Sunday, 2 June 2024

કહ્યા પુછ્યા વીના કીટ્ટા.?


લાંબા અરસા સુધી તે ભાઈબંધને મળી નહોતી... 

વર્ષો પહેલા ભાઈબંધ સાથે પેલીએ ચુપ્પચાપ્પ કીટ્ટા કરી નાખી પછી, 

એ હકીકત ની લાંબા અરસા બાદ જ્યારે ભણ ભાઈબંધ અનંતને ખબર પડી..

અને પછી લાંબા અરસા બાદ તે મળી ત્યારે ભાઈબંધે પણ તેની સાથે બીજી કોઈજ વાત કર્યા વીના કીટ્ટા કરી. 

ત્યારે, 

પેલી જાણે કૈ ખબરજ ન હોય એમ સાવ અજાણ થૈ ને પાછી ભાઈબંધને પુછે છે. 

કેમ.? 

ભાઈબંધે ખુલાસો આપતા કહ્યું 

તમે કહ્યા વીના કરી અકલે, 

તો પણ હુશીયારી જાણે કૈ જાણતી સમજતી ના હોય એમ પુછે છે 

શું.?

ભાઈબંધે ક્હ્યું 

મન્ને શું પુછો છો.! ખુદને પુછો.!

પેલીએ ભાઈબંધ સામે મહોરાના વીચીત્ર ભાવ રજુ કર્યા 😮

બે અર્થમાં, ભાબંધને નકલી ભાવ ન સમજતા કહ્યું. 

જુવો મને આવા બધા મહોરાની ભાષા નથી સમજાતી કૈ દૌ છું.! 

આવીજ રીતે ભુતકાળમાં કારણ કહ્યાં પુછ્યા વીના હાથ છોડાવી જતી ચહીતીઓ યાદ આવતા.

ભીતર ના ઉંડાણેથી ઉઠેલી વેદના સાથે કહ્યું 

અંતે તમે પણ,

ફરી પેલીએ એવાજ મહોરાના ભાવ રજુ કર્યા 

😮

ભાઈબંધે પહેલા કહ્યું એજ વાત દોહરવતા કહ્યું જુવો મને આવા બધા મહોરાની ભાષા નથી સમજાતી કૈ દૌ છું.!

તો પણ, 

પેલીએ ફરી એજ મહોરાના ભાવ સાથે કહ્યુ. 

😮 હું મૂંઝાઈ ગઈ છું. 

ભાઈબંધ ને સમજાયુ નહીં કે પેલીએ મહોરાનો ભાવાર્થ સમજાવ્યો કે પછી ખરેખર તેને મુંજારો થાય છે. 

જો કે આખરે મહોરાનો ભાવાર્થ મુંજારો થતો હોય તો 

એ ભાવ રજુ કરવાનો અર્થ એજ થાય કે ખરેખર તેને કોઈ અગમ્ય મુંજારો થાય છે.

ભાઈબંધને મનોમન ઘણુ કહેવાના પુછવાના વીચારો આવ્યા. 

જેમ કે તું કે હું શું મદદ કરી શકુ. 

શું તું ઈચ્છા રાખે છે કે હું કોઈ પ્રકારે તારી મુંજવણ દૂર કરૂ? 

પણ તમામ વીચાર પડતા મુકી ભાઈબંધે પેલીએ કહ્યું.

અકલે મને મુંજવાનો.? 

પેલીએ બેફિકરાઈ થી કહ્યું. 

હૌ...

ભાઈબંધે કહ્યું 

ઠીક છે લો તો હું પણ મુંજાય ગયો

ખુશ.? 

પેલીએ કદાચ અંદરની અંજમંજસ સાથે કહ્યું. 

અરે... 

ભાઈબંધે કહ્યું. 

તો શું કરૂ

પેલી કહ્યું 

કઈ નહીં. 

ભાઈબંધે મુંજારા વારી વાતને લૈને 

હંમેશાની માફક પેલીનુ વ્હાલ સાથે ટુંકું તેનુ નામ લીધું.

અને પછી કહ્યુ. 

ખાલી એકલુ કૈ દે મારો વાંક્ક શું..? 

પેલીએ કહ્યું. 

મેં ક્યા કંઈ સજા કરી કે વાંક પૂછો

ભાઈબંધે કહ્યું 

એ પણ મન્ને ન પુછો 

આતમ પર હથેળી મુકી 

વ્હાલ સાથે ટુંકું તેનુ નામ લૈને કહ્યું એને પુછો

કાંઈ જવાબ ન આવ્યો. પેલીએ કહ્યું.

અકલે ભાઈબંધે કહ્યું 

નજ આવે

ગલત બાજુ હથેળી મુકો તો

યા તો કાન સાબુત ન હોય

યા સાંભળવાની ઝંખના ના હોય

યા કબુલાત કરવાની ઈચ્છા ના હોય..

મને ખોટ્ટુ બોલવું હરગિઝ પસંદ નથી..! 

મગર સાંભળવુ પડે છે.!

પેલીએ કહ્યું 

એવું એમ

ભાઈબંધે દ્રઢતાથી કહ્યું.

હાં 




No comments:

Post a Comment