Thursday, 2 May 2024

તલબની વાત તરસની વાત



ઘોઘા ને ઘોઘીની બે, મતલબની વાત છે ....

આમ તો જો કે, એક તલબની વાત છે...

અરસ પરસ છે.! એજ તલબની વાત છે....

બહારથી આવી ગરમીથી અકળાતો ઘોઘો 

ઘરમા આમ તેમ આંટા મારતો હતો. 

આંટા ફેરા કરતા કરતા ઘોઘો આયના સામે હજુ તો ઊભો 

ત્યા ઘોઘી પ્રગટ થૈ... 

ઔહૌ... શું વાત છે ઘોઘા..! 

કાયમ ઘરમા લઘરા જેમ લઘર વઘર ફરતો આજે ફુલ ફટ્ટાક.! 

ગરમીથી અકળાતા ઘોઘાએ ગુસ્સે થૈ કહ્યુ. 

બંધ થા ને હવે.... 

ઘોઘી મજાક કરતા બોલી. 

શું બંધ થાઊ હજુ તો શરૂ કર્યું છે, 

બાકી જામી ર્યો છે હોં આજ તો તુ...! 

ગરમીથી અકળાયેલા ઘોઘાને કૈ જુદુજ સમજાયુ અકલે, 

ગરમીથી અકળાયેલ ઘોઘાએ, 

સર્ટ ઉતારતા ઉતારતા ગુસ્સે થૈ કહ્યુ. 

શું જામી ગ્યો છુ 

અક્કલ વગરની, શું ગાંડા જેવી વાત કરે છે..! 

આમ જોતી નથી..! 

આ લૂ ના પરતાપે હુ આખે આખો ઓગળી રહ્યો છુ....! 

અને તુ કહે છે કે જામી ગયો છુ...! 

અક્કલ વગરની અત્યારે શિયાળો નથી કે, 

હુ ઠંડી નો માર્યો થીજી જાઉ યા જામી જાઉ

હાં શિયાળો હોય તો વાત નોખી છે. 

તો તો આ તડકો તારા જેવો હુંફાળો લાગે... 

અને મારા જેવો,,, 

આકલુ અધુરૂ વાક્ય બોલી ઘોઘો અટકી ગયો. 

અકલે ઘોઘી બોલી. 

હાં હાં બોલ બોલ પુરૂ બોલીજ નાખ.! કે, 

તારા જેવો હુંફાળો  

ને મારા જેવો રૂપાળો લાગૈ ... 

બોલ બોલ...! 

જા હવે જા કાળી તુ તો કાળી છે કાળી 

હુ એમ કેમ કૌ તારા જેવો રૂપાળો છે.! 

ઘોઘાએ બીજી વાર ઊંધું લીધુ. 

અકલે ઘોઘી ગુસ્સે થૈ ગૈ 

હાં હવે બૌ ફીસીયારી માર નૈ હવે... 

મે મારા વીષે નહોતુ કહ્યુ. 

પહેલી વાર ઊધુ લીધુ ત્યારે... 

ઘોઘાનુ કહેવાનુ એમ થતુ હતુ કે, 

સુરજના તાપે હુ પરસેવે નીતરી રહ્યો છુ... 

અને મીણની જેમ હુ પીગળી રહ્યો છુ... 

આ ઉનાળાના ધોમધખતા તાપ અને 

પવન સાથે વાતી લૂ કારણે... 

ઘોઘાનુ કહેવાનુ એમ થતુ હતુ. 

ઘોઘીએ સમજી વિચારીને આગલી વાત સંકેલી નાખી અને, 

ઘોઘાને કહ્યુ એ બધુ તો ઠીક.! 

પણ હેં ઘોઘા...! 

તું આયના સામે ઊભી, 

એકલો એકલો કોની સાથે વાત કરતો  હતો..? 

જો કે આયા કણે કાગ ને ડાળ વાળી થયેલી 

ઘોઘાનુ આંટા મારતા મારતા આયના કણે થંભવુ અને 

એજ ક્ષણે ઘોઘીનુ પ્રગટવુ અકલે ઘોઘીને એમ કે ઘોઘો 

ક્યારનો ત્યાજ ઊભો છે ને બબડાટ કરે છે. 

ઘોઘીએ ભરમ થયો છે કાગ ને ડાળ વાળી થૈ છે 

એ ઘોઘો જાણતો હતો પણ તોય એણે હંકારી.... 

અને ઘોઘીને કહ્યુ તારી સાથે. 

ઘોઘી ચોંકી અને આશ્ચર્ય સહ 

એના ગળામાંથી નીકળી પડ્યો ઊદગાર...

હેં.!!! મારી સાથે!!? પણ હુ તો હજુ આવીને ઊભી અને 

તું તો ક્યારનો ઊભો હતો. 

હાં તો..? 

તો શું.! 

અને હુ તો તારી પાછળ છેક દરવાજે 

હજુ આવીને ઊભી હતી તો પછી તે વાત કેમ કરી મારી સાથે... 

લે ગાંડીજ છેને..! તુ મારામા નથી કે..? 

તો હુ મારી સામે હોઉ એનો અર્થ એજ કે તુ મારી સામે છે..! 

શું અક્કલ વગરના જેવી વાત કરે છે કૈ સમજાતુ નથી મને તો.! 

હાં એ તો મને ખબર છે, 

તને તો ક્યારેય સમજાતુ નથી મારૂ કીધુ સીધુ એટલેજ..! 

શું ખાક સીધુ.! 

લે બોલ.! તો એમા મે ગલત શુ કીધુ.! 

સીધુ જ તો કૌ છુ તુ મારી સામે હતી... 

પણ હુ તો પાછળ હજુ આવી ને ઊભી હતી... 

હાં પણ આયનામા મારી સામે હતી.... 

શું ને શુ બકે છે.! બંધ થા હવે કોક ગાંડો ગણસે તને 

ભલે ને ગણે હોય એ ગણે એમા શું.! 

આમેય ડાયાઓએ શું વધારી લીધુ આ દુનિયામાં...

એટલે તુ વધારવા બેઠો છે...! 

નાં.! તૈયાર માલ જમવા..... 

ચુપ્પ રે હવે હુ તને બરાબર ઓળખુ છુ...! 

કોઈને કે'તી નૈ એવા વે'મમા રે'તી નૈ કોક દાંત કાઢશે.......

એટલે તુ કેવા શું માંગે છે.! ઘોઘીએ ગુસ્સે થૈ પુછ્યુ ઘોઘાને 

એ તો મે ક્યારનુ કૈ દીધુ.! 

પણ શું...? 

એ જે કહેવાનુ હતુ.... 

ઘોઘી સખ્ખત ગુસ્સે થૈ ગૈ ઘોઘા પર.... 

ગુસ્સાની મારી ઘોઘી એકો એક શબ્દ છુટો પાડી 

એકો એક શબ્દ પર ભાર દૈ ને બોલી 

હવે.! મુક.! લપ્પ.! હુ.! જાઉ.! છુ...! 

તારી.! સાથે.! જીભ્ભા.! જોડી.! કરવાનો.! કે, 

લમણા .! જીક્ક .! ક, ર, વા, નો.! 

હ, મ, ણા, મારી.! પાસે.! ટાઇમ ન્નથ્થી.!!! 

ઘોઘી સામે ચાર આંગળા ધરી ઘોઘાએ કહ્યુ 

લે આજો ગાંડી..! 

અને પછી બોલ્યો. 

હવે તો ક્યાંથી હોય અક્કલ વગરની ...

એક કલાક તો તે ટુંકી કરી નાખી..! 

જા હવે જા તારી મા બરકે એ પહેલા.....

હા જાઉજ છુ એમ કહી ઘોઘીએ ચાલતી પકડી.... 

પણ દરવાજા પાસે અટકી પાછુ ફરી 

ઘોઘાને સામે જોઈ એક આંખ બંધ અને, 

આંગળી અને અંગુઠો 

એક બીજાને ચુંબન કરતા હોય એવી મુદ્રામાં ગોઠવી 

જતા જતા ફરી ઘોઘાને કહેતી ગૈ...

બાકી જામી ર્યો છે હોં આજ તો તુ...!

*બ્લાસ્ટ *

"અજ્ઞાની" કોઈ પણ પ્રકારની સિદ્ધિ સીધીજ નથી મળતી હોતી. 

સતત સંઘર્ષ કરવો પડે છે. ત્યારે જરાક અમથી સિદ્ધિ મળે છે !

એ પણ હીશાબમાં  હોય તોજ .! 

અન્યથા ગમે તેટલો સંઘર્ષ કરો, સિદ્ધિ માટે કરેલી 

સઘળી ગણતરી ઉંધી પડે છે ! 

"અજ્ઞાની"

*બ્લાસ્ટ* 

કાલ્પનિક પુરૂષ વાસ્તવિક સ્ત્રી પાસે હોય છે.

વાસ્તવિક પુરુષ પાસે કાલ્પનિક સ્ત્રી હોય છે. 

"અનંત" કલ્પના સ્ત્રી પુરુષ બંનેની વાસ્તવિક 

બની જાય એવી શક્યતા ખૂબ ઓછી હોય છે. 

"અનંત" 

https://www.facebook.com/share/p/JGrC8aRtSYAZWjP7/?mibextid=oFDknk

No comments:

Post a Comment