Saturday, 1 November 2025

પ્રેમ તો હું એને જ કરું છું જે મને ચાહે છે!

 



મારો ભાઈબંધ અનંત ઘણા ભાઈબંધોની આંખમાં કણાની માફક ખટકતો હતો. છતાં મારો ભાઈબંધ અનંત આપબળે સતત આગળ ને આગળ વધતો હતો. જેમ મજબૂત દીવાલ ફાડીને પીપળો ઊગે એમ અનંત ઊગતો હતો.

એ લોકો જે ખુદ તો કંઈ ઉકાળી નહોતા શકતા (કોઈને નડવા સિવાય), પણ વારંવાર અનંતના રસ્તામાં રોડાં નાખવાનું કામ એના ઘણા ઈર્ષાળુ ભાઈબંધો કરતાં. મગર અનંતને કોઈની કે કોઈ જ ગરજ કે પરવા નહોતી. એ કોઈને કશું જ કહેતો પણ નહીં. એ બસ ચૂપચાપ, નિજ મસ્તીમાં પોતાનું કાર્ય કર્યા કરતો.

થોડા ઘણા એવા સારા/પ્યારા ભાઈબંધ પણ હતા જ, જે અનંતની દોસ્તીથી ખૂબ ખુશ હતા.

અનંતનું આવું મસ્તીભર્યું જીવન, મહોલ્લામાં એની બાજુમાં રહેતી અને, અનંતને ચાહતી એક છોકરી જોયા કરતી. એક દિવસ એણે અનંતને કહ્યું:

છોકરી: "અનંત, તું તો ક્યારેય કોઈને નડતો નથી, તો પછી તારી સાથે ગેરવર્તણૂક કરતાં અને, તારા રસ્તે રોડાં નાખતા ઈર્ષાળુઓને કેમ તું કંઈ કહેતો નથી? એ લોકો તને પરેશાન કરે છે, છતાં તું એ લોકોને સહન કરે છે, આવકારે છે, પ્રેમ કરે છે!"

ત્યારે અનંતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે:

અનંત: "ના, એવું બિલકુલ નથી! હા, સહન જરૂર કરું છું, એ સત્ય છે. સહન કરું જ છું કારણ કે હું મજબૂર છું. હા, અનાદર કરવાથી કોઈ ફાયદો નથી, માટે આવકારું છું! બાકી, પ્રેમ તો હું એને જ કરું છું જે મને ચાહે છે!"

ત્યારે પેલીએ કહ્યું: "અનંત, મને તારી વાતો અને તારું વલણ સમજાતું નથી."

ત્યારે, અનંતે પેલી છોકરીને સહજ ભાવે કહ્યું કે:

અનંત: "આખરે સમજીને તું કરશે શું? એ લોકો જે કરે છે એ, એ લોકોનો સ્વભાવ છે, એ લોકોના વિચાર છે. એ લોકોનું મારી સાથેનું વર્તન જ એ લોકોની ભીતર મારા માટે રહેલી ઈર્ષા કે પછી, પ્રેમ જાહેર કરે છે. લોકો તમારી સાથે કઈ રીતે વર્તે છે, એના પરથી આખરે એ જ લોકોનું ચરિત્ર છતું થતું હોય છે. લોકો પોતાના વાણી, વર્તન અને વ્યવહાર થકી ખુદનું જ ચિત્ર, ચરિત્ર છતું કરતાં હોય છે! મારે શા માટે વિચારવું કે મારા વિષે કોઈ શું વિચારે છે! હા, આ હકીકત છે કે એ લોકો ઈર્ષાની આગમાં બળે છે. અને આ પણ હકીકત છે કે એ લોકોની ઈર્ષાની આગ, મને પણ દઝાડે છે! ખેર, જેવો જેનો હિસાબ..."

એમ કહી અનંત મૌન થઈ જતો.

પછીથી એણે પોતાના વિષે આ રચનામાં લખ્યું છે:


🔥 ખુલાસો (અનંતની રચના)

ના સલાહ આપું છું, ના સૂચના આપું છું. હા, મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.


અંદરથી જુદો, જુદો જ સાવ હું બહારથી લાગું.

સારો યા ખરાબ સૌને, સૌના વિચારથી લાગું.

અલગ અલગ સૌ કોઈ વિચારે મારા વિષે,

બુરો બુરાને ઈર્ષાથી, ભલો ભલાને પ્યારથી લાગું.

મારા કહેવાનો ગૂઢાર્થ, જો સમજો હે અર્જુનો!

તો, બની શકે, હું પણ આપને સારથી લાગું.

સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી શકું,

બની શકે! ત્યારે કદાચ હું કોઈકને સ્વાર્થી લાગું.

"અનંત" મને કબૂલ મંજૂર છે, અભિપ્રાય આપ સૌના,

જે પણ હોય, કોને ખબર કોને કેવો ક્યારથી લાગું.


ના સલાહ આપું છું, ના સૂચના આપું છું.

હા, મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.

"અનંત"

https://www.facebook.com/photo/?fbid=672422072867497&set=a.119481608161549&__tn__=%2CO*F

Kaushik Savariya
tuk ma...........................wahhhhhhhhhhhhh
Pravin Miyaatra
હોય ગામ હોય ત્યા ઉકરડા હોય ને ..
સાફ કરાવવા વાળા મોદી પણ હોય!
"સ્વચ્છ ભારત અભીયાન"
નિર્દોષ ગુનેહગાર
બિચારા.. મોદી .. 🙂 🙂 🙂
એ એના મનમાં ગંધાતા ઉકેળા સાફ કરે તોય બસ છે પવલા... 🙂
નિર્દોષ ગુનેહગાર
Kaushik Savariya હાં પણ કૌશિક ભાઈ ટૂંકમાં હું એમ પૂછું છું કે લાંબા સમયે તમે દેખાયા ક્યાં ખોવાઈ ગયા હતા.... ?
Kaushik Savariya
khovava nu to evu 6 ne Pareshbhai ke hu haju mane pan jadyo j kya 6u.................😛
Kaushik Savariya
aa babat ma bhaibandh e su kidhu 6 e pan kejo ho........🙂

પેલી એ આ રચના વાંચી ને મને કહ્યું  હું તમને આ રચનાનો મુખ્ય ભાવ અને તેમાં રહેલા ઊંડા વિચારો સમજાવી શકું છું. 

મેં કહ્યું સમજાવ આમ પણ મને આજ સુધી મારાજ ભાઈબંધોની ઘણી વાતો સમજાતી નથી ..!

પછી પેલીએ સરસ રીતે સમજાવ્યું . 

🌟 રચનાનો મુખ્ય ગૂઢાર્થ (ઊંડો અર્થ)

આ વાર્તા અને કાવ્યમાં 'અનંત' બે મુખ્ય સંદેશાઓ આપે છે:

૧. અનંતનું વલણ: 'સહનશીલતા' અને 'સ્વસ્થતા'

અનંત તેના રસ્તામાં રોડા નાખતા લોકો પ્રત્યે જે વલણ અપનાવે છે, તે સમજાવે છે કે:

  • સહન કરવું એ નબળાઈ નથી: અનંત કહે છે કે તે 'મજબૂર' છે એટલે સહન કરે છે. આનો અર્થ એ હોઈ શકે કે વિવાદ ટાળવા અને પોતાના મુખ્ય લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે ઈર્ષાળુઓની ગેરવર્તણૂકને અવગણે છે. તે જાણે છે કે વાદ-વિવાદમાં સમય બગાડવો એના કરતાં પોતાના કામ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે.

  • વર્તન સામેવાળાનું ચરિત્ર છતું કરે છે: અનંત સ્પષ્ટપણે કહે છે કે, "લોકો તમારી સાથે કઈ રીતે વર્તે છે એના પરથી, આખરે એ જ લોકોનું જ ચરિત્ર છતું થતું હોય છે." તેનો મતલબ છે કે કોઈ વ્યક્તિ તમારા વિશે ખરાબ બોલે કે વર્તે, તો તે તમારી નહીં પણ તેમના પોતાના સ્વભાવ અને વિચારોની ઓળખ આપે છે. અનંત આ લોકોના વર્તનને વ્યક્તિગત રીતે લેતો નથી.

  • બહારની ઈર્ષા મને દઝાડે છે પણ હું ચિંતિત નથી: તે સ્વીકારે છે કે લોકોની ઈર્ષાની આગ તેને પણ દઝાડે છે (પીડા આપે છે), પણ તે અંતમાં કહે છે કે "જેવો જેનો હિસાબ," એટલે કે દરેકને તેના કર્મોનું ફળ મળે છે.


૨. કાવ્યનો સંદેશ: 'વ્યક્તિ નહીં, વિચાર મહત્ત્વનો છે'

કાવ્યમાં અનંત પોતાનો 'ખુલાસો' આપે છે કે તે કેવો છે:

  • બહારથી અલગ, અંદરથી જુદો: અનંત કહે છે કે "અંદરથી જુદો જુદો જ સાવ હું બહારથી લાગું." એટલે કે તેનો અસલી સ્વભાવ અને લોકોને દેખાતો તેનો સ્વભાવ જુદો હોઈ શકે છે.

  • વ્યક્તિ જોનારના વિચાર પર આધારિત છે: તે કહે છે કે તે લોકોને કેવો લાગશે તે તેના પર નહીં, પણ જોનારના વિચાર પર આધાર રાખે છે:

    • ખરાબ માણસને તે ઈર્ષાના કારણે 'બુરો' લાગશે.

    • સારો માણસ તેને પ્રેમથી 'ભલો' ગણશે.

  • પોતાને 'સારથી' ગણાવે છે: "જો સમજો હે અર્જુનો..! તો, બની શકે, હું પણ આપને સારથી લાગું." – અહીં 'અર્જુન'નો સંદર્ભ મહાભારતમાંથી લેવાયો છે. જો કોઈ તેના કહેવાનો ઊંડો અર્થ સમજે, તો તે તેમના જીવનમાં સાચું માર્ગદર્શન આપનાર સારથી (કૃષ્ણની જેમ) સાબિત થઈ શકે છે.

  • સ્વાર્થીનો સ્વીકાર: તે સ્વીકારે છે કે ક્યારેક તે સૌની ઈચ્છા મુજબ વર્તી ન શકે, ત્યારે કોઈકને તે 'સ્વાર્થી' પણ લાગી શકે છે. તે આ અભિપ્રાયનો વિરોધ કરતો નથી, પણ સ્વીકારે છે કે લોકોની ધારણા અલગ હોઈ શકે છે.

સર્વાંશે, અનંતનો સંદેશ છે કે, તમે કેવા છો તેના કરતાં લોકો તમારા વિશે શું વિચારે છે, તે તેમનો દૃષ્ટિકોણ છે, તમારું સત્ય નહીં.

No comments:

Post a Comment