ઘણા લાંબા અરસાથી ઘોઘી ઘોઘાને મળી નહોતી.
ચુપ્પચાપ્પ કારણ કહ્યા પુછ્યા વીના ઘોઘીએ ઘોઘાની કીટ્ટા કરી નાખેલી.
એ હકીકતની ઘણાં લાંબા અરસા બાદ ઘોઘાને ખબર પડી.
અને પછી લાંબા અરસા બાદ અચાનક ઘોઘી ઘોઘા સામે આવી અકલે તરતજ ઘોઘાએ ઘોઘીની કીટ્ટા કરી નાખી.
ત્યારે,
ઘોઘી જાણે કૈ ખબરજ ન હોય એમ સાવ અજાણ થૈ ને પાછી ઘોઘાને પુછે છે.
કેમ.?
ઘોઘાએ ખુલાસો આપતા ઘોધીને કહ્યું
તમે કહ્યા વીના કરી અકલે,
તો પણ હુશીયારી મારતી ઘોઘી જાણે કૈ જાણતી સમજતી ના હોય એમ પુછે છે
શું.?
ઘોઘાએ ક્હ્યું
મન્ને શું પુછો છો.! ખુદને પુછો.!
ઘોઘીએ ઘોઘા સામે મહોરાના વીચીત્ર ભાવ રજુ કર્યા 😮
ઘોઘાને મહોરાના ભાવ ન સમજતા ઘોઘીને કહ્યું.
જુઓ મને આવા બધા મહોરાની ભાષા નથી સમજાતી કૈ દૌ છું.!
આવીજ રીતે ભુતકાળમાં કારણ કહ્યાં પુછ્યા વીના હાથ છોડાવી જતી રહેલી અનેક ચહીતીઓ ઘોઘાને યાદ આવતા,
ભીતર ના ઉંડાણેથી ઉઠેલી વેદના સાથે કહ્યું ઘોઘાએ કહ્યું
અંતે તમે પણ,
ફરી ઘોઘીએ એવાજ મહોરાના ભાવ ઘોઘા સામે રજુ કર્યા 😮
ઘોઘાએ પહેલા કહ્યું એજ વાત દોહરવતા કહ્યું જુઓ મને આવા બધા મહોરાની ભાષા નથી સમજાતી કૈ દૌ છું.!
તો પણ,
ઘોઘીએ ફરી એજ મહોરાના ભાવ સાથે કહ્યુ.
😮 હું મૂંઝાઈ ગઈ છું.
ઘોઘાને ને સમજાયુ નહીં કે ઘોઘીએ મહોરાનો ભાવાર્થ સમજાવ્યો કે પછી ખરેખર તેને મુંજારો થાય છે.
જો કે આખરે મહોરાનો ભાવાર્થ મુંજારો થતો હોય તો એ ભાવ રજુ કરવાનો અર્થ એજ થાય કે ખરેખર તેને કોઈ અગમ્ય મુંજારો થાય છે.
ઘોઘાને મનોમન ઘણુ કહેવાના પુછવાના વીચારો આવ્યા.
જેમ કે તું કે હું શું મદદ કરી શકુ.
શું તું ઈચ્છા રાખો છો કે હું કોઈ પ્રકારે તમારી મુંજવણ દૂર કરૂ?
પણ તમામ વીચાર પડતા મુકી ઘોઘાએ ઘોઘીને કહ્યું.
અકલે મને મુંજવાનો.?
ઘોઘીએ બેફિકરાઈ થી કહ્યું.
હૌ...
ઘોઘાએ કહ્યું.
ઠીક છે લો તો હું પણ મુંજાય ગયો,
ખુશ.?
ઘોઘીએ કદાચ અંદરની અંજમંજસ સાથે કહ્યું.
અરે...
ઘોઘાએ કહ્યું.
તો શું કરૂ
ઘોઘીએ કહ્યું.
કઈ નહીં.
ઘોઘાએ મુંજારા વારી વાતને લૈને
હંમેશાની માફક ઘોઘીનુ વ્હાલ સાથે ટુંકું નામ લીધું. ઘુઉઅ
અને પછી કહ્યુ.
ખાલી એકલુ કૈ દો મારો વાંક્ક શું..?
ઘોઘીએ કહ્યું.
મેં ક્યા કંઈ સજા કરી કે વાંક પૂછો
ઘોઘાએ કહ્યું.
એ પણ મન્ને ન પુછો
તારી છાતી પર હથેળી મુકીને તારા આતમને પુછો ઘોઘાને ઘોઘીને આમ કહેવાનો હતો પણ પછી એમ ન કહ્યું ને આમ કહ્યું
અગર આમ ન કહે ને ઓમ કહે ને કદાચ ઘોઘીને ન ગમે તો ગુસ્સે થાય..
અને કદાચ ગમે તો બની શકે લજવાઈને એનુ રોમેરોમ ઝણઝણી જાય..
પણ એવુ જોખમ ન લેવાય એમ વિચારી ઓલુ કેવાનું માત્ર મનોમન કૈને માંડી વાળ્યું અને આમ કહ્યું.
તું તમારા આતમ પર હથેળી મુકો
વ્હાલ સાથે ટુંકું તેનુ નામ લૈને કહ્યું ઘુઉઅને પુછો
ઘોઘીએ કહ્યું.
કાંઈ જવાબ ન આવ્યો.
અકલે ઘોઘાએ કહ્યું
નજ આવે
ગલત બાજુ હથેળી મુકો તો
યા તો કાન સાબુત ન હોય
યા સાંભળવાની ઝંખના ના હોય
યા કબુલાત કરવાની ઈચ્છા ના હોય..
મને ખોટ્ટુ બોલવું હરગિઝ પસંદ નથી..!
મગર સાંભળવુ પડે છે.!
ઘોઘીએ કહ્યું.
એવું એમ
ઘોઘાએ દ્રઢતાથી કહ્યું.
હાં
જો કે ઘોઘાને કહેવું કૈક બીજુ હતું ને કહ્યું કૈક બીજુજ જ્યારે ઘોઘીએ કહ્યું.
કાંઈ જવાબ ન આવ્યો.
ત્યારે ઘોઘાએ કહ્યું.
મે તને પુછવાનુ નહોતું કહ્યું.
કહ્યુ હતું મે તને ઘૂઉઅ ને પુછવાનુ.
તું તને પુછે તો જવાબ નજ આવે
કારણ કે તું માત્ર શરીરી દિમાગ છે..!
જ્યારે ઘૂઉઅ એક રૂહ છે.!
તું ખોટુ બોલી શકે છે.!
મગર રૂહ ક્યારેય જુઠ ન બોલે.!
પણ આવુ ઘોઘાએ ઘોઘીને ન ક્હ્યું એમ વીચારીને કે શરીરી દિમાગ સાથે ભેજામારી કરવી બેકાર છે. એ કૈ સમજી સ્વીકારી નૈ શકે.!
જો કે એ સીવાય ઘોઘો ઘોઘી સાથે ઘણી બધી વાતો કરવા ઝંખતો હતો મગર, ઘોઘાને વર્ષો પહેલાં ભાઈબંધ ના ભાઈબંધ અનંતે આપેલી ચેતવણી યાદ આવતા ઘોઘો હાલ પુરતો ચુપ્પ રહ્યો.
વર્ષો પહેલા ભાઈબંધના ભાઈબંધ અનંતે અનંત અનુભવના આધારે આવુ ત્યારે કહ્યું હતું જ્યારે હંમેશ માફક મધ રાતે ખંડેર મધ્યે હું ચાય લૈને ગયો હતો અને ચાયની ચુસ્કી ભરતા ભરતા જ્યારે મે પહેલીજવાર એક છોકરી સાથે થતી વાતો બાબતે કહ્યું. ત્યારે ભાઈબંધ અનંતે મને ચેતવણી આપતા આવું કાં'ક કહ્યું કે, જો પરીયા હું તને સ્પષ્ટ કૈ દૌ છું કે અજાણી છોકરીઓ સાથે બહું બધી જાજી વાતો ન કરવી.
મે પુછ્યું કેમ.?
જવાબમાં અનંતે કહ્યું. છોકરીઓ સાથે વાત કરવી છોકરાઓ માટે ખૂબ જડપથી જોખમી સાબિત થઈ શકે છે.
ફરી મે પુછ્યું એવું કેમ..?
જવાબમાં મર્માળું હસી અનંતે કહ્યું.
છોકરીઓ આપણને છોકરાઓને થોડીજ ક્ષણોમાં જાણીતી લાગવા માંડે છે.
મે કહ્યું તો એ તો સારૂજ કહેવાય ને અનંત.?
ના એ સ્થિતિ ભયંકર કહેવાય. અનંતે કહ્યું.
હું અંદરથી ધ્રુજી ગયો મે કહ્યું યાર્ર તું મને આમ ડરાવી નહીં.! મગર સમજાવ.!
અનંતે જરા સરળ અટપટી શૈલીમાં ગુઢ રહસ્ય ઉજાગર કરતાં શબ્દો પર ભાર મુકીને કહ્યું જો દોસ્ત આ હકીકત સમજી લે.!
આપણને છોકરાઓને મગજમાં પણ.!
હ્રદય હોય છે.
અને છોકરીઓને હ્રદયમાં પણ..!
મગજ હોય છે.
એટલે.? મે પુછ્યું.
અનંતે મારા 'એટલે' નો ઉપયોગ કરી લીધો અને એટલે' બોલ્યા વગર માત્ર "જ" પર ભાર મુકીને કહ્યું.
જ.! બધી હ્રદયમારી થાય છે.
મને જો કે કૈ સમજાયું નહીં છતાં મે સમજાયું છે એવો ઢોંગ કરી કહ્યું
પણ અનંત એથી શું.?
અનંતે કહ્યું બસ એજ તને ચેતવવાનુ કારણ છે.
આમ કહી આગળ અધુરી રાખેલી ચેતવણી દોહરાવતા કહ્યું.
છોકરીઓ આપણને છોકરાઓને થોડીજ ક્ષણોમાં જાણીતી લાગવા માંડે છે.
પછી અતી ગુઢાર્થમા અનેક અર્થમાં અનંતે કહ્યું.
જ્યારે છોકરીને મન આપણે છોકરીઓ જાણીતા થયા પછી પણ તેઓ માટે આપણે લાંબા સમય સુધી અજાણ રહીએ છીએ.
મે કહ્યું પણ અનંત પહેલાં પહેલાં તો સૌ કોઈ અજાણ્યા જ હોય ને.? અને પછી તો જેમ જેમ વાતો થાય તેમ તેમ ઓળખાણ વધે અને પછીજ કોઈ પણ જાણીતું થાય ને.?
ત્યારે અત્યાર સુધી ચુપ્પચાપ્પ ચાય પીતા પીતા અમારી વાત સાંભળતા અજ્ઞાનીએ દાઢી પર હાથ પસારતા ગુઢ હાસ્ય સાથે સાવ ટુંકમાં કહ્યું.
એવુ નથી હોતુ પરીયા એવું નથી હોતું.
ચાય એક હળવો ઘુંટ ભરી અજ્ઞાનીએ ધીમેકથી કહ્યું.
પરીયાઆઅ...
એક ક્ષણ નું મળવું પણ યુગો પહેલાનુ હોય છે.
મગર તું કહે છે એવુ તો હરગિઝ નથી હોતું.
બસ ભુલાઈ જતું હોય છે.!
એ યા હું, તું,તે અનંત અન્ય માત્ર એ
યા માત્ર આપણે હું, તું કે અનંત કે અન્ય સૌ...
યા બંને ભુલી ગયા હોઈએ છીએ...
બંને ને યાદ હોય એવી ઘટના ભાગ્યેજ બને છે.
હિશાબ મુજબ.
આટલુ કહી અજ્ઞાની ચાય પીવામાં મસ્ત વ્યસ્ત થઈ ગયો...
મે ચાયનો ઘુંટ ભરી કહ્યું. યાર્ર ઉપરથી ગયું.
જવાદે...
અનંત અને અજ્ઞાની એક સાથે બોલ્યા...
મે કહ્યું પણ ઉજાગરો થશે.!
અનંતે કહ્યું. થવા દે.!
મે કહ્યું. અરે પણ,
અજ્ઞાનીએ કહ્યું જવા દે.!
એ વાત પછી કોઈ કાળ રાત્રે કરીશું..!
જો કે આજે પણ અમાસી અંધારૂ હતું...
ક્રમશઃ થી આગળ...
ઘોઘાના ભાઈબંધ ના ભાઈબંધ અનંત નો સ્વભાવ અધીરો ઉતાવડીયો અને ખબર નૈ કેવો કેવો હતો. અનંત જેટલુ સમજાતો હતો એટલુ સમજતો ન હતો.
એ જેની સાથે વાત કરે એ માત્ર એનીજ બીજા સાથે વાત કર્રે અને નજર સામે રાખીને વાત કર્રે તો બરોબર છે.! મગર એ જેની સાથે કરે એ બીજા સાથે વાત કરે એ વાતથી અનંતને ખૂબજ ચીડ ચડતી અને ગુસ્સો પણ આવતો.
જો કે આવવો ન જોઈએ પણ, આવતો હતો.!
વર્ષો પહેલાની વાત છે.
યુવક મહોત્સવમાં ભાગ લીધો ત્યારે અનંતની આસપાસ અનેક છોકરીઓ મંડરાતી હતી.
એમાંની એક ખાસ હતી જે અનંતના હ્રદયને જરાક અમથું સ્પર્શી ગયેલી.
યુવક મહોત્સવ દરમિયાન એ પણ સતત અનંત સાથે રહેતી હતી.
પ્રોગ્રામ છેક રાત્રે હોય થોડા અનંત પસંદ યુવાન યુવતીઓ એક બગીચામાં બેઠા ગપ્પા મસ્તી કરતા હતા.
એ દરમિયાન અનંત પેલી સાથે વાત કરતો હતો.
પેલી અનંતની વાત સાંભળતી તો હતીજ મગર વચ્ચે વચ્ચે બીજા છોકરા છોકરીઓ ની વાતમાં પણ વારંવાર એનુ ધ્યાન જતું હતું.
થોડી થોડી વારે એ બીજા બધા સાથે પણ વાત કરતી હતી. એ કારણે અનંતની વાત પરથી એનું ધ્યાન હટી જતુ હતુ.
જો કે એનો ઈરાદો બિલકુલ અનંતને કે અનંતની વાતને બેધ્યાન કરવાનો ન હતો.
કદાચ હોય તોય ખબર નૈ.
પણ ખૈર પેલીની આ હરકતથી અનંતને મનોમન ખૂબ ગુસ્સો આવતો હતો, અને અંદરખાને તે કૈ અજીબ તકલીફ અનુભવતો હતો.
અનંત વાત કરે છે, પેલી સાંભળે છે, ડોકી ધુણાવે છે,વાતમાં સુર પુરાવે છે, ફરી બીજુ કોઈ વાત કરતુ હોય તો તેમાં ધ્યાન આપે છે અને તેની વાતમાં પણ સુર પુરાવે છે. આવુ લગભગ પંદર વીસ મિનિટ ચાલ્યું.
પછી અચાનક અનંત સટાક કરતા ઉભો થઈ ચાલતો થયો,પેલી કૈં સમજે વીચારે એ પહેલા તો અનંત જડપ ભેર ચાલીને છેક દૂર છેડે ઘેઘુર વૃક્ષ નીચે આવેલ બાંકડે જૈ બેસી ગયો.
પેલીને મનમાં ફાડ પડી અચાનક અનંતને શું થ્યુ.? બાકી બેઠેલા તમામ એકબીજા સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ પેલીને પુછે છે.
કેમ.? અનંત અચાનક ઉભો થઈને ચાલ્યો ગયો.? પેલી કહે યાર મને પણ સમજમાં નથી આવતું વાતો કરતા કરતાં અચાનક એવું તે શું થયુ.?
કૈ વાંધો નૈ હું એની પાસે જાઉં છું. જૈ ને જાણું તો ખબર પડે આખરે અનંતને થયું શું કે આમ અચાનક સામે છેડે જૈ બેસી ગયો.
અનંતે ગુસ્સે થઈ ત્યાંથી આવી અહીં વૃક્ષ નીચે આવેલા બાંકડે બેસી કાગળની ચબરખીમા કૈક લખવા માંડ્યો હતો.
જ્યારે પણ અનંત એની કોઈ ચહીતી થી કોઈ વાતે નારાજ થાય છે,ભીતર વલોવાય છે, ત્યારે અનંત પેલી સામે કોઈજ ફરિયાદ કર્યા વગર, ગુસ્સા અને નારાજગીનુ કારણ કહ્યા વગર... ચુપ્પચાપ્પ અનંત એકાંતમાં ચાલ્યો જાય છે. અને પછી ગુસ્સા અને આંસુ સાથે અનંતનું દર્દ, અનંતની અનંત પીડા, વ્યથા, વેદના કાગળમાં ઠલવાય છે. લખતોજ જાય લગતોજ જાય છે ત્યારે અનંતના હાથે કાગળીયા ભરી ભરીને લખાય છે. એ પછી કોઈ વાંચે કે ન વાંચે એ વાતથી વંચિત અનંતે આવીજ દશામાં અસ્પષ્ટ સાવ ગરબડીયા ઉકલે નહીં એવા અક્ષરે અઢળક કાગળીયા લખીને મારી માથે થોપતો ગયો છે.
ખૈર.. પેલી ઉતાવડી ચાલે ચાલતી જડપભેર છેક દૂર છેડે ઘેઘુર વૃક્ષ નીચે આવેલ બાંકડે બેઠેલા અનંત પાસે પહોંચી અને,
અનંત નીચું ઘાલીને બેઠો હતો.
પેલીએ અનંત સામે ઉભી પુછ્યું શું થયું અનંત..? અચાનક કેમ ઉભો થઈને છેક અહીં આવતો રહ્યો.
અનંત હજું નીચું ઘાલીને બેઠો છે. ના તો ઉંચી મુંડી કરીને પેલી સામે જુવે છે ના તેના સવાલનો કોઈ જવાબ આપે છે.
પેલીએ અનંતની હડપચીએ આંગળી મુકી પરાણે અનંતની મુંડી ઊંચી કરી જરા ગુસ્સે થઈ કહ્યું.
સાંભળે છે.? આમ સામે જો તને પુછુ છું.?
કેમ વાત કરતા કરતા અચાનક ઉભો થઈને અહીં દૂર આવતો રહ્યો.?
અનંત પેલીને કૈંજ જવાબ નથી આપતો.
પેલીએ ગુસ્સે થઈ તીણા મીઠા અવાજે ચીલ્લાઈ કહ્યું.
અનંત તને પુછું છું જવાબ કેમ નથી આપતો.?
અનંતે પેલીની હડપચીએ લાગેલી આંગળી સમેત હાથ હટાવી ફરી નીચી મુંડી કરી પેલીને કહ્યું.
એ મન્ને શું પુછો છે.!.?
અનંત તું માંથી તમે પર આવી ગયો પણ પેલીને આશ્ચર્ય ન થયું કારણ કે અનંત જ્યારે પણ નારાજ થતો ત્યારે આવું કરતો હોય છે.
"તું" ની બદલે "તમે" કહેતો થઈ જતો .
અનંત પોતાનાથી નારાજ તો નહીં થયો હોય ને.? જ્યારે અનંતની હરકત ને લઈને ક્યારેય એવો વિચાર આવે ત્યારે ખાત્રી કરવા આટલુ કાફી છે.
તું કહે તો બધુ હેમખેમ સમજવું અને તમે કહે તો નક્કી કૈંક વાંધા પડ્યા છે એમ સમજીજ જવું.
તો કોને પુછું.? હેં, તો કોને પુછું.? ત્યાંથી ઉભો થઈને તું અહીં છેક આવ્યો છે હું નથી આવી બરોબર...
અનંતે નીચી મુંડીએજ જવાબ આપ્યો.
હાં બરોબર..
હાં તો હવે કે શા માટે અચાનક ઉભો થઈ અહીં છેક દૂર આવતો રહ્યો બોલ.?
ઘેઘુર વૃક્ષ નીચે બાંકડે બેસી અનંતે લખેલી એ ચબરખી પેલીનો હાથ ખેંચી એની હથેળીમાં થમાવતા કહ્યું.
એ પણ તમ્મે મન્ને ના પુછો..!
પેલી અનંતની પડખે બેસી, ચીઠી ખોલી વાંચવા લાગી....
ક્રમશઃ
વર્ષો પહેલા ગોબરા ગંધારા ગરબડીયા અક્ષરે અનંતે કૈક લખીને પેલીને આપેલી આ એજ ચીઠ્ઠી છે.
જેને વર્ષો બાદ એક સુંદર છોકરીએ પ્રેમથી પોતાના હાથે નાજુક નમણી પાતળી આંગળી અને અંગુઠા વડે કલમ પકડીને સુંદર મરોડદાર અક્ષરે લખી સુધારીને આપી હતી.
ઘોઘાનો સ્વભાવ પણ ભાઈબંધ ના ભાઈબંધ 'ને અનંત જેવોજ અકલે એને પણ ઘોઘી જ્યારે પોતાની તરફ ધ્યાન આપવા છતાં ન આપે ત્યારે વર્ષો પહેલાં ભાઈબંધ ના ભાઈબંધ અનંતે વર્ષો તેની કોઈક ચહીતીને કહેલી વાત સુંણાવી દેવાનું મન થાય એ સ્વાભાવિક છે.
અંતમાં બંને એ કહેલી પહેલી..
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" અંધારાનુ રહસ્ય જે સમજી ગયા છે.
તેનાજ જીવનમાં "અનંત" અજવાળા થયા છે.!
"બંને ભાઈબંધ "
https://youtu.be/d__ePwaWtYM?si=zPa5rPPN6NWckPfN
https://youtu.be/l0TpMnAi4mw?si=L7eiODkBcmg2FsUD

.jpeg)
.jpeg)
.jpeg)



No comments:
Post a Comment