Friday, 14 February 2014

વર્ષો પહેલાં ભાઈબંધે કહેલું

વર્ષો પહેલા સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અજ્ઞાનીએ હ્રદય ના અનંત ઊંડાણે થી અનંત અઢળક અનુભવના આધારે કહ્યું હતું કે, 

"અજ્ઞાની" હરેક વખતે સાથે રહેવાનુ કારણ પ્રેમ નથી હોતું.

એજ રીતે છુટી ન શકવાનું કારણ પણ કાયમ પ્રેમ નથી હોતું.

અનંત કર્મોથી, અનંત કર્મો ના કારણે પણ.! 

બંધાયેલા હોય છે લોકો અકસર...

"અજ્ઞાની"

ક્યાં સુધી ખુલાસા આપશો "અજ્ઞાની"? 

"અજ્ઞાની" ક્યાં સુધી ખુલાસા આપશો.! 

 ક્યાં સુધી "અનંત પ્રેમ ના પુરાવા આપશો.? 

પ્રેમ, ત્યાગ, ધર્મ, કર્મ નો મર્મ સમજી ગયા હો તો..!

સુખ દુઃખ ખુબ જોયુ ભોગવ્યું,

બહાર બધુ ખુબ જોયુ જીવ્યુ .!

હવે "અનંત "ઈશ્વર ના શરણે જાઓ.! 

હવે ખુદની ભીતર જુવો ભીતર ઝાંકો.! 

હવે માત્ર જુવો અને જીવો ભરપુર.... 

પરમ ચરમ અખંડ અનંત અલૌકિક 

અનંત પ્રેમ આનંદ સાથે 

હવે બસ મૌજ થી જીવો.! 

"અજ્ઞાની"

*બ્લાસ્ટ* 

જીવનમાં આવતી તમામ પરીસ્થી અને એના થકી મળતી

તમામ પ્રકારની ક્ષણોને ઈશ્વર નો પ્રસાદ ગણી ગ્રહણ કરજે "અજ્ઞાની"શ્રધ્ધા હશે તો ઝહેર પણ અમૃત થઈ જશે..!

"અજ્ઞાની" થાય તેટલું સહન કરી લે.! 

ઈશ્વર નો પ્રસાદ ગણી ગ્રહણ કરી લે.! 

શ્રધ્ધા હશે તો ઝહેર પણ અમૃત થઈ જશે..!

"અજ્ઞાની"

*બ્લાસ્ટ* 

સ્વાર્થી થઈ ને વીચારશો તો સુખ નહીં મળે.!.

પરમાર્થી થઈ ને વીચારશો તો દુ:ખ નહીં મળે.!

સ્વાર્થી થઈ ને વીચારશો તો સુખી નહીં થાવ.! 

પરમાર્થી થઈ ને વીચારશો તો દુ:ખી નહીં થાવ.!

સ્વાર્થી થઈ ને વીચારે છે એ સુખી નથી થતા .!.

પરમાર્થી થઈ ને વીચારે છે એ દુ:ખી નથી થતા.!

"અજ્ઞાની" 


No comments:

Post a Comment