https://youtu.be/Kxk21D1PNNk?si=78PrqIj-VTM9yO5-
એક વર્ષ 'વીસ દિવસ વીતી ગયા...
મારી ધીરજ ની પણ દાદ દેવી પડે.!
છતાં તે ન કહ્યું, તે નજ કહ્યું.
અકલે, હું સમજી ગયો...
કે માર્રો કાં'ક તો વાંક્ક હશે જ.!
અને પછી, હું મારામાં મારો વાંક્ક શોધવા બેઠો.!
પહેલા દૂર હતી છતાં સાથે હતી.
હવે માત્ર દૂર છે સાથે નથી.
તેજ પકડયો હતો તેજ છોડ્યો હાથ
જો કે તે જે કર્યું એ બરોબર કર્યું છે.
એવુ મેં સમજી સ્વીકારી લીધું.
કારણ કે શોધવા બેઠો તો,
હજાર વાંક્ક મારા જ મને મારામાં જડ્યા...
*બ્લાસ્ટ*
હજું આકાશ માં કાળા વાદળ છાયા ન છાયા ...
બહાર વરસાદ હજુ વરસ્યો ન વરસ્યો...
ત્યાં તો મારી ભીતર તારી "અનંત" યાદો નો વરસાદ શરૂ થઈ ગયો ધોધમાર...
તને યાદ છે.?
આવાજ વરસાદી મોસમમાં
આપણે બંને સાથે પલળ્યા હતા એકવાર...
જો કે ત્યારે ય આપણે સાથે નહોતા...
અને આજે પણ દૂર દૂર છીએ...
મગર આ વરસાદી મૌસમની માદક સુંગધ...
આપણી વચ્ચેનું અંતર સાવ ઓછું કરી નાખ્યું છે.
તું જ્યાં હોય ત્યાંથી હવે બારી બહાર જો.!
અને તારી નાજુક નમણી હથેળી બહાર રાખ.!
ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે.!
મને ધાર ધાર તારી યાદ આવે છે .!
તારી નાજુક નમણી ગોરી હથેળી પડતી બુંદ બુંદ એકાદ બુંદ તનેય મારી યાદ અપાવે તો કે જે.!
"અનંત"
https://youtu.be/r4cRwO-LULs?si=H8d9kcCfS5niXSOL
*બ્લાસ્ટ*
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે અજ્ઞાની ને પુછ્યું
દોસ્ત..! એ જે સતત હળતી મળતી હોય, વાતચીત કરતી હોય પછી અચાનક શા માટે દૂર થઈ જતી હોય છે.?
ભાઈબંધ અનંત ના અત્યંત વ્યથા ભર્યા સવાલનો જવાબ આપતા અજ્ઞાનીએ કહ્યું.
શરૂ શરૂ માં વાતચીત સાથે શરૂઆત થાય...
ધીરે ધીરે લાગણી પ્રેમમાં પરીવર્તીત થતી જણાય..
અને પછી કોઈ ક્ષણે જીવનભર સાથે રહેવાની ઝંખના જાગવા લાગે.
પણ ત્યારે એવુ સમજાય કે,
આ ભવમાં એ સંભવ નથી.
ત્યારે અનંત ત્યારે...
એ છોકરી જે સતત હળતી મળતી હોય,
વાતચીત કરતી હોય એ દૂર થઈ જતી હોય છે.!
જો કે છોકરા આવું કૈ લાંબુ નથી વીચરતા
એ અગર જાણી પણ જાય કે આજીવન સાથે રહેવા ની કોઈજ શક્યતા નથી તો પણ માંડ્યા રહે છે અને એ છોકરી આસપાસ મંડરાયા કરે છે.
જ્યારે કે છોકરીઓને જાતને જીરવી લેવાની પ્રાકૃતિક શક્તિ પ્રાપ્ત હોય છે..!
તેથી એ જેને ચાહે છે પ્રેમ કરે છે તેને અને તેની યાદોને ઉમરભર પોતાની ભીતર ધરબી રાખે છે.!
અને અન્ય સાથે જીવતા જીવતા એ પોતાના મનપસંદ પહેલા પ્રેમ સાથે
ભીરના એકાંતમાં એની સાથે જીવી શકે છે
અને જીવી નાખે છે.!
છોકરીઓ...
કદાચ આ ગીત વધુ સાર્થક કરી શકે છે.!
પેલા ગીત માં ગાયું છે ને કે,
वो अफसाना जीसे
अंजाम तक लाना ना हो मुमकिन।
उसे ईक खुबसूरत मोड दे कर छोडना अच्छा।
https://youtu.be/nSC3SXmM0O4?si=6JWMPbUXhT6uoDO5
https://youtu.be/MDXFi3avqo0?si=TdJx2RsWFnEGHRYW































No comments:
Post a Comment