Tuesday, 6 January 2026

ભાઈબંધ પણ આવુજ કે'તો...


https://youtu.be/xi78OOONd7s?si=YWbEiTROEgscUpvB

મારો કાં'ક તો વાંક્ક હશે જ..! 
કાં'ક તો વાંક્ક હશે જ મારો... 
જો કે એવુ હોય તો વઢી પણ લેવાય..
આમેય જો કે હું ઈજ લાગનો છું..! 
ઘોઘો પાછો આજે વગર વાંક્કે વાંક્ક માં આવી ગ્યો... 
ઘોઘી વારંવાર એક ના એક સવાલ કરતી હતી. 
અકલે ઘોઘાએ ખાલી એટલું જ કહ્યું હતું કે એવુ કરજ નહીં તો.?
તો એવુ કરોજ નહીં કે, 
વારંવાર એક ના એક સવાલ કરવો પડે..!
અકલે ઘોઘી ઘોઘાને વઢી... 
ભુત..! 
એક તું જ છે જે મોડી રાત સુધી ભાઈબંધ ના કાગળીયા લૈ ને રાતભર જાગે છે.! 
રાત પડ્યે માણસ સુવે કે નૈ.? 
ઘોઘાએ તરત ભુલ કબુલી કહ્યું. 
હાં લે એ તો મને ખબરજ નૈ...
ભુલ ભુલમા પાછી ભુલ થઈ ગૈ...
જો કે તારા ઘરની લીલી લાઇટ ચાડી ખાય એમ્માં માર્રો શું વાંક્ક.!
ઘોઘી ક્યે એ તો બંધ થાય પછી પણ થોડી વાર ચાલુ ર્યે... 
ગજ્જબ કેવાય.! ઘોઘો મનોમન બબડ્યો... 
પછી ઘોઘી ને કહ્યું. 
અચ્છા તો તારૂ કેવાનું એમ કે વાંક્ક માર્રોજ છે.!?
ઘોઘી ક્યે ના એવુ નથી કેતી... 
તારે રાતે સવાર પડે છે ઘોઘા.... 
મારે રાતે રાત જ હોય છે.! 
ઘોઘો ક્યે એ પાછો મારો વીષય નૈ..! 
પછી ઘોઘાએ ઘોઘીને કહ્યું. 
ઘોઘી અગર જો ખરેખર માર્રોજ વાંક્ક છે તો તું મને સજા દે.! 
ઘોઘી મુંજાઈ ગૈ... 
શું સજા આપુ આ ઘોઘાને..! 
ઘોઘાએ ઘોઘી સામે જોયુ અને સમજી ગ્યો અકલે ઘોઘીને કહ્યું. 
એમાં મુંજાય શું ગૈ.... તને મને શું સજા આપવી એ સુજતુ ન હોય તો હું કૌ.? 
હાં બોલ.! 
તું તો તને સહેલી લાગે એવીજ સજા માંગશે ને...! 
ઘોઘો મનોમન બબડ્યો. ના કદાચ તને અઘરી લાગે એવી પણ હોય. 
પછી ઘોઘીને કહ્યું જો ઘોઘી સહેલી અઘરી ની વાત નથી.! 
મારે તો જે હોય એ વગર વાંક્કે ભોગવવાનીજ છે ભાઈબંધ ની જેમ.! 
કેમ.? ભાઈબંધ ની જેમ..? 
ઘોઘીએ સવાલ કર્યો... 
કેમ શું.! એને પણ વગર વાંક્કે કાયમ ઓલીઓ સજા આપતી..! 
એમ..! શું સજા આપતી.? જરા કે તો.! 
ઘોઘી એ લહેકા સાથે પુછ્યું. 
હવે બૌ લપ ના કર ઘોઘી.. 
બૌ આકરી ઘોઘી બૌવજ આકરી સજા આપતી એ ભાઈબંધ ને .! 
જે હવે તું પણ મને આપી દે અકલે એક કામ પતે.! હું પણ ચુપચાપ ભોગવી લૈશ... 
ભાઈબંધ ની જેમ કાં.? 
ઘોઘી વ્યંગમાં બોલી. 
પછી કહ્યું. હાં પણ તારા ભાઈબંધ ને ઓલ પેલી શું સજા આપતી એ તો કે.! 
ઘોઘા એ એકલુજ કહ્યું.! 
ઘોઘાએ ભાઈબંધ ની સજા નુ બયાન કર્યા વીના જ બયાન કરતા કહ્યું. 
ઘોઘી તું પણ મારી સાથે વાત ન કરતી.! 
ઘોઘી ની આંખમાં ઝીણા ઝીણા ઝળઝળીયા આવી ગ્યા... 
ઘોઘાએ ઘોઘી સામે જોઈ નીચી મુંડી એ કહ્યુ એમ્માં તું શું રડે છે.? 
ઘોઘા ને ખભેથી હલબલાવ પોતાની નાજુક આંગળી ઘોઘાની હડપચીએ રાખી ઘોઘાનું મો ઉંચુ કરી કરૂણ સ્વરે કહ્યું..! 
ઘોઘા આ તું તારા માટે સજા માંગે છે કે મને સજા આપે છે.? 
નમ આંખે ક્ષણીક ઘોઘી સામે જોઈ પછી નીચી મુંડી કરી ઘોઘાએ કહ્યું. 
ઈ મન નથ ખબર... 





No comments:

Post a Comment