Monday, 29 April 2024

અને પછી, વરાળ થયેલા વીચારો ફરી

 (3)

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

ક્રમશ ઉત્ક્રાંતિ બાદ.......  


અન્યાય સામે અસંખ્ય વાર ક્રાંતિ થઈ....


કઈક ક્રાંતિ વીરો પેદા થયા. અને સૌ પોત પોતાના હિસ્સાનું અન્યાય સામે લડી લડીને શહિદ થઈ ગયા .... 


ને આપણને આઝાદી દઈ ગયા ... 


પણ હવે કદાચ ક્યારેય ક્રાંતિ નહીં થાય....


કે ના તો ક્રાંતિ વીરો પેદા થશે....


કારણ કે...


અન્યાય સામે જંગ લડવાનું જનૂન....


એનામાં જ પેદા થાય છે ... 


જે પ્રજા....


લાંબો સમય સુધી ચૂપ ચાપ સહન કરે છે...    


અને મનોમન રિબાય છે ... 


આવા રિબાતા અસંખ્ય લોકોનું મન...


સતત અન્યાય કરનાર સામે ....


જંગ છોડવાનું બદલો લેવાનું અને 


પાપીઓની શાન કેમ ઠેકાણે લાવવી...


એ વિચારતું રહે છે....! 


એ વિચારો ધીરે ઘીરે ચિનગારી બને છે.... 


અને પછી, આખરે એક દિવસ...


એના મનમાં સતત ચાલતા વિચારો જ ! 


એના મનની દશા બદલે છે અને એજ દશા દીશા બદલે છે..! 


જેમ જેમ અન્યાય સામે જંગ છેડવાના વિચારો પ્રબળ થાય છે, 


તેમ તેમ કૈક નવુજ બળ એને બદલો કેમ લેવો જંગ કેમ કરવી,


અન્યાય સામે કેમ લડવું .....


એના માટેની નીત નવી દિશા બતાવે છે !


અને એક દિવસ એ લોકોના.....


ક્રાંતિકારી વિચારો....


વિશ્ફોટક રૂપ ધારણ કરી યા હોમ કરી....


એ અન્યાય કરનાર....


જે પણ હોય તેની સામે કૂદી પડે છે ...! 


એ લોકો દેખીતી રીતે ખૂબ નાના હોય છે! 


પણ વિરાટ થવા સક્ષમ હોય છે !


એ ગરીબ હોય છે, લાચાર હોય છે, 


મજદૂર કે મજબૂર હોય છે...  


એ ઉપર મુજબ બધુ જ હોય છે ... 


પણ એમાથી કોઈ પણ !


હિન્દુ,મુસ્લિમ ,શીખ,ઈસાઈ,કે,


પારસી નથી હોતા... 


એ લોકો માત્ર ને માત્ર ગરીબ હોય છે,


પીડિત હોય છે ... 


જે એક હદ સુધી.... 


ચૂપ ચાપ અન્યાય સહન કરે છે.... 


આપણી માફક એ ગરીબો....


ફાલતુની બકવાસ નથી કરતાં.... 


હવેની વાત જુદી છે !


બલ્કે જ્યારે અન્યાય સહન કરી કરીને એ લોકો થાકે છે, 


ત્યારે....


એક ઘા 'ને અનેકના કટકા કરે છે..! 


એક હદ પછી ....


સતત અન્યાય સહન કરતું ,


એનું મન મક્કમતા થી વિચારે છે કે... 


રોજ તીલ તીલ મરવા કરતાં કે,


બાયલાની મૌત મરવા કરતાં....


એક વાર મર્દ ની મૌત મરી ફીટવું બહેતર છે... 


જો બસો પાંચસો ના અન્યાય સામે...


લડીને મરી ફિટવાથી ....


બાકીના હજારો લોકોનું કલ્યાણ થતું હોય....


તો મર્દ ની મૌત મરવું બહેતર છે... 


પણ ! હવે , ક્યારેય એ ક્રાંતિ નહીં આવે ... 


કારણ કે હવે અન્યાય કે ભ્રસ્ટાચારી


સતાધિસોની ....  


નકટાઈ , નફટાઈ બેવકૂફી , નાગડદાઈ , હલકાઇ


લુચ્ચાઈ જોઈ જોઈને સહન કરી કરીને....


ભીતર લાગતી આગ કે ,


મનમાં આવતો ગુસ્સો ... 


વિકરાળ થાય એ પહેલા,  


અહી વરાળ થઈને ઊડી જાય છે... 


અહી બળતરા ઠાલવી સૌ કોઈ ....


હળવા ફૂલ થઈ જાય છે ... 


ને પછી સૌ પોત પોતાનમાં...


મશગુલ થઈ જાય છે.... 


મોટી મોટી વાતો કરીને અહી સૌ કોઈ....


મનોમન મહાન થઈ જાય છે,... 


ખૂબ શરમિંદગી સાથે કહું છું કે ...


કદાચ મે પણ અત્યારે એજ કર્યું છે....:( :( :(  


હું જાણું છું કે માત્ર એક આંગળી....


કોઈ પણ વ્યક્તિ તરફ કરતાં.... 


હજારો આંગળી સાથે.... 


મારી ખુદની પણ ચાર આંગળી...


મારી સામે ઉઠશે... 


બની શકે કદાચ થોડી જ ક્ષણો બાદ ....


આ કહેવા બદલ હું વધુ શરમ અનુભવું ... 


કેમકે હું જાણું છું આ નક્કર પ્રવૃતિ નથી .... 


આમ અહી બકવાસ કર્યે કશું ઉકળવાનું કે,


હાંસિલ થવાનું નથી જ ... 


અહી આભાસી દુનિયામાં.....


આવી તેવી વેવલી ગાલાવેલી કે પછી-


અન્યાય સામે અવાજ ઉઠાવતી......


કોઈ પણ વાત પર જમા થઈ જતી ભીડ...


જો બહાર એકઠી થઈ ના શકતી હોય તો ...


તો મહેરબાની કરી માત્ર !


સૌ સૌનું મનોરંજન કરો... 


હું ભીડ નથી ઈચ્છતો....   


( કાલ ઊઠીને કદાચ હું પણ ફરી એજ કરીશ. ) 


આ બધુ બૌ અઘરું છે ! 


એકલાનું આમાં કામ નથી...! 

 

એકલા એકલા અન્યાસ સામે લડવા જતાં


કૈ કેટલાય ઊકલી ગ્યાં ... 


મુજકો રખે રામ મુજકો અલ્લાહ રખ્ખે .... 


એક દિ' હું પણ ! 


આમ ને 'આમ' ઊકલી જવાનો .... 


*બ્લાસ્ટ* 


મે કિસીકા ભી કઠ પૂતલા નહીં...! 


ભક્ત મે ભી હું લેકિન, અંધા નહીં..! 


મુજે વો ભી દિખતા હૈ જો દિખતા નહીં..! 


જે દેશમાં અન્યાય સામે ઉઠતાં અવાજને, 


યેન કેન પ્રકારે દબાવી દેવામાં આવતો હોય.. 


જે દેશમાં જાગતા નાગરિકને .....


ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવતા હોય... 


જે દેશમાં સરહદ પરથી નિવૃત થઈ આવેલા...


સૈનિકને હોસ્પિટલના -


પટાંગણમાં સારવાર લેવી પડતી હોય... 


જે દેશના નેતાઓ સત્ય સાંભળવાને બદલે...


સાચ સામે આંખ આડા કાન કરતાં હોય... 


જે દેશમાં માત્ર ભાષણ સમયે પૈસા આપીને...


ટોળાં એકઠા કરવા પડતાં હોય... 


જે દેશમાં માત્ર વડાપ્રધાન પસાર થવાના હોય 


એજ રસ્તા, હા, માત્ર એજ તૂટેલા રસ્તા....


રાતો રાત રીપેર થતાં હોય...  


જે દેશના નેતામાં પગાર ચૂકવતા હોવા છતાં !


કામ ન કરતાં નીચલા અધિકારીઓને ...


આદેશ આપવાની 


આવડત કે તાકાત ના હોય... 


જે દેશના નેતા....


ચંદ કરોડ પતિઓના પૈસે ચૂંટણી લડતા હોય ... 


ને જીતી ગયા પછી માત્ર એ લોકોનાજ 


ફાયદા નુકસાન નો જ વિચાર કરતાં હોય...  


જે દેશના નેતાને ભ્રસ્ટાચાર સામે કાર્યવાહી


કરવામાં સંબંધો આડા આવતા હોય... 


જે દેશના નેતા મોટા ભાગનો સમય...


પોતાના જ પ્રચારમાં વેડફતા હોય... 


જે દેશમાં હોનહાર ઈમાનદાર અફસરને


બિરદાવવાને બદલે ....


શહિદ કરી નાખવામાં આવતા હોય.... 


જે દેશમાં એકતાની માત્ર વાતો ....


અને અંદર ખાને અનેકતા પ્રવર્તતી હોય... 


જે દેશના નેતા પ્રજાને રેડિયો,મીડિયા કે,,,


સોશિયલ મીડિયામાં સૂચન કરવાનું આહ્વાવાન 


આપી, ને પછી જો !


એના રિપોર્ટ પેજ પર એની વાહ વાહી જેવી


વાહિયાત પોસ્ટ ને બદલે ....


કોઈ ઠોસ સૂચન મૂકવામાં આવે તો ,


ડિલીટ મારી દેતા હોય... 


( જે નેતા તેના રિપોર્ટ પેજ પર ,


સૂચન આપનારની પોસ્ટ ડિલીટ કરી શકે !


એ કોઈ સમયે એ પોસ્ટ કર્તાને પણ આ


દુનિયામાં થી ડિલીટ કરી શકે છે ... )  


જે નેતા પોતાની ઇજ્જ્ત....


સાચવી ના સકતા હોય... 


જે દેશના નેતાની ગમે તે 


આલિયા માલિયા મશ્કરી કરી જતાં હોય....


તે દેશ પર કોઈ પણ આલિયો માલિયો જમાલીયો ...


ગમે ત્યારે આક્રમણ કરી શકે છે... !!! 


જરૂરી છે હવે નેતા ખુદ ,


સતાના મદ અને નિંદ્રા માંથી જાગે .... 


પ્રકૃતિનો નિયમ છે. 


સારી ચીજ જો સમય સર ખાય ને 


પચાવવામાં ના આવે તો.... 


ધીરે ધીરે સડે છે !


અને સડેલી ચીજનો ધીરે ધીરે ....


ખુદ પ્રકૃતિ નાશ કરે છે... 


જો કે પછી તો એ વિનાશજ કરે છે... 


હવે કદાચ પ્રલય એજ આખરી વિકલ્પ....   


કભી કભી હી સહી, 


લેકિન... 


કતિરા.. જો દિખતા હૈ વો લીખતા હૈ...


कोईये खाली खोटी वाह वाह करी


मारामा हवा भरवानो प्रयास ना करवो ! 


आ वराल पण आपो आप हवामा वीलीन


थ्ई जशे ....


હું બંધ નથી ખુલ્લો છુ....! 


ભૈ હુ કૈ ફુગ્ગો નથી કે મારામાં હવા ભરાય.... 

હુ તો ખુલ્લો છુ, હવા ખુલ્લામાં ભરાય......? 


અકલે કૌ છુ બીજુ કૈ નૈ


શુ લેવા ખોટી મહેનત કરાવવી જાણી જોઈએ દોસદારો ને.. 😉


मात्र मारामा हवा भराय....


एवी वाह वाह मने लगीरे पसंद नथी ...!


બ્લાસ્ટ :- જીવન પર્યત


સંપૂર્ણ સાચો થૈ ને કોઈ જીવ્યુ નથી....


આદિ અનાદિ અનંત કાળથી.....


કોઈને કોઈ કાળે,


મહાન કહેવાતી વ્યક્તિ કે,


જગતમાં પૂજાતી હસ્તી ને પણ.!


નીજ સ્વાર્થે યા તો પરમાર્થે જૂઠનો સહારો


લેવોજ પડ્યો છે.!


છતાં હુ એમ કૌ છુ કે,


એવુ જુઠ ક્યારેય ના બોલો કે,


જેના કારણે આજે અન્ય અને


આવનારા સમયમાં તમારે કે તમારાઓને


પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે...!


હે અજ્ઞાની જુઠ કદાચ ક્ષણભર ભરપૂર આનંદ આપશે......

મગર સત્ય અનંત નીરંતર પરમ અલૌકિક

આનંદ આપશે.......


ક્ષણભંગુર કે અનંત અલૌકીક...?


તારે કેવો અને કેટલો આનંદ જોઈએછે..!


એ તારે જાતે નક્કી કરવાનું છે...!

 

આવુ એ લોકોએ મને,


વર્ષો પહેલાં કહેલૂ......


https://www.facebook.com/share/tvTJ5UvvggGmdGHb/?mibextid=oFDknk









(4)

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.


બસ માત્ર થોડી ભ્રમની અસર ને મૂંગો એકાએક વાચાળ થઈ જાય છે.  

માત્ર  થોડી સેકન્ડ,મિનિટ, અથવા કલાક, અહી રાડારાળ થઈ જાય છે. 

પછી બૌ બહુ તો બે ચાર દિવસ કોઈ વાતે અહી ધમસાણ થઈ જાય છે.  

અને પછી ભેદી નીરવ શાંતિ, ક્ષણ ભર  વિચાર વિકરાળ થાઇ જાય છે.  

આ હકીકત છે. મારી તમારી સૌની મન સ્થ્તિમાં જાજો તફાવત નથી ! 

કોઈ પણ વિચાર.. આગ લગાડે એ પહેલા જ અહી વરાળ થઈ જાય છે. 

સૌ*બ્લાસ્ટ* ને  તૈયાર રસ્તા પર ચાલવું સુગમ લાગે છે. બધા  એ રસ્તે ચાલે છે. 

કોઈએ ચાલીને ચાતરેલો નવો ચીલો એ લોકો માટે ઢાળ થઈ જાય છે. 

હે ઈશ્વર તું હિસાબ મુજબ બધુ ઠીક ઠાક કરે છે. હું જાણું છું. ઇન્સાનિ સમજ -

તારા ઇશારા સમજવામાં સમજ ટૂંકી પડે છે. અને તું વિકરાળ થઈ જાય છે.    

આજે આવડી આ ભૂલ મારાથી થઈ ગઈ છે... 

અકેલા...હું,  મૈ... એક ગીત .... 

કતિરા... હું, મૈ... બીજું ગીત.....  

હાં પણ લે ! બીજું શું કરું ! હું શું કહું ...!

વર્ષો જૂનો ભાઈબંધ લિખિત *બ્લાસ્ટ* 

અંતે,મારી મૂંગી વેદના "અનંત"

બોલી, બોલીને વરાળ થઈ ગઈ.... 

"અનંત"

https://www.facebook.com/share/uJiavR2KZJukCMv6/?mibextid=oFDknk


અને પછી, વરાળ થયેલા વીચારો ફરી, 
"અનંત" શબ્દો રૂપે વરસે છે..! 
"અનંત" 
*બ્લાસ્ટ* 
 વીચારો શબ્દોનું શુક્ષ્મ સ્વરૂપ હોય છે. 
શબ્દો વીચારોનુ સ્થુળ સ્વરૂપ હોય છે. 
"અનંત" આ બ્રહ્માંડમાં હરેક વ્યક્તિ કે 
વસ્તુનુ એક શુક્ષ્મ એક સ્થુળ સ્વરૂપ 
હોય છે. 

"અનંત" 




એક હતો ચોર

લૂઅ ...

ચાલો એક કામ પત્યું ..
આખરે તમે સ્વીકારી લીધું ...

અને હવે કામ નંબર બે,

પેલ્લા તો પૂછીને ચોરી કરતો
પછી ચોરીને પૂછતો ..
ચોર છોરીને પૂછતો ...
અર્થાત ...
પછી જાણ્યું કે એ પણ ચોર હતા /હતી .
જે પૂછ્યા વિના ચોરી કરીને ચીપકાવતી .
અકલે પછી ચોરીને પૂછતો. 
અર્થાત
ચોરે ચોરેલું હોવા છતાં
ચોરીને ચોરને કહી દેતો
અર્થાત ચોરને ચોરીને કહી દેતો...
અર્થાત ચોરી ..સોર્રીઇઈઇ ...
ચોરો પર સીના જોરી કરતો ...
અર્થાત ..
અર્થાત ...
અર્થાત ... 
કદાચ તને સમજાય
પણ
મને કદાચ કહેવું છે એ સરખું કહેતા નથી આવડતું ..
એકલે સીધુજ  કહું
હું ચીત્ર ચોર છું..!
અને તારી આંખ ચોરવા ચાહું છું ...
અર્થાત જે તે ચોરેલી નથી બલ્કે જાતે દોરેલી છે એ આંખ ..!
હું ચોરવા ચાહું છું ..!
ખંજવાળ આવે એ ચોરવાની વાત નથી..!
આમેય એ દુરથી શક્ય નથી .!
માર્રે વર્ષો પહેલા લખેલા....
ભાઇબંધના શબ્દોને
તારી આંખો આપવી છે ...
એકલે કે તારી આંખોને
ભાઇબંધના શબ્દો આપવા છે...
એમ કહું તો કદાચ તમને ના પણ ગમે
ગુસ્સો પણ આવે  ..!
અને અગર એવું થાય તો મારી બીક સાચી સાબીત થઇ જાય ...
આમ કહું કે તેમ
ગમે તેમ કહું  !
વાત આંખ ચોર્યા વગર દોર્યાની છે ...!
અને દોર્યાં વગર ચોર્યાની છે !
કેમકે તમે છો હું નથી ચિત્રકાર ...
હું એક ચીત્ર ચોર છું...
તો રાજી ખુશી થી રજા આપો ... 
ના કહેવાની ગુસ્તાખી ના કરશો ...
ગર ગુસ્સો આવે તો ચુપચાપ મને વઢ્યા વિના
મારી બકવાસ અર્થાત બોલાતી બંધ કરી નાખજો ...
અર્થાત ...
ગુજરાતીમાં જેને ડીલીટ કહેવાય છે
અને ઇન્ગ્લીસમાં ભુંસી નાખવું  ...
  😊😊😊

https://www.facebook.com/share/p/retung1d3T1QE8nM/?mibextid=oFDknk



जो के आवु चाले नै ।

जो के आवु चाले नै ।
पण चालतु। 


जो के एवु चाले नै ए साचु !

पण पागल प्रेमी ने कोण समजावे !

पोते भले जे सामे आवे तेना प्रेममा पडे !

पण पेली भुलमाय जो कोई बीजानु नाम ,

उच्चारे ..॥॥

तो भ्ई ने वांघा पडे ! 

पोते करे ए लीला ने पेली कै करे तो भै ने थाय पीडा। 

जीव बारे ...बौ के वाय ...

आवु चाले ज नै ! 

पण ए पगलाने कोण समजावे !

जे कोई वातमा समजे नै !

जो के आ पुरुष प्रक्रुती छे !

ए जेवो कोईने प्रेम करे ,प्रेममा पडे के तरतज !

एना मनमा तेनी चहीती प्रत्ये -

अघीकार भाव जन्मे ! 

जोके ,कोई अघीकार पण त्यारे ज अने 

तेना पर ज करे ,जेनी साथे प्रेम होय ! 

आ पण हकीकत छे !

बाकी लश्कर क्या लडे छे ! 

एनी एने परवा पण ना होय ....

तोय आ सारु तो नाज कहेवाय ने ! 

पण आवी बघी वातो थी ईवडो ई 

साव अजाण !

एक दि' एनी चहीती ए कोई छोकरानी-

जराक वात शु करी , 

ईवडो ई तो गुस्से थै ग्यो अने गुस्से थैने 

आ ये तो कोण जाणे कै केटलाय

अर्थमा ! पेली ने कै दीघु ! 

वर्षो पहेला....

"अनंत" सबको जो देखे वो मुजको ना देखे और, 

मुजको जो देखे वो कभी कीसी और को ना देखे। 

"अनंत "

ब्लास्ट :- ईवडो ईज पछी मुंजातो ने के'तो ,

"अनंत" ज्यारे ज्यारे प्रेम थाय छे !

खबर नै, मने आवु केम थाय छे ! 

"अनंत"

https://www.facebook.com/share/p/ayAH8Ry3f4WHzq8s/?mibextid=oFDknk

Saturday, 27 April 2024

બંધ આંખે હોય છે તુંજ સામે



વર્ષો પહેલાંજ..!

લખવુ ભુસવુ ફરી લખવુ. 

ભુસવુ લખવુ ફરી ભુસવુ.

અને ફરી લખવું "અનંત"

એના કરતાં તો,

લખવુ નથી.! નથીજ લખવુ.

એક ચબરખી તો સરખી લખાતી નથી.!

છેક અંદરથી જો પરચી લખાતી નથી.!

તો પછી લખવું કેમ.? 

તારી મરજી વીષે હું કૈજ જાણતો નથી.!

તેથી મારાથી મારીય મરજી લખાતી નથી.!

બંધ આંખે તો તું દેખાય છે નજર સામે.!

ખુલ્લી આંખે મગર સામે તું દેખાતી નથી.!

"અનંત" 

તો પછી શું કામ કાગળ કલમને તકલીફ આપવી.

એજ જુના ઝર્રઝર્રીત આછા પડી ગયેલા કાગળીયાના

ઢગલામાં માંથી..!

https://www.facebook.com/share/p/Wu1cPco3LzugBfGW/?mibextid=oFDknk


*બ્લાસ્ટ* 

બંધ આંખે હોય છે તુંજ સામે "અનંત"

મગર ખુલ્લી આંખે, સામે દેખાતી નથી..!

"અનંત "

જ્ઞાની હો યા અજ્ઞાની.



વર્ષો પહેલા કહેલું ..! 

અટપટું સત્ય અનંત અને અજ્ઞાની નું. 

જેમાં નું ઘણુ બધુ હજુ મને સમજાયું નથી...! 

તો તમને ના સમજાય એમાં કૈ નવાઈ ...!

લોકોને તો આદત છે .!

ગ્રંથોમાં લખેલા, વાંચેલા 

'ને વંચાઈ વંચાઈ ને ચવાઈ ગયેલા, 

ને ચવાઈ ને ચૂથો થઈ ગયેલા, 

સુગંધ ઊડી ને ગંધાઈ ગયેલા .. 

શબ્દો દોહરાવ્યે રાખવાની. 

કે પછી કોઇ એક વ્યક્તિએ, 

જાત નીચોવી જાત અનુભવે, 

કહેલા, લખેલા શબ્દો, સુત્રો કે  વાક્યોને..... 

વગર અનુભવે વગર અનુભવ્યે, 

કહી કહીને કોહવાઈ ગયેલા વાક્યો બકયે રાખવાની 

આદત હવે તો હર આમ આદમીને થૈ ગૈ છે. 

........... 'ને પછી..? 

વાંચી વાંચી ને એ સૂત્રો ,એ વાક્યો, એ કથા 

જે એક અનુભવી બાદ 

બીન અનુભવીઓએ પ્રવચનોમાં બોલી બોલીને, 

બ્રેઇનમાં ઠસાવી દીધા હોય, 

તે આ જીવન દોહરાવ્યે રાખવાના .!?

પોતાની બુધ્ધિની ચારણી થી ચારવાના નૈ... .!?

બસ માત્ર ચર્યે રાખવાના. !?

અને એના એજ ઘીસા પિટા સૂત્રો નો જ્યાં ત્યાં ઉપિયોગ કરીને , 

પોતે મોટા સંત પ્રકૃતિના , મોહ માયા વિનાના છે. 

એવું સાબિત કર્યે રાખવાનું .

અકલે કે, 

"ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે.." 

એક દિવસ જ્યારે અમે ત્રણેય ભાઈબંધે મધરાતે 

ખંડેરમા મળ્યા ત્યારે.... 

વાત વાતમાં મારાથી પણ એજ સૂત્ર બોલાઈ ગયું .... 

મે કહ્યું યારો આપણે ખોટી ફિકરો કરીયે છીયે...

આપણે ક્યાં કશું લઈને આવ્યા હતા હે... 

અને લઈ પણ ક્યાં કશું જવાના હે.. 

ત્યારે અજ્ઞાની એ ગુસ્સે થઈને મને ઘઘલાવી નાખ્યો... 

અને મને કહ્યું. 

શું યાર પરિયા.... 

તું પણ આમ મૂર્ખાઓ જેવી સોચ ધરાવે છે.! 

મે કહ્યું કેમ એમાં મે ખોટું શું કહ્યું ... ? 

તો એણે કહ્યું. ? તો તે સાચું પણ શું કહ્યું બોલ..! 

લે બોલ..! એ તો આખી દુનિયા સ્વીકારે છે.! 

અને એમજ તો ગ્રંથોમાં લખ્યું છે..! 

અને એજ તો સંતો એ કહ્યું છે.! 

તો, મે કહ્યું, એમાં ખોટું શું કર્યું...!? 

કે તને વાંધા પડે છે..!? 

ત્યારે અનંત વચ્ચે બોલ્યો... 

પરિયા વાત વાંધા પડવા, પાડવાની નથી... 

તું તારી બુધ્ધિનો ઉપયોગ ના કરીને-

એજ જૂના ઘીસાપીટા કોઈના ચાતરેલા ચિલ્લે ચાલે છે

એ ઠીક નથી પરીયા...

ગ્રંથોમાં લખેલી કે કોઈએ કહેલી કોઈ પણ વાતને-

એમ વેવલાની માફક સ્વીકારી ના લેવાય ... 

મે કહ્યું પણ લે.! એમાં ખોટું શું છે અનંત.!

કોઈએ કહ્યું એ સાચું હોય તો સ્વીકારવામાં વાંધો શું .?

અનંતે કહ્યું પરિયા સત્ય હોય તે સ્વીકારવાની હું ના નથી કહેતો ... 

પણ જાત અનુભવે જાણ્યા સમજ્યા વિના 

કોઈ પણ કોઈની પણ વાત સ્વીકારવા સામે મને વાંધો છે.!

અને તને એટલા માટેજ સમજાવું છું કે આપણો ભાઈબંધીનો નાતો છે ..!

બાકી આખી દુનિયાને ના તો હું સમજાવું છું ના ચાહું તો પણ સમજાવી શકું. 

અનંતે છેલ્લે કહેલું ઉપરનું અટપટું વાક્ય મારે ઉપર્થીજ ગયું  

જોકે આમ નીચેનું. 

મારી અને અનંત ની મગજમારી દરમ્યાન....

મૌન બેઠેલો અજ્ઞાની પણ એજ કહ્યું. 

પરિયા કઈ પણ સમજ્યા વિચાર્યા વગર સ્વીકારવું 

એ સારું સાચું નથી..! 

શું ખરાબ શું સારું , શું ખોટું શું સાચું,

એ તો જાત અનુભવેજ સમજાય પરીયા ..! 

જેમ તારા જમવાથી મારું પેટ ના ભરાય ... 

ભાઈબંધો કદાચ સાચું પણ કહેતા હોય 

મગર હું ઘણું બધું સમજી નહોતો શકતો ... 

અકલે હું કંટાળ્યો...  

કંટાળીને મે કહ્યું ચાલો તો હવે, 

તમેજ સમજાવો કે, એ સૂત્રમાં શું ખોટું છે...? 

અજ્ઞાનીએ કહ્યુ અચ્છા... 

તો સાંભળ એ સૂત્ર અર્ધ સત્ય છે. 

હાં " કઈ જ લઈ નથી આવતું કોઈ" 

એ વાત બરાબર છે. 

અને "કોઇ કંઈ લઈ નથી જતું" 

એ પણ બરાબર ... 

અજ્ઞાનીએ આવુ કહ્યું અકલે મે કહ્યુ 

લે બોલ.! લ્યા બધુ બરાબર જ છે.! 

તો પછી હું બોલું એમાં તને વાંધો શું છે..? 

બૌ ઉતાવડો ના થા પરીયા.... 

નાહક ભોંઠો પડીશ.... 

હજુ મે વાત પૂરી નથી કરી ..! 

અજ્ઞાની મને વઢયો.

મે કહ્યુ. 

હયશે ભૂલ થઈ ગૈ ભૈ હવે આગળ સમજાવ. 

એટલે એણે આગળ ચલાવ્યુ. 

જો પરિયા , ખાલી હાથે આવેલું એક બાળક,

આવતા વેંત અસંખ્ય સંબંધોમાં બંધાય છે... 

અને, 

સમય  જતાં એ ખુદ નવા નવા સંબંધો બાંધે છે..

અને પછી એ ખાલી હાથે આવેલું બાળક, 

મોટું થતાં દોસ્તો પત્ની, સંતાન અને સંપતિ પણ મેળવે છે ... 

અંતે એ ખાલી હાથે આવેલો બાળક મોટુ થઈ 

હિસાબ મુજબનું જીવન જીવીને -

જ્યારે મૃત્યુ પામે છે ત્યારે... 

ખાલી હાથે આવેલો એ માણસ જતાં જતાં, -

પોતાની પત્ની,બાળકો અન્ય સંબંધો એ સિવાય -

ઘર , બાંગ્લા ગાડી જેવી અઢળક સંપત્તી.. 

આ બધુ બધુ ને બધ્ધુજ..! 

છોડી જાય છે..! 

હવે તુજ વિચાર કર પરીયા... કે, 

એક ખાલી હાથે આવેલો માણસ... 

જતા જતા કેટલું બધુ છોડી જાય છે ...!

હુ રીતસરનો મુંજાય ગ્યો 

મે માથું ખંજવાળતા ખંજવાળતા કહ્યું ... 

હાં.. યાર.... 

આવું બધુ તો મારા ધ્યાનમાં જ નહોતું. 

મે તો આવું કશું વિચાર્યું જ નહોતું ... 

ખરે ખર યાર્ર .... 

હું તારા કહેવા મુજબ બુધ્ધિ વગરનો જ છું ... 

ત્યારે એણે ફરી કહ્યું . 

હાં, અને હજુ પણ પ્રદર્શન ચાલુ જ છે... 

હે..!!

મે આશ્ચર્ય સહ કહ્યું. 

યાર હવે શાનું પ્રદર્શન..? 

તે કહ્યું એ માન્યું તોય તકલીફ..!!.? 

હા પરીયા હાં..! 

કેમકે તું હજુ એજ ભૂલ દોહરાવે  છે ... 

પેલું સૂત્ર સાવ ખોટું હોવા છતાં, 

મે કહ્યું એ મુજબ તું બૂધ્ધુની જેમ બધુજ માની ગયો. 

લે બોલ ! આ તો અઘરું.! 

અઘરું કાય નથી પરિયા જો સમજાય જાય તો ... 

ના સમજાય ત્યાં સુધી જ બધુ અઘરું લાગે .

આવુ મને, અનંતે કહ્યું. 

અકલે મે કહ્યુ અચ્છા... 

તો હવે પૂર્ણ સત્ય શું એ સમજાવો.. 

એકલે અજ્ઞાની બોલ્યો ... 

પૂર્ણ સત્ય શું છે.! 

એ હજુ મને તો શું કોઈને પણ નથી સમજાયું ... 

છતા ઘણા સમજી ગયાના ભરમમા જીવે છે..! 

એ સૂત્ર ઉપર છલ્લું છે અને બિલકુલ ખોટું છે ...! 

કેમકે, ખાલી હાથે ના તો કોઈ આવે છે, 

ના તો, ખાલી હાથે કોઈ જાય છે..! 

મે પુછ્યુ એ કેવી રીતે... ? 

ચાલ તો હવે એ કહે કે, 

એ શું લઈ આવે છે ? 

અને શું લઈ જાય છે..? 

મારા સવાલના જવાબમાં અજ્ઞાનીએ કહ્યુ કે, 

યુગોની આ આવન જાવનમાં લોકો ... 

પોતાના કર્મો નો અધૂરો હિસાબ લઈને આવે છે ...  

પરીયા... 

ને જતાં જતાં એ અધૂરો હિસાબ લઈને જાય છે... 

અને ફરી અનંત વચ્ચે બોલ્યો 

પરીયા... 

આ આવન, જાવન, નો કોઈજ અંત નથી.. 

અંત હીન "અનંત " યાત્રા છે આ જીવનની... 

અને, પછી, 

અજ્ઞાની એ આગળ ચલાવતા કહ્યુ. 

પરીયા.. અહી આવીને... 

લીધેલું દેવાનું હોય છે..!

દીધેલું લેવાનું હોય છે ..!  

અકલે મે કહ્યુ. 

લે પણ.! 

આમને આમ ક્યાં સુધી ચાલે ..?

અને, એ નક્કી કેવી રીતે થાય ...?

કે, શું લીધું હતું , શું દેવાનું છે ..? 

ભૈ આ હિસાબ સરભર ક્યારે થાય.? 

અને કેવી રીતે થાય....?

કેવી રીતે સમજાય કે આપણે 

શુ લીધુ હતુ શુ દીધુ હતું.? 

મે એક સાથે અનેક સવાલ કર્યા... 

અકલે એણે જવાબ આપ્યો ...

પરીયા... બૌ સરળ છે એ જાણવુ... 

મને નથી લાગતુ. મે કહ્યુ.. 

એમા તારો વાંક નથી અજ્ઞાનીને હસીને કહ્યુ. 

જો..! હુ નથી કે તો વાતે વાતે કે મારો શુ વાંક..! 

એમા મારો વાંક નથી..! કેતો તો ને..!? 

એજ કહ્યુ ને અજ્ઞાનીએ 

હુ નો તો કે તો કે મારો વાંક હોય જ નૈ... 

મે અનંત સામે જોઈ સફાઈ પેસ કરી.. 

અકલે કે મારી નિર્દોષતા જાહેર કરી એમ.. 

અનંતે કહ્યુ હાં સાચુ પરીયા વાંક તારો નૈ 

અમારો છે.. 

હં તો પછી..!?

પછી અજ્ઞાનીએ મારો વાંક બાદ કરીને અકલે કે 

મને બે કસુર ઠરાવી ને આગળ કહ્યુ.. 

પરીયા તે પુછ્યુ ને કે એ કેમ નક્કી થાય કે, 

આપણે પૂર્વમા 

કોઈને શું આપ્યુ હતુ.? 

ને કોઈ પાસે શું લીધુ હતું.? 

મે કહ્યુ હાં..! 

અકલે એણે કહ્યુ કે, 

પરીયા.. 

શું આપ્યુ હતું, એ શું મળે છે એના પરથી નક્કી થાય... 

અને,

શું આપીએ છીએ, તેના પરથી શુ પામ્યુ હતુ એ નક્કી થાય. ..

અને,

સુખ કે દૂ:ખ .! આ બે માથી તમને કોણ શું આપે છે ..!

તમને કોના તરફથી શું મળે છે ..! 

એના પરથી તમે કોઈને શું આપ્યું હતું તે સ્પષ્ટ થઈ જતું હોય છે..! 

અતી મુંજારો અનુભવતા મે બે હાથ જોડીને કહ્યુ. 

ભૈ મને માફ કરો મારે બધુ ઉપરથી જાય છે..! 

સાચુ કૌ છુ  મને તમે બન્ને કહો છો એમાનુ કશુ નથી સમજાતું ..! 

અનંતે મજાક કરતા કહ્યુ. 

લ્યા પરીયા એમા શુ તુ આટલો મુંજાય જાય છે.. !

આ મુંજારો એક તનેજ નહી ,અહીં બધાને થાય છે..! 

અને પછી....

અજ્ઞાનીએ મને કહ્યું. 

પરીયા આજ અગર તને કશુ ના સમજાય... 

ભલે ના સમજાય સમય આવ્યે તનેય.... 

સમજાય જશે... 

મે કહ્યુ ભલે બીજુ શુ.! 

વળી અનંતે મારી મશ્કરી કરતા કહ્યુ. 

અને પરીયા.... 

અગર તને નજ સમજાય તો પણ કૈ લુંટાય જવાનુ નથી....! 

હું તો એમજ સમજતો હતો . 

મગર અનંત ના અંતિમ શબ્દોથી મને રાહત થૈ ગૈ અકલે મે કહ્યુ. 

તો ઠીક.!

અંતમાં અજ્ઞાનીએ કહ્યુ... 

પરીયા આખરે તો કોણ કેવું જીવે છે.! 

એના પરથી ઘણું બધુ નક્કી થઈ જતું હોય છે  ...

હવે અનંત બોલ્યો ... 

અને સાંભળ પરિયા..!   

આટલું સમજ્યા સમજ્યાવ્યા પછી પણ ... 

અંત સુધી કોઈ એ નથી સમજી શકતું કે....  

હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત... 

પછી ???

પછી તમારા જેવો જ પ્રશ્ન મને થયેલો... 

પણ પછી મને ઊંઘ આવતી હતી... 

એકલે અધુરી વાત આકલેથી પૂરી કરી હું ઘેર જઈને પોઢી ગ્યો...

*બ્લાસ્ટ* 

અંત સુધી એ નથી સમજાતું કોઈને "અનંત" 

કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત. 

"અનંત" 

*બ્લાસ્ટ*

કોઈ કંઇજ લઈને નથી આવતું 

“અજ્ઞાની” આ દુનિયામાં  

તેમ છતાં, જતા જતા.. ! 

કૈ કેટલૂયે છોડીને જવુ પડે છે.! 

“અજ્ઞાની”

પ્રેમાળ બ્લાસ્ટ :- 

વર્ષો પહેલાં ઉનાળાના ધોમધખતા તાપમા 

લૂ ઝરતા પવનને માણતા નિર્દોષ અનંતે... 

ભોળાભાવે એની કોઈ ચહીતીને કહેલુ કે..., 

હે પ્રીયે હું સાવ સાચુ કહું છુ !

બંધ આંખે સાથ તારો સુંવાણો લાગે ... 

શિયાળે સાથ તારો ... 

મને બૌ હુંફાળો લાગે.!

ભરોષો છે ભર તાપમા પણ ઠંડક આપશે તુ..!

ભલે ઉનાળો "અનંત" ધખધખતી લૂ વાળો આવે..! 

"અનંત "

બ્લાસ્ટ :-

જ્ઞાની હો યા અજ્ઞાની. 

માણસ નામે માટી. 

કહેવાને કોરી પાટી. 

મગર કોરી નથી હોતી.

લખાયેલુ હોય છે

કૈ કેટલુય પહેલેથી. 

કૈ કેટલૂય લખાય છે પછી.!

અંતે કોઈ દફન થાય છે..!

કોઈને અગ્નિ દાહ દેવાય છે.!

મગર તો પણ લખાણ પાટીનુ

ભુંજાતુ ભુંસાતુ નથી...!

માણસ નામે માટી

કહેવાને કોરી પાટી.. 

મગર કોરી નથી હોતી.

લખ્યું લખાયું છે જન્મોથી ... 

એજ ફરી ફરી ઉપસી આવે ..!

કોઈને યાદ આવે કોઈને ના આવે .!  

એજ  આધારે બને કોઈ જ્ઞાની "અજ્ઞાની"

 "અજ્ઞાની"

https://www.facebook.com/share/UbfwCmbi3FYNuaPB/?mibextid=oFDknk


વાસનાની વાસથી ગંધાતો માણસ




વર્ષો પહેલા....

ખંડેર મધ્યે મધરાતે...

કબુલાત કરતા ભાઈબંધ અનંતે લખેલું 

એના લખ્યા પછી અંતમાં અકલે કે, 

સાવ છેલ્લે અજ્ઞાનીએ કહેલુ કે, 

"અજ્ઞાની" શોધ નહીં તું પૂર્ણ સત્ય 

"અનંત"... 

એ કદીયે બહાર નહીં આવે.  

ઉપર ઉપરથી જુવો કે પછી,

મૂળ સોતો ઉખાળો માણસ.  


****** હું પણ બાકાત નથી ............!******

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


સાચું બોલવાનો ઢંઢેરો પીટતો ખોટાળો માણસ. 

જે નથી તે દેખાડવામાં કરતો ગોટાળો માણસ.


પ્રેમમાં તૂટતો ને પ્રેમથી જ હોય છે સંધાતો માણસ. 

 એકમાં અનેક રૂપે દેખાતો લપાતો છુપાતો માણસ.   


ઊપર ઉપરથી મળશે જોવા ઘણા ભોળા ને ધોળા. 

શોધી તો બતાવો ભીતરથી એકા'દ રૂપાળો માણસ.


કશું હોય ના જાણતો ને છતાં દંભ કેટલો...! નાની,   

અમથી વાતમાંયે કરતો રહે મોટી બબાલો માણસ.  


નીજ સ્વાર્થે ટકી રહ્યા હર એક સંબંધ. નિર્દોષ પ્રેમ,  

ક્યાં મળે ? છૂટવા મથતો ને પાછો બંધાતો માણસ.

   

પ્રેમ અને વાસના કદી સાથે ના રહી શકે .! પ્રેમની     

વાતો સમજી ના શકે વાસનાથી ગંધાતો માણસ.


માણસ ખરાબ કે સારો. અનુભવ બોલે એ જ ખરું સત્ય.

ક્યારેક અલગ અલગ રૂપે હોય એકજ દેખાતો માણસ.  

        

"અજ્ઞાની" શોધ નહીં ..! તુ "અનંત" પૂર્ણ સત્ય ,

કદીયે બહાર નહીં આવે...!  

જુવો ઉપર ઉપરથી કે પછી,  મૂળ સોતો ઉખાળો માણસ.  

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

 "અજ્ઞાની"

*માણસ એટલે નર*

આટ આટલા અપલખ્ખણ નરમા હોવા છતાં "અનંત"

નારી દ્વારા પ્રભુ પાસે પહેલાં ખોળે મંગાતો માણસ..! 

*********************************

ચાલો ત્યારે હવે હું રજા લઉં ..? 

મને બૌ ઊંઘ આવે છે..! 

એમ કૈ એ બેઉની રજા લૈ 

પછી હુ ઘર ભેગો થૈ ગ્યો....

https://www.facebook.com/share/9k6FCPvLNbhY2htC/?mibextid=oFDknk