ત્યારે એક અલૌકિક માહોલ હતો આથી ત્યારે હું રોજ રાત પડ્યે ઉપલા મજલે જઈ અનંત ના વર્ષો પહેલાં લખેલા કાગળીયા ઉકેલ તો હતો...
મગર ઘણા સમય થી એવો કોઈ માહોલજ નહોતો બનતો. એટલે અનંત ના કાગળીયા ઉકેલવા નો મુડ નહોતો બનતો. મગર અચાનક ફરી અલૌકિક માહોલ સર્જાયો...
અને એ અલૌકિક ઘટના બાદ આમ પણ હું વીચારે ચડી ગયો હોય મને ઉંધ પણ નહોતી આવતી તેથી વીચાર આવ્યો કે નાહક પથારી માં પડ્યા પડ્યા પડખા ઘસવા કરતાં તો બહેતર છે કે ભાઈબંધો ના કાગળીયા વાંચુ, ઉકેલુ. આમ વીચારી ગૈ કાલે રાત્રે હું ઘણા સમય બાદ ઉપલા મજલે ગયો. ઉપરના રૂમમાં, એક આખો કબાટ વર્ષો પહેલાં ભાઈબંધોએ લખેલ કાગળીયાથી ભર્યો પડ્યો છે.
![]() |
મુડ હોય માહોલ હોય ત્યારે મોડી રાત્રે હું ઉપલા મજલે જઈને વર્ષો પહેલા ભાઈબંધો એ લખેલા કાગળીયા જે આજ વર્ષો બાદ સાવ ચીંથરે હાલ થઈ ગયા છે, એક તો ગરબડીયા ઝટ દૈને ઉકલે નૈ એવા અક્ષર અને ઉપર થી આટલા વર્ષો બાદ ઝાંખા અને ઝરઝર્રીત કાગળીયા ઉકેલવાનુ કામ આમ તો બૌ અઘરૂ છે પરંતુ ભાઈબંધોનુ મારા પરનું રૂણ ઉતારવાનો આ એક માત્ર ઉપાય મારી પાસે છે કે હું ભાઈબંધોએ એની સભાન અભાન અને અલૌકિક મૌજ માં કાગળ પર ઉતારેલ એમની કલ્પના એમના વીચારો ને સારી રીતે સાચવી રાખુ. અને એ કાર્ય હું કરૂ છું.! જ્યારે પણ મુડ અને માહોલ સર્જાય ત્યારે અડધી રાત્રે હું ભાઈબંધો ના કાગળીયા ઊકેલી ઊકેલી ને ખંડેર આ ની દિવાલ પર ચીપકાવી દૌ છું.!
જુના ઝરઝર્રીત અને આછા પીડા પડી ગયેલા
વર્ષા પહેલા ભાઈબંધોએ લખેલા કાગળીયાઓ ઉકેલી ઉકેલી ને આ ખંડેર ની દિવાલ સજાવવામાં મને પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ થાય છે.!
અને હું આ રીતે તેઓનું મારા પરનું રૂણ ઉતારવાથી મને પરમ ચરમ અખંડ અનંત સંતોષ થાય છે.!
જો કે ઘણા સમય થી મુડ અને માહોલ ના અભાવે મે ભાઈબંધ નો કોઈ કાગળ ઉકેલ્યો નહોતો મગર...
અચાનક ફરી અલૌકિક માહોલ અને મુડ સર્જાયો...
એક અલૌકિક ઘટના ઘટી પછી આમ પણ હું વીચારે ચડી ગયો હોય મને ઉંધ પણ નહોતી આવતી તેથી વીચાર આવ્યો કે નાહક પથારી માં પડ્યા પડ્યા પડખા ઘસવા કરતાં તો બહેતર છે કે ભાઈબંધો ના કાગળીયા વાંચુ, ઉકેલુ. આમ વીચારી ગૈ કાલે રાત્રે હું ઘણા સમય બાદ ઉપલા મજલે ગયો. ઉપરના રૂમમાં, એક આખો કબાટ વર્ષો પહેલાં ભાઈબંધોએ લખેલ કાગળીયાથી ભર્યો પડ્યો છે. તેમાંથી એક થપ્પો કાઢી ખુણામાં પડેલી ખુરશી પર બેસી પ્રેમ થી ખોળામાં મુકી એ કાગળ ના થપ્પા ને નમન કરી થપ્પા પર બાંધેલી દોરી ખોલી એવી જીજ્ઞાશા સાથે વચ્ચે થી થોડા કાગળીયા કાઢ્યા કે વર્ષો પહેલા ભાઈબંધે એમાં શું લખ્યું હશે.?
અને મારા આશ્ચર્ય વચ્ચે અનંતે એમાં એની મારાથી વીપરીત પરીસ્થી નું વર્ણન કર્યું હતું.
મને ઉંધ નહોતી આવતી એટલે હું એના કાગળીયા ઉકેલવા ઉપલા મજલે આવેલો હતો.
અને એને ભરપુર ઊંઘ આવતી હતી ત્યારે કોઈ અલૌકિક ઘટના ઘટેલી હોવાની વાત અનંતના એ થપ્પા વચ્ચેથી કાઢેલા કાગળ માં લખેલી હતી. કાગળો સાવ ઝરઝર્રીત અને ઝાંખા ઉપરથી એના અક્ષરો સાવ ગરબડીયા.!
ઉકેલવા ખૂબજ અઘરા પડે.! તેમ છતાં.!
મે પ્રેમ થી આનંદથી અલૌકિક મસ્તી સાથે ઉકેલ્યા.!
જે પછી થી આ ખંડેરમાં આવેલી કોઈ અનંતની અજાણી ચહીતીએ વાંચીને કહ્યું.
પ્રિયે, અનંતના જીવનની આ ઘટના ખરેખર હૃદયના તાર ઝણઝણાવી દે તેવી છે. વર્ષો પછી મધરાતે કોઈનો ચહેરો આજ્ઞા ચક્ર પર દેખાવો અને પછી એની અતૃપ્ત ઝંખનાનું રચનામાં પરિવર્તિત થવું—આ કોઈ સામાન્ય વાત નથી, આ તો 'અનંત' પ્રેમની પરાકાષ્ઠા છે.
અનંત ના એ કાગળ માં લખેલી ઘટનાની શરૂઆત એક રચના થી થાય છે.!
એ કાગળ હું વાંચતો જાઉ છું અને આ ખંડેરની દિવાલ પર લખતો જાઉ છું.!
જો કે લખતા લખતા હું અનાયાસે જ એ મહોલ્લામાં પ્રવેશી જાઉં છું. જો કે વર્ષો પહેલા તો અમે ત્રણેય ભાઈબંધો રોજ રાત્રે, ઊબડખાબડ ગલીના છેક છેવાડે આવેલ મહોલ્લામાં પણ છેક આવેલ ઘરમાં મળતા.!
ગરમાગરમ ચાયની ચુસ્કી ભરતા ભરતા ખૂબ બધી વાતો કરતા અને એ સમયે વર્ષો પહેલા એક રાતે અનંતે આ ઘટના વિશે પણ વાત કરી હતી તે મને બર્રોબર યાદ આવી ગયું..!
ખૈર...
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે લખેલી એ સત્ય ઘટના...
*બ્લાસ્ટ*
અતૃપ્ત ઝંખના "અનંત" મને મજબૂર કરે છે!
આ જીવ તને મળવા સતત મને મજબૂર કરે છે!
દેહ સમેત તને પામવો હતો, મગર અફસોસ..
હવે આ "અનંત" આત્મા તારા માં ભળી જવા,
"અનંત" સતત સખત મને મજબૂર કરે છે!
જ્યારે તું ખોવાયેલો હતો અનેકમાં!
ત્યારે પણ હું ડૂબેલી હતી તારા એકમાં!
મારી અધૂરી ચાહત, મારી અધૂરી ઝંખના!
શરીરથી થઈ શકી ના પૂરી, તેથી અતૃપ્ત આત્મા..
તને મળવા "અનંત" મને મજબૂર કરે છે!
"અનંત"
અફસોસ... અક્કલ વગરના અનંતે ઘટના ઘટ્યા ની તારીખ લખી છે મગર સાલ નથી લખી...
આ રચના બાદ વર્ષો પહેલાં.....
અનંતે ખુદ સાથે ઘટેલી ઘટના વિશે એની કોઈ ચહીતી ને સંબોધીને લખ્યું છે કે,
ના તો મારા મનમાં વીચાર કોઈ આવ્યા છે.!
ના તો મને તારી યાદ આવી છે.!
આવે પણ કૈ રીતે જ્યારે કે,
હું તને સાવ ભુલી જ ગયો હોઉં.,
અગર તું મને યાદ આવતી હોય,
અગર મારૂ મન સતત તારા વીચારમા હોય,
તો મને તારૂ સ્વપ્ન આવી શકે હું તને યાદ કરતો હોઉં
તો તું મારા સ્વપ્ન માં આવે માની શકાય...
પણ એ હકીકત છે કે ના તો મને તારૂ સ્વપ્ન આવ્યું છે ના તો તું મારા સ્વપ્નમાં આવી છે.!
આખરે જે બન્યું તે કેમ બન્યું એ એક રહશ્ય છે.,!
મગર એ રહશ્ય હું ઉકેલી ને જ જંપીશ.!
મહોલ્લાની ભીતર આવેલ ઘરમાં ખુણામાં રાખેલ મારા ખાટલા પર હું ભર ઊંઘ માં સુતો હતો ત્યારે....
તારીખ 13//1 ના રોજ મધ્ય રાત્રી ના
મારી સાથે પેરાનોર્મલ ઘટના ઘટી.
થયુ એવુ કે,
એવું તે શું થયું કે, અચાનક તેં મને આટલી તીવ્રતાથી યાદ કર્યો? આટલા વર્ષો બાદ..?
અને એ પણ અડધી રાત્રે..?
હું તો ભર ઊંઘમાં સૂતો હતો!
ના તારી યાદ ના કોઈ તારા વિચાર...
નૈ તો એવુ બને કે સતત જેના વીચાર આવતા હોય જેને સતત યાદ કરતા હોય ક્યારેક એ સપના માં આવે.!
મગર એવી તો કોઈ વાત જ નહોતી.
અને મને તારી યાદ આવે પણ કઈ રીતે!
ના આપણે એ રીતે ક્યારેય મળ્યા છીએ, ના તો આપણી વચ્ચે ક્યારેય એવી કોઈ વાત કે સંવાદ થયા છે કે, તું મને ક્યારેક યાદ આવે!
અરે આજે જ્યારે અચાનક વર્ષો બાદ મારી સામે તું આવી તો પણ મને ક્યાંય સુધી તો યાદ નહોતું આવતું કે, આખરે તું કોણ છે? જે અચાનક વર્ષો બાદ મધરાતે મારી સામે આવી છે?
હું મનોમન યાદ કરવા લાગ્યો કે શું તું મને ક્યારેય મળી હતી?
અગર મળી હતી તો ક્યારે?
મને કેમ કશું જ યાદ નથી આવતું?
અને પછી ક્ષણભર બાદ તો તું અને તારો ચહેરો પાછો વિસરાઈ ગયો...
ઘટના એવી ઘટી કે મધ્ય રાત્રે હું ભર ઊંઘમાં સુતો હતો.
અને અચાનક જ એક સુંદર છોકરી નો ચહેરો એકદમજ મારા કપાળની વચ્ચોવચ્ચ, ભૃકુટી આગળ, હા જે સ્થાનને અધ્યાત્મમાં 'આજ્ઞા ચક્ર' કહેવાય છે ત્યાં મને અચાનક તારો ચહેરો સ્પષ્ટ દેખાયો!
હજુ હું કૈં સમજુ વીચારૂ ત્યાં તો આસપાસ ખખડાટ થયો. કદાચ બીલાડી ની ભાગદોડ ના લીધે. અને મારી ઊંઘ ઊડી ગૈ. ક્ષણ માત્ર માં ભૃકુટી પરથી તારો ચહેરો ગાયબ થઈ ગયો.!
અને હું બધુજ ભુલી ગયો. યાદ રહ્યું તો માત્ર એટલુજ કે કોઈ છોકરી નો સુંદર ચહેરો અચાનક મારી ભૃકુટી વચ્ચે ઉપસી આવ્યો હતો. જે ખડખડાટ થતાં ક્ષણ માં ગાયબ થઈ ગયો પણ ચહેરો આખરે હતો કોનો.?
અને પછી તો રાતભર મનોમન મેં ખૂબ મથામણ કરી તને અને તારા ચહેરાને યાદ કરવાની. હું સમજી ન શક્યો કે માત્ર થોડી જ ક્ષણ માં મારી સામે આવેલ સુંદર ચહેરો કઈ છોકરીનો હતો.?
ખૂબ મથામણ બાદ છેક ભીતર ઊંડાણમાં ઉતરીને જોયું, ત્યારે થોડું અમથું યાદ આવ્યું કે, હાં અલપ-ઝલપ આપણે ચોક્કસ મળ્યા છીએ અને કદાચ તેં મારી સાથે વાત પણ કરી છે! મગર એવી કોઈ ખાસ મુલાકાત કે ખાસ વાત આપણી વચ્ચે થઈ હોય એવું તો મને હજુ પણ યાદ જ નથી આવતું!
અને હાં, તારું નામ તો મને હજુ પણ યાદ નથી આવતું! આવે પણ કેમ? કેમકે એવું કશું જ ક્યારેય આપણી વચ્ચે બન્યું જ નથી!
ખૈર...
મગર અડધી રાત્રે જ્યારે હું ભર ઊંઘમાં સૂતો હતો ત્યારે, અચાનક તારો ચહેરો મારા માનસપટલ પર શા માટે ઉપસી આવ્યો? એકદમ કપાળની વચ્ચોવચ્ચ, ભૃકુટી આગળ, હા જે સ્થાનને અધ્યાત્મમાં 'આજ્ઞા ચક્ર' કહેવાય છે ત્યાં અચાનક તારો ચહેરો મને સ્પષ્ટ દેખાયો!
હું નથી જાણતો કે તું આ દુનિયાના કયા છેડે હશે? હશે કે નહીં હોય! તારું ક્યાંય પણ હોવું અથવા ક્યાંય પણ ન હોવું—જો કે ક્યાંય પણ ન હોવું એ તો શક્ય જ નથી. આ દુનિયામાં ન હોવાનો અર્થ એ હરગિઝ નથી કે તું ક્યાંય નથી. તું આ દુનિયામાં હોય કે પેલી દુનિયામાં, બંને સંજોગોમાં આ ઘટના બનવી શક્ય છે.
મને મનોમન આવા બધા વીચારતો આવતા હતા.
સંજોગોવશાત્ કદાચ જીવતા હોઈએ ત્યારે જે થવું અશક્ય હોય, મગર ન હોઈએ ત્યારે એ કંઈ પણ થવું અસંભવ નથી હોતું. મારી સાથે કદાચ એવી જ ઘટના ઘટી છે. આમ આટલા વર્ષો બાદ આ રીતે તારું અચાનક મધરાતે મને તીવ્રતાથી યાદ કરવું અને તારા ચહેરાનું મારા આજ્ઞા ચક્ર પર સ્પષ્ટ દેખાવું...
હું હજુ પણ મૂંઝવણમાં છું.
ખૂબ મથામણ ને અંતે મને યાદ આવ્યું કે, હાં એક સુંદર છોકરી હતી, જે અલપ-ઝલપ મારા જીવનમાં આવી તો હતી! અને એ તું જ હતી એવું પણ ધીરે-ધીરે મને યાદ આવ્યું.. મગર એ વાતને તો વર્ષો થઈ ગયા!
મગર પછી તો ધીરે-ધીરે મને તારો ચહેરો સ્પષ્ટ દેખાવા લાગ્યો.. તારી મલપતી ચાલ, તારો ખનકતો અવાજ અને મને એ પણ યાદ આવ્યું કે, એક વાર જ્યારે તું સામે આવેલી ત્યારે તેં ચણિયા ઉપર કેસરી ઝીણી ઝીણી સોનેરી ટપકી વાળી કુર્તી પહેરેલી હતી.
કદાચ તું ત્યારે પણ મને મનોમન ઝંખતી હોય અને અત્યારે પણ!
અમસ્તુ અમસ્તુ તો આ "અનંત" બ્રહ્માંડમાં
કશું જ નથી થતું!
જે થયું તે અલૌકિક છે. હું હજુ પણ વિચારું છું કે કેમ ત્યારે મેં તારા પ્રતિ દુર્લક્ષ સેવ્યું? તું ત્યારે પણ કંઈક વિશેષ ભાવથી મને જોતી હતી. કદાચ મે પણ ક્યારેક તને પ્રેમ ભાવથી જોઈ હોય મગર તારા માં બૌ ઉંડો ન ઉતર્યો હોઉ કારણ કે એ સમયે મારી આસપાસ અનેક છોકરીઓ રહેતી હતી, જ્યારે કે તું અગર ક્યારેક સામે આવતી તો પણ અલપ-ઝલપ આવતી. બની શકે એ કારણે જ ત્યારે તારી તરફ ગંભીરતાથી મારું ધ્યાન ન ગયું. પણ વિધિની વિચિત્રતા તો જો! જે સતત મારી આસપાસ હતી એમાંની એકેય આજે મને દૂર-દૂર સુધી દેખાતી નથી! અને એક તું છે જે દૂર હોવા છતાં, યા તો ન હોવા છતાં, ગઈકાલે મધરાતે મારી સામે આવી!
જો કે એ જે છોકરીઓ મહોલ્લામાં સતત મારી આસપાસ રહેતી હતી એ બધી મને ખૂબજ ચાહતી હતી. અને મને પોતાનો જીવન સાથી બનાવવા ઝંખતી હતી.
મગર ત્યારે હું ખુદ સાવ ઠામ ઠેકાણા વગર નો હતો બે ભઠ્ઠી ની આગ વચ્ચે સેકાતો હું ખૂબજ સંઘર્ષ ભર્યું જીવન જીવતો હતો ત્યારે...
બસ એજ કારણ કે હું તેઓને મારા સંઘર્ષ ભર્યા જીવવાન ભાગ બનાવી દુ:ખી કરવા નહોતો ઈચ્છતો, એટલે તમામ ને હું જાણી જોઈને પરેશાન કરતો રહેતો.
જો કે મારી પરેશાની પણ એથી ઓછી નહોતી થતી. આખરે એક છોકરી ક્યાં સુધી કુંવારી રહે?
સમય જતાં સૌ પોત પોતાના જીવન સાથી સાથે સાસરે સીધાવી ગૈ...
તું પણ જો કે હવે કુંવારી નહી જ હોય, તું પણ કોઈક ની જીવન સંગીની બની ચુકી હશે...
ખૈર...
ગઈકાલથી હું એક અજીબ મુંઝવણ અને કશ્મકશ વચ્ચે હું કંઈક અલૌકિક અનુભવી રહ્યો છું.
મારૂ પુરૂષ સહજ મન વીચારે છે કે,
તારી મારા પ્રત્યે કેટલી તીવ્ર લાગણી હશે.!
એ હું આ ઘટના પરથી મહેસૂસ કરી શકું છું.
હવે ઝંખના એવી જાગે છે કે તું હોય!
આ દુનિયામાં જ ક્યાંક હોય!
અને જે રીતે અડધી રાત્રે તેં મને યાદ કર્યો, એ જ તીવ્રતાથી તું મારી સામે અચાનક સાક્ષાત હાજર થાય...
"અનંત"
બ્લાસ્ટ
આ અલૌકિક ઘટના બાદ મારૂ પુરૂષ સહજ મન એવું વીચારે છે કે તું ક્યારેય બોલી નથી મગર તું મને બેહદ ચાહતી હતી. ગઈકાલની મધરાતની ઘટના એ વાતની ગવાહી આપે છે કે તું આજે પણ મને "અનંત" અનહદ ચાહે છે. કદાચ એટલે જ આટલા વર્ષો બાદ પણ તું મને શોધે છે!
મગર હું ક્યાંક ખોવાઈ ગયો છું.
અગર હું તને મળી ગયો હોવ તો,
હવે તું મને શોધી આપ! મારા માં યા તારા માં
હું વર્ષોથી ક્યાંક ખોવાઈ ગયો છું..!
કદાચ.!
આવુ બધુ મારૂ પુરૂષ સહજ મન વીચારે છે.!
તારી ભીતર મારા માટે ત્યારે કે અત્યારે પણ એવી ઊંડી કોઈ લાગણી કે ઊંડે ઊંડે મારા માટે પ્રેમ હશે કે હોય એ જરૂરી નથી.!
પણ આમ તેમ ખૂબ વીચાર ના અંતે ફરી એજ એક વીચાર મારા મન મસ્તીક માં ઘુમરાય છે કે અગર મારૂ પુરૂષ સહજ મન ધારે છે વીચારે છે એવું કશુજ વાસ્તવ માં નથી તો પછી કેમ જ્યારે હું ભર ઉંઘમાં સુતો હતો ત્યારે, વર્ષો પહેલા, વર્ષો સુધી મહોલ્લામાં જે છોકરીઓ એ મને કસકસતુ આલીંગન અને ચસચસતુ ચુંબન કર્યું હોય , જેની સાથે મે ધીંગામસ્તી કરી હોય, અને જેને મે ખૂબજ હેરાન પરેશાન કરી હોય (જો કે પછી તો હું પણ ખૂબ હેરાન થતો) એ એકેય છોકરી નો ચહેરો નહીં.!
અને જેને મે કદી આછેરો સ્પર્શ સુધ્ધાં નથી કર્યો જેનો આટલા વર્ષોમાં કોઈ વીચાર સુધ્ધાં મનમાં ન આવ્યો હોય એ યાની તું અને તારો જ ચહેરો મારા માનસપટલ પર કેમ ઉપસી આવ્યો?
એ પણ એકદમ કપાળની વચ્ચોવચ્ચ, ભૃકુટી આગળ, હા જે સ્થાનને અધ્યાત્મમાં 'આજ્ઞા ચક્ર' કહેવાય છે ત્યાં અચાનક તારોજ ચહેરો મને શા માટે સ્પષ્ટ દેખાયો.?
આ રહશ્ય તો ઉકેલવું જ રહ્યું કારણ કે,
અકારણ યા અમસ્તુ અમસ્તુ તો,
આ "અનંત" બ્રહ્માંડમાં કશુંજ નથી થતું.!
"અનંત"
તારી આ અલૌકિક ચાહત અને વફાએ મને ભીતરથી હચમચાવી નાખ્યો છે. મારૂ પુરૂષ સહજ મન એવું મહેસૂસ કરે છે જાણે તું મને કહે છે કે...
हे तेरे साथ मेरी वफा मे नही तो क्या।
વર્ષો પહેલા...
ઊબડખાબડ સાંકડી ગલી ના છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે જ્યારે હું ચાય લઈને ગયો ત્યારે અનંતે ચાની ચુસ્કી ભરતા...
અનંતે ઉપર લખેલી એના જીવન ની સત્ય ઘટના...
વીશે અમને આ વાત કરી હતી.
અનંત સાથે ઘટેલી અલૌકિક ઘટના ની વાત કર્યા બાદ નમ આંખે અનંત ઊંડા વીચાર માં ગરકાવ થઈ ગયો હતો.
હું જ્યારે ચાય લૈને ખંડેર પર ગયો ત્યારે...
અનંતે સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અનંતે મારી અને અજ્ઞાની સામે જોઈ ને કહ્યું,
તમને કદાચ માનવામાં નહીં આવે.!
મગર આ હકીકત છે.!
તમને કદાચ માનવામાં નહીં આવે, મગર...
ગૈ કાલે રાત્રે મારી સાથે અલૌકિક ઘટના ઘટી ત્યાર બાદ મારા ઝહેનમા જેનો વીચાર સુધ્ધાં ન હોય એવી રચના મારાથી લખાય ગૈ છે.!
જો કે ત્યારે પણ મને એવુ મહેસુસ થતું હતું કે,આ રચના લખાવાય રહી છે.!
હું ખુદ હજુ સમજી નથી શકતો, અને મને ખબર નથી કે તમે મારી વાત પર વિશ્વાસ કરશો કે નહીં મગર આ હકીકત છે ગૈ કાલ રાતની...
આટલું કહી અનંતે અમને એ રચના બતાવે છે.!
બ્લાસ્ટ
અતૃપ્ત ઝંખના "અનંત" મને મજબૂર કરે છે!
આ જીવ તને મળવા સતત મને મજબૂર કરે છે!
દેહ સમેત તને પામવો હતો, મગર અફસોસ..
હવે આ "અનંત" આત્મા તારા માં ભળી જવા,
"અનંત" સતત સખત મને મજબૂર કરે છે!
જ્યારે તું ખોવાયેલો હતો અનેકમાં!
ત્યારે પણ હું ડૂબેલી હતી તારા એકમાં!
મારી અધૂરી ચાહત, મારી અધૂરી ઝંખના!
શરીરથી થઈ શકી ના પૂરી, તેથી અતૃપ્ત આત્મા..
તને મળવા "અનંત" મને મજબૂર કરે છે!
"અનંત"
અડધી રાત્રે લખેલી રચના વાંચી નમ આંખે અનંતે મારી અને અજ્ઞાની સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોયું.
હું કૈંજ સમજી શક્યો નહીં. મગર અજ્ઞાની એ અનંતના ખભે હાથ મુકી ખાલી એટલું જ કહ્યું.
અનંત, અતી તીવ્રતા ને કારણે એના હોવા અથવા એના ન હોવા છતાં આવી ઘટના ઘટવી સંભવ છે..!
જો કે શરીર ની એક મર્યાદા હોય છે.
અનંત પ્રેમ પામવાની તીવ્ર ઝંખના હોવા છતાં જ્યારે સંજોગો વસાત શરીર એની મર્યાદા ઓળંગી નથી શકતુ.
ત્યારે જીવનભર, ભીતર દબાવી રાખેલી...
ભીતર છુપાવી રાખેલી...
અનંત પ્રેમ પામવાની તીવ્ર ઝંખના....
જ્યારે પુરી ન થાય ત્યારે...
અંતે એ અધુરી ઈચ્છા.!
વધુ તીવ્ર બનતા,
સંભવ છે.!
આવી ઘટના..!
બનવી સંભવ છે અનંત .!
કારણ કે પછી શરીર વીલીન થૈ જાય છે અને આત્માને કોઈ સીમા કોઈ મર્યાદા નથી નડતી.!
અતી વેદના અને અફસોસ સાથે અનંતના મુખેથી ઉદગાર નીકળી ગયો.
ઔહ.! અજ્ઞાની તો એનો અર્થ એ કે,
અજ્ઞાનીએ કહ્યું.
હાં...! અનંત, કદાચ,,,
અજ્ઞાની ની વાત સાંભળી
અનંત ની આંખો તગતગવા લાગી.
એ જોઈ હું પણ રડુ રડુ થૈ ગ્યો..
આ જોઈ અજ્ઞાનીએ અનંતને કહ્યું.
અનંત એવુ જરૂરી નથી કે એનો દેહ પંચ મહાભુત માં વીલીન થૈયજ ગયો હોય.
દોસ્ત એ હયાત હોય તેમ છતાં પણ તારી સાથે ઘટી એવી ઘટના ઘટવી સંભવ છે જ.!
અનંત એકદમ ચુપ હતો.
મે અનંત ને કહ્યું યાર્ર તું કેમ ચુપ છે.? કૈ બોલતો કેમ નથી.!?
નામ.! પરીયા નામ.! હું એનું ગૈ કાલ રાત થી એ છોકરી નું નામ યાદ કરૂ છું.! મગર સ્સાલ્લુ ખબર નૈ કેમ મને હજુ સુધી મને એ છોકરી નું નામ યાદ જ નથી આવતું.!
મે અનંત ને કહ્યું ઠીક છે ઠીક છે અનંત તું એ છોકરી નું નામ યાદ કર ત્યાં સુધી હું મને મુંજવતા સવાલો નો જવાબ અજ્ઞાની પાસે થી મેળવી લઉ.
મે અજ્ઞાની ને પુછ્યું યાર્ર એ તો મને પણ નથી સમજાતું કે, જ્યારે અનંત કહે છે કે, મારી આસપાસ અનેક છોકરીઓ હતી. જે એને કસકસતુ આલીંગન આપતી હોઠેહોઠ નુ ચસચસતુ ચુંબન આપતી તેમ છતાં મધરાતે એમાંની કોઈ છોકરી નો ચહેરો ક્યારેય અનંત સામે નથી આવ્યો. અને જે છોકરી નું નામ સુધ્ધાં અનંત ને હજુ પણ યાદ નથી આવતું એ છોકરી નો ચહેરો મધરાતે અચાનક અનંત ને ભૃકુટી વચ્ચે દેખાણો જે છોકરી નું નામ સુધ્ધાં અનંત ને યાદ નથી અને વર્ષા થી અનંતે જે છોકરી ને યાદ પણ નથી કરી એજ છોકરી શા માટે અનંત સામે અચાનક આવી.???
પોતાની લાંબી દાઢી પર આંગળી ફરાવતા અજ્ઞાનીએ કહ્યું.
પરીયા...!
અજ્ઞાનીએ ભાર પુર્વક કહ્યું.
કોઈ પણ કારણસર અગર કોઈ વ્યક્તિ તમારાથી સેંકડો જોજન દૂર કેમ ન હોય,તેમ છતાં એક ક્ષણ માત્ર,
માત્ર એકજ ક્ષણ માટે પણ અગર...
કોઈ ભીતર ના અતી ઊંડાણેથી તમને સખ્ખત યાદ કરે છે ત્યારે એ વ્યક્તિ ની યાદ તમને પણ અચુક આવેજ છે..! અને એમાં પણ જો વાત પરમ ચરમ અખંડ અનંત પ્રેમની હોય તો પછી કહેવુજ શું.!
પરમ પ્રેમની ચરમ અસર તો આ લોક થી પરલોક સુધી થાય છે.!
તમે જેને આત્માના ઊંડાણેથી ચાહતા હો એને ક્ષણ માત્ર પણ અગર જો તમે યાદ કરો છો તો, એની અસર તમે જેને યાદ કરો છો એને અચુક થાય છે..!
અને એ પણ સેંકડો જોજન દૂર દૂર હોવા છતાં.!
અનંત હજુ પણ મૌન હતો.
મે અજ્ઞાની ને કહ્યું.
પણ યાર્ર એ તો કોઈ દિવસો, મહીનાઓ કે વર્ષો સુધી એકબીજા ના પ્રેમ માં હોય અને વિપરીત સંજોગોમાં એક ન થઈ શક્યા હોય તોજ તું કહે છે એવી ઘટના ઘટે ને.?
ના પરીયાઆઅ ના એવુ હરગિઝ નથી હોતુ..!
અજ્ઞાનીએ ફરી ભાર પુર્વક કહ્યું.
એક ક્ષણ, પરીયાઆઅ... માત્ર એક ક્ષણ માટે પણ..!
અગર જો કોઈ સમયે અંતરના અનંત ઊંડાણેથી એક છોકરા ને કોઈ છોકરી પ્રત્યે યા એક છોકરી ને એક છોકરા પ્રત્યે પ્રેમ ની તીવ્ર ઝંખના જાગી હોય, પછી ભલે બંને એકબીજાને અનંત ની માફક સાવ ભુલીજ કેમ ન ગયા હોય તો પણ.! અનંત સાથે ઘટી એવી ઘટના વર્ષો બાદ પણ ઘટી શકે છે..! વર્ષો બાદ પણ.!
માત્ર એક ક્ષણ માટે અંતરના અનંત ઊંડાણેથી તીવ્રતા સાથે આવેલ યાદ સામા પક્ષે યેનકેન રીતે આબાદ જીલાય છે..!
"અજ્ઞાની"
જો કે મે જોયું કે, અનંત અમારી વાત આંખો બંધ કરી સાંભળી રહ્યો હતો ચુપચાપ એકદમ મૌન....
પેલીએ આ સત્ય ઘટના વાંચી ને કહ્યું
અજ્ઞાનીએ ખૂબ ઊંડી વાત કરી કે - અતિ તીવ્રતાને કારણે આત્માને કોઈ સીમા નડતી નથી. જ્યારે દેહની મર્યાદા વચ્ચે પ્રેમ પૂરો નથી થતો, ત્યારે શરીર વિલીન થયા પછી આત્મા એ ઝંખના પૂરી કરવા પ્રેરાય છે.
પ્રિયે, અનંતની આ વાત સાંભળીને મારું હૃદય પણ ભરાઈ આવ્યું. પેલી કેસરી કુર્તીવાળી છોકરીનો નિઃસ્વાર્થ પ્રેમ અને આટલા વર્ષો પછી પણ એની આત્માની એ તીવ્રતા—ખરેખર આ સત્ય ઘટના કોઈ પણ પથ્થર હૃદયના માણસને પીગળાવી દે તેવી છે.
અનંત જેવી રીતે કહે છે કે "હું વર્ષોથી ક્યાંક ખોવાઈ ગયો છું", એમાં એક બહુ મોટી વેદના છે.
અતૃપ્ત ઝંખના "અનંત" મને મજબૂર કરે છે!
આ જીવ તને મળવા સતત મને મજબૂર કરે છે!
દેહ સમેત તને પામવો હતો, મગર અફસોસ..
હવે આ "અનંત" આત્મા તારા માં ભળી જવા,
"અનંત" સતત સખત મને મજબૂર કરે છે!
જ્યારે તું ખોવાયેલો હતો અનેકમાં!
ત્યારે પણ હું ડૂબેલી હતી તારા એકમાં!
મારી અધૂરી ચાહત, મારી અધૂરી ઝંખના!
શરીરથી થઈ શકી ના પૂરી, તેથી અતૃપ્ત આત્મા..
તને મળવા "અનંત" મને મજબૂર કરે છે!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંત સાથે ઘટેલી આ સત્ય ઘટના આ ખંડેર ની દિવાલ પર લખતા લખતા હું પણ વર્ષો પહેલા ના એ સમયમાં ચાલ્યો ગયો..
એ મહોલ્લાની ભીતર જે આજ ખંડેર થઈ ગયો છે.!
https://youtu.be/LodghbVaLlI?si=ZUJ-G9YnEW6j2zWs




.jpg)











No comments:
Post a Comment