Monday, 24 November 2025

કાશ...

જો કે હું નથી જાણતો કે તું શું જાણે છે.!

મગર તારા આ શબ્દો જણાવે છે કે, 

"મળે જો અનંત પ્રેમ તો હું પણ અનંત ચાહું એને, 

અનંત એક મેક માં કંઇક અલોપ થઈ ચાહ્યા કરીએ પ્રેમ ને" 

તું જે રીતે વ્યક્ત થાય છે એ જોતાં વર્ષો પહેલા ભાઈબંધે એની કો'ક ચહિતી ને કહેલી વાત યાદ આવી જાય છે. 

તારી ભીતર એવા પ્રેમાળ શબ્દો સળવળે છે. 

જાણે  હ્રદયની પથારી પર પ્રેમના સળ પડે છે. 

"અનંત" તારા હુંફાળા શબ્દો મને હુંફ આપે છે. 

તું એ આપે છે જેના માટે સદૈવ હ્રદય ટળવળે છે. 

"અનંત" 



No comments:

Post a Comment