ઘોઘાએ ઘોઘીને એવી ઉલ્જાવી કે,
આખી રાત ઘોઘીને ઊંઘ ના આવી...
કેમ .! હું તને જનાવર નથી લાગતો શું ..?
" હું તને જનાવર નથી લાગતો " મતલબ ..?
ઘોઘાનું કહેવાનું ઘોઘીને સમજાયું નહીં અકલે,
સવાલ કર્યો, ઘોઘીએ ઘોઘાને ...
જવાબમાં ઘોઘાએ કહ્યું કે ,,,,
ઘોઘાએ જે કહ્યું એ,
હું પછે કહીશ...
ક્રમશ :-
.... અને પછી તો,
આખી રાત ઘોઘીને ઊંઘ ના આવી,
"હું તને જનાવર નથી લાગતો શું ..?"
ઘોઘાના આ શબ્દોએ ઘોઘીને આખી રાત પરેશાન કર્યા...
ઘોઘી એજ વીચારતી રહી આખી રાત કે,
બંગડીના ખણખણાટ ને હ્રદયના ઝણઝણાટ સાથે જનાવર ને શુ લાગતુ વળગતુ હશે..!
નક્કી ઘોઘાના મનમા કૈ બીજુ સળગતુ હશે.!
.. પછી બીજે દિ' સવાર સવારમાં ઘોઘો આદત મુજબજ સોફા પર બેઠો હોય છે,
' ને ઘોઘા માટે ચાય લઇને આવેલી ઘોઘીએ છણકો કરી ચાયનો કપ ઘોઘાના હાથમાં પકડાવીને તરતજ
સવાલ કર્યો.
ઘોઘા સૌથી પહેલા તુ મને એ કહે કે,
બંગડીના ખણખણાટ અને હ્રદયના ઝણઝણાટ સાથે જનાવર ને શુ લાગે વળગે.?
ચાયનો એક ઘુંટ ભરી ઘોઘોએ ક્ષણ ભર ઘોઘી સામે જોઈ ફરી ચાયની ચુસ્કી ભરી સૂરરરર...
ઘોઘા.! જવાબ આપ મારા સવાલનો..
ઘોઘાની સામે પડેલી ખુરશી પર બેસતા
ઘોઘીએ ઘોઘાને ચીડાઈને કહ્યું.
સૂર્રરરર કરતા ફરી ચાયની ચુસકી ભરી થોડી ક્ષણ ફરી ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું.
એક વર્ષ પહેલાની વાત છે..!
ઘોઘીને એમ કે ઘોઘો વાત માંડે છે અને
તેના સવાલનો જવાબ આપી રહ્યો છે.
અકલે ઘોઘીએ કહ્યું. હં
ઘોઘાએ ઘોઘીને કહ્યુ.
હં શુ એક વરસ પહેલાની વાત છે..!
હાં પણ શુ વાત છે.? એ તો કે'
હવે ઘોઘો ચીડાયો અક્કલ વગરની કૌ તો છુ કે,
એક વરસ પહેલાની વાત છે...!
અરે પણ.!
એક વર્ષ પહેલાની વાત છે..!
એક વર્ષ પહેલાની વાત છે..!
એવુ તો મે ત્રણ ત્રણ વાર તારા મોએ સાંભળ્યુ,
પણ શુ વાત છે એ તો મોમાથી ફાટ.!
તો ચોથી વાર પણ સાંભળ ફરી કૌ છુ કે એ
એક વર્ષ પહેલાની વાત છે..!
અક્કલ વગરની કેમ સમજતી નથી..!
ઘોઘાએ ગુસ્સે થૈ કહ્યું.
અરે પણ કેટલીવાર એકના એક ગાણુ ગાઈશ...?
એક વર્ષ પહેલાની વાત છે..!
એક વર્ષ પહેલાની વાત છે..!
ઘોઘી પણ ગુસ્સે થૈ બોલી.
ઘોઘાએ કહ્યું. જ્યા સુધી તારા ભેજામાં નૈ ઉતરે..
તો બોલ ને.! શુ ઉતારવાનું છે મારે ભેજામાં..?
ઘોઘાએ ગુસ્સે થૈ કહ્યું.
એજ કે, એક વર્ષ પહેલાની વાત છે.!
અહી એક ક્ષણ પહેલાં નુ મને યાદ નથી રહેતુ
અને તુ,
એક વર્ષ પહેલા મે જે કૈ કહ્યું,
એના અર્થો ને મતલબો પૂછે છે...?
ઓહ એક વર્ષ થૈ ગયુ..!!! ? ઘોઘીએ આશ્ચર્ય સહ
પુછ્યુ.
એક વર્ષ થૈ ગયુ નૈ ઘોઘી એક વર્ષ વહી ગયુ...
ઘોઘીના મગજની પથ્થારી ફરાવી ઘોઘો ઊંઘી ગયો...
બ્લાસ્ટ :- ગૈ કાલે
https://www.facebook.com/share/p/1CqGWLdaKq/


No comments:
Post a Comment