ખરાબ ભુતકાળ ભુલી જવો..!
એ માત્ર કહેવુજ સહેલું છે.!
વર્ષો પહેલા ખંડેર મધ્યે મધ રાતે ચાય ની ચુસ્કી ભરતા ભરતા અમારા ત્રણેય વચ્ચે ચર્ચા ચાલી..!
ભુતકાળ બાબતે ત્યારે...
અનંતે કહ્યું હતું કે,
દુનિયામાં ભરના સાધુ સંતો સમેત સામાન્ય લોકો પણ ઉછીના અર્ધ જ્ઞાનના આધારે મોટી મોટી મગર મારા હિસાબે ખોટી ખોટી ખીલોસોફી (અનંત ખીલોસોફી માટે કાયમ ગુઠાર્થ માં ખીલોસોફી શબ્દ વાપરતો) ઠોકંઠોક કરતાં તમામ ને કહેવાનું કે તમારી આવી વાહિયાત ખીલોસોફી કે, જો જીવનમાં સુખી થવું હોય તો ખરાબ ભુતકાળ ભુલી જાવ.!
તો આ તમામને કહેવાનું કે,
અંશત ભુતકાળની ખરાબ ઘટનાઓને તોજ ભુલી શકાય છે, જો વર્તમાનમાં એવી એટલે કે પહેલાં જેવીજ કારમી અને ખરાબ ઘટનાઓનુ એનુ પુનરાવર્તન ન થાય...
તોજ ખરાબ ભુતકાળ ભુલી શકાય...
હાથે કરીને કોઈ પણ પ્રકારની પીડા કે તકલીફ લેવામાં કે દુ:ખી થવામાં કોઈને દિલચસ્પી નથી હોતી. મગર આ હકીકત પણ જરા સમજો કે, સાવ સીધો સરળ નીયમ છે કે, માની લો કોઈને ઠોકર લાગી અને ગોઠણ છોલાઈ ગયો, મુંઢમાર લાગ્યો યા ગોઠણમા ઘાવ પડ્યો.!
તો એ સમયે ભયાનક પીડા થશેજ સમય જતાં પીડા ઘટશે ઘા પણ રૂજાઈ જશે અને પછી એક સમય એવો આવશે કે એ ગોઠણમા લગીરે દર્દ કે પીડા નહીં થાય.!
અને એ પણ ભુલાઈ જશે કે એક દિવસ તમને ઠોકર લાગી હતી અને ગોઠણ છોલાઈ ગયો હતો અને ખૂબ પીડા થઈ હતી.
મગર અગર જો ગોઠણ પર ઊંડુ નીશાન રહી ગયુ હશે અને ક્યારેક જ્યારે તમારી એના પર નજર જશે ત્યારે ક્ષણભર પણ યાદ આવીશેજ કદિ આ ગોઠણ પર ઠોકર લાગી હતી.
હવે ધારો કે, કોઈ સમયે તમારા એ ગોઠણના નીશાન તરફ તમારા કોઈ દોસ્ત કે સ્વજનની નજર પડે છે, તો એ સહજભાવે તમને પુછશે લ્યા આ તારા ગોઠણ પર ઊંડા ઘાવ જેવુ નીશાન કેમ થયુ.? શું પડી ગયો હતો..?
બસ ત્યારે તમે થોડા વીસ્તારથી તમને લાગેલી ઠોકર અને તેના લીધે પડેલ ઊંડો ઘાવ અને ત્યારે થોડા દિવસો લંગડાતા થઈ ગયેલા અને એ દરમિયાન સહન કરેલી થયેલી કારમી પીડા વીશે ચોક્કસ સહજભાવે વાત કરશો અને પછી પાછા ભુલી પણ જશો.!
મગર ધારો કે અગર ફરી તમને ઠોકર લાગે છે અને, ફરી એજ ગોઠણ પર જ્યાં થોડા મહિના કે વર્ષો પહેલા વાગેલું ત્યાંજ વાગે છે તો તમે સહસા બોલશોજ અને કોઈ પુછશે ત્યારે પણ કહેશોજ કે યાર્ર આજ ગોઠણ પર પહેલા પણ મને ઠોકર લાગવાથી ઊંડો ઘાવ થયેલો. માંડ માંડ મટ્યો હતો. અરે યાર્ર હું તો ભુલી પણ ગયેલો કે ક્યારેક મને મારા ગોઠણ પર ઠોકર ના કારણે ઊંડો ઘાવ થયો હતો. હાં એ વાત નોખી છે કે ગોઠણ પર રહી ગયેલા નીશાન પર નજર જતી ત્યારે ક્ષણીક એ ઠોકર અને ઊંડો ઘાવ યાદ આવી જતો. મગર આજે ફરી એજ ગોઠણ પર ઊંડો ઘાવ થયો છે તો પહેલાની પીડા પણ યાદ આવી જાય છે.અને અગાઉ લાગેલ ગોઠણ પર ફરી એજ ગોઠણ અને એજ જગ્યાએ લાગતા પીડા પણ વધારે થાય છે.
આમ તમે એક ના એક એજ જગ્યાએ ઘાવ લાગે ત્યારે પુછનારને એ ઘાવ, ઘાવ પછીની પીડા એ પીડા સાથે જોડાયેલી તમામ ઘટનાઓનુ વર્ણન અક્ષરસહ કરો છો એમ્મા તમારે કૈજ યાદ કરવુ પડતું નથી કારણ કે વીતેલી વાતો આઘાતો યાદ કરવા નથી પડતાં.! આપોઆપ યાદ આવી જતા હોય છે.!
જો આ ઉદાહરણ યા ની દ્રશ્ટાંત થી અકક્લ હોય પારકી યાને ઉછીની નહીં.! બલ્કે ખુદની અને સમજણ હોય અને જો સમજો તો સમજાશે કે, અંશત (સંપૂર્ણ પણે ભુતકાળ ભુલી શકાય એ કેવળ ભ્રમ છે.!) અંશત ભુતકાળ ભુલવો તોજ શક્ય છે. અને તોજ.! ભુતકાળની ખરાબ ઘટનાઓને ભુલી શકાય, જો વર્તમાનમાં કે ફરી ક્યારેય તેવી કે તેના જેવી અર્થાત્નુ ભુતકાળમાં બની હોય એવી ખરાબ ઘટનાઓનુ પુનરાવર્તન ન થાય.! તોજ ભુતકાળની ખરાબ ઘટનાઓ અંશત ભુલાય...
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
અમુક અમુક "અજ્ઞાની" વ્યક્તિઓ તેની વરવી હરકતો ને કારણે ખરેખર ગુસ્સાને પાત્ર હોય છે.!
તેની હરકતો ખૂબ નીર્દયતાથી ભરેલી હોય છે.!
તે નીર્દય હોવા છતાં દયાને પાત્ર પણ હોય છે.
અર્થાત્ આવી વ્યક્તિઓ પર ગુસ્સો પણ આવે છે.! અને દયા એટલા માટે આવે છે કે, એ મનથી બીમાર હોય છે.!
"અજ્ઞાની"
No comments:
Post a Comment