ઘોઘી પગ પછાડતી આવી.જો કે ઘોઘી એ પગમાં ઝાંઝરી પહેરેલી હોવાથી ઘોઘી છમ્મ છમ્મ કરતી આવી એમ પણ કહી શકાય પણ જો વાત પ્રેમ ની હોય તો..! જ્યારે કે ઘોઘી ગુસ્સામાં હતી તેથી પગ પછાડતી આવી.
બે ફિકર ઘોઘો તો એક બાજુ ના ટેકણ પર હાથ પાછળ રાખી તેના પર માથું અને બીજી બાજુ ના ટેકણ પર પગ લંબાવી બે ફિકર થૈન આદત મુજબ સોફા પર લાંબો થૈન છત સામે તાકતો સુતો હતો.
ઘોઘી પગ પછાડતી આવી તેથી ધમ્મ ધમ્મ અવાજ આવવો જોઈએ પણ એ તો ઘોઘીને આવે કેમ કે એના ભેજા માં ગુસ્સો ભર્યો હતો પણ ઘોઘો તો અનંત અખંડ પ્રેમી છે અકલે એને તો છમ્મ છમ્મ અવાજ સંભળાયો...
ઘોઘી ચાય લૈન આવી એમ વીચારી સોફા પર બેઠો થયો અને આંખો ચોરતા બોલ્યા આવ.! ઘોઘી આવ યાય લાવ...!
ચાય ગૈ તેલ લેવા તું સમજે છે શું તારા મનમાં...!
ઘોઘી એ ગુસ્સે થૈ કહ્યું. અકલે ઘોઘો સફાળો જાગી ગયો... અને ઘોઘી સામે જોઈ હસતા હસતા બોલ્યો.
ચાય ને પણ તેલ ની તલબ લાગે.!!! અને ચાય પણ તેલ લેવા જાય એ આજ ખબર પડી.! માણસ તો જાય એમાં શું નવાય પણ આ ચાય પણ.!!?
ઘમંડી ઘોઘા અભીમાની ઘોઘા અકડુ ઘોઘા અક્કલ વગરના ઘોઘા આ તારી વાયડાઈ છે ને એ હવે રેવા દે...
ખબર નૈ એવુ તે મે શું કર્યું કે ઘોઘી આજ અચાનક ગુસ્સામાં મને નવી નવી ઉપમા થી નવાજે છે.?
ઘોઘો મનોમન બબડ્યો.
તને આટલો ઘમંડ આટલુ અભિમાન શેનું છે..?
તે કહ્યું એનુજ.!
હવે ઘોઘી હલવાણી. ઘોઘા નો કહેવા નો અર્થ ઘોઘીને સમજાયો નૈ.!
ઘોઘા તે બૌ હેરાન કરી છે મને.!
તો આજ તું કરી લે એમ્માં શું.!
ઘોઘા આજ મારૂ મગજ ઠેકાણે નથી એટલે કાયમની જેમ અટપટો અને અસ્પષ્ટ જવાબ ન આપ અને સ્પષ્ટ કર આખરે તને શેનું અભિમાન છે.. શેનો ઘમંડ છે.!
કહ્યું તો ખરૂ કે તે કહ્યું એનુજ.!
ઘોઘાઆઆઆઅ...
ઘોઘી જોરદાર ની ગુસ્સે થઈ જાય છે...
ઘોઘી આવ આંયા આંયાકણે આવ મારી બાજુમાં શાંતિ થી બેસ હું તને કૌ મને શેનું અભિમાન છે મને શેનો ઘમંડ છે આવ બેસ હું તને કો..આમ કહેતા ઘોઘીનો હાથ પકડી ખેંચી ને ઘોઘાએ ઘોઘી ને પોતાની બાજુમાં બેસાડી દિધી..!
હવે ઘોઘી નો ગુસ્સો માત્ર દેખાડવા પુરતો રહ્યો કારણ કે કાયમ પોતે ઘોઘાની બાજુમાં બેસવા જાય તો ઘોઘો થોડો આઘો ખસી જતો ઘોઘા ને સ્પર્શ કરવો એ પણ એક સપનું હતું. એટલે કે ઘોઘો ક્યારેય શરીર થી શરીર નો સ્પર્શ થાય એટલી નજીક બેસતો કે બેસવા દેતોજ નહીં. પરંતુ જે સપનું હતું તે આજ પુરૂ અને સાચુ થતુ હતુ. આજે ઘોઘાએ સામેથી હાથ ખેંચી ઘોઘીને પોતાની બાજુમાં બેસાડી હતી.
અકલે ઘોઘી ચુપચાપ ઘોઘાની બાજુમાં બેસી ગૈ..!
ભીતર ભીતર ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ તી ઘોઘીએ ચહેરા પર ગુસ્સો ધારણ કરી ઘોઘાને અભિમાની અને ઘમંડી હોવાનું કારણ પુછ્યું.
બોલ ઘોઘા હવે બોલ.!
ઘોઘો છત સામે તાકી ને બોલ્યો.
જો ઘોઘી આમ તો તે મારે બોલવા જેવું કૈ બાકી નથી રાખ્યું છતાં તું પુછે છે તો તને સમજાય એમ કૌ છું કે,
મને અભિમાન અભિમાની હોવાનું છે..!
મને ઘમંડ ઘમંડી હોવાનો છે.!
અને આ અભિમાન અને ઘમંડ એટલે પણ છે કે તારા કહેવા મુજબ હું અક્કલ વગરનો છું.!
તો મને અક્કલ વગરનો હોવાનું પણ ઘમંડ છે અને સૌથી વધુ અભિમાન મને મારા અભણ હોવાનું છે.!
ઘોઘી અપલક આંખે ઘોઘા સામે જોતી હતી ...
ઘોઘાએ અચાનક ઘોઘી સામે જોયુ...
ઘોઘી ના ખંભા પકડી કહ્યું.
આમ આંખો ફાડી ફાડી ને મારા ડાચા સામે શું જુવે છે..!
હેં, હેં,, હેં શું.! ઘોઘી અચાનક જાણે તંદ્રા માંથી જાગી હોય એમ ઝબકી ગૈ...
પછી ઘોઘાએ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહેલી વાત ઘોઘીને કરી.
*બ્લાસ્ટ*
નથી એવું કહીશ તો પણ નહીં માને લોકો તો શું કરૂ..?
હું "અનંત" અતડો અભીમાની છું ઘમંડી છું.!
ન હોવા છતાં લોકો એમ સમજે છે તો હું એવોજ છું એ લોકોની ધારણા મુજબ મગર હકીકત સાવ વિપરીત છે.,
"અનંત"
No comments:
Post a Comment