(4)
સ્વચ્છ, શાંત, નિર્મળ જળ પર...
પછી ભરોસો કર...
પ્રથમ, કેટલું સ્વચ્છ છે ખરેખર..
એ જાણવા....
પહેલા આ રીતે જરા ખાતરી કર...
જળ ભરેલા પાત્રને, જરા ડહોળી જો.
"અનંત" પછી જો..!
કચરો આવે છે કે નહીં સપાટી પર...
"માણસ માત્ર ઉપર-ઉપર સ્વચ્છ જળ,
ને ભીતર છેક તળિયે કચરો ભરેલું પાત્ર..."
"અનંત"
કઈ કેટલાય ફૂલ વસ્યા હતા મારા મહીં,
વૃક્ષ પરથી ખરતા, ખરીને તરતા હતા મારા થકી...
'ને પછી, મારામાં તરબતર થઈ જતાં ફૂલ,
મને પણ સુવાસિત કરી...
ક્રમશઃ એ બધા કરમાઈ-કરમાઈને છેક તળિયે બેસી ગયા....
"અનંત" એ પહેલાં, અને એ પછી પણ, હું એકદમ શાંત હતો.
સ્વચ્છ હતો.... જાણે નિર્મળ જળ...
પણ,
ફરી આ કોણ આવી ડહોળી ગયું મને,
કે એ મુરઝાયેલા ફૂલો બધા...
ફરી આવી ગયા સ્મૃતિની જળ-સપાટી પર..
"અનંત"
***બ્લાસ્ટ*** :- વર્ષો પહેલાં....
અનંતે એની કોઈ પાગલ ચહીતીને આ વાત કહી'તી...
કઈ..? એ મને ખબર નથ! અકલે પૂછવું નૈ..
ભૈ, અનેકમાંથી એકનું નામ લેવું-દેવું,
બડું કઠીન હોય છે..! ખબર છે..!?
પાછો એમાં મને તો કંઈ હવાદ નૈ...
એકવાર વાત-વાતમાં એણે મને કહેલું....
પરીયા.....
"અનંત" હું મારું જીવી ગયો, તું તારું જીવ..
હું પીડા જીરવી ગયો, જીવન તું પ્યારું જીવ...
અકલે પછી એની અસર તળે મારે કહેવું પડે કે—
એ મસ્ત થઈ એનું જીવી ગ્યો, હું મારું જીવું છું...
"અનંત" પીડા પચાવી ગયો, હું સારું જીવું છું....
ખૈર... ચહીતીને કહી'તી એ વાત...
શિયાળે જે તડકો તારી માફક લાગે હૂંફાળો,
એજ 'અનંત' તને ઉનાળે લાગે છે લૂ વાળો?
જે સમજાય એનાથી કંઈક જુદું એ કહેતો કાયમ,
જે હજુ મને નથ સમજાતું...
"અનંત" ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માંથી....
https://www.facebook.com/share/1DXWh7hEqy/


No comments:
Post a Comment