Thursday, 27 February 2025

"અનંત" બંધ આંખો ના સંબંધ...

 " અનંત "

@@@@@@@@@

*બંધ આંખો ના સંબંધ*

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે, 

આ વાત, 

એની કોઈ ચહીતીને કહેલી. 

જ્યારે તે વર્ષો બાદ અનંતને મળી ત્યારે.., 

તેણે પુછેલુ

"શું હજુ પણ તુ મને યાદ કરે છે અનંત ..? 

શું હજુ પણ તુ મને ચાહે છે. ? 

ત્યારે ભાઈબંધે જવાબમાં કહેલુ કે, 

અરે હાં ગાંડી હાં .! 

તુ ભૂલે, તે ભૂલે હુ કેમ ભૂલુ ..! 

અને, મને પણ આમ તો જોકે કોઈ ભૂલીજ ના શકે..! 

છતાં પણ જો મને કોઈ ભૂલે તો ભલે ભૂલે..! 

પણ હુ તો મારા જીવનમાં જે જે આવી, 

તેને, તને, તને,અને તને...!

ભૂલ્યો નથી... આજે પણ..! 

મારા જીવનમાં જે આવી હતી પ્રેમથી..! 

મને ચાહવા..... 

પ્રેમ આપવા.... 

અને, અનંત... 

પ્રેમ પામવા.... 

તેને હુ એજ હદે એક હદે અનહદ ચાહુ છું...! 

અનંતના મુખે આ વાત સાંભળી 

પેલીની આંખો તગતગેલી... 

( આવુ અનંતે મધરાત્રે બયાન કરેલુ ચાય પીતા પીતા) 

અને પછી તો બંનેની તગતગતી આંખોમાં.... રતાશ....ઊભરી આવેલી ...! 

જ્યારે અનંતે પે'લ્લીને કહ્યુ કે, 

ખુલ્લી આંખે નીભાવી નથી શક્યો 'મજબુરન' જે સંબંધ..! 

બંધ આંખે આજે પણ એ નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!

આ સાંભળીને પેલી ખૂબ રડી પડેલી..... 

અને પછી, 

મેલાઘેલા વસ્રમા પુરાયેલા..... 

અસ્તવ્યસ્ત અનંતનો હાથ ચૂમીને

એ ચાલી ગઈ....

એ પણ ચાલી ગઈ.... 

એ પણ ચાલીજ ગઈ.... 

અનંત ચાહવુ ... 

અકલે..!? 

અનહદ ચાહવુ ... 

ખૂબજ ચાહવુ.... 

એમ....! 

આમ અનંત પોતાના નામનો બખૂબી ઉપયોગ એ કરતો નહી.... 

પણ, અનાયાસે થૈ જતો અને અંતરનો રવ ગુંજી ઊઠતો.... 

અને છેલ્લે અનંતે પે'લ્લીને કહેલુ....! 

તુ પણ એમજ "અનંત" ચાહ મને..! 

જેમ હુ ચાહું છુ તને તને અને તને....! 

આકલી વાત કરી તે રાતે થાકેલો અનંત સૂઈ ગયો..... 

'ને હુ આજે પણ રાતે મૌજથી જાગુ છુ..! 

અનંતના અઢળક કાગળીયા....

ઉકેલવા 🔛મને બૌ ગમે છે અને, મજ્જા આવે છે.....!

બ્લાસ્ટ :- આખા વાક્મા માત્ર....! 

એકાદ બે શબ્દ બદલતા આખો અર્થ બદલાઈ જતો હોય છે...! 

ભૂતકાળ વર્તમાનમા કે વર્તમાન ભવિષ્ય બદલાઈ શકે છે..! 

ભવિષ્ય વર્તમાનમા કે વર્તમાન ભુતકાળમાં બદલાઈ શકે છે...! 

માત્ર એક કે એકાદ બે શબ્દ થકી... 

એ વાતનો પુરાવો પણ...! 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આપેલો છે..! 

તું, તું, અને ,તું પણ જોઈ લે....! 

કદાચ., કૈક સમજાય જશે તને તને અને, તને....! 

ખુલ્લી આંખે નીભાવી નથી શકતો 'મજબુરન' જે સંબંધ..! 

બંધ આંખે એવા સબંધો નીભાવી રહ્યો છુ..! હું "અનંત"..!

" અનંત "


*બ્લાસ્ટ* 

"અનંત" આપણાં બંધ આંખોના સબંધ.!

છે આજે પણ.! મારા હ્રદયમાં અકબંધ.!

"અનંત"

બંધ આંખોના પ્રેમ સબંધ આપણાં.! 

આજે પણ છે અકબંધ આ આંખમાં.! 

"અનંત" પ્રેમ નો ગુનો આપણે બંને કરતાં.! 

છતાં કાયમ હું એકલોજ આવતો વાંક્કમાં! 

"અનંત"

" અનંત" બંધ આંખોના સબંધ. 

રહેતા હોય છે ઉમ્ર ભર અકબંધ.!

"અનંત" 

https://www.facebook.com/share/p/16ASyGef3J/




https://www.facebook.com/share/p/16MvWn58bv/

No comments:

Post a Comment