાં સેવતી હોય છે.! 

"અનંત" 

https://www.facebook.com/share/p/9dS3SU89cHsHSdQP/?mibextid=oFDknk






https://youtu.be/_uzRGxe0LUs?si=Y4ZWm2pxp6RHqt5n


https://youtu.be/_uzRGxe0LUs?si=NUqTkHwU-bkXEmz5



No comments:

Post a Comment