Sunday, 8 June 2025

અજ્ઞાની" જેનું મન ઘરડુ તેનુ તન ઘરડુ.


तब हम सब जवां थे । और मै आज भी। ❤️😜❤️

દુર્લભ તસવીરો છે. ધન્ય છે તને અને તારી સાચવણીને. હાં યાર્ર જેટલુ સચવાય તેટલું સાચવવા નો પ્રયત્ન કરૂ છું. 😌

ભાઈ આજે ઘરડો...

 તારી વહાલી ભાભીએ કહ્યું છે...

 હું દિલગીર છું. (સોરી) 

કોઇ કૈં પણ કહે એ ઠીક છે, જો કે નથી, તેમ છતાં સત્ય સ્વીકારવું એ પણ એક અલગ બાબત છે અને પાછુ એ મરદનું કામ છે..!

🙏👍🙏

તેમ છતાં તમે જે કૈ પણ ધારી લો છો માની લો છો એથી એ હોવા થવાની શક્યતા વધુ પ્રબળ બને છે. આથી કોઇ માટે કે જાત માટે યાની ખુદ માટે એવી કોઈ પણ નબળી શક્યતાને વૈચારિક બળ ન આપવુ એવુ વર્ષો પહેલા ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધે કહેલું.આ સાથે સહજ સ્વીકાર સાથે ભાઈબંધો કહેતા હતા કે, શરીરથી તો માનવ, પ્રાણી માત્ર ઘરડા થાય છે *સીવાય કે જો તેઓ યુવાની માં મરણને શરણ થયા હોય* અહીં વાત વૈચારિક રીતે યુવાન રહેવાની છે.! તન તો સમયાનુસાર સમય સમય પર સમયસર સૌ કોઈનુ ઘરડુ થતુજ હોય છે.! મગર જેનુ મન ઘરડુ થાય તેનુ તન સમય પહેલા ઘરડુ થતું હોય છે. આથી ભાઈબંધોએ મને બે સુત્રો આપેલા છે કે,

 *"અજ્ઞાની" જેનું મન ઘરડુ તેનુ તન ઘરડુ.* 

અને,

*જેનુ મન યુવાન તેનુ તન "અનંત" યુવાન.*

*હે "અનંત" ઈશ્વર સૌનું કલ્યાણ કરો🙌*

એમ્માં સોરી શું યાર્ર .?

ઘરડુ થવુ એ કોઈ ગુનાહ નથી.

હાં કોઈ કોઈ ને એ રીતે ટ્રીટ કરવામાં આવે છે જો કે. 

મગર તો એ રીતે ટ્રીટ કરનાર ભાન ભુલેલા છે..!

અને હાં ભાઈબંધો કહેતા હતા કે, 

*દોસ્ત ઘડપણ એ તો માત્ર અવસ્થા છે.!*

*અનંત ફરી યુવાન થવાની વ્યવસ્થા છે.!*

*"અનંત"*

🙌🙌🙌

No comments:

Post a Comment