Tuesday, 9 April 2024

ગૈ કાલે રાતે મળેલા છુટા છવાયા શેર અનંતના

ગૈ કાલે રાત્રે અનંત કાગળીયા ઉકેલતા 

મળેલા છુટા છવાયા શેર અનંતના. 

ન ગમતા વિચારો મન પર આવે કે તરત ઉડાવી દેતા આવડી ગયું છે.

દિલ દઝાડે એવી "અનંત" યાદોને આગ લગાડી દેતા આવડી ગયું છે.

તેથી હવે, 

નકામા વિચારો મન પર હાવી થાય એ પહેલા 

હું એને ભગાડી દૌ છું.

પીડા આપે દિલ દઝાડે તેવી "અનંત" યાદોને 

હું આગ લગાડી દૌ છું.

"અનંત" 

જે છે તે છે જે નથી તે નથી. 

જે છે તે જશે જે નથી તે આવશે. 

યા તો હું ત્યાં જઈશ યા તો તે અહીં આવશે. 

"અનંત" ગયું હશે તે આવશે આવ્યુ હશે તે જશે. 

"અનંત" 

 સાથે હોય તે પાસે ન હોય એવું બની શકે.! 

પાસે ન હોય તે સાથે હોય એવુય બની શકે.! 

"અનંત" બનવાને તો જીવનમાં કૈ પણ બની શકે.! 

આજે હોય તે કાલે ન હોય એવું બની શકે.! 

કાલે ન હોય એ આજે હોય એવુય બની શકે.! 

"અનંત "

"અનંત" દૂર હોય એને જેટલુ સંભળાય, 

એટલુ નજીક હોય એને સંભળાય નહીં.! 

પ્રેમાળ શબ્દોની ભાષા જેને ન સમજાય 

મૌનની ભાષા તો એને કેમે સમજાય નહીં.! 

"અનંત" 

હે મારી પ્રીય ઈશ્વર 

હું બહારનું ધ્યાન રાખીશ.! 

તું અંદરનું ધ્યાન રાખજે.! 

અર્થાત્ 

હું તે આપેલા આ શરીરનુ બહારનું ધ્યાન રાખીશ.! 

તું તે આપેલા આ આત્માનું અંદરથી ધ્યાન રાખજે.! 

હું બહાર થી શરીર સાફ સુથરૂ રાખીશ.! 

તું "અનંત" અંદર થી માંજી નાખજે.! 

"અનંત" 

*બ્લાસ્ટ* 

"ઈશ્વર ઉવાચ" 

હું લગીરે ઓછું કે અધીક કોઈને આપતો નથી વત્સ..! 

તે જોયો પરસેવો ટપકતો મે સુકાયેલો પણ જોયો છે.! 

"અનંત" 

ખૂબ જુનો સાવ ઝરઝર્રીત,પીળો પડીને 

ચીમળાયેલો હતો. 

મળ્યો એક પત્ર જે વર્ષો પહેલાં આડે હાથે 

મુકાયેલો હતો. 

ખૂણે બેસીને વાંચ્યો એકોએક શબ્દ જે પત્રમા 

લખાયેલો હતો. 

પછી "અનંત" ભીંજાય ગયો, એ પત્ર પણ જે 

સુકાયેલો હતો. 

હું લગીરે ઓછું કે અધીક કોઈને આપતો નથી વત્સ..! 

તે જોયો છે માત્ર કપાળે ટપકતો પરસેવો મે એ પરસેવો પણ જોયો છે "અનંત" જે સુકાયેલો હતો. 

"અનંત" 

"અનંત" આ સંસારમાં તાસીર સૌની 

અલગ અલગ હોય છે. 

એક નકામી વાતો યાદ રાખે છે એક કામની 

વાત પણ ભુલી જાય છે. 

"અનંત" 




No comments:

Post a Comment