Saturday, 6 April 2024

અસીમ મન

"અનંત" એક વખત એ જગ્યા જોઈ લીધા પછી, 

ત્યાં ગયા વીના પણ ગમે ત્યારે જઈ શકાય છે.

એક વખત એને મળી લીધા પછી એ ન મળે 

તો પણ મન પડે ત્યારે એને મળી શકાય છે. 

"અનંત"

"અનંત" મળ્યા હતાં એટલેજ મળ્યા. 

મળ્યા એનો અર્થ એ જ કે મળ્યા હતા. 

મુલાકાત ક્ષણ ની હોય યા સદિઓની.

" અનંત"

*બ્લાસ્ટ* 

આપણે ધારી વિચારીએ છીએ ઘણા ગંભીર કારણો મગર, બાકી બધા કારણો તો સાવ ગૌણ હતાં. 

"અનંત" આમ તો જો કે છુટા પડવાનું બીજુ કોઈ ખાસ કારણ નહોતુ મળવા સીવાય. 

*બ્લાસ્ટ*

શરીર ની એક સીમા હોય છે.

જ્યારે "અજ્ઞાની મન હોય છે અસીમ... 

એટલે જ ઘણીવાર એવુ બનતુ હોય છે કે, 

શરીર અહીં બેઠું હોય અને મને છેક ક્યાંય દૂર ભટકવા જતુ રહેતુ હોય અર્થાત્ લટાર મારી આવતુ હોય છે.! 

" અજ્ઞાની "

*બ્લાસ્ટ* 

અનંત કહેતો કે, 

હું માત્ર શરીર છું અને શબ્દ મારો આત્મા છે. 

મારો આત્મા શબ્દ છે અને હું કેવળ શરીર છું. 

હું યાની આ શરીર નહીં રહે ત્યારે પણ મારા શબ્દો યાની "અનંત" આત્મા આ કે તે બ્રહ્માંડ માં અનંત યુગો યુગો સુધી જીવતા ભટકતા રહેશે..! 

"અનંત "

"અનંત" અત્યંત જરૂરી છે જીવનસાથી બંને સમજદાર હોય,જો કે એ પણ હકીકત છે કે આવી ઘટના અપવાદ જ હોય છે. તેમ છતાં જો એક પણ અગર સમજદાર હોય છે તો પણ ખૂબ ઓછી સમસ્યા સાથે જીવન સારી રીતે પસાર થઈ શકે છે. 

હાં એ પણ હકીકત છે કે સમજનાર સમજદાર ના હીસ્સામા થોડુ સહન કરવાનુ ચોક્કસ આવેજ છે.! 

મગર અગર જો એ સમજદાર અધ્યાત્મ અને કર્મના હિશાબ ને સમજે છે તો ઈશ્વર તેને સહન કરવાની શક્તિ આપે છે તેથી એ સારી ખરાબ તમામ ઘટનાઓને સમભાવે હસતા હસતા ખૂબજ સહજતાથી એમ સમજી સ્વીકારી લ્યે છે કે, 

આ પણ મારો હિશાબ છે ઓ પણ મારોજ હિશાબ છે.! 

અર્થાત્ સુખ પણ મને મારા હિશાબ મુજબ મળે છે ને દુ:ખ પણ મારા હિશાબ મુજબજ મને મળે છે.! 

આવી વ્યક્તિ હર ક્ષણ પરમ ચરમ અખંડ અનંત આનંદની અનુભૂતિ સાથે આનંદમાં રહે છે.! 

"અનંત" 




No comments:

Post a Comment