Tuesday, 9 April 2024

અમૃત છે એટલે કડવું તો લાગશેજ.!

*બ્લાસ્ટ* 

નીજ સ્વાર્થે, લોભ, લાલચે જીવનમાં જેણે અન્ય સાથે અન્યાય એવં ખોટુ કર્યુ હોય તેને સાચુ સુખ ક્યારેય કોઈ કાળે ના મળતું હોય છે. 

"અનંત" એ સુખી હોવાનો ડોળ જરૂર કરે છે. મગર એનું મન સદા બૈચૈ રડતું કકડતુ તડપતુ તરફડતું ને દુ:ખદથી ખળભળતું હોય છે. 

"અનંત" 

 અમૃત છે એટલે કડવુ તો લાગશેજ.!

*કડવામૃત*

વર્ષો પહેલાં ભાઈબંધે અનંતે લખવા ધારેલી આત્મકથા ના રૂપમાં લખવા નીર્ધારેલ નવલકથા... 

મગર એક દિવસ અચાનક વો સબ છોડછાડ કે ચલા ગયા અકલે પછી અધુરીજ રહી ગઈ...

મગર એના અસ્તવ્યસ્ત કાગળીયા ઊથલપાથલ કરતાં એમાંથી મળેલા થોડા અંશો થોડા સંવાદો..! 

ભાઈબંધ ની રજા લીધા વિના અહીં ઠબકારૂ છું.!. 

હું આવતી વખતે એની માફી માંગી લૈશ.... 

ઓહ.! બુન મને એમ હતું કે સેમેજ જોયા વાંચ્યા પછે તમે ફોન કરશો. કારણ કે, આપણી વાત તો અધુરીજ હતી ને બુન.? એ વાત નોખી છે કે વડા ભાઈ એ તમને માજીની વરવી હરકતો બાબતે તમામ હકીકત જણાવીજ હશે.
મગર આપણી વાત તો અધુરી હતી ને..!?
ખૈર....
અહીં મારો એવુ સાબિત કરવા નો હરગિઝ પ્રયાસ નથી કે હું નખશિખ સાચો કે સારો છું. અમારાથી પણ ભુલો થયજ હોય અને એના માઠા પરિણામો અમારે પણ ભોગવવા પડ્યાજ હોય. અને ઘણી વાર તો ઘણા લોકોને અન્ય ની ભુલો ના માઠા પરીણામ પણ ભોગવવા પડતાં હોય છે. જીવનમાં જાણે અજાણે સૌ કોઈ થી ભુલ થતી હોય છે. સૌ કોઈ ભુલ કરતુજ હોય છે. મગર સમજદાર વ્યક્તિને જ્યારે સમજાય જાય કે જે થઈ કે કરી તે તેની ભુલ હતી, તો તે સહજ સ્વિકારે છે, અને જેવી થઈ ગઈ એવી ભુલ જીવનમાં ફરી ભુલમા પણ ન થાય એની એ સમજદાર વ્યક્તિ ખૂબજ કાળજી રાખે છે.
અજાણે ભુલ થવી એ એક વાત છે.અને નીજ સ્વાર્થે માત્ર ને માત્ર પોતાનાજ ફાયદા માટે કોઈને છેતરવા, જાણી જોઈને પોતાને લાભ થતો હોય એટલે સત્ય ન બોલવું, જુઠ બોલવું, અને છુપાવવું એ અલગ વાત છે.

જો કે કર્મ ના હિશાબ મુજબ તો જાણે કે અજાણે થયેલ કે કરેલ કોઈજ ભૂલ માફ નથી થતી. એ સમજવા, રામાયણ નુ શ્રવણ અને દશરથ નુ દ્રષ્ટાંત કાફી છે.! દશરથે હરણ સમજી તીર છોડેલું અને અજાણતા એ તીરે શ્રવણની છાતી ચીરી નાખી હતી. અને હરણને બદલે ભુલથી શ્રવણ ગુજરી ગયો હતો. તેથી શ્રવણ ના માતા પીતા, પુત્ર વીયોગે તડપી તડપીને મરી ગયા. જો કે પોતાનાથી અજાણતા થયેલ ભુલ બદલ દશરથે શ્રવણ ના અંધા મા બાપની કરગરીને ખૂબ માફી માંગી હતી.
પરંતુ તેમ છતાં કર્મ ના સીધ્ધાંત મુજબ રામને વનવાસ મળ્યો અને અજાણતા ભુલ કરી હોવા છતાં તેને ઈશ્વર તરફથી પણ માફી ન મળી અને આખરે શ્રવણ ના માતા પિતા ની માફકજ દશરથ પણ પુત્ર વીયોગેજ મરણને શરણ થયો...
વર્ષો પહેલાં ભાઈબંધે પણ લખ્યું છે કે,
*"અજ્ઞાની" કોઈ ગુનાહ માફ નહીં થાય.*
*હિશાબ છે હિશાબમાં બાદ નહીં થાય..*
ખૈર....
તમે માજી ને ફોન કર્યો હતો અને સ્વભાવ ગત એમની પાસે અર્ધ સત્ય જાણ્યું હશે .!
જ્યારે મારો ભાવ એવં સ્વભાવ એવો છે કે બને ત્યાં સુધી પુર્ણ જાણવું અને જણાવવું.
સત્ય ના મારગે ચાલવું અને કોઈ અવળે માર્ગે ચડેલું હોય તેને પુર્ણ ઈમાનદારી સાથે સાચો મારગ બતાવવો.
એકલા થી ન સમજે તો કોઈ એકાદ સાચે મારગે ચાલનાર વ્યક્તિને સાથે રાખીને એ ભુલેલા ભટકેલા વર્ષોથી અવળે માર્ગે ચડેલા ને સાચો મારગ બતાવવો.
*અવળે મારગે ચડેલા* અર્થાત્
*કોઈ ગેર સમજ ના થાય માટે આ વાક્ય નુ અર્થ ઘટન કરૂ છું* કે,
માત્ર ને માત્ર નીજ સ્વાર્થે, લોભ, લાલચે જીવનમાં  વારંવાર જુઠનો સહારો જે લેતા હોય, પુર્ણ સત્ય જે બોલતા ન હોય, પોતાના તરફના જુઠ વીષે તો એક હરફ પણ ઉચ્ચારતા ના હોય એવા લોકો જેને વર્ષો ના અનુભવ બાદ પણ એટલી અકક્લ ન આવી હોય કે,ચાહે ગમે તેટલા પ્રપંચ કરો પ્રયાસ કરો તો પણ..! સારૂ શું હતું, ખરાબ શું છે.! ખોટું શું હતું, સાચુ શું છે..! છુપાવેલું શું હતું, ખુલ્લુ કેટલુ છે.?
આ તમામ છુપાવવાના લાખ પ્રયત્નો પછી પણ સારૂ ખરાબ, સાચુ ખોટુ, છુપાવેલું કે ખુલ્લુ.
બધુજ સમય સમય પર સમયસર જાહેર થય જ જતું હોય છે.!
અર્થાત્ ખુલ્લુ થયજ જતુ હોય છે.
વર્ષોથી જે પોતાની ભુલો છુપાવતા હોય, લાલચુ વૃત્તિ ધરાવતા હોય, પોતાને લાભ થતો હોય, તેથી જુઠ્ઠા લોકો ને સાથ આપ્યો હોય, અને જુઠા સાથે મળીને અન્યાય કર્યો હોય, યા તો પોતાના લોભ લાલચ એવં લાભ થતો હોય, અન્યને અન્યાય થવા દિધો હોય, અને વર્ષો સુધી છુપો વહેવાર કરતા હોય,
પોતાના વાણી, વર્તન અને વ્યવહારને કારણે પોતાને અને અન્ય ને ખૂબજ તકલીફ અને પીડા વેઠવી પડી હોય તે હકીકત જાણવા છતાં  આટ આટલા માઠા અનુભવ બાદ પણ જેને અક્કલ ન આવી હોય કે, વાણી, વર્તન અને વ્યવહારમાં કોઈજ બદલાવ ન આવ્યો હોય એને પણ..! 

*અવળે મારગે ચડેલા* જ ગણાય...


અર્થઘટન પુરૂ..! 

કોઈ પણ ના સમજાવ્યે આવા વીચીત્ર લોકો સુધરી સમજી જશે એ નક્કી નથી જ હોતું. સાચો મારગ બતાવ્યા પછી પણ એ લોકો બતાવેલા સત્ય ના માર્ગે ચાલશેજ એવી પણ કોઈ ગેરંટી નથી હોતી, કે મારા યા તમારા સમજાવવાથી એ સમજી જશે સુધરી જશે..!
મગર તેમ છતાં એમના અને સૌના કલ્યાણ માટે પણ.! મારગ ભુલેલાને સાચો અને સારો મારગ બતાવવાનો પુરૂષાર્થ કરવો એ પુણ્ય કાર્ય ગણાય.
કોઈ એકાદ એવી સાચી વ્યક્તિ ને સાથે રાખીને .! કે જેને પણ જીવનમાં ભુતકાળમાં પોતાના લોભ લાલચ અને માત્ર પોતાના લાભ ખાતર અનેક ભુલો કરી હોય, જેના કારણે પોતાને અને અન્ય ને પણ.! ત્યારે યા બાદમાં ખૂબજ તકલીફ પડી હોય, મગર એવી વ્યક્તિ જેને સમય જતાં પોતાની ભુલોને કારણે સારા માઠા અનુભવ થતાં, અને પોતે કરેલી ભુલો ને કારણે તેમણે ખુદે એવં તેના કારણે અન્ય એ પણ સારા માઠા પરિણામો ભોગવ્યા છે. એ હકીકત જાણ્યા પછી, સમજણ આવી હોય અને એ સમજણ આવ્યા બાદ જેણે પોતાની ભુલો સ્વિકારી હોય, એવી એકાદ વ્યક્તિને સાથે રાખીને, હજુ પણ અનંત અનુભવ બાદ પણ જે સુધરતા સમજતા નથી.! એવા લોકોને પોતાને અનુભવ ના આધારે સુધારવા થોડા સરળ રહે એ આશયે એવી વ્યક્તિ ને સાથે રાખીને કોઈના કહેવાથી થી ન સમજતી વ્યક્તિ ને સમજાવવાનો નૈતિક પ્રયાસ તો ચોક્કસ કરવો જ જોઈએ. એ સુધરીજ જશે એવી કોઈ ગેરંટી ન હોવા છતાં.!
અને આવે સમયે પોતે કરેલી ભુલો અને એ ભુલોને કારણે ભોગવેલા પરીણામો માંથી શીખેલી સમજેલી અનુભવી વ્યક્તિ સાથે હોય તો તે એક ભુલેલા ભટકેલા અવળે માર્ગે ચડેલા ને વધુ સારી રીતે સમજાવી શકે.!
આવી તમામ મસક્ત કરવાનો આશય માત્ર એટલોજ હોય છે કે તેમનુ અને બાકીના સૌનુ જીવન તન અને મનની તંદુરસ્તી સાથે પ્રેમ લાગણી અને આનંદથી પસાર થાય...
એમનું પણ કલ્યાણ થાય અને એની સાથે બાકીના સૌનુ પણ કલ્યાણ થાય...
ખૈર...
ભુલો તો જીવનમાં ક્યારેક ને ક્યારેક હર કોઈ કરેજ છે યા થઈ જાય છે. મગર સમજદાર ને એ સમજાય કે, ભુતકાળમાં ઘણી ભુલો થઈ હતી તો તે સહજ સ્વીકારે છે અને સુધારે પણ છે. જ્યારે અણ સમજુ લોકો પોતે ભુતકાળમાં ઘણી ભુલો કરી છે. અને આખરે કોઈ ને કોઈ કાળે કોઈને કોઈ કારણે એનુ જુઠ એની ભુલો ઉઘાડી પડીજ ગઈ છે એ જાણવા છતાં પણ તેઓ સ્વીકારતા તો નથીજ બલ્કે અગાઉ કરેલી ભુલો પર પરદો નાખવા વધુને વધુ જુઠનો સહારો લેતા રહે છે. આમ ફરી એ પહેલાં કરતાં વધુ અઘરી ભુલો કરે છે અને એવીને એવી ભુલો આ જીવન દોહરાવ્યે રાખે છે. યા તો પહેલા કરી હોય એ ભુલો છુપાવવા પહેલાથી પણ વધુ જુઠ બોલે છે અને પહેલા કરતા પણ મોટી ભુલો કરે છે.
આવા લોકો અણ સમજુ હોય તો માફી ને પાત્ર છે મગર ચાલાકી અને ચતુરાઈ સાથે જુઠ બોલે એને ઈશ્વર પણ કદાચ માફ ન કરે દશરથ ની માફક.! *કર્મ ને આધીન* પરીવાર ની એકાદ મારગ ભુલેલી વ્યક્તિ ને સાચો અને સારો મારગ બતાવવાનો પ્રયાસ કરવો એ આપણા સૌની સહીયારી જવાબદારી છે.! આપણું કાર્ય અંત સુધી ઈમાનદારી પુર્વક પ્રયાસ કરવાનું છે બસ્સ ! પરીણામ શું આવશે..? સારૂ આવશે..? કે ખરાબ.? આવી તમામ ફીકર ઈશ્વર પર છોડી, કર્મ ને આધીન કર્મ કરવુ એજ આપણા હાથમાં છે.! છેવટે કશુંજ હાંસીલ નહીં થાય તો પણ એટલો આત્મ સંતોષ ચોક્કસ મળશેજ કે મેં સૌના ભલા માટે સૌના કલ્યાણ માટે સાચી દિશામાં સારો પ્રયાસ તો કર્યો પરીણામ ધાર્યું ન આવ્યું તો કૈ વાંધો નૈ બસ આ આત્મ સંતોષજ જીવનમાં પરમ ચરમ અખંડ અનંત આનંદ માટે કાફી છે.
બોલ પુરૂષોત્તમ દાસ કી....
*બ્લાસ્ટ*
એક તો શબ્દો પારકા ઉછીના હોય યા ઉધારી હોય.
પાછી જીવનમાં તો એક ટકો પણ ના ઉતારી હોય.
તો પછી અમલમાં તો એ ક્યાંથી મુકાણી હોય..?
જો જીવનમાં ઉતારી ન શકું યા ઉતારૂ તો પછી અમલમાં મુકી ના શકુ તો એવી "અનંત" સલાહ શીખામણો કે ખીલોસોફીઓ હું  ક્યારેય અંગતમાં યા જાહેરમાં ઝાળતો નથી.!
કારણ કે, હું "અજ્ઞાની" કાંયજ જાણતો નથી.!
"અજ્ઞાની"

વર્ષો પહેલાં મારા ભાઈબંધે કહ્યું હતું કે,

*હું ક્યાં એમ કહું છું ભૈ કે જીવનમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ.*
*બલ્કે હું તો એમ કહું છું  "અજ્ઞાની" કે, સ્વાર્થમાં પણ કોઈ છુપો પરમાર્થ હોવો જોઈએ.*

*"અજ્ઞાની"*

ખબર ન હોય અને ભુલ કરતા હોય, ખોટુ કરતા હોય, એને સાચો મારગ બતાવી સમજાવી સુધારી શકાય. મગર જે જાણતા હોય કે તે જે કરે છે તે ખોટું છે, ભુલ છે. તેમ છતાં કર્યે રાખે એને ઈશ્વર બચાવે યા તો આપણને એનાથી ઈશ્વર બચાવે.! 

એક સાદો નિયમ છે કે બાળક જ્યારે નાનુ હોય નાદાન હોય ત્યારે એ ભાખોડિયાં ભરતું ભરતુ ધુળ યા ગંદી માટી કૈ પણ મોં મા નાખી દેતુ હોય છે. કારણ કે એને ખબર નથી હોતી કે એ જે ખાઈ રહ્યો છે તે ધુળ છે ગંદી માટી છે કચરો છે. જે ખાવા લાયક નથી. એ બાળકને ખબર નથી હોતી. મગર, બાળક જ્યારે આવું કરે છે ત્યારે માત્ર માં જ નહીં બલ્કે ઘરના કોઈ પણ સભ્ય નું ધ્યાન જાય કે, તુરંતજ એના હાથમાં માંથી એ અખાધ્ય વસ્તુ ધુળ યા ગંદી માટી છોડાવી તેને સમજાવતા કહે છે. દિકા આ ન ખવાય એ કચરો છે. આમ ધીરે ધીરે બાળક ને ખ્યાલ આવવા લાગે છે કે શું ખવાય શું ન ખવાય. (ધુળ અને ગંદી માટી માત્ર ઉદાહરણ છે આવુ કોઈ પણ બાબતે ધ્યાન રાખવું પડે) 

હવે ધારો કે એ બાળક અખાધ્ય વસ્તુ ધુળ માટી ખાતો હોય, અને આપણે જોતાં હોય છતાં એને રોકીએ ટોકીએ નહીં તો આગળ જતાં એ બાળક અખાધ્ય વસ્તુ ધુળ યા ગંદી માટી ને પણ ખાધ્ય સમજી કાયમ ખાતો રહે છે. કારણ કે એને એમજ લાગે કે આ તો ખવાય... ધીરે ધીરે બાળક મોટુ થાય થોડુ સમજણુ થાય છે. તો પણ ધુળ યા ગંદી માટી ખાય છે કારણ કે એને પહેલી વાર જ્યારે ધુળ યા ગંદી માટી મોં મા મુકી ત્યારે કે ત્યાર પછી એટલે કે સમજણુ થયુ ત્યાં સુધી કોઈએ એ જે ખાય છે તે ન ખવાય એવુ કહ્યું નથી કે રોક ટોક કરી નથી. હવે સમજો કોઈ બહાર નુ વ્યક્તિ ઘેર આવે અને બાળકને અખાધ્ય વસ્તુ યાની ધુળ યા ગંદી માટી ખાતા જુવે તો બહારની વ્યક્તિ હોવા છતાં તે બાળકને એ અખાધ્ય વસ્તુ ઘુળ યા ગંદી માટી ખાતા રોકવાનો પ્રયાસ કરશે. 

અને કહેશે દિકા આ ન ખવાય એ ધુળ છે, ગંદી માટી છે એ ખાવાથી માંદા પડી જવાય. આમ બહારની વ્યક્તિ નૈતિક ફરજના ભાગ રૂપે બાળકને સાચી સમજ આપવાની કોશિશ કરશે.! 

ત્યારે બની શકે બાળક દલીલ કરતાં કહશે કે, આ તો ખવાય હું તો રોજ ખાઉં છું. પણ તમે મને રોકી રહ્યા છો એમ આજ સુધી મારા ઘરમાંથી મને કોઈએ રોક્યો નથી. અગર જો મને કોઈ આ ધુળ માટી ખાતા રોકતુ ટોકતુ નથી એનો અર્થ એ જ કે તમે જે ન ખાવાનું કહો છો એ ખાવા લાયકજ છે. અગર ન હોય તો મારા ઘરમાંથી કોઈક તો મને રોકેજ ને.!? પણ રોક્યો નથી એનો અર્થ એ જ કે તમને ખબર નથી પડતી... 

અને હવે તો મને આ ભાવી ફાવી ગયું છે.! 

બાળક હજુય નાદાન છે તેને ખબર નથી કે આગળ જતા તેની ગંભીર અસર તેના શરીર પર પડવાની છે. 

અને ત્યારે માત્ર બાળકને જ નહીં બલ્કે જેણે કદિ બાળકને ધુળ માટી ખાતા રોક્યો નથી એવા પરીવારના તમામ સભ્યો ને પરેશાની ભોગવવી પડશે.! 

આ ટુંકી બાળ વાર્તા નો સાર સમજવા મોટા થૈ જાવ તૈયાર... 


આમ જ્યારે કોઈ ભુલ કરતુ હોય અને આપણે જાણતા હોઈએ કે તે ભુલ કરે છે તેમ છતાં આપણે તેને રોકીએ ટોકીએ નહીં તો એને એમજ લાગે છે કે એ જે કૈ કરે છે તે સાચુંજ છે સારૂજ છે. 

અર્થાત્ 

આપણને જેની સાથે લાગતુ વળગતું હોય આ માત્ર એના માટેની વાત છે. જેની સાથે આપણને લાગે વળગે છે તેમાંનું કોઈ વ્યક્તિ ભુલ કરી રહ્યુ છે, અને જે કરી રહ્યુ છે ખોટુ કરી રહ્યું છે, જો એને રોકવામાં નહીં આવે તો આગળ તેની સજા આખાય પરીવાર ને ભોગવવી પડશે. એ હકીકત થી વાકેફ હોય અને નજર સામે ખોટુ થતુઆપણે જોતા જાણતા સમજતા હોય ત્યારે, આપણી નૈતિક ફરજ બને છે કે તેને એ બાબતે સમજાવીએ કે એ જે કૈ કરે છે તે બરાબર નથી કરતાં.

કોઈ ભુલ કરતું હોય અને એને કરેલી ભુલના કારણે ભવિષ્યમાં તેના માઠા પરિણામો આખા પરિવાર ભોગવવા પડશે... 

તો પહેલેથી જ તેને રોકવુ ટોકવુ જોઈએ. 

સમજદારી પૂર્વક જો આવી તકેદારી આવી સમજદારી પહેલેથી રાખવામાં આવે તો, પરીવારના સભ્યો વચ્ચે થતી ઘણી ગેરસમજ અને એક વ્યક્તિ ની ભુલ ના કારણે ભવિષ્યમાં આખાય પરીવારને પરેશાન થતો ઉગારી શકાય...

*બ્લાસ્ટ*

ખબર ન હોય અને ભુલ કરતા હોય, ખોટુ કરતા હોય, એને સાચો મારગ બતાવી સમજાવી સુધારી શકાય. મગર જે જાણતા હોય કે તે જે કરે છે તે ખોટું છે, ભુલ છે. તેમ છતાં કર્યે રાખે એને ઈશ્વર બચાવે યા તો આપણને એનાથી ઈશ્વર બચાવે.!

*અનંત પ્રાર્થના*

હે ઈશ્વર...

તું મારી પ્રાર્થના દુઆ કબુલ ન કરે તો મને કૈંજ વાંધો નથી..! મગર મારી તને એક નમ્ર અરજ છે કે,મારી બદદુઆ તો ક્યારેય ભુલથી પણ કબુલ ના કરજે.!

મારા પોતાનાઓ કોઈ પણ સંજોગોમાં દુ:ખી થાય એવું હું હરગીઝ નથી ઇચ્છતો..!

"અનંત"

જીવનનો આખરે આટલોજ હિશાબ.!

"અનંત" મન સાફ તો સો ગુનાહ માફ.!

"અનંત"


ખરાબ ભુતકાળ ભુલી જવો..!

એ માત્ર કહેવુજ સહેલું છે.!


વર્ષો પહેલા ખંડેર મધ્યે મધ રાતે ચાય ની ચુસ્કી ભરતા ભરતા અમારા ત્રણેય વચ્ચે ચર્ચા ચાલી..!


ભુતકાળ બાબતે ત્યારે...


અનંતે કહ્યું હતું કે,


દુનિયામાં ભરના સાધુ સંતો સમેત સામાન્ય લોકો પણ ઉછીના અર્ધ જ્ઞાનના આધારે મોટી મોટી મગર મારા હિસાબે ખોટી ખોટી ખીલોસોફી (અનંત ખીલોસોફી માટે કાયમ ગુઠાર્થ માં ખીલોસોફી શબ્દ વાપરતો) ઠોકંઠોક કરતાં તમામ ને કહેવાનું કે તમારી આવી વાહિયાત ખીલોસોફી કે, જો જીવનમાં સુખી થવું હોય તો ખરાબ ભુતકાળ ભુલી જાવ.!


તો આ તમામને કહેવાનું કે,


અંશત ભુતકાળની ખરાબ ઘટનાઓને તોજ ભુલી શકાય છે, જો વર્તમાનમાં એવી એટલે કે પહેલાં જેવીજ કારમી અને ખરાબ ઘટનાઓનુ એનુ પુનરાવર્તન ન થાય...

તોજ ખરાબ ભુતકાળ ભુલી શકાય...

હાથે કરીને કોઈ પણ પ્રકારની પીડા કે તકલીફ લેવામાં કે દુ:ખી થવામાં કોઈને દિલચસ્પી નથી હોતી. મગર આ હકીકત પણ જરા સમજો કે, સાવ સીધો સરળ નીયમ છે કે, માની લો કોઈને ઠોકર લાગી અને ગોઠણ છોલાઈ ગયો, મુંઢમાર લાગ્યો યા ગોઠણમા ઘાવ પડ્યો.!


તો એ સમયે ભયાનક પીડા થશેજ સમય જતાં પીડા ઘટશે ઘા પણ રૂજાઈ જશે અને પછી એક સમય એવો આવશે કે એ ગોઠણમા લગીરે દર્દ કે પીડા નહીં થાય.!


અને એ પણ ભુલાઈ જશે કે એક દિવસ તમને ઠોકર લાગી હતી અને ગોઠણ છોલાઈ ગયો હતો અને ખૂબ પીડા થઈ હતી.


મગર અગર જો ગોઠણ પર ઊંડુ નીશાન રહી ગયુ હશે અને ક્યારેક જ્યારે તમારી એના પર નજર જશે ત્યારે ક્ષણભર પણ યાદ આવીશેજ કદિ આ ગોઠણ પર ઠોકર લાગી હતી.


હવે ધારો કે, કોઈ સમયે તમારા એ ગોઠણના નીશાન તરફ તમારા કોઈ દોસ્ત કે સ્વજનની નજર પડે છે, તો એ સહજભાવે તમને પુછશે લ્યા આ તારા ગોઠણ પર ઊંડા ઘાવ જેવુ નીશાન કેમ થયુ.? શું પડી ગયો હતો..?


બસ ત્યારે તમે થોડા વીસ્તારથી તમને લાગેલી ઠોકર અને તેના લીધે પડેલ ઊંડો ઘાવ અને ત્યારે થોડા દિવસો લંગડાતા થઈ ગયેલા અને એ દરમિયાન સહન કરેલી થયેલી કારમી પીડા વીશે ચોક્કસ સહજભાવે વાત કરશો અને પછી પાછા ભુલી પણ જશો.!


મગર ધારો કે અગર ફરી તમને ઠોકર લાગે છે અને, ફરી એજ ગોઠણ પર જ્યાં થોડા મહિના કે વર્ષો પહેલા વાગેલું ત્યાંજ વાગે છે તો તમે સહસા બોલશોજ અને કોઈ પુછશે ત્યારે પણ કહેશોજ કે યાર્ર આજ ગોઠણ પર પહેલા પણ મને ઠોકર લાગવાથી ઊંડો ઘાવ થયેલો. માંડ માંડ મટ્યો હતો. અરે યાર્ર હું તો ભુલી પણ ગયેલો કે ક્યારેક મને મારા ગોઠણ પર ઠોકર ના કારણે ઊંડો ઘાવ થયો હતો. હાં એ વાત નોખી છે કે ગોઠણ પર રહી ગયેલા નીશાન પર નજર જતી ત્યારે ક્ષણીક એ ઠોકર અને ઊંડો ઘાવ યાદ આવી જતો. મગર આજે ફરી એજ ગોઠણ પર ઊંડો ઘાવ થયો છે તો પહેલાની પીડા પણ યાદ આવી જાય છે.અને અગાઉ લાગેલ ગોઠણ પર ફરી એજ ગોઠણ અને એજ જગ્યાએ લાગતા પીડા પણ વધારે થાય છે.

આમ તમે એક ના એક એજ જગ્યાએ ઘાવ લાગે ત્યારે પુછનારને એ ઘાવ, ઘાવ પછીની પીડા એ પીડા સાથે જોડાયેલી તમામ ઘટનાઓનુ વર્ણન અક્ષરસહ કરો છો એમ્મા તમારે કૈજ યાદ કરવુ પડતું નથી કારણ કે વીતેલી વાતો આઘાતો યાદ કરવા નથી પડતાં.! આપોઆપ યાદ આવી જતા હોય છે.!


જો આ ઉદાહરણ યા ની દ્રશ્ટાંત થી અકક્લ હોય પારકી યાને ઉછીની નહીં.! બલ્કે ખુદની અને સમજણ હોય અને જો સમજો તો સમજાશે કે, અંશત (સંપૂર્ણ પણે ભુતકાળ ભુલી શકાય એ કેવળ ભ્રમ છે.!) અંશત ભુતકાળ ભુલવો તોજ શક્ય છે. અને તોજ.! ભુતકાળની ખરાબ ઘટનાઓને ભુલી શકાય, જો વર્તમાનમાં ફરી ક્યારેય તેવી કે તેના જેવી અર્થાત્ ભુતકાળમાં બની હોય એવી ખરાબ ઘટનાઓનુ પુનરાવર્તન ન થાય.! તોજ ભુતકાળની ખરાબ ઘટનાઓ અંશત ભુલાય...

"અજ્ઞાની"

*બ્લાસ્ટ*

"અજ્ઞાની" જે ખરેખર ગુસ્સાને પાત્ર હોય છે.!

તે નીર્દય હોવા છતાં દયાને પાત્ર પણ હોય છે.

"અજ્ઞાની"

*બ્લાસ્ટ*

એકવાર ચોરી કરતા અને ચોરેલા મુદામાલ સાથે રંગેહાથ ઝડપાઈ ગયેલી વ્યક્તિ, પછી લાંબો સમય સુધી શંકાના દાયરામાં રહેતી હોય છે.

"અનંત"






No comments:

Post a Comment