Sunday, 9 June 2024

આંખો ચેક કરવી

તસવીર માત્ર 
ઝાંખી દેખાય તો, 
આંખો ચેક કરાવી
મારી નહીં તમારી... 
બાકી મારી આંખોમા ઝાંકવુ 
યા જો જો કરવુ મારી સામે 
જોખમી સાબિત થશે.! 
બંને પક્ષે. 




બે, મતલબકી વાત ... 

મતલબ હે મતલબકી બાત..! 

"ઠગ, ભગતની ઝાંખી' ..."

અર્રે ભૈ... 

હુ દર્શન કે પ્રદર્શન ની વાત નથ કરતો..! 

ફોટુ ની વાત કરૂ છું..! 

ના.! 

કોઈને ક્યારેય એના સ્પષ્ટ દર્શન નૈ થાય.... 

તે, નાજ થાય ને ....

તસવીર 'ઝાંખી' નથી ...  

ભૈ આંખો ચેક કરાવો ....

તમાર નંબર વધી ગયા હયશે ...:)

નૈ તો ગમે એકલુ ઝાંકી ઝાંકી ને જોશો.... 

તોય ઝાંખુ જ દેખાશે.... 

ઘાટું કાય નૈ દેખાય ... :)

તાજેતરની ઝાંખી પાંખી...

બૌ જો,જો, ના કરવું ... 

પછી બધે, બધાજ ! 

ચહેરામાં હુજ હું, દેખાઉ, 

તો, મારો વાંક નૈ... 😉

https://www.facebook.com/share/p/GXK8mpSHdryR4iUk/?mibextid=oFDknk












સ્સાલ્લુ આમ તો
એમ થાય કે
તસવીરમાજ રહેવું જોઈએ કાયમ માટે
સાલોના સાલ વૈ જાય તોય કાંય કરતા કાય
ફેરફાર નો થાય...
વર્ષો પહેલાંની તસ્વીર વર્ષો બાદ જોઈએ તોય, 
જેવા તેવા દેખાય...
અર્થાત્, જેવા હોય તેવાજ દેખાય એમ.!
ના તો ઉંમર વધે કે ના તો કાળા ધોળા થાય...
વાળની વાત કરૂ છું..!
બાકી,
કાળા ધોળા બાદ કરતાં...,

વર્ષો પહેલા....
ઓલી પેલી છેલી બધી ને સંબોધીને અનંતે
કહેલી લખેલી વાત યાદ આઈ ગૈ... 

આમ પણ ચહેરો લાલ છે.! 
આગ પણ ચહેરો લાલ કરે.!
બાકી કોયલાની રાખમાં રગદોળાઉ છું
એટલે, કપડાં હાથ ને પગ કાળા થાય છે.!
તું અંદરથી અંદર જો.!
હું રંગીન છું "અનંત"

વસ્ત્રો મેલાઘેલા હોવા છતાં.! 
ભીતર અનંત પીડા હોવા છતાં...
જીવનમાં ફકત વેદના હોવા છતાં...
ક્ષણ ક્ષણ પ્રેમનું મનન કરતાં... 
તારૂજ સ્મરણ કરતા કરતા... 
મહોલ્લામાં તારીજ
તમારીજ હાજરી ને કારણે...
ખૂબ રંગીન જીવાયુ છે જીવન.!
"અનંત"
અનંત વહેલો આથમી ગયો...
અકલે...
છબીમાં એવો ને એવોજ રહ્યો...
મારે થોડા થોડા ધોળા આઇ ગ્યા છે... 
વહેલા મોડા સાવ સફેદ થૈ જાય તો કૈ કેવાય નૈ...
બની શકે થોડાજ લૈ ને વૈ જાવ...
https://www.facebook.com/share/p/3PeHhNQGkT1SGpaX/?mibextid=oFDknk


No comments:

Post a Comment