Thursday, 2 May 2024

બસ્સ કોઈ આવુ કહેનાર ખપે જીવનમાં ..!


https://youtu.be/gfDf-IrA5oQ?si=VB8yR-F_GjABQJPu

https://youtu.be/DN6tt8WLAWs?si=HmnRe10BASTOVH44
વર્ષો પહેલાં ... 
ઊબડખાબડ સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા ભરતા 
ભાઈબંધ ને ખૂબજ ગમતુ આ ગીત રેડીયો પર આવ્યુ જે અનંત ને બેહદ પસંદ હતું.
તે મધરાતે ચાયની ચુસ્કી સાથે 
અમે ત્રણેય ભાઈબંધો 
આ ગીત પણ પીતા હતાં. 
ત્યારે.... 
સુર્રરરરર કરતાંક ચાયની ચુસ્કી ભરી 
અનંતે કહ્યું. 
બસ કોઈ આવુ કહેનાર ખપે જીવનમાં.!
આટલુ કહી ફરી સુર્રરરર કરતાંક 
ચાયની ચુસ્કી ભરી 
અનંતે આ ગીત ની પ્રથમ પંક્તિ ને ટાંકી કહ્યું. 
આમ તો જો કે કોઈ કૈં લઈ દઈ નઈ શકે..!
પાસ હોય કે દૂર દુર....
મગર તો પણ અગર જો કોઈ એકવાર માત્ર એકવાર 
દિલ ખોલીને કહી શકે.!
तुम अपना रंजो गम अपनी परेशानी मुझे दे दो। 
હોય જીવનમાં એક એવુ પાત્ર 
જે કહે આટલુ માત્ર 
કે, 
तुम अपना रंजो गम अपनी परेशानी मुझे दे दो।
આટલુજ કહેનાર જો કોઈ હોય જીવનમાં 
તો પણ "અનંત" અડધો ભવ તરી જવાય..!
"અનંત" 
બસ્સ કોઈ આવુ કહેનાર ખપે જીવનમાં ..! 


 https://youtu.be/A8Yr1OOeOT8?si=IRZGpatrn7E9Lc85


https://youtu.be/A8Yr1OOeOT8?si=ll9r_lWQu-uaD8-L

No comments:

Post a Comment