Thursday, 29 May 2025

દાદાઆઆઆઅ...

વર્ષો પહેલા પરસેવે લથબથ બે ભઠ્ઠી ની આગ વચ્ચે સતત શેકાતા છતાં બંને ભાઈબંધો ને જ્યારે પુછી કેમ છો.? ત્યારે ગમે તેવા વીપરીત સંજોગ હોય બંને ભાઈબંધો હંમેશા હસતા હસતા કહેતા કે,

પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ છે.!

અને પછી હિશાબ મુજબ મળેલી તમામ સ્થિતીનો સહજ સ્વીકાર કરતા કહેતા,

એક કહેતો કે, 

"અનંત" આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય...

તો બીજો એજ વાત એજ અર્થમાં પણ અલગ અંદાજમાં કહેતો, 

"અજ્ઞાની" આ ભવમાં આટલું તો બૌ કહેવાય...

દાદાઆઆઆઅ તમે ભાઈબંધોની વાત યાદ અવાડી દીધી.. 🙏

આ બહુ દુર્લભ અવસ્થા છે જે ભાગ્ય થી ભાગ્યશાળી ને પ્રાપ્ત થતી હોય છે.!

તમને થૈ ગૈ 😜🙏😘

https://www.facebook.com/share/p/16bnu6oZ1v/

મજાક ઠીક છે દાદાઆઆઆઅ...

મગર યેન કેન પ્રકારે સૌ કોઈ પોતાને જીવનમાં થયેલ સારો ખરાબ અનુભવ રજુ કરે છે.!

જો કે ઈશ્વર દુ:ખી પીડીતોને બચાવે....😜

એવી આપણે પ્રાર્થના કરીએ.! 

તો પણ ઈશ્વર ભુલમાય કબુલ નજ કરે, 

કારણ કે પરભવના પાપીઓના જીવનમાં ઈશ્વર જાણી જોઈને એવી પરીસ્થીનુ નીર્માણ કરે છે કે એના આગલા પાછલા હંધાય હિશાબ ચુકતે થૈ જાય...!😜

*થોડા વર્ષો પહેલાં મારાય થોડા પાપ પાકેલા.* 

*હિશાબ મુજબ જેના કડવા ફળ મેંય ચાખેલા.* 

જો કે મે કદાચ થોડા પુણ્ય કાર્ય પણ કર્યા હશે..!

માટે હું મારા પ્રીય જીવનથી 100 માંથી 90% સંતુષ્ટ છું. 😘

જેમાં 10% મારી વધારાની અપેક્ષા છે.! 

પણ, તો પણ ભાઈબંધો માફક અગર હું કહું તો, 

*આ ભવમાં આટલું ઓછું તો નજ કહેવાય...*

*આ ભવમાં આટલું તો બૌ કહેવાય...*

🤪🤫😘🤫😜

મને મારાથી થયેલી ભુલો નથી ગમતી પછી ચાહે તે મારા કે ભાઈબંધો ના લખાણમાં હોય કે મારા લખ્ખણમાં 😜

હું હંમેશા સુધારો કરતો રહું છું.!

આથી પહેલા લખ્યું એમાંય પેલા જેવીજ ભુલ હતી જે મે સુધારી નાખી.. 🤪

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલા ભાઈબંધે કહેલું કે, 

"અજ્ઞાની" વધુ જાણવુ હોય.! 

તો એટલુ કહેવુ જાણતો નથી.!. 

"અજ્ઞાની" 

"અજ્ઞાની" વધુ જાણવા, 

કહું છું હું જાણતો નથી.! 

"અજ્ઞાની" 


No comments:

Post a Comment