🌎 અજ્ઞાની: વખત એવો આવશે 🌎
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" વખત એવો આવશે!
રૂપિયા આમતેમ ઊડતા હશે!
સોનું, ચાંદી, ધૂળ ને ઢેફાં,
બધું સરખું થઈ જશે.
વેરવિખેર પડ્યું હશે!
તેમ છતાં!
તેની સામે કોઈ જોશે સુદ્ધાં નહીં!
ત્યારે...
સૌની આંખો શોધતી હશે,
માત્ર ને માત્ર!
શુદ્ધ હવા, પાણી અને ખોરાક!
"અજ્ઞાની"
વર્ષો પહેલાં...
ખંડેર મધ્યે....
એ રાત્રે અચાનક જ!
ભાઈબંધ અજ્ઞાનીએ પહેલાં
કાગળમાં કંઈક લખ્યું અને પછી બોલ્યો.
ત્યારે મેં પૂછ્યું:
"દોસ્ત! અચાનક જ તું આમ કેમ બોલ્યો?
મને ન સમજાણું."
અજ્ઞાની બોલ્યો:
"જેવું દેખાણું,
તેવું લખાણું,
એવું બોલાણું."
આમ ટૂંકમાં જવાબ આપી એ મૌન થઈ ગયો...
વર્ષો બાદ ખબર નહીં કેમ?
મને પણ વર્ષો પહેલાં...
ભાઈબંધે કહેલી એ વાત
અચાનક જ આવી ગઈ યાદ.
"અજ્ઞાની" વખત એવો આવશે!
રૂપિયા આમતેમ ઊડતા હશે!
સોનું, ચાંદી, ધૂળ ને ઢેફાં,
બધું સરખું થઈ જશે.
વેરવિખેર પડ્યું હશે!
તેમ છતાં!
તેની સામે કોઈ જોશે સુદ્ધાં નહીં!
ત્યારે...
સૌની આંખો શોધતી હશે,
માત્ર ને માત્ર!
શુદ્ધ હવા, પાણી અને ખોરાક!
"અજ્ઞાની"
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0zutZBrh5f374JKK8qFMgqNRkxKjH4FJ6t4x7LLQMHEUJ8TeRZibGUzejNgB395FFl?__tn__=%2CO*F.jpg)


No comments:
Post a Comment