સફરમાં અકસર આવું બનતું હોય છે ...
એક લેડી અને એક લેડાનું બોડી મિન્સ એક છોકરી ને એક છોકરાનું શરીર..
અથવા તો એક સ્ત્રી અને એક પુરુષનું શરીર જાણે અજાણે અજાણ્યા ને અડતું હોય છે ...
આમ આવી અડાઅડીમાં ક્યારેક બબાલ પણ થઈ જાય....
ને ક્યારેક કમાલ થઈ જાય
કમાલ એ થઈ જાય કે બાલ પણ થઈ જાય...અર્થાત્ બાળક
જો વધુ સ્પર્શાઈ જાય તો.... :D
અને એમ પણ બને કે,
આ રીતે અરસ પરસ સ્પર્શવું જો લેડી અને લેડા બંન્ને ને ગમે...
તો બસની ગીર્દીમાં.....
“અનંત”ની એક જૂની રચના બંધ બેસે છે.!
બસમાં જો ગીર્દી હોય તો,
જરાક અમથો જો મોકો મળે બન્ને હળવેકથી એક બીજાને સ્પર્શી લેતા હોય છે.!
પછી મનમાં ને મનમાં કોઈ ગીત ગણ ગણી લેતા હોય છે.
અનંત ઝણ ઝણી લેતા હોય છે.!
સફરમાં સ્પર્શવાનો અવસર મળે તો ઘણા ઘડી બે ઘડી આ ક્ષણ માણી લેતા હોય છે...
બસમાં ભરચક ભરચક ગિરદી વચ્ચે અજાણે હાથ એક બીજાનો જાલી લેતા હોય છે...
પછી મનોમન આ મંથન ચાલે છે ...
હડદોલો લાગે જરાક અમથો ને તોયે ચાહીને જાજો જુકી જાઉં હું તારી તરફ ...
કૂતરું આડું ઉતરે ને બસની બ્રેક લાગે,તું પણ એવું ઈચ્છે જુકી જવાને મારી તરફ....
તું પણ એવું ઈચ્છે મનમાં, કે હું તને હાથ લગાડું...
પરસેવો લૂછવાના બહાનેય હું કોણી તને અડાડુ ....
નસીબે જો સીટ બાજુમાં જ મળે તો તો ગોઠણનો બેડો પાર...
ગોઠણનાં નસીબે પછી તો આખુય શરીર ઝણ ઝણે વારંવાર....
અને જો સાવ અડીને બેસવું પડે તો ટેરવાને થાય આનંદ અપાર....
એ ઘળીએ વળીએ સ્પર્શે તારી કોણીને, ને ગીર્દીનો માને આભાર....
અન્યથા,
મોકો મળતા છુપાઈને, હું હાથ લંબાવું, ને તુંય હળવી ચુટકી ખણી લે.!
"અનંત" ચાલ થોડો થોડો હું ઝણઝણું ને થોડું થોડું તું ય ઝણઝણી લે.!
"અનંત" નું પૂરું....
"અજ્ઞાની"નું શરૂ ...
બ્લાસ્ટ :-લાલચુ લોકો તુરંત છેતરાય છે, ફસાય છે ને પછી પેટ ભરી પસ્તાય છે....
નાના,મોટા, અમીર,ગરીબ, અને ખાસ તો સ્ત્રીઓને .....
આ ત્રણ અક્ષર નો બનેલો એક શબ્દ, અને એ પણ..!
એક પણ કાના માતર વગરનો ....
ખૂબ આકર્ષે છે ... :D
એ શબ્દ એટલે કે ( મ ફ ત ).....
*મ*
મફત
*ત*
અમાય લાલચુ વધુ ફસાય.... :)
https://www.facebook.com/share/kf8oZStyXq9ZG8gW/?mibextid=oFDknk


No comments:
Post a Comment