Saturday, 11 April 2026

ઘોઘા નું ઘર ખુલ્લું જ છે..!

 



#(1)

કાયમ ઘોઘાને પ્રશ્નો પૂછી પૂછીને પજવતી ઘોઘીને આજે કોઈ ઉખાણું સુજયું .

ઘોઘીએ જાતેજ મનમાં ઉખાણું ઘડેલું તો પણ એનો ઉકેલ તેને મળતો ના હતો.

હવે આ ઉખાણાનો ઉકેલ ઘોઘા પાસેજ મળશે....

એમ વિચારી મનમાં ને મનમાં ઉખાણું ગોખતી ઘોઘી ઘોઘાના ઘેર જાય છે.

ઘોઘી ના મનમાં જ્યારે કોઈ પ્રશ્ન ઉદભવે કે તરત જવાબ મેળવવા ઘોઘા પાસે દોડે.

ઘોઘાના ઘરનો દરવાજો કાયમ ખુલ્લો, અધ ખુલ્લો જ હોય અગર ઘોઘો ક્યાય બહાર ગયો હોય તો દરવાજો ઠાલો વાસેલો હોય.

પણ ક્યારેય તાળું તો મારેલું ના જ હોય.

બસ એમ નેમ ખાલી આગળિયો મારેલો હોય ..કેમકે ...

ઘોઘો એકલો ફક્કડ ગિરધારી એના ઘરમાં સામાન જેવુ હોય પણ શું કે એ તાળું મારે...

એક જૂનો ઝર્ઝરિત સોફો એવિજ ખખડધજ ટીપોય એક જુનવાણી ટેપ થોડી ઘણી જૂની કેસેટ ...

પાણિયારું ને પાણીયારા પર છીબું ગલાસ ને માટલું ...

ઘોઘાના ઘરમાં સામાન રૂપે બસ આટલું ...

આ સિવાય ઘોઘાના ઘરમાં એવો બધો કોઈ સામાન તો હતો નહીં કે જે ચોરાઇ જવાનો ડર હોય...

તેથી ઘોઘો અગર ક્યારેય કામ પર કે પછી ફાકી ખાવા કે આસપાસ આંટો મારવા જાય તો પણ

ઘોઘો ક્યારેય તાળું ના મારે...

આ વિચારે... ઘોઘી ઉતાવડે ઉતાવડે જટ ઉખાણું પૂછું ને પટ જવાબ મેળવું એમ વિચારતી ઘોઘી,

ઘોઘાના ઘરનો દરવાજો ખુલ્લોજ હશે એમ સમજી ઘોઘાના ઘર તરફ ઘસી ગઈ.

પણ ધાડ કરતિકને બંધ દરવાજા સાથે ભટકાની ને, ‘ઓય માં..’.

“ઉતાવડા સો આંધળા“

ઉતાવડી ઘોઘીના બંધ દરવાજા સાથે ભટકાવથી તુરંત તાજે તાજી કહેવત જન્મી.

દરવાજા સાથે ભટકાવાથી ઘોઘીના મોમાથી પીડાદાયક ઉદગાર નીકળી ગયા ...ઓય...માં....

ઘોઘીને તમ્મર આવી ગયા કપાળ પર હથેળી ઘસતી ઘોઘીએ જોયું તો ઘોઘાના દરવાજને

આગળિયો મારેલો હતો... તાળું નહીં...!

ઘોઘીને એમ કે આપપાસ ચક્કર મારવા કે પછી ફાકી લેવા ગયો હશે તો હમણાં આવશે.

આમ વિચારી આગળિયો ઉઘાડી અંદર જઈને .

ઘોઘી ઘોઘાની માફક જ સામે પડેલી ટીપોય પર પગ લંબાવી સોફા પર બેસી ગઈ...

જાતેજ ઘડેલા ઉખાણાને મનમાં મમળાવતી ઘોઘી ઘોઘાની રાહ જોતી બેઠી છે.

પાંચ મિનિટ,દસ મિનિટ, અડધી કલાક આમ કરતાં કરતાં એક કલાક થઈ ગઈ.

પણ ઘોઘો ઘર ભેગો ના થયો.

"ક્યાં ગયો હશે..? કહીને પણ નથી જતો અક્કલ વગરનો તેમાં...."

ગુસ્સો અને ચિંતાના ભાવ સાથે ઘોઘાની રાહ જોતી ઘોઘી અકળાય છે.

થાકી હારી અને ઘોઘી કંટાળી ગઈ.

"ઘોઘો રાત્રે તો ઘેર આવશે જ ને ક્યાં જશે આખરે...."

આમ વિચારી ઘોઘી દરવાજે આગળો લગાવી પોતાના ઘેર ચાલી ગઈ...

સાંજ પડી રાત પડી ઘોઘી થોડી થોડી વારે પોતાના ઘરની બહાર નીકળી દૂરથી જ જોય લે છે.

"હજુ ના આવ્યો.. હજુ ના આવ્યો... કોણ જાણે ક્યાં ભટકવા ગયો હશે..."

આમ કરતાં કરતાં દિવસો નીકળી ગયા...

ઘોઘીની અધિરી નજર રોજ ઘોઘાના ઘર તરફ જાય ને ઉદાસ થઈ પાછી ફરે છે.

આજે પણ આખો દિવસ આમને આમ પસાર થઈ ગયો રાત પડી ગઈ સૂતા પહેલા ઘોઘીને થયું

"લાવ એક નજર કરી લઉં કદાચ આવી ગયો હોય."

અને પોતાના ઘરના ઉંબરેથી જ ઘોઘીએ ઘોઘાના ઘર તરફ નજર કરી .

'ને ઘોઘી ઊછળી પડી....

આજે ઘોઘાના ઘરનો દરવાજો અધ ખુલ્લો હતો.અને લેમ્પ પણ ચાલુ હતો.

ઘોઘાને મળ્યા વિના અધમૂઇ થઈ ગયેલી ઘોઘીના જીવમાં જીવ આવી ગ્યો.

ઘોઘીને જાણે ઘોઘાની લત લાગી ગયેલી. "લત માની આદત"

આદત યાની લત કોઈ પણ પ્રકારની હોય. ભૈ બૌ ખરાબ ..!

આદત માત્ર નશાની જ હોય એવું નથી હોતું .

આદત તો ઘણી બધી/ઘણા બધા પ્રકારની હોય શકે.

પાન/બીડી/શિગારેટ/શરાબ/જુગાર/આ શિવાય પણ ઈતર આદતો હોય છે.

જેમકે કોઈને વાંચવાની/કોઈને લખવાની/

કોઈ પુરુષને સુંદર સ્ત્રીઓના ચહેરો જોવાની/

તો કોઈ સ્ત્રીને સુંદર પુરુષના મુખેથી ઉચ્ચારાયેલી-

વાણી સાંભળવાની પણ આદત હોય છે.

તો વળી કોઈને માત્રને માત્ર પોતાના વખાણ સાંભળવાની જ આદત હોય છે.

આવી આદત મોટા ભાગે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. "અપવાદ બાદ કરતાં"

પછી ભલેને કોઈ ખોટા વખાણ કેમ ના કરે પણ વખાણ થવા જોઇયે...

"જોકે આજકાલ તો પુરુષ પણ સ્ત્રી સમોવડા થવા લાગ્યા છે."

કેમ ના થાય ! સ્ત્રીઓ જો પુરુષ સમોવડી થતી હોય તો પુરુષ કેમ ના થાય ...!

પણ ના થવાય મારા ભાય ... ના થવાય...

સ્ત્રીઓ વિષે કોઈ વાત કરે કે ભઈ આજકાલની સ્ત્રી તો ભાયડા છાપ યાની પુરુષ સમોવડી છે.

એવું કોઈ સ્ત્રી વિષે કહે તો એના માટે એ ગર્વ લેવા જેવી બાબત કહેવાય..

પણ પુરુષને વિષે કોઈ બોલે કે ભઈ આજકાલના પુરુષો પણ અસ્સલ બાયલા છાપ/ યાની સ્ત્રી લખણા થઈ રહ્યા છે તો એમાં ગર્વ લેવા જેવી નહીં ભાય... શર્મ કરવા જેવી બાબત છે....

વાત આદતની હતી તો ...

કોઈ પણ જાતના નશાના આદતિને પોતાની લત મુજબની ચીજ ના મળે,

તો એ બેચેન થઈ ઊઠે છે. જેમ જેમ એ આદત છોડાવા મથે તેમ તેમ તલબ ઔર વધે છે.

વાત જ્યારે તલબની નીકળી છે તો....

મારી તલબ વિષે કહેવામા શું જાય છે હે ...

શબ્દો છોને પારકા હોય મનોમન આભાર વ્યક્ત કરીને..

પારકા શબ્દે પોતાની લાગણીની ઉજાણી કરીયે તો કોઈ વઢે નૈ...

"हर हसीं चीज़ का, मैं तलबगार हूँ"

"रस का, फूलों का, गीतों का बीमार हूँ"

"सारा गाँव मुझे रसिया कहे"

"जो भी देखे मन बसिया कहे"

"सब की नज़रों का एक मैं ही दीदार हूँ"

"कोई कहे भँवरा मुझे, कोई दीवाना"

"भेद मेरे मन का मगर, किसी ने ना जाना"

"रोना मैने कभी सिखा नही"

"चखा जीवन में फल फीका नही"

"मैं तो हर मोल देने को तैयार हूँ"

"हर हसीं चीज़ का, मैं तलबगार हूँ"

"रस का, फूलों का, गीतों का बीमार हूँ"

તો, ઘોઘીને આદત હતી ઘોઘાને રોજ રોજ મળવાની.

અને આ આદત મોંઘી પડી રહી હોય એવું થોડા દિવસથી ઘોઘી અનુભવી રહી હતી....

કારણ કે જ્યારે ઘોઘી ઘોઘાને મળવાનું વિચારીને ઘોઘાના ઘેર જાય ત્યારે દરવાજો બંધ હોય.

રોજ ઊઠીને ઘોઘી ઉદાસ નયને/ઉદાસ વદને ઘોઘાના ઘરનો બંધ દરવાજો જોઈને પાછી ફરે.

પણ આજે દૂરથીજ ઘોઘાના ઘરનો દરવાજો અધ ખુલ્લો જોતાં ઘોઘી આનંદથી ઊછળી ઉઠી.

અને સીધીજ ઘોઘાના ઘર ભણી હડી કાઢી ને દોડીને સીધીજ ઘોઘાના ઘરમાં ઘૂસી ગઈ.

"હા..આ...આ...આ.. શ.....!" કરતિકને ઘોઘી સોફા પર બેસી ગઈ.

ઘોઘીની આંખને ઘોઘાના દર્શનની તલબ છે.

"અને મને પૂછ્યા કહ્યા વિના ઘોઘો ક્યાય પણ ગયો જ કેમ ...?"

આ વાતને લઈને મનમાં ગુસ્સો પણ છે.

"સામે આવે તો ઘઘલાવી નાખું નાલાયકને !"

ઘોઘી આમ વિચારતી સોફા પર બેઠી હતી.

પછી ખ્યાલ આવ્યો કે...

કાયમ સામે પડેલી ટીપોય પર પગ લંબાવીને સોફા પર બેસતો ઘોઘો,

આજે અત્યારે સોફા પર નથી.

ઘોઘી આમ તેમ જુવે છે પણ ઘોઘો ક્યાય દેખાતો નથી.

"તો ઘોઘો ગયો ક્યાં...? ભટકેલો કદાચ નહાવા ગયો હશે..."

આમ વિચારતી ઘોઘીની આંખો અંજાય છે .

અચાનક ઝબકારા જેવુ કશુક થાય છે.

ઘોઘીનું ધ્યાન રવેશ તરફ જાય છે ..

બહાર રવેશમાં અજવાળા જેવુ કશુક લબક ઝબક થતું ઘોઘીને દેખાય છે..

ઘોઘી રવેશમાં જઈને જુવે છે તો.....

ક્રમશ....

https://www.facebook.com/share/p/18d4tT9MVK/

No comments:

Post a Comment