વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે અનુભવેલા અલગ અલગ હાસ્ય વેરતા લોકો ના હાસ્ય નુ રહશ્ય ઉજાગર કરતા લખ્યું હતું કે,
હાસ્ય......
********
હાસ્ય સંગીન પણ હોય છે
હાસ્ય રંગીન પણ હોય છે.
“અનંત” જો ભીની આંખે હસે
હાસ્ય ગમગીન પણ હોય છે.
********************
શરીરમાં હોઠ પણ મહત્વનુ અંગ હોય છે.
હોઠ સાથે જોડાયેલ અનેક પ્રસંગ હોય છે.
લોકોના હસવાની રીત પણ નોખી નોખી,
હાસ્યાના પણ નોખા નોખા ઢંગ હોય છે.
કોઈ મવાલી મો ફાડીને અટ હાસ્ય કરે છે.
તો કોઈ મીંઢો થૈ ને બંધ હોઠે ખંધું હસે છે.
કોઈનું હાસ્ય હોય એવું કે જે સૌને ગમે છે.
નિર્દોષ હાસ્ય હમેશા મધમ હોઠે પ્રગટે છે.
આમ હાસ્યનાય નોખા નોખા રંગ હોય છે.
આંખ ફાટેલી ને ભૃકુટિ હોય ખેંચાયેલ
ગુસ્સામાં હોઠ હોય સખત ભિસાયેલ.
અધ્ધ ખૂલી આંખો ને મો હોય ફુલાયેલ.
એ નિશાની એની ભઈ કે બઇ છે રિસાયેલ.
ચહેરો ઉદાસ કપાળે કરચલી તંગ હોય છે.
ભૂલમાં પણ એ સામું જુવે જો જાણે અજાણે
ઉપકાર કરતાં હોય એમ હસે પરાણે પરાણે.
એવા હાસ્યામાં ના આનંદ ના ઉમંગ હોય છે
“અનંત” એક પણ શબ્દ ના બોલે
ત્રાસા હોઠે હસે પણ હોઠ ના ખોલે
એના મૌન હાસ્યમાં વ્યંગ હોય છે.
@@@@@“અનંત”@@@@@
https://www.facebook.com/share/AkrQo9DabZa5w8Qf/?mibextid=oFDknk

No comments:
Post a Comment