Wednesday, 8 April 2026

ઉછીની અક્કલથી તારો ઉધ્ધાર નહીં થાય..

ક્યારેક જવાબ ન આપવો એજ જવાબ હોય છે.! 
માટે તને રૂબરૂ અથવા અન્ય માધ્યમ થી જવાબ દેવાનું હાલ માં મને ઉચીત નથી લાગતું માટે અહીં મારા આ ખંડેર માં જવાબ આપી રહ્યો છું.! 
દોસ્ત અગર તું મારૂ ખરાબ કરવા જશે.! 
"અનંત" મગર તો પણ.! મારૂ સારૂ થશે.! 
"અનંત" 
દોસ્ત એ પણ હકીકત છે કે મારા જીવનમાં આવેલ સાંસારીક સંકટ સમયે તે દેવદૂત બની મારી ખૂબજ મદદ કરી હતી..! 
અને આ પણ હકીકત છે કે તારા જીવનમાં કાયમી ધોરણે ટકી ગયેલી સાંસારીક સમસ્યા માં  આજે પણ હું હરેક તબક્કે તારી સમસ્યા બાબતે સત્ય સાથે તટસ્થ  નીષપક્ષ કાર્મીક એવં અધ્યાત્મિક રીતે માર્ગદર્શન આપુ છું.! 
મગર... 
ઐય અક્કલમઠ્ઠા દોસ્ત હું જાણું છું કે, 
તરા મનમાં ભારોભાર કપટ ભર્યું છે.! 
તારી રગરગમાં ઈર્ષા ભરી છે.! 
આથી એક માત્ર તારી બાલીસ અને અનૈતિક ઈચ્છા ને આધીન હું ન થયો એટલા માત્ર થી તું છેક બદલાની ભાવના સેવતો થઈ ગયો.! 
જરા યાદ કર ઐય ચતુર મુર્ખ.! 
કે, જ્યારે તું તારી સાંસારિક સમસ્યા થી રીબાતો પીડાતો અને તારા અતી નીકટ ના સ્વજન થી તું દુભાતો ત્યારે... એના માટે પણ જ્યારે તું બદ દુઆ તેમજ બદલાની ભાવના સેવતો ત્યારે તારી મોકલાવેલી વિડિયો માં આ સજ્જન જે હકીકત સમજાવે છે એજ હું તને વારંવાર સમજાવતો હતો..! 
અને તને કહેતો હતો કે તમે બસ્સ આટલુ જ કરી શકો છો અને એ કરવુ જ જોઈએ..!
તમારા હાથ માં આટલુ જ છે કે, 
તમે માત્ર ને માત્ર આત્મા અને ઈશ્વર ની શાક્ષીએ સત્યને સાથે રાખીને સામેની વ્યક્તિ ને પ્રેમ પુર્વ સમજાવી શકો છો.! અને જરૂર સમજાવો., 
મગર પછી ઈશ્વર પર છોડી દો..! 

મગર ઐય અક્કલમઠ્ઠા દોસ્ત એક માત્ર તારી બાલીસ ઈચ્છા ને આધીન હું ન થયો એટલા માત્ર થી તું છેક બદલાની ભાવના સેવતો થઈ ગયો.! 
અને આટલે થી ન અટકતા મારી અને મારા એ ભાઈબંધો જે તારા જેવા ઈર્ષાળુ લોકો થી વર્ષો પહેલાં દૂર થઈ ગયા છે તેની અસલીય તું મારી પ્રિય અને આધ્યાત્મિક વ્યક્તિ સામે ખુલ્લી પાડવા ની ધમકી આપવા પર ઉતરી આવ્યો... 
અને અંતમાં પારકી ઉછીની સમજણ ના આધાર ઐય મુર્ખ અબુધ તું ઈશ્વર ને તારા પાપ નો ભાગીદાર બનાવી બદલો લેવાની એક વધુ મેલી મંછા રાખી રહ્યો છે., 
 મને આ વિડિયો મોકલી ને તે તારી બુદ્ધિ નું પ્રદર્શન માત્ર કર્યું છે.! 
માટે તને કહું છું કે, 
તારા પાપ ને છાવરવા નું બંધ કર..!
આત્મા જેવું તો તારી પાસે કૈ છેજ નૈ... 
તારી જાત ને છેતરવા નું બંધ કર..!
તું પામર જંતુ ઈશ્વર પર ભરોસો તું શું કરશે.? 
જ્યારે કે તારી જાત પર પણ લગીરે ભરોસો નથી..!
માટે ઈશ્વર ના નામે ચારવાનું બંધ કર.! 
અને વર્ષો પહેલાં ભાઈબંધોએ કહેલુ આ અનંત સત્ય... 
યાદ રહે તો રાખજે..! 
कर्म ही धर्म। 
कर्म ही पूजा। 
"अनंत" कर्म से बडा, 
कोई न दुजा। 
"अनंत" 

હે મુર્ખ તારી મેલી મંછા પુરી ન થવા થી તું એટલો બધો અકળાઈ ગયો છે કે તું એ પણ ભુલી ગયો કે તું આ વિડિયો દ્વારા મને જે ઉપદેશ આપે છે એજ ઉપદેશ તારા વિપરીત સંજોગોમાં જ્યારે હું તને આપતો ત્યારે તું મારી પર ઓળઘોળ થૈ જતો અને મારા મના કરવા છતાં તું ક્ષણીક ભાવાવેશ માં આવી મારા પગ પકડી મને મહાન સમજવાની મુર્ખાઈ ભરી બાલીસ હરકત કરવા લાગતો હતો. તારા આ ક્ષણીક આવેગ ને પારખી નેજ હું તને સત્ય સમજાવતો હતો કે, મારા જેવા તુચ્છ એવં પામર માનવીને પગે લાગી મુજ પામર જીવને પાપ માં ન નાખ.! 
મારા પગ પકડવા કરતા ઈશ્વર ના શરણે જા.! 
તો કદાચ તારૂ કલ્યાણ થશે .! 
મગર તેમ છતાં તારા ઉન્માદ અને આવેશ કે ભાવાવેશ ના આવેશમાં આવી તું મારી વાત ક્યારેય સમજી શક્યો નહીં.! 
અને આજે તું એક માત્ર તારી બાલીસ એવં મેલી મંછા મે પુરી ન કરી એટલે ઈર્ષા ની આગ માં બળબળતા તે મને આ વિડિયો મોકલી.! 
મગર ખૈર.... 
આ વિડિયો મને મોકલી ને પણ તું લગીરે આધ્યાત્મિક વિચાર ધરાવતો ઉમદા વ્યક્તિ સાબીત નથી થઈ જવાનો..! 
કારણ કે આ વિડિયો દ્રારા પણ આખરે તો તે તારી ભીતર મારા માટે છુપાયેલી બદલાની ભાવના જ ઉજાગર કરી છે.! 
જે તારા મુળ હેતુ અને તારી ભીતર રહેલી ગંદી એવં નીમ્ન કક્ષા ની સોચ ઉજાગર કરે છે.! 
ઐય મુર્ખ કોઈ ના સુખ માં ભાગીદાર થવુ હોય તો પહેલાં એના માટે ખુદને લાયક બનાવવો પડે.! 
નાલાયકી દ્વારા તમે કોઈ પણ પ્રકારનુ સુખ પ્રાપ્ત નથી કરી શકતા.! 
તને યાદ હોવુ જોઈએ કે તારા સાંસારિક જીવન માં તારા અતી નીકટના સ્વજન દ્વારા જ્યારે તું રીબાતો, પીડાતો દુ:ખી થઈ ને મારી પાસે આવતો ત્યારે તેમાંથી બહાર નીકળવા નો મારગ બતાવનાર પણ આ કતીરાજ હતો. અને એથી પણ વીષેશ... 
તારી મદદ માટે મે તને મારી પ્રિય અને અતી આધ્યાત્મિક વ્યક્તિ નો સંપર્ક કરાવેલો હતો.!
જેની સાથે વાત કરી તારા મનને સુકુન પ્રાપ્ત થયુ હતું. 
મગર એ વાત તે મારા થી મહીનાઓ સુધી છુપાવી હતી. 
તારી આ નીમ્ન કક્ષાની હરકત એ આધ્યાત્મિક વ્યક્તિ ના ધ્યાન માં પણ આવી હતી. 
અને એના દ્વારા જ મને જાણ થયેલી કે તે એની સાથે વાત કરી છે.! મગર જ્યારે એ વ્યક્તિ એ જાણ્યું કે તેની સાથે સંપર્ક કરાવનાર આ કતીરાને તે એની સાથે વાત કરી છે એની જાણ સુધ્ધાં નથી કરી ત્યારે જ તું એની નજર માંથી સાવ નીચે ઉતરી ગયો હતો.! 
અને મારી નજર માંથી પણ તું સાવ તળીયે બેસી ગયો હતો..! 
આવી ગંભીર ભુલ, હરકત બાદ પણ તું એવુ ઈચ્છે છે કે, હું તને ફરી એક એવીજ વ્યક્તિ નો સંપર્ક કરાવું.? 
તો એવી ભુલ હવે હું હરગીઝ નહીં કરૂ. 
તારી વિકૃતિ ભરી વૃત્તિ ને હું બરોબર જાણી ચુક્યો છું.! 
કે તારે બીજા ના જીવનમાં ડોકીયા કરવા છે.! 
બીજા ની તમામ વાત તારે જાણવી છે.! 
મગર તારી વાતો તારે દુનિયા થી છુપાવી રાખવી છે.! 
તો સમજી લે મુર્ખ.! સાચુ, ખોટુ, સારૂ, ખરાબ, પાપ યા પુન્ય ક્યારેય કોઈનું છુપુ નથી રહ્યું અને ના તો કોઈ છુપાવી શક્યુ છે.! 
માટે તને કહું છું કે તું જેનો સંપર્ક હું કરાવું એવી ઈચ્છા કરે છે.! એની સાથે જ્યારે તું સંપર્ક માં હતો, તેની સાથે વાતો કરતો એ વાત તો તે ક્યારેય મને જણાવી નથી.! 
આવી તો ઘણી વાતો છે જે તારી મુર્ખતા ભરી ચતુરાઈ ઉજાગર કરતી હોય પણ એ બાબતે ફરી ક્યારેક વાત કરીશ.! 
હાલમાં તારી મોકલાવેલી વીડિયો દ્વારા શુક્ષ્મ નીરીક્ષણ કરતા જે હકિકત સામે આવે છે એ બાબતે તને જણાવું છું કે, 
ડો. નિમિત ઓઝાના આ વિડિયોમાં બદલો લેવા અને કુદરતી ન્યાય (Poetic Justice) વિશે ખૂબ જ સચોટ વાત કરવામાં આવી છે. વિડિયોના મુખ્ય અંશો નીચે મુજબ છે:
પણ એ પહેલાં તને જણાવી દૌ કે આખરે તારી મંછા તો બદલો લેવાનીજ છે.! 
1
​બદલો ઈશ્વર પર છોડો: અમુક પ્રકારના બદલા હંમેશા ઈશ્વર કે કુદરત પર છોડી દેવા જોઈએ. જો આપણે પોતે બદલો લેવા જઈએ તો કદાચ જેલના સળિયા પાછળ જવું પડે, પણ ઈશ્વર જ્યારે ન્યાય કરે છે ત્યારે તેને કોઈ જેલ થતી નથી [00:00].
તો આ પણ એક ભરમ છે.! 
હાં જેલ ચોક્કસ નથી થતી મગર મનમાં પાપ અને બદલાની ભાવના રાખીનાર જેલ કરતા પણ વધુ ખત્તરનાક યાતના પોતાના મનમાં જ ભોગવતો હોય છે.!
​તાત્કાલિક પ્રતિક્રિયાના નુકસાન: જ્યારે આપણી સાથે છેતરપિંડી કે અન્યાય થાય 
અક્કલમઠ્ઠા આવી પ્રતિક્રિયા તો તું જ આપતો હતો અને ગુસ્સા ના આવેગમાં અક્કલ ગીરવે મુકી ને તું મને ધમકી આપી રહ્યો હતો કે તમારી બંને પ્રીયજન આગળ તમે કેવા છો એ તમારી હકિકત ઉઘાડી પાડીશ.! 
ત્યારે મે તને કહ્યું હતું કે, તારે જે કૈં પણ કરવુ હોય તે તું તત્કાલ કર લગીરે ઢીલ ન કર પછી મોડુ થઈ જશે.! 
નંબર 2 માં વાત છેતરપિંડી અને અન્યાય ની છે.! 
જે છેતરપિંડી તું ખુદ કરી રહ્યો છે.! 
અનાયાસે સંપર્ક તુટ્યા પહેલા જેની સાથે મારાથી પણ વધુ નજીક ના સંપર્કમાં તું હતોજ..! 
અને એ હકીકત તે ક્યારેય મને જાણવી નહીં.! 
અને સાવ અજાણ બની તું મારી પાસે એના સંપર્ક ની માંગણી કરી રહ્યો હતો મુર્ખ..! 
આ પણ એક પ્રકારે છેતરપિંડી જ કરી કહેવાય જે તે મારી સાથે કરી છે.! 
તેમ છતાં હું તો સાવ શાંત હતો મારા મનમાં તો લગીરે આક્રોશ નહોતો જાગ્યો અને મારા મનમાં લગીરે બદલાની ભાવના પણ નહોતી પેદા થઈ. 
પરંતુ, ગુસ્સાના આવેશ માં આક્રોશ સાથે ઉતાવળમાં  બદલો લેવાના પગલાં તો તું લેવા તત્પર હતો.! 
જે ઉછીની સમજણ બાદ છેક હવે તને સમજાયું કે, 
આવી ઉતાવળ તારીજ મુશ્કેલીઓમાં વધારો કરશે.! 
માટે તે તારા વિકૃત અને ડરપોક મન ના તાબે થઈ મને આ વિડિયો મોકલી આપી બરાબર ને.? 
3
​સંયમ એ શરણાગતિ નથી: વળતો પ્રહાર ન કરવો એનો અર્થ એ નથી કે તમે હાર માની લીધી છે. તે હકીકતમાં શસ્ત્રને બદલે શાંતિ અને આક્રોશને બદલે સંયમની પસંદગી છે [00:24].
નંબર 3 નો અર્થ એજ કે તે કરવા ધારેલું બધુ જ કરવાનુ હાલ પુરતું તે આ ઉછીની સમજણ ના આધારે માંડી વાળ્યું છે.! 
મગર મનથી હાર નથી માની.! 
અર્થાત્ 
તારા મનમાં બદલાની ભાવના હજુ બરકરાર છે.! 
આમાં પણ તે ઉછીની સમજણ ના આધારે ઝખ્ખ મરાવીને સંયમ રાખ્યો છે.!
એવુ સ્પષ્ટ સાબીત થાય છે.! 
ખૈર....
તને કદાચ ખબર નૈ હોય અથવા તું ભુલી ગયો છે કે, 
હજારો વાર મે તને ભાઈબંધ ની વાત કરતા કહ્યું છે કે,
"અજ્ઞાની" ઉછીની સમજણ નુ આયુષ્ય 
સાવ અલ્પ હોય છે.! 
એટલે કે તારૂ આ તરકટ પણ લાંબુ ચાલવાનું નથી..! 
આ હકીકત તને પણ વખત આવ્યે સમજાય જશે.! 
4
​કુદરતી ન્યાય: દરેક વખતે આપણે જ મેદાનમાં ઉતરીને હિસાબ પૂરો કરવો જરૂરી નથી હોતો; ઘણીવાર આપણા વતી કુદરત કે સમય ન્યાય કરી દેતા હોય છે [00:33].
​આ વિડિયો એક સુંદર સંદેશ આપે છે કે ધીરજ અને સંયમ રાખવો એ મજબૂરી નહીં પણ એક પ્રકારનું ડાપણ છે.
નંબર 4 
હે અક્કલમઠ્ઠા મુર્ખ પામર જીવડાં મે હંમેશા માત્ર મારા ભાઈબંધ ની જ વાતો નથી કરી.! બલ્કે જ્યારે પણ મને કોઈ અન્ય વ્યક્તિ ની વાત જીવનમાં ઉતારવા જેવી લાગી છે ત્યારે તે વાત જીવનમાં ઉતારી પણ છે.! અને તને પણ તારા દુઃખ માંથી ઉગરવુ હોય તો એ વાત જીવનમાં ઉતારવાનું કહ્યું છે.! 
જેમ કે, દાદા ભગવાન ની બે વાત. 
1 જે થાય તે ન્યાય.!
2 ભોગવે એની ભુલ.! 
નંબર 4 ની વાત કરૂ તો અગર જો નંબર 4 મુજબની વાત તે તારા સડેલા ભેજા માં જે ઈર્ષા, છળ, કપટના નકરા કચરા ભર્યા છે તે કાઢીને,નંબર 4 મુજબની વાત અગર તે તારા ભેજામાં ભરી હોત તો.! 
તો તો તારૂ બૌ વહેલું કલ્યાણ થૈ જાત.! 
પણ તારૂ નો થ્યુ અને મારૂ થૈ ગ્યુ.! 
કલ્યાણ... 
કારણ કે હું તો અનંત યુગો થી કહું છું કે, મારા કે તારા હાથ માં કૈ છેજ નહીં.! 
અગર મારા કે તારા હાથ માં કૈ છે તો એ એટલુજ છે કે, 
કોઈ પણ બાબતે આપણે માત્ર ને માત્ર પ્રયાસ કરી શકીએ છીએ .! 
બસ્સ એથી વિશેષ કોઈ કૈં કરતા કૈજ નથી કરી શકતું .! 
એ ન્યાયે હું પણ માત્ર ને માત્ર 
સાચા અને સારા મારગ પર ચાલવા નો પ્રયાસ કરૂ છું અને પછી ઈશ્વર પર બધુ છોડી દઉ છું.! 
એજ રીતે હું તને કે અન્ય ને પણ સ્પષ્ટ કહું છું કે., 
તમારૂ કામ માત્ર સાચી અને સારી દિશા માં ચાલવાનું છે.! અને એજ રસ્તો મારગ ભટકેલાને બતાવવા નો છે.! 
હું કે તમે માત્ર એટલુજ કરી શકીએ.! 
એથી વિશેષ તમે કે હું કૈંજ ના કરી શકીએ.! 
તમે બસ આટલું કરો પછી બધુ ઈશ્વર પર છોડી દો..! 
બાકી બધુ "અનંત" ઈશ્વર ને સોંપી દો..! 
ખૈર...
તને સમજાય કે ન પણ સમજાય... 
મગર મને તો હંમેશા સમજાય છે કે, 
"અનંત" ઈશ્વર મારી સાથે સુંદર ન્યાય કરી રહ્યો છે.! 
અસ્તુ... 
મુર્ખ ઉછીની સમજણ થી તારો ઉધ્ધાર નહીં થાય..! 
*બ્લાસ્ટ*
 "અજ્ઞાની" ઉછીની સમજણ ના આધારે...
ના તું બદલી શકશે ના તો તું કોઈને બદલાવી શકશે.!
તું અન્ય ને બદલવા નું છોડ..! 
તારે ખુદ બદલવું હોય તો.! 
તારી ભીતરની સમજણ વિકસાવ..! 
"અજ્ઞાની" 
"અજ્ઞાની" મુર્ખ ઉછીની સમજણ થી 
તારો ઉધ્ધાર નહીં થાય..! 
ઉછીની સમજણ ના આધારે તો, 
તું ક્યારેય નહીં બદલી શકે.! 
અગર તારે બદલવુજ હોય તો..! 
તારી ભીતરની સમજણ વિકસાવ.! 
અન્ય ને બદલ્યા પહેલા.! 
તારી જાત ને બદલાવ.! 
"અજ્ઞાની" 

​https://www.youtube.com/watch?v=TnKbo7EEQyc



 https://youtube.com/shorts/TnKbo7EEQyc?si=XHCclZuDKS9hFtIk 
ખૈર...
જો કે તારે તો જાતેજ બદલો લેવો હતો.! 
મગર ડર ના માર્યા પછી તે ઉછીની સમજણ નો આશરો લીધો, અને બદલો લેવાની રીત બદલી નાખી. 
અને જે તારે કરવુ હતું એ કાર્ય તે મારી પ્રીય ઈશ્વર પાસે કરાવવાનુ વિચારી લીધુ અને એ પણ ઉછીની સમજણ ના આધારે...
મગર ઐય મનમાં કપટ રાખનાર ઈર્ષાળુ પામર જીવડાં.! મારી પ્રીય ઈશ્વર તારા જેવી અક્કલ વગરની નથી કે, 
તારા પાપ માં ભાગીદાર થાય...
ખૈર... 
જેવી તારી સમજણ..! 
પણ આ ગીત ધ્યાન થી સાંભળ જે.! 
જે ખાસ તારા જેવા કપટી પાપી પામર જીવડાં માટે.! 
મહાન કવી પ્રદીપ જી એ લખ્યું છે અને ગાયું પણ છે.!
ધ્યાન થી સાંભળજે.! 
કદાચ તું સાંભળશે નૈ... 
માટે લખી ને પણ.! આપું છું.! 
ધ્યાન થી વાંચજે.! 
કદાચ તારી આંખ ઉઘડે.! 
કદાચ તારો આતમ જાગે..! 
मुखड़ा देख ले, देख ले
मुखड़ा देख ले प्रानी ज़रा दरपन में हो
देख ले कितना पुण्य है कितना पाप तेरे जीवन में
देख ले दरपन में...

कभी तो पल भर सोच ले प्रानी, क्या है तेरी करम कहानी
पता लगा ले
पता लगा ले पड़े हैं कितने दाग़ तेरे दामन में
देख ले दरपन में
मुखड़ा देख ले प्रानी ज़रा दरपन में

ख़ुद को धोखा दे मत बन्दे, अच्छे न होते कपट के धन्धे
सदा न चलता
सदा न चलता किसी का नाटक दुनिया के आँगन में
देख ले दरपन में
मुखड़ा देख ले प्रानी ज़रा दरपन में हो
देख ले कितना पुण्य है कितना पाप तेरे जीवन में
देख ले दरपन में
मुखड़ा देख ले प्रानी
@@@
स्वर - कवि प्रदीप
गीतकार - कवि प्रदीप 
આ વાંચ્ચા પછી, 
કદાચ તારી આંખ ઉઘડે.! 
કદાચ તારો આતમ જાગે..! 
*બ્લાસ્ટ*

જો કે તેમ છતાં એ ખુશી કે સુખ લાંબુ નથી ચાલતું.! 
એ ટકાઉ યા કાયમી નથી.!
એનું આયુષ્ય અલ્પ હોય છે.!
શરૂ માં કે અંત માં એનો અંત નીશ્ચીત છે.!
બહારથી બાહ્ય રીતે ખુશ યા સુખી થવા યા રહેવા કૈં કેટલીયે વ્યક્તિ યા વસ્તુની જરૂર પડે છે! અને તેમ છતાં એના દ્વારા એ પરમ-ચરમ, અખંડ, અનંત, અલૌકિક આનંદની અનુભૂતિ નથી થતી!
​"અનંત" મગર ભીતરથી ખુશ યા સુખી થવા! મારા માટે હું એકલો જ કાફી છું! અને મારા એ ભીતરના એકાંતમાં હું પરમ-ચરમ, અખંડ, અનંત, અલૌકિક આનંદની અનુભૂતિ કરું છું!
​"અનંત"



https://youtu.be/aXMDWejREeg?si=ML4r18MwkU9gooIt
*બ્લાસ્ટ*
દુધ માં એકવાર ખટાસ પડી જાય પછી તે ફરી ને ક્યારેય દુધ નથી થઈ શકતું.! 
સબંધોનુ પણ આમ તો જો કે એવુંજ હોય છે.!
હાં એ હકીકત છે કે એક દુધ ફાટી જાય પછી એ ફરી પાછું દુધ નથીજ થઈ શકતું.! મગર એ પનીર થઈ શકે છે.! એમાં થી સ્વાદિષ્ટ મીઠાઇ થાબડી બની શકે છે.!
"અનંત મગર અગર તમે ચાહો તો ખટાસ પડવાથી ફાટેલા સંબંધોમાં પણ..! 
આવી સ્વાદિષ્ટ થવાની શક્યતા છે જ.!
"અનંત" 
બાહ્ય સબંધો લાલ, લીલા, પીળા અને અંતમાં સુકા થઈ ને ખરી શકે છે.! ખરી જતાં હોય છે.! 
મગર "અનંત" ભીતર ના સબંધો, 
રહે કાયમ લીલાં છંમ્મ.! 
" અનંત"
*બ્લાસ્ટ*
દોસ્ત અગર તું મારૂ ખરાબ કરવા જશે.! 
"અનંત" મગર તો પણ.! મારૂ સારૂ થશે. 
"અનંત" 
અંત માં હું તને તારા દુઃખ નું અને મારા અનંત સુખનુ કારણ પણ કહી દઉ જે પણ.! 
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે જ કહ્યું હતું.! 
કે, 
તું તારા થી વધુ સુખી ને જુવે છે.! 
તેથી તું દુ:ખી  છે.! 
અને હું "અનંત" મારા થી દુ:ખી ને જોઉં છું.! 
એટલે હું સુખી છું.! 
*દિવ્ય સ્પષ્ટતા*
દુ:ખી ને જોઈને મારો સુખી હોવા નો અર્થ એ નથી કે, 
હું કોઈ દુઃખી ને જોઈને ખુશ છું.! બલ્કે હું કોઈ દુઃખી જોઉં છું ત્યારે એના પ્રત્યે મારા આતમ માં કરૂણા ઉપજે.! હું એના દુ:ખ તો નથી લઈ શકતો, મગર એ દુ:ખ મુક્ત થાય એ માટે અંતકરણ પુર્વક પ્રાર્થના કરૂ છું.! અને વીચારૂ છું કે આ અનંત બ્રહ્માંડ માં કૈં કેટલાય લોકો દુ:ખ સાથે જીવે છે.! 
અને એ જેટલા દુ:ખી છે એટલો તો દુ:ખી હું નથીજ..! 
અને તેથી જ હું સતત.. સતત... સતત... 
ક્ષણે ક્ષણ પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદની અનુભૂતિ કરૂ છું.! 
ખુશી અને સુખ માં બડો તફાવત છે.! 
સુખ અને ખુશીની વ્યાખ્યા પણ સાવ અલગ છે.! 
ખુશી મન ના મનોરંજન નો વિષય છે.! 
જ્યારે સુખ આતમ ની અનુભૂતિ નો વિષય છે.! 
અને હું આતમ ની અનુભૂતિ ની વાત કરૂ છું.! 
જ્યારે તારા દુઃખ નું કારણ એ છે કે, એક તો તું તારા થી વધુ સુખીને જોઈને દુ:ખી થાય જ છે વધુમાં તું એનું સુખ જોઈને ખુશ થવાને બદલે એની ઈર્ષા કરે છે.! 
આ છે તારા દુઃખ નું કારણ અને તું સતત.. સતત... સખત.. દુ:ખ નો અનુભવ કરે છે અને દુ:ખી થાય છે.! 
"અનંત" 
ક્યારેક તો મને તારી દયા આવે છે.! 
કારણ કે એ માત્ર દોસ્તીના દાવે દિલ તારી સાથે દિલ ખોલીને વાત કરતી હતી અને તું એ તને પ્રેમ કરે છે એમ સમજી મારી સામે પાગલપંતી કરવા લાગ્યો.! 
હું જાણતો હતો પહેલેથી જ પણ તું માનતો નહોતો.! 
કારણ કે તું માત્ર દોસ્તી ના દાવે તારી સાથે વાત કરતી છોકરી તને પ્રેમ કરે છે એમ સમજી બેઠો હતો એ તો અનંત યુગો થી અનંતના પ્રેમ માં હતી.! 
જો કે હું તો તારો એ પરમ ભરમ ભાંગવા માંગતોજ નહોતો પણ તારા મારા સહીયારા એટલે કે આપણા દોસ્તે મને મજબુર કર્યો હતો એટલે મે તને પાક્કો પુરાવો બતાવ્યો હતો જો કે એ હકીકત ચાવવામાં તું સાવ કાચો સાબિત થયો અને હું સાચો સાબિત થયો. કેમકે મે એ ભાઈબંધ ને કહ્યું હતું કે રેવાદે આ અક્કલ મઠ્ઠો સત્ય પચાવી નહીં શકે.! 
જો કે હકિકત જાણ્યા પછી તું બદલાની લેવાની ભાવના સાથે જે રીતે લવારી કરતો હતો એતો મને પણ આઘાત આપનારી ઘટના હતી તું આ હદે જૈ શકે છે એવી તો મને કલ્પના પણ નહોતી.! 
જો કે પછી કર્મ ના સીધ્ધાંતે તું ડરી ગયો અને તે જાતે બદલો લેવાનુ માંડી વાળ્યું પણ ઈશ્વર ને આગળ કર્યો.! 
એ પણ પારકા ઉછીના વિચારોની આડ લઈને.! 
જો કે ઈશ્વર ની આડમાં બદલો લેવાની તારી વૃતીમા કોઈ ફરક ન પડ્યો કારણ કે ઉછીના શબ્દો દ્વારા પણ આખરે તો એજ સાબિત થાય છે કે તું બદલાની ભાવનાથી પીડાય છે.!
બસ એટલેજ મને તારી દયા આવે છે દોસ્ત..! 


No comments:

Post a Comment