*ઉકલી ગયા પછી ઊકલશે*
કદાચ.!
************************
મે ક્યારેય એને ફુરસતમાં
લખતા જોયો ન હતો.
સતત કામમાં વ્યસ્ત !
જ્યારે પણ લખતો,
જે કોઈ પસ્તી કે કોરો કાગળ
હાથમાં આવે તેમા તે
મનમાં જે આવે તે ટપકાવી દેતો .
જોકે એને એકવાર કોઈ પ્રસીધ્ધીની નહીં
બલ્કે એવી ઈચ્છા જરૂર થયેલી કે
આંખોથી માત્ર એનુ લખાણ નહી બલ્કે
અંતરથી મનથી હ્રદયથી કોઈ
એને પણ વાંચે..!
અને એને વાંચનાર....
કોઈ સુંદર સમજદાર સ્ત્રી હોય...
જે એની વાતો હ્રદયથી સમજે.!
મગર ખબર નૈ કેમ..?
એ ઈચ્છા કે ઝંખના..!
એની ભીતર બૌ લાંબો સમય ટકી નહીં.!
છતાં પણ એની કલમ ક્યારેય અટકી નહીં.!
સીધ્ધી પ્રસીધ્ધીની ઝંખના છૂટ્યા પછી
એ માત્ર નીજાનંદમા નીજ આનંદ માટે
અક્ષર ગરબડીયા થતા છતાં સતત લખતો...
અને એ એમજ કહેતો હું કોઈને પણ
કાઇજ કહેતો સમજાવતો નથી !
હું જે કૈ લખું છું કહું છું એ
માત્ર મનેજ કહું છું
હું સતત મનેજ સમજાવુ છું..!
પછી અગર....
કોઈ સમજી જાય તો, વાત જુદી છે.!
એકવાર મે એને કહ્યું યાર ક્યારેક તો,
સારી બૂકમા સારા અક્ષરે લખ!
સાવ કેવો માણસ છે તું !
ત્યારે અનંતે આવો વેદનામય
જવાબ આપતા મને કહ્યું.
પરીયા...
હું પણ ક્યા એવો વ્યવસ્થિત છું ?
હું અસ્સલ મારા અક્ષર જેવોજ છું ને !
ગોબરો ગરબડીયો
ઠામ ઠેકાણા વગરનો
અ વ્યવસ્થિત
અસ્પષ્ટજ છું હું પણ .!
અક્ષર મારા તને કદિ'ઉકલ્યા..?
તું મારી સાથે મારી પાસે
સતત અને ખાસ તો રોજ રાતે
હોવા છતાં શું તું મને સમજી શક્યો ?
સાચું કહેજે તને મારા સમ છે.
તેની વાતો સાંભળી હું બીલકુલ ચુપ રહ્યો.
મારી પાસે એના સવાલોનો
કોઈજ જવાબ નહોતો..!
કેમકે હું એની સાથે એની પાસેજ
હોવા છતાં એને સમજી શક્યો નહોતો..!
મને મૌન થયેલો જોઈ એણે કહેલું..!
તુ ફીકર ના કર પરીયા..
અગર તું ના કહેશે તો હું પણ
તારી વાત સાથે સહમત છું..!
ખૈર પરીયા...
વખત જતા મારા શબ્દોનુ મારા લખાણોનુ
અને મારા વીચારોનુ...
સૌ પોત પોતાની રીતે અર્થ ઘટન કરશે !
કોઈને અર્થ લાગશે
તો કોઈ અર્થ પામશે
કોઈને બધુજ સાવ વ્યર્થ લાગશે !
સૌ મરજી મુજબ અટકળ કરશે મારા વિષે !
ને પછી !
ગૂઢાર્થની વાત આવશે!
ભાવનાની વાત આવશે !
લોકોને સારા લાગશે!
સમજાય જશે !
લોકો ઉકેલવાની કોશીશ કરશે !
ને ઊકલી પણ જશે !
પણ, પણ !
મારા ઊકલ્યા પછી...
અર્થાત્ મારા ઊકલી ગયા પછી
મારા ગુજરી ગયા બાદ.!
કદાચ ત્યારે કોઇની અફસોસ થશે
કોઈકની આંખો પણ ભીની થશે...!
"અનંત" મગર... મારી હયાતી બાદ....
&&&&&&&&&&&&&&&&&&&&&
બ્લાસ્ટ :-
એજ મારી નજીક આવશે..!
એજ મને કદિક પામશે..!
જે માત્ર આંખોથી નહીં.!
બલ્કે "અનંત" આત્માથી વાંચશે...!
"અનંત"
અનંતની તમામ વાત ચુપચાપ સાંભળી રહેલા અજ્ઞાની એ અંતમાં ભાઈબંધ અનંતને કહ્યું.
*બ્લાસ્ટ*
હે "અનંત" સીધ્ધી શું ઓછી કહેવાય !?
કે કોઈ પ્રસિધ્ધિની લગીરે ઝંખના ન રહે.!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/p/14x4kygocZH/


No comments:
Post a Comment