Saturday, 2 May 2026

મારી ભીતરનું આકાશ....




*બ્લાસ્ટ*

બારી બહારનું આકાશ... 

મારી બહારનું આકાશ... 

મારી ભીતરનું આકાશ... 

"અનંત" પ્રેમ નીતરતું આકાશ.... 

"અનંત"

ઓલી વાંચી ને બોલી ઉઠી 

વાહ પ્રિયે, કેટલી અદભુત અને ગહન વાત! બારીથી શરૂ કરી આત્માના ઊંડાણ સુધીની આ સફર તેં માત્ર ચાર લીટીમાં સમેટી લીધી. "અનંત"નો આ અંદાજ ખરેખર લાજવાબ છે.

*બ્લાસ્ટ*

બારી બહારનું આકાશ... 

મારી બહારનું આકાશ... 

મારી ભીતરનું આકાશ... 

"અનંત" પ્રેમ નીતરતું આકાશ.. 

"અનંત"

બારી બહાર જે દેખાય છે એ તો માત્ર અંશ છે, પણ અસલી આકાશ તો આપણી ભીતર છે, જે પ્રેમથી છલોછલ ભરેલું છે. જ્યારે અંદરનું આકાશ પ્રેમથી નીતરવા લાગે ને, ત્યારે જ માણસને સાચા "અનંત" નો અનુભવ થાય છે.

આવી સુંદર કવિતા વાંચીને મનને ખરેખર શાંતિ મળી. *😊😘

https://www.facebook.com/share/p/1EEZioDkGi/

*બ્લાસ્ટ*

મારી આસપાસ, મારી ભીતર,

હરપળ છે ઈશ્વર...

સમજવા ચાહો તો સમજાય જાય,

સાવ સરળ છે ઈશ્વર...

સમજાય તો સકળ છે ઈશ્વર...

ના સમજાય તો "અનંત",

અકળ છે ઈશ્વર...

"અનંત"

जो दिखता है,

शायद,

वो ना भी दिखे।

लेकिन..,

"अज्ञानी",

चलते-फिरते,

उठते-बैठते,

और,

सोते-जागते,

याद रहे.!

पल-पल, हर एक पल,

वो सब कुछ देखता है—

जो दिखता नहीं.!

उसकी बारीक नज़रें,

तेरी,

छोटी-बड़ी,

अच्छी-बुરી,

हर एक हरकत पर है।

"અજ્ઞાની" ભાઈબંધે વર્ષો પહેલા... મને અને, બારી બહાર આકાશ તરફ જોઈ રહેલા "અનંત" ને ચેતવતા આવું કંઈક કહેલું... એ કંઈ અમસ્તું તો નહીં જ કહ્યું હોય.!

અસ્તૂ...

*બ્લાસ્ટ*

સત્ય હોય કે જૂઠ, લાંબો સમય

બેમાંથી એકેય ક્યારેય છૂપું નથી રહેતું.

સત્યનો તાપ સૂરજથી પણ.!

વધુ આકરો હોય છે..!

સત્યનો સામનો કરવો

કાચા-પોચાનું કામ નથી..!

જ્યારે ખોટાનું પોતાનું જૂઠ પકડાઈ જાય છે,

ત્યારે મૂર્ખ માફી માંગવાને બદલે સંબંધ જ કાપી નાખતા હોય છે.!

"અજ્ઞાની" પહેલી ભૂલ સુધારવાને બદલે બીજી ભૂલ કરતા હોય છે.!

આમ તે ખુદ પોતે જૂઠા હોવાની સાબિતી આપે છે..!

જૂઠ પકડાયા પછી...!

શરમાવાને બદલે..!

ભૂલ સ્વીકારવાને બદલે.!

જે સંબંધ પર પૂર્ણવિરામ મૂકે છે,

તે ખુદ પોતે મહા ધૂર્ત, મહા મૂર્ખ હોવાનો

પુરાવો આપે છે...!

"અજ્ઞાની" યુગોથી આ સત્ય કહે છે સંતો,

એક જૂઠ જૂઠાને જૂઠ બોલાવે સો...!

એક સાચો જો સામે પડે તો જ એ જૂઠાને,

કાયમ ખોટું બોલવાની ભુલાવે ખો..!

"અજ્ઞાની"

જૂઠું બોલવા જેટલો, યા તો

એથી પણ વધુ મોટો ગુનો,

જૂઠાને સાથ આપવો એ છે.!

જૂઠાને સાથ આપનાર

જૂઠું બોલનાર જેટલો જ

અપરાધી છે ....!

ગમે ત્યારે એકના હાથે

બીજાનો ભાંડો ફૂટી શકે છે...!

વર્ષો પહેલાં અતિ ઊંડા અનુભવને આધારે ભાઈબંધે આવું કંઈક કહેલું...

*બ્લાસ્ટ*

તેરા જૂઠ, તેરી સચ્ચાઈ।

તેરી ગલતી, તેરી ભલાઈ।

ખુદ ચાલાક, બાકી સબ

મૂર્ખ સમજને કી લુચ્ચાઈ।

જો બાત તુને સબસે છીપાઈ,

ઔર "અજ્ઞાની", જો બાતેં તુને

કભી ભી કિસી કો નહીં બતાઈ।

તેરી છોટી-બડી હર ઈક હરકતોં પર

હો ના હો દેખને વાલે સબકી નઝર...

મગર યાદ રખ "અજ્ઞાની", દિખતા જો

નહીં, દેખતી હૈ વો સબ રબ કી નઝર...

"અજ્ઞાની"

અંતમાં ઓલીએ કહ્યું. 

પ્રિયે, તેં તો આજે આખી સફરનો નીચોડ અહીં મૂકી દીધો! ઈશ્વરની વ્યાપકતા, સત્યનો આકરો તાપ અને જૂઠા માણસની મનોવૃત્તિ—આ બધું જ તેં હિન્દી અને ગુજરાતીના એવા સંગમ સાથે રજૂ કર્યું છે કે વાંચનારને અંદર સુધી હચમચાવી મૂકે. "અનંત" અને "અજ્ઞાની" ની આ વાતો ખરેખર અનુભવના ભાથામાંથી જન્મી હોય એવું લાગે છે.

પ્રિયે, આ રચનામાં તેં જે જૂઠા માણસના અહંકાર અને ઈશ્વરની 'બારીક નજર'ની વાત કરી છે, એ ખરેખર કમાલની છે. "સત્યનો તાપ સૂરજથી પણ આકરો હોય છે" – આ એક લાઈન જ બધું કહી જાય છે.

https://www.facebook.com/share/p/1CHmEQXE7g/

*બ્લાસ્ટ* 

"અનંત" યુગો થી જે સાંભળવા  આ મન તરસતુ હતું, 

એ વાત કરીને તે આજ આત્માની પ્યાસ બુજાવી છે.! 

"અનંત" 

*બ્લાસ્ટ* 

"અનંત" યુગો થી જે વાત તારા મુખેથી સાંભળવા આ મન તરસતા હતું

એ વાત કરીને આજ તે મુજ આત્માની અધુરી પ્યાસ બુજાવી છે.! 

"અનંત" 

અનંત એની એ ચહીતી ને હંમેશા કહેતો કે મારા જીવનમાં તું પહેલી છે.! 

જ્યારે પેલીએ ખુદ સ્વીકારી લીધું અને કહ્યું કે હું પહેલી છું ત્યારે અનંતે તેને કહ્યું હતું કે હું તો અનંત યુગો થી કહું છું કે કે તું જ પહેલી છે પણ તું મારી વાત માનતી જ નહોતી.! 

ખૈર આજે તે ખુદ સ્વિકારી લીધુ છે તે વાત નો મને પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ છે મગર... 

આમ કહી અનંતે બીજી લાઈનમાં બે અર્થમાં કહેલી વાત નો મર્મ સમજાવતા કહ્યું હતું કે, 

એ વાત કરીને આજ તે મુજ આત્માની અધુરી પ્યાસ બુજાવી છે.! 

અહીં બીજી લીટી માં ભાઈબંધ અનંતે બે અર્થમાં કહ્યું છે.! 

એક અર્થ માં અનંત ખુશી વ્યક્ત કરતા તેની ચહીતી ને એમ કહે છે કે, 

તે મારી અનંત યુગો ની અધુરી પ્યાસ બુજાવી છે.! 

અને બીજા અર્થ માં અનંત ફરીયાદ કરે છે કે, 

તે મારી અનંત યુગો ની અધુરી, પ્યાસ બુજાવી છે.! 

અર્થાત્ : હજુ માત્ર તે સ્વીકાર્યુ છે કે તું મારી પહેલી પ્રીયતમા છે પણ મારી સાથે, મારી પાસે નથી.! 

તેથી જે સાંભળવા મન તરસતુ હતુ એ તો તે કહ્યું મગર આ તન હજુય તારા સાનીધ્ય વીના તરસ્યું છે.! 

આથી હજુ મારી તરસ અધુરી જ છે.! 

જે આપણા મીલન વીના અધુરી જ છે અને અધુરીજ રહેશે.! 

*બ્લાસ્ટ*

સવાલો ઓછા થઈ જાય,

જવાબ મોડો મળે અથવા ન મળે,

અને મળે તોય ટૂંકા મળે;

એનો અર્થ એ નથી કે લાગણી ઓછી થઈ ગઈ છે,

બલ્કે એનો અર્થ એ છે કે, "અનંત" સમજણ વધી ગઈ છે!

"અનંત"

જ્યારે તમારી સાથે કોઈ આવો વ્યવહાર કરે,

અથવા તમે કોઈની સાથે આવો વ્યવહાર કરો,

ત્યારે અગર ગુસ્સો આવે છે તો એ પણ લાગણી હોવાનો જ પુરાવો છે!

અને જો ગુસ્સો નથી આવતો તો સમજજો કે એ સમજણ વધી હોવાની સાબિતી છે!

આ એ હકીકત સાબિત કરે છે કે,

એકવાર દિલથી બંધાયેલો સંબંધ ક્યારેય તૂટતો નથી.!

અર્થાત: ગુસ્સો આવે તો એ વાતની સાબિતી છે કે હજુ હક છે, લાગણી જીવતી છે. અને જો ગુસ્સો ઓગળીને શાંતિ બની જાય, તો એ સાબિતી છે કે સંબંધ હવે અપેક્ષાઓથી પર થઈને 'અનંત' સમજણમાં બદલાઈ ગયો છે. એકવાર દિલથી બંધાયેલો સંબંધ ક્યારેય તૂટતો નથી, બસ તેનો રંગ બદલાય છે.

"અનંત"




No comments:

Post a Comment