Saturday, 6 April 2024

ભાઈબંધ અનંતે

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે જે મળતી તે મળતી નહીં એ હકીકત બયાં કરતાં લખ્યું હતું કે, 

આમ તો બંને ની ભીતર પ્રેમ નું ઝરણું વહેતું હોય છે.

તેમ છતાં મળી નથી શકતા આ જીરવવું કપરૂ હોય છે. 

સામ સામે હોવા છતાં સ્પર્શ થી વંચિત રહીએ કાયમ, 

મળવા છતાં મળીએ નહીં એ દરદ ખૂબ અઘરૂ હોય છે. 

એ હ્રદય ની ખૂબ નજીક હોય છે જે દૂર રહેતુ હોય છે. 

આમ તો બંને ની ભીતર પ્રેમ નું ઝરણું વહેતું હોય છે.

મળવા છતાં નથી મળી શકતા એનુ કૈક તો કારણ હશેજ

આજનો નહીં બંને વચ્ચે કોઈ જુનો સબંધ સેતુ હોય છે. 

પ્રેમમાં મનથી મન મળે એજ કાફી નથી હોતું હર વખતે. 

તનથી તન મળે આખરે, પ્રેમીનો એવો પણ હેતુ હોય છે. 

મુર્ખ પોતાના મન હ્રદય બુધ્ધિનો ઉપયોગ ક્યારેય નથી કરતા. 

તેથી કોઈ ગમે તે કહે મુર્ખ મન એની વાત સાચી માની લેતું હોય છે.

બંધ આંખે માની લીધેલી વાત ખોટી હતી એ જાણ્યા પછી એનુ મન દુ:ખી થઈ રડતું રહેતુ હોય છે. 

"અનંત" હરેક વખતે એકાદ ભૂલ થઈ જતી હોય છે. 

તેથી મન નજીક આવવા છતાં તન છેટું રહેતુ હોય છે. 

"અનંત" 





No comments:

Post a Comment