બે,મતલબની વાત..!
આમ તો,
જો કે તલબની વાત..!
હેં ઘોઘી...
ઉકલી ગયું...?
એમ પૂછવાને હવે,
કોઈ કારણ નથી.!
તે દિ'
ઘોઘી એ પૂછેલા સવાલનો જવાબ
ઘોઘાએ સ્વભાવ મુજબ સહજ સરળજ આપેલો.
તો પણ ઘોઘીને સમજાયું નહિ એકલે,
ગુસ્સે થઈને ઘોઘાને ઘઘલાવી નાખતા ઘોઘીએ કહ્યું ..
કો'ક દિ' તો કાંક સમજાય એવું બોલ ..!
લે બોલ ..! ઘોઘાએ હસતા હસતા કહ્યું.
ઘોઘી હું તો હંમેશા સીધો સરળ મીઠો શીરા જેવો
સોસરવો ઉતરી જાય એવોજ જવાબ આપું છું !
પણ તને ના સમજાય એમ્મા માર્રો શું વાંક્ક ..!
તીણા સ્વરે ચાપલી વાણીમાં ઘોઘી બોલી
આં હાં હાં હાં ...
તું તો સાવ ભોળો છે નિર્દોષ છે તારો વાંક કોઈદી' હોય...
વાંક તો મારો છે ઘોઘા મારોજ કે આટલા આટલા
અનુભવ પછી પણ તારી સાથે લમણા લઉં છું !
એ તો તું હમણાં પણ લે છે .! ઘોઘાએ ઘોઘીને યાદ અપાવ્યું ...!
સારું થયું ઘોઘા તે યાદ કરાવ્યું...
હાં તો તું ભૂલી જાય તો મારે યાદ તો કરાવું પડે ને ..!
આભાર આજે યાદ કરાવ્યું એ બદલ હવે હું યાદ રાખીશ..!
ઘોઘી એક ગલાસ પાણી આપીશ ..!
ન્ના નહીં આપું આજે તો નહિજ આપું ..!
સોફા પર બેઠેલા ઘોઘાનું બાવણું જાલી
સોફા પરથી ઉભો કરી,
ઘોઘાને પાણીયારા તરફ ધક્કો મારતા ઘોઘી બોલી
ઉભો થા..! જાતે ભર..! યા તરસ્યો મર..!
ઘોઘીએ ધક્કો માર્યો અકલે ઘોઘો ગળથોલુ ખાતો પડતા પડતા બચી ગયો.
પણ પછી ઘોઘો પડી ગયો ચાહીને પાણીયારા કને
અને લાંબો થઈને સુઈ ગયો ..
ઓચિંતો ઘોઘી લાંબો થઇ પડ્યો અકલે
ઘોઘી ચિંતિત થઈ જડપથી ઘોઘા પાસે જઈ
ઘોઘાને પૂછ્યું ઘોઘા શું થયું ..?
ઘોઘી મેં તરસે મરવાનું પસંદ કર્યું.
પાણીયારા કને લાંબા થઇ ગયેલા ઘોઘાએ કહ્યું.
ઘોઘી ઘોઘાની નૌટંકી સમજી ગૈ અકલે ગુસ્સે થૈ બોલી.
ઉભો થા ને હવે નાટકીયા...
ઊભો થૈ જાવ તો તું પાણી પાઈશ.?
હેં ઘોઘી તો તું મને તારા ગોરા ગોરા
નાજુક નમણા હાથે પાણી પાઈશ ..?
પોતાના વખાણ સાંભળી ઘોઘી ખુશ થૈ
મનોમન હરખાઈ પણ પછી પાછી ધારણ કરી સખ્તાઈ..
ઘોઘી બોલી.
પેલ્લા તું ઉભો તો થા પછી વાત ...
આળસુ ઘોઘો આળસ મરડી ઉભો થયો...
લે થઇ ગયો ઉભો ચાલ હવે પાણી દે.!
એમ કહી ઘોઘો સોફા તરફ વળવા જતો હતો ત્યાજ
ઘોઘો આગળ કાંય બોલે એ પહેલા ઘોઘીએ ઘોઘાને
કમરથી પકડી પાણીયારા તરફ લઇ જઈ
ઘોઘાના હાથમાં ગ્લાસ પકડાવી કહ્યું લે.!
પકડ ગ્લાસ જાતે પાણી ભર અને પી લે ..!
ઘોઘો ગલાસને પછાડીને પાણીયારા પર ઉંધો મૂકી
જડપથી દોડીને સોફા પર લાંબો થઈ પડખું ફરી સુઈ ગયો ..
અર્થાત ઘોઘો રિસાઈ ગયો ..!
એકલે ઘોઘી તે દિ' ની જેમજ
પાછી પગ પછાડતી
હુહ હુહ હુહ એમ ત્રણ ત્રણ વાર છણકા કરી
ઘોઘાને પડતો મેલી ઘર ભેગી થઇ ગઈ
પાણી ની લપમાં પેલો સવાલ જવાબ
બધું ઘોઘી ભૂલી ગઈ...
જો કે મને પણ યાદ નથી કે તેદિ'
ઘોઘીએ ઘોઘાને કયો સવાલ પૂછેલો અને
ઘોઘાએ શું જવાબ આપેલો ...
ખાલી એટલું યાદ છે કે તે દિ' સવાલ જવાબના અંતે
ઘોઘી ઘોઘાને ચેલેન્જ કરીને બોલેલી
ઘોઘા મારા સવાલનો તે જે જવાબ આપ્યો છે !
તે અત્યારે ભલે મને નથી સમજાયો ...
પણ હું જવાબ ઉકેલીનેજ જંપીશ
આમ કહી પગ પછાડતી ઘોઘી ઘર ભેગી થઇ ગયેલી ...
એકલે આજે ઘોઘી ઘોઘાપાસે આવી એકલે
તરતજ ઘોઘાએ ઘોઘીને પૂછ્યું .
હેં ઘોઘી...
ઉકલી ગયું...?
પણ પછી પાછુ તરસે તરફડવું પડશે એમ વિચારી
ઘોઘાએ મનોમન માંડવાણ કરી નાખ્યું .અને,
ઉકલી ગયું..?
એમ પૂછવાને હવે,
કોઈ કારણ નથી.!
એવું મનોમન બબડી લીધું ...
https://www.facebook.com/share/p/emyfBX37ZhGt1NyP/?mibextid=oFDknk

No comments:
Post a Comment