Friday, 30 May 2025

યે બાતે હૈ તલબકી


બે મતલબકી બાતે, યે બાતે બે મતલબકી 

હે મતલબકી બાતે યે બાતે બે મતલબકી. 

"અનંત" ઔર ભી બહોત કુછ હૈ, જાન લો. 

હે તલબકી બાતે, યે બાતે હૈ તલબકી.! 

"અનંત" 

**************

કોઈ રાજી થાય અકલે નહીં

મન મારૂ રાજી થાય અકલે કૌ છું...

હું રાજી થતો હૌ અને 

પછી કોઈ બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી

ઇન્દ્રી રાજી રાજી થૈ જાય એ વાત નોખી છે...

અકલે, 

ઘોઘી સજીધજીને આવી...

સોફા સામે પડેલી ખુરશી પર બેસી ગઇ...

કારણ કે સોફાપર જગ્યા નહોતી...

કારણ કે ઘોઘો લાંબો થઈ ને સુતો હતો.

અકલે આખો સોફો ઘોઘાથી ભરાયેલો હતો.

અકલે જગ્યા નહોતી. 

અકલે ઘોઘી સોફા સામે પડેલી ખુરશી પર બેસી ગઇ...

ઘોઘાને ચાય પણ આપી...

આદતવશ સોફાપર લાંબો થૈ લેટેલા ઘોઘાએ...

આળસ મરડી બેઠા થઈ ચાય પણ પીધી...

એ દરમિયાન ઘોઘી રાહ જોઈને બેઠી હતી કે

હમણા ઘોઘો પણ એ કહેશે. જે બધાએ કહ્યું.

પણ ઘોઘો તો ચાય પીને પાછો

સોફાપર લાંબો થઈ ગ્યો...

અકલે ઘોઘીને ગુસ્સો આવ્યો...

અકલે ગુસ્સેલ અવાજે ઘોઘીએ ઘોઘાને કહ્યું. 

કેમ ઘોઘા તને ખબર નથી..?

અકલે ઘોઘાએ કહ્યું. 

"ખબર હોય તોય શું.!

તો પછી કેતો કેમ નથી.?

ઘોઘાએ બેફિકરાઈથી કહ્યું. 

ઘોઘી.! બધા ભલે કહે, 

હું તો નહીં જ કહું.!" 

ઘોઘીને પહેલા કરતા

થોડોક અમથો વધુ ગુસ્સો આવ્યો...

અકલે પહેલા કરતા જરીક અમથા વધુ ઉંચા સુરમા

ગુસ્સે થઇ ઘોઘીએ ઘોઘાને પુછ્યું.

અને પછી શરૂ થૈ અટપટી બબાલ 

ઘોઘા શું ખબર છે તને.?

એજ ઘોઘી જે તને ખબર છે..!

ઘોઘા મને શું ખબર છે.?

એજ ઘોઘી જે બધાને ખબર છે.

બધાને શું ખબર છે ઘોઘા.?

એજ ઘોઘી એજ જે તને પણ ખબર છે

અને મને પણ.!

ઔહૌ.! ઘોઘા..!

તું બૌ પરેશાન કરે છે.!

અહં હું કૈ પરેશાન નથી કરતો ઘોઘી...

તુ જાતેજ હેરાન થાય છે..!

ઘોઘાઆઆઆઅ...

ઘોઘીનો ગુસ્સો લંબાઇ ગયો...

પણ ઘોઘાએ ટુંકમાં કહ્યું.

હ્અ.. બોલ ઘોઘી.!

*બોલવાનું મારે નૈ ઘોઘા તારે છે.!*

અહં 

એવુ નથી ઘોઘી.! 

ઘોઘી એવુ નથી.!

ઘોઘાએ ઘોઘીના કહેવાનો

આખો મતલબ ફેરવી નાખ્યો...

કારણ કે ઘોઘાને ભાઈબંધ ના ભાઈબંધે

વર્ષો પહેલાં...

કહેલી વાત યાદ આવી ગૈ..

અકલે ઘોઘીને સમજાવતા ઘોઘાએ કહ્યું.

ઘોઘી તારી વાત પણ કદાચ સાચીજ છે.!

*કે બોલવા નુ મારે નૈ તારે છે.*

ક્યારેક એવુ પણ બને..! 

પણ ભાઈબંધનો ભાઈબંધ વર્ષો પહેલાં...

કહેતો કે, 

*ક્યારેક બોલવાનું જ મારે છે ઘોઘી...

અને ન બોલવાનું

અર્થાત્ ચુપ રહેવાનું

અર્થાત્ મૌનજ તારે છે.!*

ઔહૌ..! ઘોઘા...

તારા ભાઇબંધ ના ભાઈબંધે જે કહ્યું

એ પણ કદાચ સાચુ હોય શકે

પણ મારો કહેવાનો એ મતલબ નથી..!

અચ્છા ...

ઘોઘાએ કહ્યું.

એ મતલબ નથી...

તો પછી બે મતલબ ની લપ શા માટે કરે છે ઘોઘી..!

ઘોઘીનુ મગજ ચક્કર ભમ્મર થવા લાગ્યું ખબર નૈ કેમ...

અકલે ઘોઘી ચીલ્લાઈને બોલી... 

ઘોઘા આઆઆઅ...

હું પાગલ થૈ જૈશ...

ઘોઘાએ હસતા હસતા બે ફીકરાઈ થી કહ્યું. 

તો તું હજુ નથી થૈ...? 

કદાચ તું થશે પણ નૈ...! 

ઘોઘી મસ્તીનુ ગુસ્સે થૈ બોલી. 

હસે છે શું..!

અને તું એમ કેમ કહે છે ઘોઘા કે

હું પાગલ થઇશ પણ નૈ...? 

ઘોઘી જે કરે એ થાય નહીં.!

તો તું કેમ નથી થતો ઘોઘા..!

હું તારી જેમ કરૂ છું ઘોઘી.! અને, 

તું થાય એની હું રાહ જોઉ છું..!

મુક ઘોઘા લપ હવે, મને તું એ કે' કે

તે કહ્યુ કે

બધા ભલે કહે હું તો નહીંજ કૌ...

તો મને એ કે' કે તું શું નહીં કે'

ઘોઘીએ પોતે ઘોઘાના મુખે

જે સાંભળવા આવી હતી તે

જે ઘોઘીને બધાએ કહેલું પણ

એક ઘોઘાએ કહ્યું નહીં એ 

સાંભળવા ઘોઘાને

અવળો ફસાવી બોલાવવાની કોશિશ કરી.

ઘોઘા બધા ભલે કહે હું તો નહીંજ કૌ...

તો મને એ કે' કે તું શું નહીં કે'.? 

એજ ઘોઘી જે કહેવું છે.!

પણ શુંઉઉઉ ઘોઘા શું કહેવું છે.?

એજ ઘોઘી જે તારે સાંભળવુ છે.

ઔહૌ.! ઘોઘા..!

પણ મારે શું સાંભળવુ છે.?

એ તો કે '...

અહં એ હું નૈ કૌ

પણ શું નૈ કે ઘોઘા.?

એજ જે કહેવું છે.!

આખા ગામે કહ્યું પણ ખબર નૈ કેમ

ઘોઘીને એ ઘોઘાના મોઢેજ સાંભળવાની ઝંખના હતી.

અકલે વ્યાકુળતા સહ ઘોઘીએ ઘોઘાને કહ્યું. 

અરે પણ તો કૈ દે ને ઘોઘા..!

તારે જે કહેવું હોય તે..!

મારેજ કહેવુ છે એમ નૈ ઘોઘી...

તો.?

તારે સાંભળવુ છે એ..!

હે ભગવાન....

એવા ઉદગાર બાદ ઘોઘીએ કહ્યું...

હાં ભૈ હાં મારે સાંભળવુ છે બસ્સ.!

હવે તો મો માંથી ફાટ...

ઘોઘીનો અવાજ ફાટી ગયો...

ઘોઘી એ તો હું નૈયજ કૌ...

એવુ મે તને પેલ્લાજ કૈ દિધુ છે..!

ક્યારે કહ્યું છે... ક્યારે કહ્યું છે....

ઘોઘી વીચારમા પડી યાદ કરવા લાગી.

પણ યાદ આવ્યું નૈ અકલે ઘોઘાને પુછ્યું. 

ક્યારે.? ક્યારે કહ્યું છે ઘોઘા....? 

ઘોઘા તે એવુ ક્યારે કહ્યું છે.!? 

હવે ઘોઘો મુંજાયો...

ઘોઘીને ગલતફૈમી થૈ..!

ઘોઘી એમ સમજી કે તેને આજે જે સાંભળવુ છે

તે ઘોઘાએ અગાઉ કહ્યું છે..!

પણ કહ્યું નથી એ પણ હકીકત છે..!

જો કહ્યું જ હોય તો એ વાતજ એવી છે કે

છાતીએ ચોંટી જાય...

અકલે કે હ્રદયમા ધરબાય જાય એમ.!

અને જો છાતીએ લાગી જાય એવુ

ઘોઘાએ કહ્યું હોય તો, 

આજીવન ભુલાય જ નહીં.! 

પણ ઘોઘાએ ક્યારેય એવુ કહ્યું જ નથી..!

તો પછી ઘોઘાએ એવુ કેમ કહ્યું કે,

"એવુ મે તને પેલ્લાજ કૈ દિધુ છે..!"

ઘોઘીને લાગ્યું ગુસ્સો કર્યે આમાંથી પાર નૈ ઉતરાય...

અકલે હળવેકથી સોફાપર

ઘોઘાની બાજુમાં બેસી, ઘોઘાને ખભે

પ્રેમથી હાથ ફરાવતા ફરાવતા પુછ્યું.

ઘોઘા.. એ... ઘોઘા...

તે મને એવુ ક્યારે કહ્યું છે..?

ઘોઘાએ પણ એજ અંદાજમાં કહ્યું. 

ઘોઘીઈઈ...

પેલ્લા પણ કહ્યું હતું અને, અત્યારે પણ કૌ છું..!

પેલ્લા શું કહ્યું હતુંઉઉ..?

અને અત્યારે શું કહે છે ઘોઘાઆઆ...?

એજ કે હું તો નયજ કૌ...

શું નહીં કે ઘોઘાઆઆ...? 

એજ ઘોઘી જે કહેવું હતું.!

શું કહેવું હતું તારે ઘોઘાઆઆ...

ઘોઘીએ છેક લગી

ઘોઘાને ફોસલાવી ફોસલાવી ને

ઘોઘાને જે કહેવું હતું અને પોતાને ઘોઘાના મોઢે જે સાંભળવુ હતું એ

બોલાવવા મજબુર કરી જોયો...

પણ અંત સુધી ઘોઘો ન બોલ્યો તે નજ બોલ્યો...

છેલ્લે પણ એજ જવાબ આપ્યો..

જ્યારે ઘોઘીએ કહ્યું.

તુ શું નહીં કે ઘોઘાઆઆ...

ત્યારે ઘોઘાએ એજ કહ્યું.

જે કહેવું હતું..!

ઘોઘીએ પ્રેમથી છેલ્લો પ્રયાસ કર્યો...

તારે શું કહેવું હતું ઘોઘા...

કેટલી વાર કૌ ઘોઘી કેટલી વાર કૌ...

કે હું એ નૈયજ કૌ...

જે કહેવું હતું...

અને અંતે ઘોઘાથી હારેલી થાકેલી કંટાળેળી ઘોઘીના હાથની નાજુક નમણી પાતળી આંગળી અને અંગુઠાનો શીકાર ઘોઘાની સાથળ થૈ...

ઘોઘાની સાથળ પર જોરદારનો ચીંટીયો ભરી

હુંહ ... હુંહ..હુંહ...! 

એમ છણકો કરતી ઘોઘી ગુસ્સે થૈ ઘરભેગી થૈ ગૈ...

અને ઉંહકારા કરતો ઘોઘો

પોતાની સાથળ પંપાળતતો 

ઉંહકારા કરતો રહ્યો...

https://www.facebook.com/share/p/191bE3R7eM/

No comments:

Post a Comment