અનંતની રચના
ભાઈબંધ અનંતે વર્ષો પહેલાં લખેલી આખેઆખી રચના મને છેક આજે મળી! જેનો એક શેર બહુ પહેલાં મેં અહીં ચિત્રમાં મઢીને મૂક્યો હતો. ઈર્ષાળુ દોસ્તો થકી ઢેબે ચડેલો અનંત પછીથી એકાંતપ્રિય થઈ, નીજ મસ્તીમાં જીવતા શીખી ગયેલો.
અને પોતાના મસ્ત એકાંતમાં અનંત નક્કરા ગરબડિયા અક્ષરે જૂના પસ્તીમાંથી મળેલા કોરા કાગળિયા ચીતરતો, જે હવે હું નવરો પડું અને મૌજમાં હોઉં ત્યારે અકલે કે રાત્રે, સવારે, બપોરે ગમે ત્યારે ઉકેલ્યા કરું છું!
તો આજે નવરો પડ્યો ને એકલે અનંતના વર્ષો પહેલાં લખેલા એ જ જૂના, જર્જરિત કાગળિયાનો ઢગલો લઈને બેઠો અને એમાંથી જ મને આ ઝાંખી પાંખી આખેઆખી રચના મળી! અકલે આપણે અહીં છાપીને છુટ્ટા!
હાશ્શ...! આજે પાછો એક કાગળ ફાટ્યો...
જૂઠ હોવા છતાં "અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે!
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે!
હકીકતમાં જે સાથે હોય છે તે, સાવ પાસે હોવા છતાં હોય છે દૂર દૂર....
જ્યારે, કલ્પનામાં જે હોય છે દૂર દૂર....
તે દૂર હોવા છતાં! હૃદયની બિલકુલ નજીક હોય છે!
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે!
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે!
મને તો મળશે ઘણું બધું, ના તમને કશું જ મળશે!
મારી ઈર્ષા કરશો અગર, નાહક જીવ પણ બળશે!
અય દોસ્તો! આમ મારી- ઈર્ષા કરવાથી શું વળશે?
એમાં મારો શું વાંક! તમને માંગવા છતાં મળે ના કોઈ ચાહક!
અને હું માંગુ નહીં છતાં મળે જો અઢળક,
એ તમારું દુર્ભાગ્ય! અને મારું નસીબ હોય છે!
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે!
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે!
ભાઈબંધ વગરનો ભિખારી...
દુનિયામાં લાખો કરોડપતિ "અનંત"
અંતે એકલો તડપશે એ ટોળા મહીં "અનંત"
એક દોસ્ત નથી જેની પાસે એ સૌથી ગરીબ હોય છે!
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે!
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે! "અનંત"
*બ્લાસ્ટ*
એ ખુદ એવું જ જીવતો જેવું એ લખતો! અકલે જ કદાચ એ, લોકોની/દોસ્તોની ઈર્ષાનો ભોગ બનેલો.
નીજ મૌજમાં ભાઈબંધે મિજાજ મુજબ લખ્યું છે કે,
"હું એક અક્કડુ, અકળ ફક્ક્ડ ગીરધારી"
જોકે હું લંબાવતો નથી હાથ કદી પહેલા એ વાત નોખી છે!
મગર, અગર ફક્ક્ડ પુરુષ હોવાના નાતે
અગર હું હાથ કદી પહેલા લંબાવું,
તો પછી, સ્ત્રી હોવાના નાતે
તું હાથ મારો પક્કડ!
ના પકડ તારી મરજી...!
"અનંત"
બસ્સ હવે જાજુ છેટું નથી!
बस यही ख़्वाब देखा है मैने!
https://youtu.be/9xsiYMX24LY
No comments:
Post a Comment