Wednesday, 8 October 2025

ચાલ જવાબ દે..!




"અનંત"ના જર્ઝરિત પ્રેમ પત્રોમાંથી

"અનંત"ના જર્ઝરિત પ્રેમ પત્રોમાંથી. "પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે.!" 

નિર્દોષ ગુનેહગાર · 16 March 2021

"અનંત"ના જર્ઝરિત પ્રેમ પત્રોમાંથી. "પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે.!" 

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને લખેલો સાવ ટૂંકો ને ટચ પ્રેમ પત્ર... 

ચોખવટ:- પેલી પૈસાદાર પાર્ટી હતી એકલે એ સમયમાં એના ઘેર ડબલું હતું... 

અને ભાઈબંધ એના પાડોસીના ડાબલા નો લાભ ઉઠાવતો... 

શબ્દો અને પત્રો બાદ સ્વરનું અનુસંધાન એ ટેલીફોન ની દેન હતી.... 

પછી કદાચ અનંતે સ્પર્શની ઝંખના ને લઈને આ સાવ ટૂંકો પત્ર લખ્યો હતો... 

જે મને અનેક કાગળિયાં ઉથલાવ્યા પછી મળ્યો...

"પ્રેમનો સ્પર્શ" 

@@@@@@@@ 

સ્પર્શ વગર પણ પ્રેમ થઈ શકે છે...! 

ક્યારેક સ્પર્શ વગર પ્રેમનો વે'મ થઇ શકે છે..! 

સ્પર્શ વગર પણ પ્રેમ થઈ શકે છે...! 

મગર "અનંત" આખરે તો પ્રેમને પણ પ્રેમ સભર હુંફાળા સ્પર્શની જરૂર પડે છે....! 

પ્રેમને સ્પર્શ ની જરૂર પડે જ છે ! 

જ્યાં સુધી કે રૂબરૂ મળવાના સજોગો પેદા ના થાય...

ત્યાં સુધી હૈયામાં ઉભરાતી લાગણીઓ અને હાથમાં આવેલી પ્રેમ ક્ષણો... 

છટકી ના જાય માટે ના છૂટકે કોઈને કોઈ રીતે પ્રેમીઓ પોતાનો પ્રેમ 

એક બીજાને વ્યક્ત કરતાં જ રહેતા હોય છે..! 

દૂર રહીને શબ્દોથી , મધુર સંગીત ભર્યા ગીતોના પ્રેમાળ શબ્દોથી  કે પછી જાતે લખેલા પત્રોથી... 

કે પછી સ્વરથી યાને કી ટેલિફોન દ્વારા પ્રેમી એક બીજાને જ્યાં સુધીકે સ્થૂળ દેહે મળી નથી શકતા... 

ત્યાં સુધી મળવાના કોઈને કોઈ શૂક્ષ્મ બહાના શોધીજ લેતા હોય છે..! 

આપણો પ્રેમ પણ શબ્દના પંથે ચાલી ચાલીને થાકી જતાં સ્વરના સહારે, સથવારે આગળ વધ્યો તે છેક,

ટેલિફોનથી ટેલિપથી સુધી પહોંચ્યો... 

બંધ આંખના એક ઇશારે હું ધારુ ત્યારે તને મજબૂર કરતો... 

અને તું મને કોઈ સવાલ પૂછવાનું વિચારે એ પહેલા હું તને જવાબ આપતો... 

તું ને હું, હું ને  તું એજ રીતે આજ સુધી મળતાજ રહ્યા છીયે ને..!?

હજુ પણ એજ રીતે આપણે સતત મળીએ છીયે... 

પણ હે પ્રિયે..! 

હવે મારા ટેરવાને તારા ગાલને , તારા હોઠને અને, બસ મને આખે આખી તને સ્પર્શવાની ઝંખના થાય તો,? 

તો એમાં મારો શું વાંક...!?

એટલે આજે હું તને એમ પૂછું છું કે, શું પત્ર ,શબ્દ ,સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.? 

શું સ્પર્શ સુધી કદિ'નહીં પહોચી શકે આપણો પ્રેમ.. ? 

જ્યારે જ્યારે હું આ સવાલ પૂછું છું ત્યારે તું ચૂપ થઈ જાય છે .! કેમ ..??? 

આવા જ કઈક સવાલો કોઈ સમયે... 

તું  મને ત્પૂયારે છતી હતી... જ્યારે હું સાવ નાદાન હતો... 

અને એટલેજ તો તું મને જ્યારેને ત્યારે કહેતી 

તું તો સાવ અક્કલ વગરનો છે.! સાવ કરતાં સાવ બુધ્ધુજ છે તું.! 

તું મને એવું એવું કહેતી.... 

હવે એજ પ્રશ્નો જ્યારે આજે હું તને પૂછું તો.... 

તું ચૂપ થઈ જાય છે...? 

સવાલો પુછવામાં હોશિયાર જવાબ આપવામાં ઠોઠ..!!! 

અને , હવે જ્યારે મારામાં થોડીક અમથી બુધ્ધીની કૂંપણ ફૂટી છે અને , 

એના પર અક્કલ્ના ફૂલ ઉગયા છે તો તું સુગંધ કેમ નથી લેતી... ? 

એ ફૂલ તોડી તોડી ને તારા અંબોડે કેમ નથી લગાવતી... ? 

ખૈર... 

એક વાર સવાલો થયો જ છે તો ,અનેકવાર જવાબો પણ આપવા જ રહ્યા... 

ચાલ ફરી આજે હું તને એજ સવાલ પૂછું છું..! 

એજ પ્રશ્ન જે તે મને જ્યારે હું બુધ્ધું જેવો હતો ત્યારે પૂછ્યા હતા... 

દેખ હંગામાં નૈ કરના...! 

હું સવાલ પૂછું છું ! 

શું પત્રથી સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.? 

શું સ્પર્શની અલૌકિક ઝીણી ઝીણી ઝણઝણાટી સુધી , નહીં પહોચી શકે આપણો પ્રેમ.? 

ચાલ જવાબ દે..! અગર તને કઈ જવાબ ના સુજે મગર તું જવાબ દેવા ચાહે તો , 

મેં તારા સરનામે મોકલાવેલા પત્ર નીચે ફક્ત તારું નામ લખી નાખજે અને , 

આજ પત્ર મને મારા સરનામે પરત મોકલજે..! 

હું તરત સમજી જઈશ... 

અને એક્ પત્રે બે પક્ષી મરી જશે પ્રેમથી.... 

અર્થાત.... 

તને મારો મને તારો જવાબ મળી જશે...! 

એકજ પ્રેમ પત્ર થકી.... 

મારા આ પ્રશ્નોનો જવાબ તારી હાં અથવા ના પર નિર્ભર છે...! 

જોકે તારા પ્રેમાળ શબ્દોથી ભર્યા ભર્યા પત્રો વાંચતાં વાંચતાં પણ... 

અને તારો મધુર સ્વર સાંભળતા સાંભળતા પણ..! 

મને તો જાણે તું સ્પર્સતી હોય એવો અહેસાશ થાય છે.! 

શું તને પણ મારા પત્રો વાંચતી વખતે કે મારો સ્વર સાંભળતી વખતે, મારા જેવી અનુભૂતિ થાય છે..? 

હાં ! તારા શબ્દોમાં અને સ્વરમાં મને તારા સ્પર્શની અનુભતી થઈ... 

અને એટલેજ જ ઈચ્છા આગળ વધી... 

અને બસ ત્યાર પછી, એક પછી એક ઈચ્છા આગળ વધતી જ ચાલે છે, 

અને એ પાછુ એમ થવું એક પછી એક ઈચ્છાનું વધવું અને સતત વધતુજ જવું પ્રેમમાં એ પ્રકૃતિગત છે ! 

એમાં મારો કૈજ વાંક નથી..! 

અગર તને પણ મારી માફક એક પછી એક ઈચ્છા જાગશે તો હું પણ તારો વાંક નૈ કાઢું બસ..! 

ટેરવાને સ્પર્શવાની ,હોઠને ચૂમવાની, બદનને આલીંગવાની એક પછી એક ઈચ્છા જાગે છે ! 

ટેરવા અને હોઠ તો,  તો પણ મારા જેવા ડાયા છે...! 

મારા ટેરવા માત્ર તને સ્પર્શવાની ઈચ્છા કરે છે ! 

મારા હોઠ માત્ર તારા હોઠને ચૂમવાની ઈચ્છા કરે છે ! 

પણ આ બદન આખેઆખું સાવ ગાંડું છે ! 

એ તો એક સાથે તારા આખેઆખા બદનને સ્પર્શવા ચૂમવા અને કસોકસ આલીંગવા ની ઈચ્છા કરે છે ! 

તુંજ કે એના કરતા તો આ ટેરવા અને  હોઠ સારા ના કહેવાય.. 

ખૈર... 

આમ એકો એક અંગોની ઈચ્છા એક પછી એક વધતી ચાલે છે..! 

બસ વધતીજ જાય છે..! 

હાં માત્ર ઈચ્છા...! 

અપેક્ષા નહીં.! 

કેમકે ઈચ્છા સ્વાવલંબી હોય છે. અને અપેક્ષા પરાવલંબી હોય છે. 

જોકે પ્રેમમાં પરાવલંબી થવું ગમે...! 

મારી ભીતર જે સતત વધે છે કદાચ તારી ભીતર પણ..!

કદાચ...! આ ઈચ્છા જે કદાચ પૂરી ના પણ થાય. 

પણ એ સતત વધે તો હું શું કરું ? 

અગર મારા ટેરવાને તારા ગાલને સ્પર્શવાની ઝંખના થાય.. તો એમાં મારો શું વાંક...? 

અગર મારા હોઠને તારા હોઠ ચૂમવાની ઈચ્છા થાય... તો એમાં મારો શું વાંક...? 

હું એમ કૌ છું કે આવું બધુ થાય એમાં ખોટું પણ શું છે ?

 બે પ્રાણી , બે પંખી , અને અન્ય આવા તો અસંખ્ય જીવ આ અવની પર છે ! 

જેમાં એક નર એક માદા હોય છે, અને હરેક બન્ને વચ્ચે આકર્ષણ...! 

બે શરીર એક સ્ત્રી એક પુરુષ. બે ચહેરા એક તું એક હું બન્ને આકર્ષક.! 

પણ.. ! તને કે મને આ ખબર ક્યારે પડી ? 

કે, તું સુંદર છે હું પણ સુંદર છું..! 

તું મને ગમી હું પણ તને ગમ્યો... 

એટલેજ તો બાળક પહેલા... 

આપણી વચ્ચે પ્રેમ જનમ્યો... 

આવી મજાક હું પણ ક્યારેક ક્યારેક કરી લઉં છું... 

ખૈર... 

તું સુંદર છે હું પણ સુંદર છું..! 

આ ખબર ત્યારે પડી જ્યારે આપણે એક બીજા સામે જોયું . 

જોયું કે જોવાઈ ગયું ? 

આ સવાલનો જવાબ કોઈ નહીં આપી શકે..! 

ખૈર.. 

જે પણ થયું, પણ આમ થવાનું કારણ શું...? 

કારણ મારા માટે તું , 'ને તારા માટે હું બીજું શું..! 

બીજું એજ કે બન્ને ચહેરા પર ચોંટેલી હતી બબ્બે આંખો... 

અને બસ એ બન્ને આંખોએ જોયું.... 

બસ આ જોવું કે જોયું..! 

એજ તો પછીથી સુખ કે દૂ:ખનું કારણ પણ બને છે..! 

બસ આમજ પહેલા આખો આંખોને જુવે છે... 

અને આંખો માત્ર આંખોજ નથી  જોતી એ તો 

આંખો જે શરીર સાથે જોડાયેલી જડાયેલી છે એને પણ આખે આખું પગ થી માથા સુધી જુવે છે.  


જોકે આંખો તો સારું ખરાબ બધુ જ જુવે છે. 

પણ.! 

આકર્ષાય છે માત્ર સુંદરતા તરફ જ..! 

હવે વળતાં જવાબમાં તું પણ ! કોઈ પુસ્તકોમાંથી વાંચેલી... 

માત્ર કોઇકે કહેલી લખેલી... વાંચી વંચાઈ ગયેલી... 

વંચાઈ વંચાઈ ને વાસી થઇ ગયેલી ચવાઈ ચવાઈ ને ચૂંથાઈ ગયેલી... સ

ડીને ગંધાઈ ગયેલી... ગંધાઈ ને કોહવાઈ ગયેલી.. 

એવી વાહિયાત ફિલોસોફી ના કરજે..! 

કે,સુંદરતા તો જોનારની આંખોમાં હોય છે.! 

કારણકે એ વાત સાવ વાહિયાત છે..! 

જોનારની આંખમાં ફૂલ્લું હોય તો ઉલ્લુંને સુંદર પણ અસુંદર ઝાંખું ભાસે... 

સુંદર આંખો હોવા છતાં જો મનમાં મેલ ભર્યા હોય તો..!? 

માટે હું કહું છું મન સુંદર અને મનમાં સુંદરતા હોવી જોઇયે...!

પછી આંખોમાં કમરો હોય કે ફૂલ્લું..! 

ક્યા સમજી ઉલ્લુ ! 

એ ચાલે કે ચલાવી લેવું એમ હું હરગિઝ નથી કહેતો. 

અગર મને તું એમ પૂછે કે સુંદરતા એટલે શું ?

 શું રંગે ગોરું હોવું એ , કે પછી કઈ બીજું..? 

તો હું જવાબમાં એટલુજ કહીશ... અક્કલ વગરની... 

સફેદ આસરની સુંદર મૂર્તિને શું માથે મારવાની...? 

ના ના ના ...પેલી ગધેડા વાળી ચવાઈ ગયેલી વાત પણ હું નૈ કરું... 

કે ધોરા તો ગધેડા પણ હોય છે.. 

એવું હું નૈ કહું... 

હું સીધોજ જવાબ આપીશ કે, સુંદરતા એટલે એ કે જોતાં વેંતજ..! 

જેના નૈન નક્ષ આંખો ના રસ્તેથી સીધાજ હ્રદયના ઊંડાણમાં ઉતરી જાય... 

તન સાથે મનની સુંદરત પરખાઈ જાય... 

અને ઝણઝણાટી રગરગમાં ફેલાઈ જાય... 

અને પછી ખુલ્લી કે બંધ આંખોને એના સિવાય બીજું કાઇજ ના દેખાય... 

પછી તે છોરી ગોરીજ હોય કે ગોરોજ હોય છોરો એ હરગિઝ જરૂરી નથી...! 

શાવલી કે સાવ કાળી પણ નમણી રમણી હોય શકે છે.! 

એજ રીતે કાળો પણ હોય શકે કામણગારો.. 

તું રૂપાળી છે ને હું પણ તો એ તો, તારા ને મારા માટે, વધારાની ગોડ ગિફ્ટ છે ! 

બાકી સાચી તો તારા ચહેરાની નકસી છે ! 

જે યુગોથી મારી કલ્પનામાં વસી છે ! 

નૈ તો અમસ્તુતો કૈ આટલું ખેંચાણ થાય નૈ... 

રોજ હજારો ચહેરા આ આંખો સામેથી પસાર થતાં હોય છે... 

પણ કોઈ એક ચહેરા પર નજર સ્થિર થઈ જાય ત્યારે.... 

જરા હ્રદયના ઊંડાણમાં ઉતરીને મંથન કરી લેવું... 

કદાચ કઈ યાદ ના પણ આવે...

તો પણ એ ચહેરાને જોયા પછી કઈક અલૌકિક અનુભૂતિ થાય... 

મન બુધ્ધી અને આત્મા ઝણઝણી જાય... 

અને ઊંડે ઊંડે પરમ ચરમ અનંત અલૌકિક પ્રેમની અનુભૂતિ થાય... 

એટલે પત્યુ... એટલું તો કાફી છે આ ભવમાં... 

અને પછી સમજી જવાનું કે, જૂનો હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો છે..! 

જો કે બધાને કૈ બધુ આગલું પાછલું યાદ આવે એ જરૂરી નથી... 

માટે જૂનું જુનું યાદ કરવા દિમાગને જોર દેવા કરતાં... 

આજે ને અત્યારે આ ક્ષણે જે મારી સાથે તને અને તારી સાથે મને અનુભવાતું હોય 

એના પર દિલ જોરથી દાબી દેવાનું... 

અર્થાત... 

જ્યારે મળીએ ત્યારે ચપોચપ એક બીજાને છાતી સરસું ચાંપી લેવાનું ...

એ રીતે કે બન્ને હૈયા વચ્ચેથી હવા પણ પસાર ના થઈ શકે..!

એટલે દિમાગ થાકે નહીં ને દીલને આરામ મળે એ નફામાં... 

ખૈર.... 

ફરી કહી દઉં છું કે... 

મારો પત્ર વાંચી, તું ,તારી રીતે, સમજી ,વિચારીને, માત્ર તારા વિચારોજ લખજે !

 ઉછીના વિચારો હું હરગિઝ ચલાવીશ નહીં...! 

તુ જાણેજ છે ને.! કે, મને જાત અનુભવે સિધ્ધ કર્યા વિનાની કોઈએ ઠોકંઠોક કરેલી વાતો,

કોઈ કરે એ મને લગીરે પસંદ નથી... 

કારણકે અનુભવે હ્રદયના ઉંડાણેથી લખાયેલા બોલાયેલા શ્બ્દો માજ સત્યનો ઊંડો પડઘો પડતો હોય છે... 

એ પડઘો દૂર દૂર સુધી "અનંત" યુગો સુધી સંભળાય છે... 

એજ શબ્દોનો પડઘો અનંત યુગો સુધી દુર દુર સુધી પડઘાય છે..! 

જે શબ્દો હૃદયના અનંત ઊંડાણેથી લખાય ય બોલાય છે..! 

બાકી ઉપર છલ્લા લખયેલા બોલાયેલા શબ્દો થોડો સમય જતા ગોત્યાય જડતા નથી..! 

બાકી જેને આંખો નથી હોતી એ પણ, સ્પર્શ માત્ર થી સુંદરતા કે અસુંદરતા પારખી જતાં હોય છે.! 

તું જાણે છે ? આ જગતના સર્જન પાછળનું કારણ પણ..! આકર્ષણ જ છે ! 

અઢળક વાર્તા નું કારણ પણ આકર્ષણ અને આંખોજ છે..! 

કેમકે આંખો જુવે છે.! આંખોએ જોયું,.. ! 

અને જે જોયું તે સુંદર જોયું..! 

"સદીઓથી સુંદરતા જ પ્રેમની શરૂવાતનું પહેલું અને મુખ્ય કારણ રહ્યું છે" 

આકર્ષણ થયું,એટલેજ તારું મારા તરફ , કે મારુ તારા તરફ ખેંચાણ વધ્યું ..!

આંખે તન જોયું ને આત્માએ જોયું મન..! 

એક બીજાને જોયા પછી ખેંચાયું તન તરફ તન..! 

અગર.. તને મારામાં કઈ બીજું પણ દેખાયું હોય , જે મારામાં મને પણ ના દેખાયું હોય , તો મને ખબર નથી..!

પણ જે પણ દેખાયું એ પ્રથમતો આંખોનેજ ગમ્યું ને..!? 

અને પછી એ મનને અને અંતમાં આત્માને ગમ્યું... 

આખરે તો ઓળખીતા ને શોધીજ લે છે 

મને અને કદાચ  તને પણ આત્મા ઓળખીતો હોય એવું લાગ્યું. 

તું માને ના માને મરજી તારી... 

મારુ આમ માનવું છે કે , જે માનવું હોય તે, 

મનમાં માનવની બિલકુલ છૂટ.! 

પણ કોઈને મનાવવાની બિલકુલ મનાઈ ...  

એમાજ બન્નેની ભલાઈ.. 

ખૈર... 

“આકર્ષણનો સિધ્ધાંત પણ જન્મ જાત”

ગમ્યુ તેથી પ્રેમની ઈચ્છા જાગી.... 

એ ઈચ્છા પાછી બન્ને તરફ એક સરખી જાગી.... 

એટલે પ્રેમ થયો... 

અને પ્રેમ થયો તો એમાં શું ખોટું થયું.? 

ઇચ્છાથી જ તો આ આખુય જગત જનમ્યું છે.!

શું તું જાણે છે ?

કે પ્રાણી, માનવ પ્રાણી, પશુ પંખી જીવ જંતુ જાનવર... 

વગેરેથી આ જગત આખુય ભર્યું ભર્યું કેમ ? 

તો સાંભળ બધાને એક બીજા પ્રત્યે હોય છે પ્રેમ... 

હવે તું મને એમ ના કહેજે કે તને તો બધા સાથે પ્રેમ થાય છે..! 

નૈ તો હું ચોખ્ખુને ચટ્ટ કહીશ કે , 

હા થયો છે..! થાય છે..! 

અનેક વાર... 

એક આવે એક જાય છે..! 

તો શું થયું..! 

શું હું ફૂલ ઉગાડવાનું બંધ કરી દઉં..?

હવે તું કહેશે લે એમાં વચ્ચે ફૂલ ક્યાથી ઊગી નીકળ્યા... 

તો એ તો ઉગેજ ને..! 

ફૂલ તો ઉગેજ છે..! 

તમે ફૂલ ને ફૂલ કહો , હું તો પ્રેમ કહીશ... 

તમે પ્રેમને પ્રેમ કહો , હું તો ફૂલ કહીશ..! 

કારણ કે, કારણ એ , તુજ કે' ?

શું સવારે નાજુક ડાળી પર ખીલેલા રંગીન સુગંધી ફૂલ,

સાંજે ખરી જાય પછી ફરી બીજા દિવસે બીજી સવારે નથી ખીલતા..? 

અગર જો એવું થાય કે, ખરી ગયા પછી એ ડાળી પર કદિ, બીજી વાર ફૂલજ ના ખીલે 

તો બીજી ત્રીજી ચોથી વાર પ્રેમ ના થાય 

અને જો એક વાર ફૂલ ખીલીને ખરી ગયા પછી ફૂલ ખીલવાનું બંધ થાત 

તો તો દુનિયા બંજર ના બની જાય..? 

જે હજુ સુધી તો નથી બની એનો અર્થ એજ કે ફૂલ ખરી ખરી ફરી ફરી ખીલે છે..! 

એજ રીતે પ્રેમ પણ મરી મરી ફરી જન્મે છે જીવે છે..! 

જોકે કોઈ કોઈ મંદ અકલ  બંજર હૃદય લઇ ને જીવે તો ભોગ અને ભાગ એના 

અને એ ડાળી પર પણ ક્યાં એનું એજ ફૂલ ફરી વાર ખીલે છે..!? 

ના.! નથી ખીલતું... 

રોજ રોજ એક નવું ફૂલ એજ ડાળી ડાળી પર ઊગે છે..! 

જે ડાળી પરથી પહેલા ઉગેલું ફૂલ ખરી ગયું હોય. 

તે ત્યાંજ  ફરી નથી  ઉગતું પણ ત્યાં બીજું  નવું ફૂલ ઉગે છે.  

તું કહે એ પહેલાજ સ્વીકારી લઉં છું કે,

હાં.! 'પ્રેમમાં જેટલો લીલા' પાંદડા અને રંગીન ફૂલ ખીલ્યા જેવો

પરમ... ચરમ... અખંડ .... અનંત.... અલૌકિક.... આનંદ આવે છે..!

પછી એટલી જ અઢળક પીડા પણ થાય છે..!

જ્યારે પ્રેમમાં સાથી રૂઠે છે , સાથ છૂટે છે , ત્યારે હ્રદય તૂટે,

આંખ માથી ધારધાર અનરાધાર આસું વછૂટે છે..

નસ નસ તહસ નહસ થતી હોય એવુય મહેસુસ થાય છે...

જેમ પતઝડમાં ઝાડ સુકાય છે...

ડાળી ડાળી કરમાય છે... 

ફૂલ ફૂલ મુરજાય છે..!

 બસ તો પછી આ શરીર પણ એક વૃક્ષ એક ડાળીજ છે..! 

આ વૃક્ષ પણ..! ક્યારેક ક્યારેક લીલું છંમ..!

 તો ક્યારેક ક્યારેક શુષ્ક..! 

વૃક્ષ પર જેમ વસંત અને પાનખર આવે છે.! 

તેમ , પ્રેમમાં પણ વસંત અને પાનખર આવે જ છે.! 

બસ ફર્ક માત્ર એટલોજ છે કે , વૃક્ષની ડાળી ઉપર સુગંધી ફૂલ ઉગે છે અને, 

શરીરની ડાળીમાં ભીતર સુગંધી પ્રેમ ખીલે છે.. 

જેના શરીરની ડાળીમાં પ્રેમ ખીલે છે તેનો ચહેરો પર ફૂલની જેમજ ખીલે છે..! 

મને જોયા પછી તું ધ્યાનથી તને જોજે તને સત્ય સમજાઈ જશે..!

 જે પ્રેમી હશે જે કોઈના પ્રેમમાં હશે તેના ચહેરા અનેરી ચમક હશે... 

ફૂલ માફક હસતાં ખીલતા ખીલેલા ખીલેલા ચહેરા હશે એના જે પ્રેમમાં હશે.. ! 

"બાકી મુરજાયેલા મડદા" 

ખૈર... 

આ પણ સમજી લે..!

 માત્ર ને માત્ર પ્રેમના કારણે જ આટલા બધા પ્રાણી નથી જન્મ્યા... 

પ્રેમ થયા પછી તબક્કાવાર એક પછી એક અલૌકિક ઘટના ઘટે છે... 

ત્યારે ક્રમશ માનવ વસ્તી કે પ્રાણી વસ્તી વધે છે... 

આ જગતના જન્મ પાછળનું કારણ પણ આમ તો અધુરી ઈચ્છા જ છે... 

"અને ઇચ્છાનું મૂળ કલ્પનામાં હોય છે..! 

"ઈચ્છા થયા પહેલા આંખો મળે છે , આંખો દ્વારા આકર્ષણ જન્મે છે... 

અને આખરે એ આકર્ષણ નું પ્રેમમાં પરીવર્તન થાય છે...

પ્રેમ થયો એટલે તબક્કાવાર એક પછી એક નિત નવી ઈચ્છા અને , અનેક પ્રકારની ઝંખના થવા લાગે છે..! 

અને આ બધુ ક્યાં તારા કે મારા હાથની વાત હતી.. 

આ બધુ તો પહેલેથીજ પ્રકૃતિના નિયમમાં આવે છે..! 

જીણી કડી થી લઈને મસ મોટા હાથી સુધી બધાજ પ્રકૃતિના દાયરામાં આવે છે..! 

જેને હું કે તુજ નહીં કોઈ પણ અવગણી ના શકે..! 

અનેક ઝંખનાઓના અંતે એક અંતિમ ઝંખના અતી પ્રબળ બને છે..! 

જો કે ઝંખના એટલે કે ઈચ્છા ઓનો આત્માની જેમ અંત નથી..! 

ઈચ્છા અનંત છે..! 

અને એના કારણેજ હર ઍક નર અને માદા એટલે કે , એક સ્ત્રી અને એક પુરુષનું આકર્ષક શરીર... 

એક બીજાને જોતા વેંત..! તન મન અને આત્મા સમેત..! 

એક બીજા તરફ ચુંબકીય રીતે ખેંચાવા લાગે છે... 

કોઈ કોઈ ક્ષણે યાતો સતત સાથે સાથે કે સાવ પાસે પાસે રહેતા બે શરીર... 

એક સ્ત્રીનું અને એક પુરુષનું , બેઉ શરીર ક્યારેક તો બેકાબૂ બનેજ છે..! 

આમ બે અલગ અલગ આકાર ધરાવતા શરીર એક બીજા તરફ ખેંચાતા ખેંચાતા સાવ નિકટ આવી જાય છે...

અને પછી શરીરથી શરીરના ઘર્ષણ થકી... 

બન્ને શરીરે એક દિવ્ય અને અલૌકિક મસ્તી અનુભવે છે... 

એ મસ્તી ના કારણે દિવ્ય શક્તિ ઉત્પન થાય છે... 

જેના થાકી આ બ્રહ્માંડમાં વસ્તી ઉત્પન થાય છે... 

બે માનવ કે પશુ પક્ષીના શરીર થકી ત્રીજા ચોથા પાંચમા... 

એમ અનેક માનવ કે પશુ પક્ષીનું સર્જન થાય છે... 

અને બસ આજ ક્રિયા પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે અનંત કાળથી...

 બસ આવીજ કોઈ નાજુક ક્ષણે કોઈને ઈચ્છા જાગી.!

 'ને એ ઈચ્છા થકી... 

જગતમાં જન્મ્યા અનેક સ્ત્રી અને અનેક પુરુષ... 

પશુ પંખી આદિ , ઈચ્છા થકી જન્મ્યા...

એટલે ઈચ્છા નામનો ગુણ કહો યા અવગુણ, એ તો સૌને વારસામાં જ મળ્યો હોય ને...! 

અને પછી આંખને જે ગમ્યું , એ અંતર સુધી પહોંચ્યું ને

અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી . 

આ ઈચ્છા આ ઝંખના કોનામાં નથી હોતી..? 

"કોઈને કોઈ ઝંખના ને લઈને જ..! આ જીવન ધબકે છે.

"યાદ રાખજે... "ઝંખના થકીજ જીવન જીવંત બને છે" 

"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.” એતો મરેલો છે ! 

"જીવતી લાશ મૃત્યુ બરાબર" જેનામાં કોઈ ઝંખનાજ નથી.... 

એ જીવવા છતાં જીવતો નથી..! 

અને હું... હું જીવું છું..! હાં ! ભરપૂર જીવું છું....! 

અનંત યુગોથી અનહદ જીવું છું..! 

કારણ કે હું ઝંખું છું..! 

અને મારી ઝંખના છે માત્ર પરમ  ચરમ અખંડ અનંત અલૌકિક   પ્રેમ..! 

આદિ અનાદિ કાળથી જે સત્ય થઈને પ્રગટે છે એ પ્રેમ થકી હું જીવંત છું...! 

કારણ કે દૂર હી સહી , મારી સાથે ને સાથે છે તું..! 

અને હું તને ઝંખું છું..! 

એટલેજ હું જીવું છું..! 

અને એટલેજ હું જીવંત છું..! 

અગર જો તું પણ જીવતી હોય, યા તારી પણ ભરપૂર જીવવાની ઈચ્છા હોય. 

અગર મને હંમેશને માટે નહીં તો ક્ષણભર માટે પણ મને પામવાની તને પણ હોય જો ઝંખના ”અનંત” તો.!

તબક્કાવાર આંખે સ્પર્શ્યા શબ્દો , 'ને કાને સ્પર્શયો  શ્વર. તો પછી સ્પર્શવાને શું બાકી રહ્યું ? 

જરા તું પણ એ વિચાર કર.! 

અગર કાન અને આંખ આનંદ માણે 

તો તુજ કહે , આખા શરીરનો શું વાંક ? 

શરીરના અન્ય અંગોનો શું વાંક ? 

છે તો માત્ર સ્પર્શવાનીજ વાત..! 

આખરે એને પણ સ્પર્શની ઝંખના તો જાગે જ ને...? 

અગર તારાથી આ બધુ શક્ય નથી તો, મારા શબ્દોમાં તો હું હયાતજ છું.! 

તને ગમે ત્યારે, જ્યારે મન થાય  ત્યારે  સ્પર્શી લેજે મારા શ્બદોમાં તું  મને 

પણ હાં એ રીતે તું આંખોથી મારા શબ્દોને સ્પર્શજે કે, 

મને એવી અનુભૂતિ થાય , 

કે જાણે તું મારા તન મનને સ્પર્શી રહી હોય... 

અને જ્યારે તું પત્ર લખશે ત્યારે.... 

હુ પણ..! તારા પત્રમાં, મારા માટે પ્રેમ વ્યક્ત કરતાં...

તારા મરોડદાર અંગ સમા અક્ષરોને આંખોથી સ્પર્શી લઇશ. 

જેની અલૌકિક અનુભૂતી તને પણ થશે જ...! 

થઈ કે નહીં ? કહેજે..! 

કહેવું તો પડશે જ..! 

કેમકે આપણા સંબંધને હવે સ્પર્શની જરૂર છે. 

એક સરખી ઝંખના હશે તો જરૂર પહોંચી જશે આપણો સંબંધ

શબ્દથી સ્વર અને સ્વરથી સ્પર્શ સુધી.......

પ્રેમમાં દૂર દૂરથી મળવાની હોય છે રીત આમ તો ઘણીએ... 

તો પછી ચાલને એક પછી એક રીત આપણે અજમાવીએ... 

"અનંત" પૂર્ણ પ્રેમ પામવા જ્યાં સુધી કે આપણે રૂબરૂ ના મળીએ... 

ચાલને આમજ મન હ્રદય અને આત્માથી આમજ સતત ઝણ ઝણીએ... 

"અનંત" પ્રેમમાં મારે મન માત્ર ને માત્ર રાત્રિનું મહત્વ નથીજ હરગિઝ..!

કેમકે એ સુખ ક્ષણિક છે..!

છતાં જે સુખ ક્ષણિક છે,

જોકે એ ક્ષણ પણ અનંત અલૌકિક હોય છે..!

જે પ્રેમ થકીજ પ્રાપ્ત થતી હોય છે. 

આખરે તે જ પરમ ચરમ અખંડ અનંત પ્રેમ ની અનુભૂતિ કરાવે છે. 

મગર તેને આપવા અને પામવા....

દિવસ આખોય પ્રેમમય હોવો જરૂરી છે.!

અને તોજ રાત બંને મંગલમય....  

મગર આ બધું મને પ્રેમથી ખપે 

પરાણે  કઈ પણ મેળવવું એટલે બળાત્કાર...

અને હું બળાત્કારી નથી..!

"અનંત"

"અનંત" પવીત્ર પ્રેમીની નજર નાભી થી નીચે નથી જતી કે જોતી... 

મગર લગ્ન પછી ની વાત નોખી છે એમાં કોઈ બાધા નથી હોતી..! 

उम्र भर नहीं मिटती "अनंत" ये दो भूख... 

एक प्रेमी की इच्छा और दूजी प्रेमी से हूंफ.... 

"अनंत " 

બ્લાસ્ટ:- 

जीवन में देखने दिखाने के इलावा है क्या! बस कोई देखे सुने मुझे सबकी ये चाहत होई मगर ऐसे में "अनंत" देखे बिना जी शके..! पर दूसरो को दिखाए बिना जी शके ना कोई.! "अनंत" "अनंत" देखे बिना जी शके दिखाए बिना जी शके ना कोई।

"अनंत" 


"અનંત"ના જર્ઝરિત પ્રેમ પત્રોમાંથી."પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે.!"
નિર્દોષ ગુનેહગાર
·
 16 March 2021


"અનંત"ના જર્ઝરિત પ્રેમ પત્રોમાંથી: "પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે!" વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ ચહેતીને લખેલો સાવ ટૂંકો ને ટચિંગ પ્રેમ પત્ર... ચોખવટ: પેલી પૈસાદાર પાર્ટી હતી, એકલે એ સમયમાં એના ઘેર ડબલું હતું... અને ભાઈબંધ એના પડોશીના ડાબલાનો લાભ ઉઠાવતો... શબ્દો અને પત્રો બાદ સ્વરનું અનુસંધાન એ ટેલિફોનની દેન હતી... પછી કદાચ અનંતે સ્પર્શની ઝંખના લઈને આ સાવ ટૂંકો પત્ર લખ્યો હતો... જે મને અનેક કાગળિયાં ઉથલાવ્યા પછી મળ્યો...

"પ્રેમનો સ્પર્શ" @@@@@@@@ સ્પર્શ વગર પણ પ્રેમ થઈ શકે છે...! ક્યારેક સ્પર્શ વગર પ્રેમનો વેમ થઈ શકે છે...! સ્પર્શ વગર પણ પ્રેમ થઈ શકે છે...! મગર "અનંત" આખરે તો પ્રેમને પણ પ્રેમસભર હૂંફાળા સ્પર્શની જરૂર પડે છે...! પ્રેમને સ્પર્શની જરૂર પડે જ છે! જ્યાં સુધી કે રૂબરૂ મળવાના સંજોગો પેદા ન થાય... ત્યાં સુધી હૈયામાં ઉભરાતી લાગણીઓ અને હાથમાં આવેલી પ્રેમ ક્ષણો... છટકી ન જાય માટેના છૂટકે કોઈને કોઈ રીતે પ્રેમીઓ પોતાનો પ્રેમ એકબીજાને વ્યક્ત કરતાં જ રહેતા હોય છે...! દૂર રહીને શબ્દોથી, મધુર સંગીતભર્યા ગીતોના પ્રેમાળ શબ્દોથી, કે પછી જાતે લખેલા પત્રોથી... કે પછી સ્વરથી યાને કે ટેલિફોન દ્વારા પ્રેમી એકબીજાને... જ્યાં સુધી કે સ્થૂળ દેહે મળી નથી શકતા... ત્યાં સુધી મળવાના કોઈને કોઈ સૂક્ષ્મ બહાના શોધી જ લેતા હોય છે...! આપણો પ્રેમ પણ શબ્દના પંથે ચાલી ચાલીને થાકી જતાં સ્વરના સહારે, સથવારે આગળ વધ્યો તે છેક... ટેલિફોનથી ટેલિપથી સુધી પહોંચ્યો... બંધ આંખના એક ઇશારે હું ધારું ત્યારે તને મજબૂર કરતો... અને તું મને કોઈ સવાલ પૂછવાનું વિચારે એ પહેલાં હું તને જવાબ આપતો... તું ને હું, હું ને તું એજ રીતે આજ સુધી મળતા જ રહ્યા છીએ ને...! હજુ પણ એજ રીતે આપણે સતત મળીએ છીએ... પણ હે પ્રિયે...! હવે મારા ટેરવાને તારા ગાલને, તારા હોઠને અને, બસ મને આખે આખી તને સ્પર્શવાની ઝંખના થાય તો,? તો એમાં મારો શું વાંક...! એટલે આજે હું તને એમ પૂછું છું કે,,, શું પત્ર, શબ્દ, સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ? શું સ્પર્શ સુધી કદિ નહીં પહોંચી શકે આપણો પ્રેમ..? જ્યારે જ્યારે હું આ સવાલ પૂછું છું ત્યારે તું ચૂપ થઈ જાય છે... કેમ..??? આવા જ કઈક સવાલો કોઈ સમયે... ત્યારે તું મને પૂછતી હતી... જ્યારે હું સાવ નાદાન હતો... અને એટલે જ તો તું મને જ્યારેને ત્યારે... તું તો સાવ અક્કલ વગરનો છે! સાવ કરતાં સાવ બુદ્ધુ જ છે તું! તું મને એવું એવું કહેતી... હવે એજ પ્રશ્નો જ્યારે આજે હું તને પૂછું તો... તું ચૂપ થઈ જાય છે...? સવાલો પૂછવામાં હોશિયાર જવાબો આપવામાં ઠોઠ..!!! અને, હવે જ્યારે મારામાં થોડીક અમથી બુદ્ધિની કૂંપળ ફૂટી છે અને, એના પર અક્કલના ફૂલ ઉગ્યા છે તો તું સુગંધ કેમ નથી લેતી...? એ ફૂલ તોડી તોડીને તારા અંબોડે કેમ નથી લગાવતી...? ખૈર... એક વાર સવાલો થયા જ છે તો, અનેક વાર જવાબો પણ આપવા જ રહ્યા... ચાલ ફરી આજે હું તને એજ સવાલ પૂછું છું..! એજ પ્રશ્ન જે તે મને જ્યારે હું બુદ્ધુ જેવો હતો ત્યારે પૂછ્યા હતા... દેખ હંગામાં નૈ કરના...! હું સવાલ પૂછું છું! શું પત્રથી સ્વર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ? શું સ્પર્શની અલૌકિક ઝીણી ઝીણી ઝણઝણાટી સુધી, નહીં પહોંચી શકે આપણો પ્રેમ? ચાલ જવાબ દે..! અગર તને કઈ જવાબ ના સૂઝે મગર તું જવાબ દેવા ચાહે તો, મેં તારા સરનામે મોકલાવેલા પત્ર નીચે ફક્ત તારું નામ લખી નાખજે અને, આજ પત્ર મને મારા સરનામે પરત મોકલજે..! હું તરત સમજી જઈશ... અને એક પત્રે બે પક્ષી મરી જશે પ્રેમથી... અર્થાત... તને મારો મને તારો જવાબ મળી જશે...! એકજ પ્રેમ પત્ર થકી... મારા આ પ્રશ્નોનો જવાબ તારી હાં અથવા ના પર નિર્ભર છે...! જોકે તારા પ્રેમાળ શબ્દોથી ભર્યા ભર્યા પત્રો વાંચતાં વાંચતાં પણ... અને તારો મધુર સ્વર સાંભળતા સાંભળતા પણ..! મને તો જાણે તું સ્પર્શતી હોય એવો અહેસાસ થાય છે.! શું તને પણ મારા પત્રો વાંચતી વખતે કે મારો સ્વર સાંભળતી વખતે, મારા જેવી અનુભૂતિ થાય છે..? હાં! તારા શબ્દોમાં અને સ્વરમાં મને તારા સ્પર્શની અનુભૂતિ થઈ... અને એટલે જ ઇચ્છા આગળ વધી... અને બસ ત્યાર પછી, એક પછી એક ઇચ્છા આગળ વધતી જ ચાલે છે, અને એ પાછું એમ થવું એક પછી એક ઇચ્છાનું વધવું અને સતત વધતું જ જવું પ્રેમમાં એ પ્રકૃતિગત છે! એમાં મારો કૈં વાંક નથી..! અગર તને પણ મારી માફક એક પછી એક ઇચ્છા જાગશે તો હું પણ તારો વાંક નૈ કાઢું બસ..! ટેરવાને સ્પર્શવાની, હોઠને ચૂમવાની.. બદનને આલિંગવાની એક પછી એક ઇચ્છા જાગે છે! ટેરવા અને હોઠ તો તો પણ મારા જેવા ડાહ્યા છે...! મારા ટેરવા માત્ર તને સ્પર્શવાની ઇચ્છા કરે છે! મારા હોઠ માત્ર તારા હોઠને ચૂમવાની ઇચ્છા કરે છે! પણ આ બદન આખેઆખું સાવ ગાંડું છે! એ તો એક સાથે તારા આખેઆખા બદનને સ્પર્શવા ચૂમવા અને કસોકસ આલિંગવાની ઇચ્છા કરે છે! તુજ કે એના કરતાં તો આ ટેરવા ને હોઠ સારા ના કહેવાય.. ખૈર... આમ એકો એક અંગોની ઇચ્છા એક પછી એક વધતી ચાલે છે..! બસ વધતી જ જાય છે..! હાં માત્ર ઇચ્છા...! અપેક્ષા નહીં.! કેમકે ઇચ્છા સ્વાવલંબી હોય છે. અને અપેક્ષા પરાવલંબી હોય છે. જોકે પ્રેમમાં પરાવલંબી થવું ગમે...! મારી ભીતર જે સતત વધે છે કદાચ તારી ભીતર પણ કદાચ...! આ ઇચ્છા જે કદાચ પૂરી ના પણ થાય. પણ એ સતત વધે તો હું શું કરું? અગર મારા ટેરવાને તારા ગાલને સ્પર્શવાની ઝંખના થાય.. તો એમાં મારો શું વાંક...? અગર મારા હોઠને તારા હોઠ ચૂમવાની ઇચ્છા થાય... તો એમાં મારો શું વાંક...? હું એમ કહું છું કે આવું બધું થાય એમાં ખોટું પણ શું છે? બે પ્રાણી, બે પંખી, અને અન્ય આવા તો અસંખ્ય જીવ આ અવની પર છે! જેમાં એક નર એક માદા હોય છે. અને હરેક બન્ને વચ્ચે આકર્ષણ...! બે શરીર એક સ્ત્રી એક પુરુષ. બે ચહેરા એક તું એક હું બન્ને આકર્ષક.! પણ..! તને કે મને આ ખબર ક્યારે પડી? કે, તું સુંદર છે હું પણ સુંદર છું..! તું મને ગમી હું પણ તને ગમ્યો... એટલે જ તો બાળક પહેલાં... આપણી વચ્ચે પ્રેમ જન્મ્યો... આવી મજાક હું પણ ક્યારેક ક્યારેક કરી લઉં છું... ખૈર... તું સુંદર છે હું પણ સુંદર છું..! આ ખબર ત્યારે પડી જ્યારે આપણે એકબીજા સામે જોયું. જોયું કે જોવાઈ ગયું? આ સવાલનો જવાબ કોઈ નહીં આપી શકે..! ખૈર.. જે પણ થયું, પણ આમ થવાનું કારણ શું...? કારણ મારા માટે તું, ને તારા માટે હું બીજું શું..! બીજું એજ કે બન્ને ચહેરા પર ચોંટેલી હતી બબ્બે આંખો... અને બસ એ બન્ને આંખોએ જોયું.... બસ આ જોવું કે જોયું..! એજ તો પછીથી સુખ કે દુ:ખનું કારણ પણ બને છે..! બસ આમજ પહેલાં આંખો જુએ છે... પછી આપણે. જોકે આંખો તો સારું ખરાબ બધું જ જુએ છે. પણ.! આકર્ષાય છે માત્ર સુંદરતા તરફ જ..! હવે વળતાં જવાબમાં તું પણ! કોઈ પુસ્તકોમાંથી વાંચેલી... માત્ર કોઈકે કહેલી લખેલી... વાંચી વંચાઈ ગયેલી... વંચાઈ વંચાઈને વાસી થઈ ગયેલી ચવાઈ ચવાઈને ચૂંથાઈ ગયેલી... સડીને ગંધાઈ ગયેલી... ગંધાઈને કોહવાઈ ગયેલી.. એવી વાહિયાત ફિલોસોફી ના કરજે..! કે, સુંદરતા તો જોનારની આંખોમાં હોય છે.! કારણકે એ વાત સાવ વાહિયાત છે..! જોનારની આંખમાં ફૂલ્લું હોય તો ઉલ્લૂને સુંદર પણ અસુંદર ઝાંખું ભાસે... સુંદર આંખો હોવા છતાં જો મનમાં મેલ ભર્યો હોય તો..!? માટે હું કહું છું મન સુંદર અને મનમાં સુંદરતા હોવી જોઈએ...! પછી આંખોમાં કમળો હોય કે ફૂલ્લું..! ક્યા સમજી ઉલ્લુ! એ ચાલે કે ચલાવી લેવું એમ હું હરગિઝ નથી કહેતો. અગર મને તું એમ પૂછે કે સુંદરતા એટલે શું? શું રંગે ગોરું હોવું એ, કે પછી કઈ બીજું..? તો હું જવાબમાં એટલું જ કહીશ... અક્કલ વગરની... સફેદ આસરની સુંદર મૂર્તિને શું માથે મારવાની...? ના ના ના... પેલી ગધેડા વાળી ચવાઈ ગયેલી વાત પણ હું નૈ કરું... કે ધોરા તો ગધેડા પણ હોય છે.. એવું હું નૈ કહું... હું સીધો જ જવાબ આપીશ કે, સુંદરતા એટલે એ કે જોતાં વેંતજ..! જેના નૈન નક્ષ આંખોના રસ્તેથી સીધા જ.. હૃદયના ઊંડાણમાં ઉતરી જાય... તન સાથે મનની સુંદરતા પારખાઈ જાય... અને ઝણઝણાટી રગરગમાં ફેલાઈ જાય... અને પછી ખુલ્લી કે બંધ આંખોને, એના સિવાય બીજું કાંઈ જ ના દેખાય... પછી તે છોરી ગોરી જ હોય કે ગોરો જ હોય છોરો, એ હરગિઝ જરૂરી નથી...! શાવળી કે સાવ કાળી પણ નમણી રમણી હોય શકે છે.! એજ રીતે કાળો પણ હોય શકે કામણગારો.. તું રૂપાળી છે ને હું પણ તો એ તો, તારા ને મારા માટે, વધારાની ગોડ ગિફ્ટ છે! બાકી સાચી તો તારા ચહેરાની નકશી છે! જે યુગોથી મારી કલ્પનામાં વસી છે! નૈ તો અમસ્તું કૈઆટલું ખેંચાણ થાય નૈ... રોજ હજારો ચહેરા આ આંખો સામેથી પસાર થતાં હોય છે... પણ કોઈ એક ચહેરા પર નજર સ્થિર થઈ જાય ત્યારે.... જરા હૃદયના ઊંડાણમાં ઉતરીને મંથન કરી લેવું... કદાચ કઈ યાદ ના પણ આવે... તો પણ એ ચહેરાને જોયા પછી કઈક અલૌકિક અનુભૂતિ થાય... મન બુદ્ધિ અને આત્મા ઝણઝણી જાય... અને ઊંડે ઊંડે પરમ ચરમ અનંત પ્રેમની અનુભૂતિ થાય... એટલે પત્યું... એટલું તો કાફી છે આ ભવમાં... અને પછી સમજી જવાનું કે, જૂનો હિસાબ ચૂકતે કરવાનો સમય આવી ગયો છે..! જો કે બધાને કૈ બધું આગલું પાછલું યાદ આવે એ જરૂરી નથી... માટે જૂનું જૂનું યાદ કરવા દિમાગને જોર દેવા કરતાં... આજે ને અત્યારે આ ક્ષણે જે મારી સાથે તને તારી સાથે મને અનુભવાતું હોય એના પર દિલ જોરથી દાબી દેવાનું... અર્થાત... જ્યારે મળીએ ત્યારે ચપોચપ એકબીજાને છાતી સરસું ચાંપી લેવાનું એ રીતે કે બન્ને હૈયા વચ્ચેથી હવા પણ પસાર ના થઈ શકે..! એટલે દિમાગ થાકે નહીં ને દિલને આરામ મળે એ નફામાં... ખૈર.... ફરી કહી દઉં છું કે... મારો પત્ર વાંચી, તું, તારી રીતે, સમજી, વિચારીને, માત્ર તારા વિચારો જ લખજે! ઉછીના વિચારો હું હરગિઝ ચલાવીશ નહીં...! તું જાણે જ છે ને.! કે, મને જાત અનુભવે સિદ્ધ કર્યા વિનાની... કોઈએ ઠોકંઠોક કરેલી વાતો કોઈ કરે એ મને લગીરે પસંદ નથી...! કારણકે અનુભવે હૃદયના ઊંડાણેથી.... લખાયેલા બોલાયેલા શબ્દોમાં જ સત્યનો ઊંડો પડઘો પડતો હોય છે... પડઘો એનો દૂર દૂર સુધી "અનંત" યુગો સુધી સંભળાય છે... એજ શબ્દોનો પડઘો અનંત યુગો સુધી દૂર દૂર સુધી પડઘાય છે..! જે શબ્દો હૃદયના અનંત ઊંડાણેથી લખાય બોલાય છે..! બાકી ઉપરછલ્લા લખેલા શબ્દો થોડો સમય જતાં ગોત્યા જડતા નથી..! બાકી જેને આંખો નથી હોતી એ પણ, સ્પર્શ માત્રથી સુંદરતા કે અસુંદરતા પારખી જતાં હોય છે. તું જાણે છે? આ જગતના સર્જન પાછળનું કારણ પણ..! આકર્ષણ જ છે! અઢળક વાર્તાનું કારણ પણ આકર્ષણ અને આંખો જ છે..! કેમકે આંખો જુએ છે.! આંખોએ જોયું,..! અને જે જોયું તે સુંદર જોયું..! "સદીઓથી સુંદરતા જ પ્રેમની શરૂઆતનું પહેલું અને મુખ્ય કારણ રહ્યું છે" આકર્ષણ થયું... એટલે જ તારું મારા તરફ, કે મારું તારા તરફ ખેંચાણ વધ્યું, આંખે તન જોયું ને આત્માએ જોયું મન..! એકબીજાને જોયા પછી ખેંચાયું તન..! અગર.. તને મારામાં કઈ બીજું પણ દેખાયું હોય, જે મારામાં મને પણ ના દેખાયું હોય, તો મને ખબર નથી..! પણ જે પણ દેખાયું એ પ્રથમ તો આંખોને જ ગમ્યું ને..!? અને પછી એ આત્માને અને પછી મનને ગમ્યું... અને અંતે આત્મા ઓળખી તો હોય એવું લાગ્યું. તું માને ના માને મરજી તારી... મારું આમ માનવું છે.! કે જે માનવું હોય તે..! મનમાં માનવાની બિલકુલ છૂટ.! પણ મનાવવાની બિલકુલ મનાઈ... એમાં જ બન્નેની ભલાઈ.. ખૈર... “આકર્ષણનો સિદ્ધાંત પણ જન્મજાત” ગમ્યું તેથી પ્રેમની ઇચ્છા જાગી. ઇચ્છા પાછી બન્ને તરફ એકસરખી જાગી.... એટલે પ્રેમ થયો... અને પ્રેમ થયો તો એમાં શું ખોટું થયું.? ઇચ્છાથી જ તો આ આખુંય જગત જન્મ્યું. શું તું જાણે છે?

કે પ્રાણી, માનવ પ્રાણી, પશુ પંખી જીવ જંતુ જાનવર... વગેરેથી આ જગત આખુંય ભર્યું ભર્યું કેમ? તો સાંભળ બધાને એકબીજા પ્રત્યે હોય છે પ્રેમ... હવે તું મને એમ ના કહેજે કે તને તો બધા સાથે પ્રેમ થાય છે..! નૈ તો હું ચોખ્ખુંને ચટ્ટ કહીશ કે, હા થયો છે..! થાય છે..! અનેક વાર... એક આવે એક જાય છે..! તો શું થયું..! શું હું ફૂલ ઉગાડવાનું બંધ કરી દઉં..?

હવે તું કહેશે લે એમાં વચ્ચે ફૂલ ક્યાંથી ઊગી નીકળ્યા... તો એ તો ઊગે જ ને..! ફૂલ તો ઊગે જ છે..! તમે ફૂલને ફૂલ કહો, હું તો પ્રેમ કહીશ... તમે પ્રેમને પ્રેમ કહો, હું તો ફૂલ કહીશ..! કારણ કે, કારણ એ, તુજ કે' શું સવારે નાજુક ડાળી પર ખીલેલા રંગીન સુગંધી ફૂલ સાંજે ખરી જાય પછી ફરી બીજા દિવસે બીજી સવારે નથી ખીલતા..? અગર જો એવું થાય કે, ખરી ગયા પછી એ ડ

જે પ્રેમી હશે જે કોઈના પ્રેમમાં હશે તેના ચહેરા અનેરી ચમક હશે... ફૂલ માફક હસતાં ખીલતા ખીલેલા ખીલેલા હશે ચહેરા એના જે પ્રેમમાં હશે..! "બાકી મુરજાયેલા મડદા" ખૈર... આ પણ સમજી લે..! માત્ર ને માત્ર પ્રેમના કારણે જ આટલા બધા પ્રાણી નથી જન્મ્યા... પ્રેમ થયા પછી તબક્કાવાર એક પછી એક અલૌકિક ઘટના ઘટે છે... ત્યારે ક્રમશ માનવ વસ્તી કે પ્રાણી વસ્તી વધે છે... આ જગતના જન્મ પાછળનું કારણ પણ આમ તો અધૂરી ઇચ્છા જ છે... "અને ઇચ્છાનું મૂળ કલ્પનામાં હોય છે..!" ઇચ્છા થયા પહેલાં આંખો મળે છે, આંખો દ્વારા આકર્ષણ જન્મે છે... અને આખરે એ આકર્ષણનું પ્રેમમાં પરિવર્તન થાય છે... પ્રેમ થયો એટલે તબક્કાવાર એક પછી એક નિત નવી ઇચ્છા અને, અનેક પ્રકારની ઝંખના થવા લાગે છે..! અને આ બધું ક્યાં તારા કે મારા હાથની વાત હતી.. આ બધું તો પહેલેથી જ પ્રકૃતિના નિયમમાં આવે છે..! જીણી કડીથી લઈને મસમોટા હાથી સુધી બધા જ પ્રકૃતિના દાયરામાં આવે છે..! જેને હું કે તું નહીં કોઈ પણ અવગણી ના શકે..! અનેક ઝંખનાઓના અંતે એક અંતિમ ઝંખના અતિ પ્રબળ બને છે..! જો કે ઝંખના એટલે કે ઇચ્છાઓનો આત્માની જેમ અંત નથી..! ઇચ્છા અનંત છે..! અને એના કારણે જ હર એક નર અને માદા એટલે કે, એક સ્ત્રી અને એક પુરુષનું આકર્ષક શરીર... એકબીજાને જોતા વેંત..! તન મન અને આત્મા સમેત..! એકબીજા તરફ ચુંબકીય રીતે ખેંચાવા લાગે છે... કોઈ કોઈ ક્ષણે યાતો સતત સાથે સાથે કે સાવ પાસે પાસે રહેતા બે શરીર... એક સ્ત્રીનું અને એક પુરુષનું, બેઉ શરીર ક્યારેક તો બેકાબૂ બને જ છે..! આમ બે અલગ અલગ આકાર ધરાવતા શરીર એકબીજા તરફ ખેંચાતા ખેંચાતા સાવ નિકટ આવી જાય છે... અને પછી શરીરથી શરીરના ઘર્ષણ થકી... બન્ને શરીરે એક દિવ્ય અને અલૌકિક મસ્તી અનુભવે છે... એ મસ્તીના કારણે દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય છે... અને બે માનવ કે પશુ પક્ષીના શરીર થકી ત્રીજા ચોથા પાંચમા... એમ અનેક માનવ કે પશુ પક્ષીનું સર્જન થાય છે... અને બસ આજ ક્રિયા પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે અનંત કાળથી... બસ આવી જ કોઈ નાજુક ક્ષણે કોઈને ઇચ્છા જાગી.! ને એ ઇચ્છા થકી... જગતમાં જન્મ્યા અનેક સ્ત્રી અને અનેક પુરુષ... પશુ પંખી આદિ, ઇચ્છા થકી જન્મ્યા એટલે. ઇચ્છા નામનો ગુણ કહો યા અવગુણ, એ તો સૌને વારસામાં જ મળ્યો હોય ને...! અને પછી આંખને જે ગમ્યું, એ અંતર સુધી પહોંચ્યું, ને અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી. આ ઇચ્છા આ ઝંખના કોનામાં નથી હોતી..? "કોઈને કોઈ ઝંખના ને લઈને જ..! આ જીવન ધબકે છે." યાદ રાખજે... "ઝંખના થકી જ જીવન જીવંત બને છે" "જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.” એ તો મરેલો છે! "જીવતી લાશ મૃત્યુ બરાબર" જેનામાં કોઈ ઝંખના જ નથી.... એ જીવવા છતાં જીવતો નથી..! અને હું... હું જીવું છું..! હાં! ભરપૂર જીવું છું....! અનંત યુગોથી અનહદ જીવું છું..! કારણ કે હું ઝંખું છું..! શું ઝંખું છું..! હું જે ઝંખું છું એનું નામ છે પ્રેમ..! આદિ અનાદિ કાળથી જે સત્ય થઈને પ્રગટે છે એ પ્રેમ થકી હું જીવંત છું...! કારણ કે દૂર હી સહી, મારી સાથે ને સાથે છે તું..! અને હું તને ઝંખું છું..! એટલે જ હું જીવું છું..! અને એટલે જ હું જીવંત છું..! અગર જો તું પણ જીવતી હોય, યા તારી પણ ભરપૂર જીવવાની ઇચ્છા હોય. અગર મને હંમેશને માટે નહીં તો ક્ષણભર માટે પણ મને પામવાની તને પણ હોય જો ઝંખના “અનંત” તો.! તબક્કાવાર આંખે સ્પર્શ્યા શબ્દો, ને કાને સ્પર્શ્યો શ્વર. તો પછી સ્પર્શવાને શું બાકી રહ્યું? જરા તું પણ એ વિચાર કર.! કાન અને આંખ આનંદ માણે તો તુજ કહે, આખા શરીરનો શું વાંક? શરીરના અન્ય અંગોનો શું વાંક? છે તો માત્ર સ્પર્શવાની જ વાત..! આખરે એને પણ સ્પર્શની ઝંખના તો જાગે જ ને...? અગર તારાથી આ બધું શક્ય નથી તો, મારા શબ્દોમાં તો હું હયાત જ છું.! તને ગમે ત્યારે, તારા તનને નહીં તો તને, જ્યારે મન પડે ત્યારે... સ્પર્શી લેજે મારા શબ્દોમાં મને તું. પણ હાં એ રીતે તું આંખોથી મારા શબ્દોને સ્પર્શજે કે, મને એવી અનુભૂતિ થાય, કે જાણે તું મારા તન મનને સ્પર્શી રહી હોય... અને જ્યારે તું પત્ર લખશે ત્યારે.... હું પણ..! તારા પત્રમાં, મારા માટે પ્રેમ વ્યક્ત કરતાં... તારા મરોડદાર અંગ સમા અક્ષરોને આંખોથી સ્પર્શી લઈશ. જેની અલૌકિક અનુભૂતિ તને પણ થશે જ...! થઈ કે નહીં? કહેજે..! કહેવું તો પડશે જ..! કેમકે આપણા સંબંધને હવે સ્પર્શની જરૂર છે. એક સરખી ઝંખના હશે તો જરૂર પહોંચી જશે. આપણો સંબંધ શબ્દથી સ્વર અને સ્વરથી સ્પર્શ સુધી....... પ્રેમમાં દૂર દૂરથી મળવાની હોય છે રીત આમ તો ઘણીએ... તો પછી ચાલને એક પછી એક રીત આપણે અજમાવીએ... "અનંત" પૂર્ણ પ્રેમ પામવા જ્યાં સુધી કે આપણે રૂબરૂ ના મળીએ... ચાલને આમ જ મન હૃદય અને આત્માથી આમ જ સતત ઝણઝણીએ... "અનંત" પ્રેમમાં મારે મન માત્ર ને માત્ર રાત્રિનું મહત્વ નથી જ હરગિઝ..!

કેમકે એ સુખ ક્ષણિક છે..!

છતાં જે સુખ ક્ષણિક છે,

તેને આપવા પામવા....

દિવસ પ્રેમમય હોવો જરૂરી છે.!

જોકે એ ક્ષણ પણ અનંત અલૌકિક હોય છે..!

જે પ્રેમ થકી જ પ્રાપ્ત થતી હોય છે પ્રેમથી...

પરાણે કઈ પણ મેળવવું એટલે બળાત્કાર...

અને હું બળાત્કારી નથી..!

"અનંત" "અનંત: પવિત્ર પ્રેમીની નજર નાભી થી નીચે નથી જતી કે જોતી... મગર લગ્ન પછીની વાત નોખી છે એમાં કોઈ બાધા નથી હોતી..! उम्र भर नहीं मिटती "अनंत" ये दो भूख... एक प्रेमी की इच्छा और दूजी प्रेमी से हूंफ.... "अनंत" બ્લાસ્ટ:- जीवन में देखने दिखाने के इलावा है क्या! बस कोई देखे सुने मुझे सबकी ये चाहत होई मगर ऐसे में "अनंत" देखे बिना जी शके..! पर दूसरो को दिखाए बिना जी शके ना कोई.! "अनंत" "अनंत" देखे बिना जी शके दिखाए बिना जी शके ना कोई।

"अनंत"


No comments:

Post a Comment