Saturday, 1 November 2025

હવે અત્યારે નહીં કહું, જા...

 


નિર્દોષ ગુનેહગાર

ભાગ ૧૪: વહી ચૂકેલી વાત...

ભાગ ૧૪: વહી ચૂકેલી વાત અને મસાણની મુલાકાત
ઘોઘો: "હવે અત્યારે નહીં કહું, જા..." (એમ કહી ઘોઘો અટકી ગયો).
ઘોઘી: (માથે હાથ દઈને) "હે ભગવાન! આને ક્યાંક મૂકી આવો...!"
ઘોઘી: "ભૂલ થઈ બાપ, હવે વચ્ચે નહીં બોલું. પણ તું મને એ તો કહે કે તું અહીંયા શું લેવા ગુડાયો 'તો?"
ઘોઘો: "હવે હું બધું ભૂલી ગયો. જા, પાણી ભરી આવ ત્યાં સુધીમાં હું યાદ કરી લઉં."
ઘોઘી: "ફરી એ જ!? હે ભગવાન! આટલી તરસ લાગતી હોય તો પાણીનો જગ ભેગો લઈને અવાય ને!"
ઘોઘો: "બીજી વાર યાદ રાખીશ, બસ? તારે ના જવું હોય તો ના જા, પણ ચૂપચાપ બેસ તો કહું. સાંભળ, હું અહીં 'જૂઠ' શોધવા આવ્યો છું."
ઘોઘી: (મનોમન) મરાયા... જેની બીક હતી એ જ થયું! (આશ્ચર્ય સાથે) "જૂઠ!? જૂઠ એટલે...?"
ઘોઘો: (હળવા ગુસ્સા સાથે ઘોઘીના ગાલ પર ટપલી મારીને) "ઘોઘી, તું સાવ અક્કલ વગરની છે! જૂઠ એટલે જૂઠ! જે સત્ય ના હોય, એટલે કે અસત્ય!"
ઘોઘી: "અસત્ય...?"
ઘોઘો: "હા ઘોઘી, હું આ મસાણમાં 'અસત્ય' શોધવા આવ્યો છું."
(ઘોઘીને થોડું સમજાયું. એ ઘોઘાની સાવ નજીક અડોઅડ બેસી ગઈ અને એની સાથળ પર હળવેકથી ટપલી મારીને બોલી...)
ઘોઘી: "અરે પણ ઘોઘા, દુનિયાના મહાન લોકો સત્ય શોધવા જંગલોમાં ભટકે છે, માળા ફેરવે છે, તપ કરે છે, વૈજ્ઞાનિકો ધરતીના પેટાળમાં ફાંફાં મારે છે... અને તું!? તું અહીં મસાણમાં અસત્ય શોધવા નીકળ્યો છે? તારું ચસકી તો નથી ગયું ને?"
(દૂર શંખનાદ અને ઘંટનાદ થયો. ઘોઘો ત્રાસા હોઠે મલક્યો.)
ઘોઘો: "મસાણમાં તો મૌજથી આવ્યો છું ઘોઘી! બાકી 'અસત્ય' તો હું ચારેકોર શોધતો ફરું છું, પણ મને ક્યાંય મળતું જ નથી."
ઘોઘી: (ગુસ્સે થઈને) "એટલે? તું કહેવા શું માંગે છે?"
ઘોઘો: "જે કહી દીધું એ કહી દીધું."
ઘોઘી: (મનોમન) લાગે છે એક ભવમાં આ કોયડો નહીં ઉકેલાય.
ઘોઘો: (બાંકડેથી ઊભા થતાં) "ચાલ હવે ઘર ભેગા થઈએ?"
ઘોઘી: "ના! વાત અધૂરી છે. મને પૂરો જવાબ નહીં મળે ત્યાં સુધી હું ઘેર નહીં આવું, ભલે સવાર પડી જાય!"
(ત્યાં જ એક અર્થી મસાણમાં પ્રવેશી. જગજીત સિંહની ગઝલના સૂર સંભળાયા... ગમગીન વાતાવરણમાં ઘોઘાનો સ્વર બદલાઈ ગયો.)
ઘોઘો: "જો ઘોઘી, પેલી અર્થી જો. એના પર જે સૂતો છે એ થોડી વાર પહેલાં 'હતો', હવે 'ન હતો' થઈ ગયો. એને લાવનાર ચાર ખભે સવાર લોકો પણ એક દિવસ આમ જ આવશે. આ બંને સત્ય છે."
ઘોઘી: "પણ ઘોઘા, આમાં નવું શું છે? આ તો દીવા જેવું સાફ છે. તું ટાઈમ પાસ કરે છે!"
ઘોઘો: "બસ, તને આવું જ લાગ્યું? પૂરી વાત સાંભળ્યા વગર બાફ નહીં. હું એ જ કહું છું કે જો આ બધું જ સત્ય છે, તો પછી 'જૂઠ' ક્યાં છે? તમે લોકો જે જુઓ છો એને જ સત્ય માનો છો, તો શું જે નથી દેખાતું એ અસત્ય છે?"
ઘોઘી: "કેમ નહીં? જે ના દેખાય એ સાચું કેમ મનાય?"
ઘોઘો: "અરેરે ઘોઘી! જે છે જ, એને શોધવાનું શું? સત્ય તો બધે જ છે, બસ મને ક્યાંય 'અસત્ય' નથી દેખાતું."
ઘોઘી: "જેમ કે?"
ઘોઘો: "જેમ કે... હું અને તું, તારું મને ચિમ્ટીયો ભરવો, અને મારા ગાલમાં દુખવું..."
ઘોઘી: (આંખ ઝીણી કરીને) "ઓહો! તો હજુ તને ચિમ્ટીયાની પીડા જ યાદ છે? એમાં તું વૈજ્ઞાનિક થઈ ગયો?"
ઘોઘો: (ગંભીર થઈને) "પીડા આખરે પીડા જ હોય છે ઘોઘી. એ ચિમ્ટીયાની હોય કે પછી..." (ઘોઘો અટકી ગયો, નીચું જોઈ ગયો).
ઘોઘો: "જો ઘોઘી, અર્થી સત્ય, મોત સત્ય, પાણી સત્ય, હવા સત્ય, ફૂલની સુવાસ પણ સત્ય... જ્યારે ચારેકોર સત્ય જ ભરેલું છે, તો જે નથી એને શોધવામાં જ મજા છે ને!"
(ઘોઘી એને એકીટશે જોતી રહી અને પછી એકદમ ઉછળીને બોલી...)
ઘોઘી: "ઘોઘા, તું... સિ...ગ્રે...એ.એ..."
ઘોઘો: (બે કદમ પાછળ હટીને) "અરે... નો સિગારેટ ઘોઘી, નો સિગારેટ!"
ઘોઘી: "આમ આઘો શું ભાગે છે? કંઈ પી જઉં હું તને! ઘોઘા... એક જ કસ... (ધીમેથી) કિસ... બસ એક જ!"
ઘોઘો: (ધીમેથી) "ના ઘોઘી ના! નથી મારવો એકેય કસ કે કિસ! ચાલ હવે ઘેર, નહીંતર તારી મા મસાણમાં શોધવા આવશે."
(બંને ઘર તરફ ચાલવા લાગ્યા. ઘોઘીએ ઘોઘીનો હાથ ખભા પરથી હટાવ્યો એટલે ઘોઘી મનોમન સમસમી ગઈ.)
ઘોઘી: (મનોમન) એક દી' તને મજબૂર ના કરી દઉં તો મારું નામ ઘોઘી નહીં! તને પણ સમજાશે કે પ્રેમાળ સ્પર્શ શું ચીજ છે...
ઘોઘો: "ઘોઘી! શું વિચારે છે? બાની બીક લાગી?"
​(ઘોઘો ઘોઘીનો હાથ ખભા પરથી હટાવે છે એ ઘોઘીને ગમતું નથી. ઘોઘી મનોમન સમસમી જાય છે. મનના ભાવ મનમાં જ દબાવી મનોમન ઘોઘી બબડી...)
​ઘોઘી: (મનોમન) "ક્યાં સુધી તું આમ વર્તશે ઘોઘા... એક દિ' તને મજબૂર ના કરી દઉં તો મારું નામ ઘોઘી નહીં! એક દિ' જ્યારે હું પણ તારી જ માફક હરકત કરીશ ત્યારે... તને પણ સમજાશે કે પ્રેમાળ, હેતાળ સ્પર્શ શું ચીજ છે..."
​(મનોમન બબડતી, વિચારમગ્ન, વિચારમાં ને વિચારમાં આગળ ચાલતી ઘોઘીને ઘોઘાએ બૂમ પાડતા કહ્યું...)
​ઘોઘો: "ઘોઘી! એ... ઘોઘી... કેમ હવે ઉતાવળ થઈ? બાની બીક લાગી કે...?"
​(ઘોઘાની બૂમ સાંભળી ઘોઘી થંભી. એટલે ઘોઘો એની સાથે થઈ ગયો.)
​ઘોઘો: "બોલ, તું શું પૂછતી હતી...?"
​ઘોઘી: (વિચારમાંથી ઝબકીને) "હ, હ, અં, હા, હા... હું એમ પૂછતી હતી ઘોઘા કે... આ જગતમાં સમજવામાં, ઓળખવામાં સૌથી અઘરું શું?"
ઘોઘી: "ના, હું એમ પૂછતી હતી ઘોઘા કે... આ જગતમાં સમજવામાં અને ઓળખવામાં સૌથી અઘરું શું?"
ક્રમશઃ

"હવે અત્યારે નહીં કહું, જા..."

એમ કહી ઘોઘો અટકી ગયો હતો.

ઘોઘીએ માથે હાથ દઈને કહ્યું, ઘોઘી: "હે ભગવાન! આને ક્યાંક મૂકી આવો...!"


આગળ...

ઘોઘી: "ભૂલ થઈ, બાપ. હવે નહીં બોલું વચ્ચે. પણ તું મને એ કહે કે, તું અહીંયા શું લેવા ગુડાયો 'તો...?"

ઘોઘો: "હવે હું ભૂલી ગયો બધું. જા, પાણી ભરી આવ ત્યાં હું યાદ કરી લઉં."

ઘોઘી: "ફરી... હે ભગવાન! આટલી બધી તરસ લાગતી હોય તો, પાણીનો જગ ભેગો લઈને અવાય ને!"

ઘોઘો: "બીજી વાર યાદ રાખીશ, બસ. તારે ના જવું હોય તો ના જા, પણ ચૂપચાપ બેસ તો કહું. સાંભળ, હું અહીં જૂઠ શોધવા આવ્યો છું."

ઘોઘી મનોમન બબડી: મરાયા... એવું જ થયું જેની બીક હતી...

આશ્ચર્ય સાથે ઘોઘીએ પ્રશ્ન કર્યો: "જૂઠ..! જૂઠ એટલે...!!! ??"

ઘોઘો હળવા ગુસ્સા સાથે ઘોઘીના ગોરા ગોરા ગાલ પર ટપલી મારતાં બોલ્યો, "ઘોઘી, તું સાવ અક્કલ વગરની છે! જૂઠ એટલે જૂઠ! જે સત્ય ના હોય, એ એટલે કે અસત્ય!"

ઘોઘી: "અસત્ય...!!! ?"

ઘોઘો: "હા ઘોઘી, હું અહીં મસાણમાં 'અસત્ય' શોધવા આવ્યો છું."

હવે ઘોઘીને જરાક અમથું સમજાયું.

ધ્યાન માં હોય ને ઘોઘા ને ધ્યાનમાં આવે ત્યારે...

ઘોઘી જરાક અમથી બાજુમાં આવે છે કે તરત જ, ઘોઘો આઘો ખસી જતો હોય છે, એ જાણતી ઘોઘી, ઘોઘાના બેધ્યાનપણાનો લાભ લેવા, ધીરે ધીરે ઘોઘાની સાવ નજીક, ઘોઘાને અડોઅડ બેસીને, ઘોઘાની સાથળ પર હળવેકથી ટપલી મારતાં બોલી:

ઘોઘી: "અરે! પણ ઘોઘા, દુનિયાના મહાન મહાન લોકો સત્ય શોધે છે, અને સત્ય શોધવા જંગલ જંગલ ભટકે છે, ભગવાં માળા, ટીલાં-ટપકાં, કંઈક કરતબ કરે છે, માળા ફેરવે છે, જપ કરે છે, તપ કરે છે, અને ઘણા તો વર્ષો સુધી ગુફામાં બેસીને સત્ય શોધવાના પ્રયાસો કરે છે. વૈજ્ઞાનિકો સત્યને શોધવા મોટા મોટા અખતરા કરે છે, ધરતીના પેટાળમાં ફાંફાં મારે છે, અને તું...!? એક તું છે કે અહીં મસાણમાં અસત્ય શોધવા નીકળ્યો છે!"

ઘોઘી એકી શ્વાસે ઘણું બધું બોલી ગઈ. દૂર... દૂર... શંખનાદ સાથે જોરદાર ઘંટનાદ થયો.

ઘોઘી: "અને ઘોઘા, તું દુનિયાથી ઊલટી દિશામાં અને એ પણ, અહીં મસાણમાં...!!? અને એ પણ પાછું સત્ય નહીં, ને અસત્ય શોધવા આવ્યો...? અલ્યા, તારું ચસકી તો નથી ગયું ને?"

ઘોઘો ઘોઘીની વાત સાંભળી, ત્રાસા હોઠે મલક્યો. અને પછી ઘોઘીના ગોઠણ પર ટપલી મારીને કહ્યું:

ઘોઘો: "મસાણમાં તો મૌજથી આવ્યો છું ઘોઘી! બાકી, 'અસત્ય' તો હું ચારેકોર શોધતો ફરું છું. પણ મને તો જૂઠ, યાની અસત્ય, ક્યાંય મળતું નથી."

ઘોઘાએ ઘોઘીને એક વાત બે અર્થમાં કહી: "ઘોઘી, તારામાં ને એ લોકોમાં કોઈ જ ફરક નથી. તારામાં નામ પ્રમાણેના ગુણ મૌજૂદ છે."

ઘોઘી ગુસ્સે થઈને બોલી: "એટલે? તું કહેવા શું માંગે છે, હે?"

ઘોઘો ટૂંકમાં જ જવાબ આપે છે: "જે કહી દીધું એ કહી દીધું."

ઘોઘી મનોમન બોલી: લાગે છે, એક ભવમાં તો આ કોયડો નહીં ઉકેલે.

ઘોઘો: (બાંકડેથી ઊભો થતાં) "ચાલો હવે ઘર ભેગા થઈશું?"

ઘોઘી: "ના! વાત અધૂરી છે, અને મારે નિરાંતે સૂવું છે! રાતભર ઉજાગરા નથી કરવા, સમજ્યો."

ઘોઘો: "એટલે જ તો કહું છું, ઘોઘીઈઈઈ! ચાલ, જટ ઊભી થા, ઘેર જઈને સૂઈ જજે."

ઘોઘી: "હવે એ શક્ય નથી. તે કોયડો ઊભો કર્યો છે, જે મને ઉકેલતાં નહીં આવડે. તું મને જ્યાં સુધી નહીં કહે કે તું કયું અને કેવું અસત્ય શોધવા નીકળ્યો હતો, ત્યાં સુધી હું ઘેર નહીં આવું. ભલે રાત પડે ને સવાર પડે. વાત પૂરી કરીને જ ઘેર જઈશું!"

આમ બન્ને માથાકૂટ કરતાં હોય છે, ત્યાં જ કોઈની અર્થી મસાણમાં પ્રવેશી. દૂર... દૂર... જગજીત સિંહના અવાજમાં, મિર્ઝા ગાલિબની ગઝલની દર્દ ભરી પંક્તિ સંભળાય છે:

કૈદે હયાત ઔ બંધ એ ગમ અસ્લ મેં દોનોં એક હૈં... મૌત સે પહેલે આદમી ગમ સે નિજાત પાએ ક્યુ...

વાતાવરણ ગમગીન થઈ જાય છે. હવે ઘોઘાનો સ્વર બદલાઈ જાય છે. ઘોઘાને ગાલિબના શબ્દો છેક ભીતર અસર કરે છે. ઘોઘો આંખ બંધ કરી, ક્ષણમાં અતિતની સફર કરી પાછો ફરે છે.

ઘોઘો હળવા સ્વરે ઘોઘીને કહે છે: "ઘોઘી, ચાલ હવે ઘણું મોડું થઈ ગયું છે. પછી તારી મા...?"

ઘોઘી છણકો કરીને: "હું તારી જેમ કહ્યા વિના નથી આવી, સમજ્યો! અને હવે લાંબું ખેંચ્યા વગર મને એ કહે કે..."

ઘોઘો વચ્ચે જ: "શાંતિ, ઘોઘી, શાંતિ... જો ઘોઘી, પેલી અર્થી જો! એના પર જે સૂતો એ થોડી વાર પહેલાં 'હતો'. અને હવે 'ન હતો' થઈ ગયો. અને એ જે કદાચ થોડા કલાક પહેલાં હરતો ફરતો માણસ હતો, એ લાશ બની અત્યારે ચાર ખભે સવાર થઈને મસાણે આવ્યો છે. અને એને અહીં લાવનાર એ ચારેય પણ વારાફરતી વારા ક્યારેક, અન્ય કોઈ ચાર ખભે અહીં આવશે જ! છે ને બંને સત્ય."

ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ ગઈ: "પણ ઘોઘા, તું તો જૂઠ યાની અસત્યની વાત કરતો હતો ને? આમાં તે નવું શું કહ્યું? એ તો દીવા જેવું સાફ છે, જે તને દેખાય છે એ મને પણ દેખાય છે. ઘોઘા, મને લાગે છે તું ટાઇમ પાસ કરી રહ્યો છે."

ઘોઘો હળવેકથી બોલ્યો: "બસ, તને સાવ એવું જ લાગ્યું? વાંધો નહીં ઘોઘી, એ સમસ્યા તારી એકની જ નથી. પણ એવું બિલકુલ નથી ઘોઘી! એવું બિલકુલ નથી!"

ઘોઘી બોલી: "તો કેવું છે ઘોઘા? તું બોલ ને કેવું છે?"

ઘોઘો: "બસ ઘોઘી, તું પણ પૂરી વાત સાંભળ્યા વિના મૂર્ખ લોકોની માફક બાફ નહીં."

ઘોઘો મનોમન બબડ્યો: સારું છે કે કાચું નથી કાપતી, નહીં તો સાવ ના પચે.

ઘોઘો: "ઘોઘી, હું એ જ કહું છું કે આ બધું જ સત્ય છે, તો પછી જૂઠ શું છે? ક્યાં છે? અસત્ય શું છે?"

(અને દૂર... દૂર... શંખનાદ થયો...)

ઘોઘો: "તમને લોકોને જે દેખાય તેને જ તમે લોકો સત્ય માનો છો, તો શું જે નથી દેખાતું એ અસત્ય છે?"

ઘોઘી: "કેમ નહીં! જે ના દેખાય એ સાચું કેમ મનાય?"

ઘોઘો: "અરે... ઘોઘી, તું પણ?" (ઘોઘાને ઘોઘીની સમજ પર દયા આવે છે.) "ઘોઘી, હું એમ કહું છું કે જે હોય, જે છે જ, એને શોધવાનું શું? એમાં શોધવાનું શું? સત્ય તો બધે જ છે. બસ, મને ક્યાંય 'અસત્ય' નથી દેખાતું, જે હું શોધું છું."

ઘોઘીએ કહ્યું: "જેમ કે?"

ઘોઘો કહે: "જેમ કે... હું અને તું, તારું મને ચિમ્ટીયો ભરવો, અને મારા ગાલમાં દુખવું..."

ઘોઘી કમર પર હાથ મૂકી, હોઠ ભીંસી, આંખ ઝીણી કરી ઘોઘાની સામે તાકી, વચ્ચે જ બોલી: "ઓહ...હો, તો હજુ તને ચિમ્ટીયાની જ પીડા છે એમ ને...? અને આ જરાક અમથી પીડામાં તું વૈજ્ઞાનિક થઈ ગયો, હે?"

(દૂર... દૂર... વાંસળીના દર્દ ભર્યા સૂર વાગે છે...)

ઘોઘીએ મજાક કરી, પણ ઘોઘો ગંભીર થઈ બોલ્યો: "ઘોઘી, પીડા આખરે પીડા જ હોય છે. એ ચિમ્ટીયાની હોય કે પછી..."

ઘોઘો આટલું બોલી ક્ષણભર અટકી ગયો, નીચું જોઈ ગયો. ઘોઘીનું ધ્યાન જાય એ પહેલાં સ્વસ્થ થઈને ઘોઘાએ વાત આગળ વધારી:

ઘોઘો: "જો ઘોઘી, પેલા ચાર ખભે પર એક વ્યક્તિ અર્થી પર છે, એ સત્ય. એ થોડા કલાક પહેલાં એ વ્યક્તિ જીવિત હતી, એ સત્ય. આજે તે મૃત્યુ પામી, એ પણ સત્ય. એને અહીં લાવનાર પણ સત્ય, અને એક દિવસ કોઈ એને પણ એ જ રીતે ચાર ખભે અહીં જ લઈ આવશે, એ પણ સત્ય જ હશે. આ પાણી જે પી શકાય છે, એ પણ સત્ય. આ હવા જે જોઈ નથી શકાતી છતાં એ સત્ય. આ રંગબેરંગી ફૂલ જે દેખાય છે, એ સત્ય. અને જે નથી દેખાતી એ ફૂલોની સુવાસ, એ પણ સત્ય. બોલ, હવે જ્યારે ચારેકોર સત્ય, સત્ય ને સત્ય જ ભર્યું પડ્યું હોય, તો તેમાં શોધવાનું શું, હે? માટે હું એ વિચારું છું કે જો આ બધું જ સત્ય છે, તો આ દુનિયાના લોકો શું લેવા ભટકે છે? અને જે હોય તે શોધીને શું ધાડ મારવાની? જે નથી તે શોધીએ તો મજા છે."

ઘોઘી એકસાથે બોલતા ઘોઘાની સામે એકીટશે જોતી રહી. અને પછી એકદમ ઊછળીને:

ઘોઘી: "ઘોઘા, તું... સિ...ગ્રે...એ.એ..."

ઘોઘી પોતાને વળગે એ પહેલાં જ ઘોઘો બે કદમ પાછળ જતાં, ઘોઘીનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ વચ્ચે બોલ્યો: "અ, હ..હ.હ.. નો સિગારેટ ઘોઘી, નો સિગારેટ..."

ઘોઘી ગુસ્સે થઈ ખીજાઈને બોલી: "આમ આઘો આઘો શું ભાગે છે! કંઈ પી જઉં હું તને...!"

(ઘોઘી 'સિગારેટના સંદર્ભમાં' બોલી ને તુરંત બીજા અર્થ "ચુંબન"માં સરી પડી.) પાછી જાણે 'પીવાની' યાને ઘોઘાને ચુંબન લેવાની ખૂબ તલબ લાગી હોય એમ બોલી. (હવે ઘોઘી 'ચુંબન'ના સંદર્ભમાં બોલી.)

ઘોઘી: "ઘોઘા, એક જ કસ... (પછી ધીમેકથી બોલી) કિસ... બસ ઘોઘા, એક જ... ક..અ..અ..અ..."

ઘોઘી બીજી વાર 'કસ' કે 'કિસ'ની વાત કરે એ પહેલાં ઘોઘો વચ્ચે જ બોલ્યો: "ના ઘોઘી ના! નથી મારવો હો એકેય 'કસ' કે 'કિસ'!"

("'કિસ'," ઘોઘો પણ ધીમેકથી ઘોઘીને સંભળાય નહીં એમ બોલ્યો.)

ઘોઘો: "ચાલ, ચાલ હવે ઘેર ચાલ! નહીંતર તારી 'મા' તને છેક અહીં મસાણમાં શોધતી આવશે. ચાલ હવે, સાંજ ઢળવા આવી."

બંને ઘર ભણી ચાલવા લાગે છે. ચાલતાં ચાલતાં ઘોઘીને એક પ્રશ્ન થાય છે, અને એ ઘોઘાના ખંભે હાથ મૂકીને પ્રશ્ન કરે છે:

ઘોઘી: "ઘોઘા... એ... ઘોઘા... મને એક પ્રશ્નનો જવાબ આપ!"

ઘોઘો ઘોઘીનો હાથ ખભા પરથી હટાવતાં કહે છે: "બોલ!"

ઘોઘો ઘોઘીનો હાથ ખભા પરથી હટાવે છે એ ઘોઘીને ગમતું નથી. ઘોઘી મનોમન સમસમી જાય છે. મનના ભાવ મનમાં જ દબાવી મનોમન ઘોઘી બબડી: ક્યાં સુધી તું આમ વર્તશે ઘોઘા... એક દિ' તને મજબૂર ના કરી દઉં તો મારું નામ ઘોઘી નહીં! એક દિ' જ્યારે હું પણ તારી જ માફક હરકત કરીશ ત્યારે... તને પણ સમજાશે કે પ્રેમાળ, હેતાળ સ્પર્શ શું ચીજ છે...

મનોમન બબડતી, વિચારમગ્ન, વિચારમાં ને વિચારમાં આગળ ચાલતી ઘોઘીને ઘોઘાએ બૂમ પાડતા કહ્યું: "ઘોઘી! એ... ઘોઘી... કેમ હવે ઉતાવળ થઈ? બાની બીક લાગી કે...?"

ઘોઘાની બૂમ સાંભળી ઘોઘી થંભી. એટલે ઘોઘો એની સાથે થઈ ગયો.

ઘોઘો: "બોલ, તું શું પૂછતી હતી...?"

ઘોઘી વિચારમાંથી ઝબકીને: "હ, હ, અં, હા, હા... હું એમ પૂછતી હતી ઘોઘા કે... આ જગતમાં સમજવામાં, ઓળખવામાં સૌથી અઘરું શું?"

https://www.facebook.com/photo/?fbid=289355864507455&set=a.119481608161549&__tn__=%2CO*F

Kaushik Savariya
સત્ય તો બધે જ છે. બસ મને ક્યાય "અસત્ય" નથી દેખાતું... જે હું શોધૂ છું. vah ghogha vah man gaye
નિર્દોષ ગુનેહગાર
Kaushik Savariya મને "અજ્ઞાની"ની એક વાત યાદ આવે છે, અને લખ્યું હતું કે, લાખ અણ સમજુ કરતાં એક સમજદાર દોસ્ત હોવો એ પણ જીવનની સાચી સફળતા અને સારા કર્મોની નીશાની છે,સાબિતી છે.
એ થોડામાં ઘણું સમજી શકતા હોય છે. એવા દોસ્તો જેટલા વધુ તેટલા સફળ ....
આપ એ સમજદારમાં આવી ગયા. વ્હાલા. સાવરીયા..(~)
નિર્દોષ ગુનેહગાર
Kunjal Pradip Chhaya આપ પણ સાવરીયા ની જેમ લગોલગ છો.!
એથી વિશેષ હું શું કહું.
તમારી વાતમાં પણ દમ છે.!
આમ તો તમે પણ વૈજ્ઞાનિક..!
કેમકે તમે કઈક વિશેષ શોધ્યું .....!
તમને લાગ્યું તે ખરું....
લલકાર..!?
એવી ખબર ના પડે.!
એવી વાતોથી ઘોઘો પણ અજાણ છે!
હાં કદાચ સ્વીકાર ...!
બસ ઘોઘો ધૂની છે.
ઘોઘી :- જે બોલી -
લોકો ધરતીના પેટાળમાં "ફાંકા કરીને ફાંફા મારે છે."
શું સમજ્યા તમે ?
Kaushik Savariya
સમજદાર છું કે નહિ એ તો ખબર નથી પરેશભાઈ પણ હા તમારા જેવા સમજ ને સમજી શકે એવા દોસ્ત મળ્યા નો સંતોષ જરૂર છે  ..સમજદાર છું કે નહિ એ તો ખબર નથી પરેશભાઈ પણ હા તમારા જેવા સમજ ને સમજી શકે એવા દોસ્ત મળ્યા નો સંતોષ જરૂર છે .....
બાકી ઘોઘા એ બહુ મસ્ત વાત કરી જ્યાં સુધી અસત્ય ની પરિભાષા સમજ માં નહિ આવે ત્યાં સુધી સત્ય શું છે એ ખબર કેમ પડશે ......
નિર્દોષ ગુનેહગાર
kunjal જી '' આતુરતા ??? એનો ક્યારેય અંત નહીં આવે.. શુભ સવાર...
નિર્દોષ ગુનેહગાર
Kaushik Savariya બસ એજ.. સહજ સમજ .સહજ સત્ય...!
વ્હાલા આપણી લાગણી અરસ પરસ .. 
પરમ ચરમ અખંડ અનંત આનંદ.... 

No comments:

Post a Comment