Sunday, 7 December 2025

"અનંત" સુખનું કારણ દુઃખના દા'ડા!

 


💫 અનંત આનંદ અને દુઃખનું મૂળ 💫

અનંત આનંદ....

પરમ આનંદ...

ચરમ આનંદ...

અખંડ આનંદ..

"અનંત" આનંદ...

કે પછી દુઃખ, કે પછી પીડાનું કારણ...

એક જ હોય છે, આખરે...

તનની ભૂખ અને મનની હૂંફની "અનંત" ઈચ્છા...!

યાની (એટલે કે) પ્રેમની ઝંખના....

એવું વર્ષો પહેલાં અનંતે એની કોઈ ચહતીને ...

"અનંત" પરમ, ચરમ સુખ-આનંદની ચરમ સીમા...

અને અસીમ દુઃખનું આખરે કારણ શું..!?

એવું જ્યારે પૂછ્યું ત્યારે, કહ્યું હતું કે,

એ તો પહેલાં કહ્યું ને..!

તો પછી..!?

જો કે બીજા પણ ઘણાં કારણો હોય છે...

પણ એ છેવાડાના હોય છે અલગ,

એ તો હોય જ છે! અલગ....

મૂળ વાત, મૂળમાં જ હોય, અલગ....

મૂળમાંથી મૂળ સોતી ઊખડે જ નહીં તો,

પાંદડાં ખેરવ્યે-ખખડાવ્યે કંઈ થાય નહીં....

અલગ.....

પછી અનંતે જે કહ્યું એ હું પછી કહીશ, અત્યારે નહીં કહું...


*બ્લાસ્ટ*

ભાઈબંધ અનંતે ગૂઢાર્થમાં એક વખત કહ્યું હતું કે,

"અનંત" સુખનું કારણ દુઃખ..!

"અનંત" દુઃખનું કારણ સુખ..!

જો કે તે દિવસે તો મેં જીદ કરી કહ્યું:

"ભૈલાઆઆઅ! આજે તો તારે આનો સ્પષ્ટ અર્થ

મને સમજાવવો જ પડશે!

બહુ લપલપ કર્યા વગર..."

"ઠીક છે" એમ કહી અનંતે કહ્યું:

"અનંત" સુખનું કારણ દુઃખના દા'ડા!

"અનંત" દુઃખનું કારણ સુખની ઝંખના!

"અનંત"

જો કે આ પહેલાં કરતાં પણ વધુ અઘરું લાગ્યું મને...

એટલે પછી સમજવાની ક્ષમતા વગરનો હું ચૂપ જ રહ્યો.



No comments:

Post a Comment