Thursday, 5 February 2026

અભણ...




કતીરા બોલે તો...

બસ, આવું જ કાં'ક બોલે!

આનાથી સારું ના બોલે!! 😊

આવડવું પણ જોઈએ ને!

હું જોઈ રહ્યો છું કે અહીં સૌ "ઢગલાબંધ"...

કહી રહ્યા છે!

લખી રહ્યા છે!

હસી રહ્યા છે!

ઢગલાબંધ!!!

ડાયા પણ!

અને...

પગલા પણ!

જોકે, મને સૌ -

ગમી રહ્યા છે!

પણ સૌ કોને, શું?

કહી રહ્યા છે?

લખી રહ્યા છે?

અને શા માટે? કઈ વાત પર!?

હસી રહ્યા છે?

એ હું જોઈ-જાણી શકતો નથી!

અર્થાત: જોઈને પણ જાણી શકતો નથી!

માટે જ સમજી શકતો નથી!

જોકે, તો પણ હું એટલું તો સમજી જ શકું છું કે...

સાંભળનાર ને કહેનાર કે,

લખનાર પર હસનાર કે,

હસનાર પર લખનાર એ,

બધા કંઈ ગાંડા નથી!

છતાં હું કોઈને દાદ નથી દઈ શકતો!

એ મારી મજબૂરી છે!

હું હજુ તમારા જેટલો અપડેટ નથી!! 😣

કદાચ તમને વિશ્વાસ નહીં આવ્યો હોય,

પણ!

પણ આ નકરું સત્ય છે કે...

જે સ્માર્ટ છે, તે ખરેખર સ્માર્ટ નથી!

ખરો સ્માર્ટ તો એ છે જે સીધો-સાદો, સરળ છે!

યાની કી મારો 'નોકિયા X2' મોબાઈલ!

જે ગુજરાતી વાંચી શકે છે!

આઈ એમ 'અભણ સ્માર્ટ'... 😆


ફોન...! 😂 😂 😂 😊

બ્લાસ્ટ :- ક. તીરા...

અહીં હર 'એક' વ્યક્તિ!

બીજી વ્યક્તિને!

કંઈક કહે છે!

ત્રીજી વ્યક્તિને!!!

અર્થાત:-

પેલી વ્યક્તિ, બીજી વ્યક્તિ વાયા ત્રીજી વ્યક્તિને;

સ્ત્રી પુરુષને,

પુરુષ સ્ત્રીને! (મોટા ભાગે!) (છે એના ભોગે!)

કંઈ ને કંઈ કહેવા મથે છે!

ક્યારેક-ક્યારેક હું પણ! 😊

ભાઈ, મેં કિસ ખેત કી મૂલી... 😑

અર્થાત:-

શું યાર! એટલા પણ તમે અભણ કે ભોળા નથી!

કે મારે વારે-વારે અર્થ-અનર્થ કહેવા પડે! 😇

"મને એવો ભ્રમ છે!" એ...

ભાંગવો ન ભાંગવો તમારા જ હાથમાં છે! 😂

આને લગભગ ગુજરાતીમાં કહેવાય:

ઓબ્ઝર્વેશન ફોર કતીરા... 😆

https://www.facebook.com/share/p/1AXEyYtGyc/

No comments:

Post a Comment