Tuesday, 7 April 2026

ઝરણાં કાજે..!

 ઝરણાં કાજે વિચારે નદી

છેક ઉપરથી પડતા, 

ઝરણાંના ધોધને... 

પોતાના ખોળામાં જીલતી... 

કાયમ કલ કલ વહેતી નદી..

આજે વહેતી નથી..!

નદી વીચારે છે..!

આજે મારે વહેવું નથી..!

કારણ કે,

નદી વીચારે છે.! 

નાહક મીઠા ઝરણાંનુ મીઠુ જળ...

ખારા સાગરમાં સમાઈ જશે.!

તો ઝરણું પણ ખારૂ ખારૂ થઇ જશે.. 

પછી દરીયાની ખારાશ માથી છુટવા...

મીઠા ઝરણાંના જળને ફરી મીઠુ થવા...

સુરજના કાતીલ તાપે તપવુ પડશે...

મારા પ્યારા ઝરણાંને... 

પાછુ કાળા ડીબાંગ વાદળમાં

ભરાઈને ગુંગળાવુ પડશે..

મારા વ્હાલા ઝરણાંને... 

છેક ચોમાસા સુધી મારા વીરહમા તડપવુ પડશે...

અગર એ વહેતી નદી હોય તું..!

"અનંત" તો હું એ ઝરણું છું .!

"અનંત"

નવરા બેઠા..

વર્ષો પહેલાં... 

ભાઈબંધે લખેલા... 

જુના ઝર્રઝર્રીત થૈ ચુકેલા ...

અઢળક કાગળ ઊથલાવતા.. 

અચાનક મળી આવેલી રચના..

*ब्लास्ट *

"अनंत" कीसने कहां तुमसे बीछड कर हम सोते है। 

आ के आंखो मे झांको जरा, हम भी रातभर रोते है।

"अनंत"

https://www.facebook.com/share/v/1Chgmaxq9L/


https://youtu.be/Y40hzkgRXgk?si=OTlBUkGP92nEAyaf।


https://www.facebook.com/share/1EgNkQRP59/

https://www.facebook.com/share/v/1DhduQxgEe/


No comments:

Post a Comment