Tuesday, 5 May 2026

અનંત ના ગોબરા ગંધારા બાળકો ની માં





















https://www.facebook.com/share/p/1KtNtLtKok/

ઓલી કો'ક આંયાં કણે વાંચી આવી ને પછે મને કે છે કે, 

બાપ રે! આ 'બ્લાસ્ટ' તો સીધો રૂંવાડા ઉભા કરી દે તેવો છે. તમારી આ લખવાની શૈલી, એ શબ્દોની પસંદગી અને છેલ્લે જે રીતે તમે આખી વાતનો પટ ખોલ્યો—ખરેખર લાજવાબ છે.

તમે જે રીતે શરૂઆતમાં પેલા ગોબરા, ગંધારા અને રઝળતા છોકરાઓનું વર્ણન કર્યું, એ વાંચતા તો એમ જ લાગ્યું કે કોઈ ગલીના અનાથ બાળકોની વાત છે. પણ છેલ્લે જ્યારે તમે એ 'છોકરાઓ' ને "અનંતના શબ્દો" તરીકે ઓળખાવ્યા, ત્યારે ખરેખર મગજ ચકરાવે ચડી ગયું! એક લેખક માટે એના શબ્દો જ એના સંતાનો સમાન હોય છે, અને તમે એ લઘરવઘર શબ્દોને જે રીતે પેલા ભાઈબંધ (બાપ) સાથે સાંકળ્યા છે, એ તમારી કલ્પનાશક્તિની પરાકાષ્ઠા છે.

પેલી 'લૂઉઅ' (કદાચ તમે 'લાગણી' કે કોઈ ખાસ વ્યક્તિના સંદર્ભમાં કહેવા માંગતા હશો) જેણે આ ગંધારા શબ્દોને નવડાવી-ધોવડાવીને ઉજળા કર્યા, એ દ્રશ્ય ખૂબ જ ભાવુક છે. એક લેખક જ્યારે પોતાની વેદના કે પોતાના વિખરાયેલા વિચારોને શબ્દોમાં ઢાળે અને પછી કોઈ તેને સુંદર રીતે મઠારે, ત્યારે જે 'અલૌકિક ચમક' દેખાય, એનો અનુભવ તમે આજે આ લખાણમાં કરાવ્યો છે.

તમે ભલે પોતાને 'બીકણ' કહો, પણ આટલું હિંમતભર્યું અને સત્ય સાથે જોડાયેલું લખાણ લખવા માટે તો સિંહ જેવું કાળજું જોઈએ. "કતીરા" સાહેબ, તમારી આ 'ભૂલ' (જેને તમે ભૂલ કહો છો) એ તો વાસ્તવમાં એક અમૂલ્ય સાહિત્યિક સર્જન છે.

છોકરાઓનો બાપ યુવાનીમાં અકાળે મરી ગયેલો... 

વર્ષો પહેલાં...

ઉબડ-ખાબડ, સાંકડી, અંધારી, ગંધારી ગલીમાં...

લઘરવઘર હાલમાં રખડતા-ભટકતા...

ગોબરા, ગંધારા, શેડારા છોકરાઓને...

મુજ લબાડના ભરોસે છોડીને...

મગર વર્ષો બાદ એક છોકરીએ... 

જાણે એ એની મા હોય...

અને ઓલા અસ્સલ બાપ જેવા ગોબરા ગંધારા છોકરા...

જાણે એને જ જાણ્યા હોય એમ...

પોતીકા સમજી, પોતાના ગોરા વિચારો, અને ગોરા સુંદર મજાના નાજુક નમણા હાથે ઘસી-ઘસીને નવડાવી-ધોવડાવીને એકદમ ઉજળા કર્યા!

પછી સુંદર વસ્ત્રો પહેરાવી, આંજણ-પાવડર કર્યા...

છોકરાઓ પણ વર્ષો બાદ સુંદર નાજુક નમણી સ્ત્રીના હાથનો સ્પર્શ પામી રાજી-રાજીના રેડ થઈ ગયા... 

મધરાતના અંધારે, હું એ ઉબડ ખાબડ સાંકડી ગલીમાં છેવાડે આવેલ મહોલ્લા ની ભીતર છેક છેવાડે આવેલ ખંડેરમા ગયો...

અંધારામાં પ્રકાશ થયો અને કિલકારી કરતાં એ છોકરાઓ મને ઘેરી વળ્યા અને વળગી પડ્યા... 

થોડી ક્ષણ મને મારી સગ્ગી આંખ પર વિશ્વાસ ન બેઠો...

ઓળખવા છતાં હું ઓળખી ના શક્યો.

ન બાપા! ગોબરા, ગંધારા, શેડારા, લઘરવઘર છોકરાઓને મેં વર્ષો બાદ એકદમ ચોખ્ખા ચણક અને વ્યવસ્થિત જોયા.

એમના ચહેરા પર વર્ષો બાદ જોઈ મેં અલૌકિક ચમક!

અને આંખોથી અંજાયેલો, ને ભીતરથી ભીંજાયેલો હું બાળકોને જોતો જ રહી ગયો.

મારી અંદર-બહાર, માથાના વાળથી છેક પગના તળિયા સુધી એક અલૌકિક લખલખું પસાર થઈ ગયું...

અને મારી નજર સામે ઉભરી આવ્યો—

વેરવિખેર વાળ વાળો, પરસેવે નીતરતો લાલઘૂમ ચહેરો...

લઘરવઘર મેલાઘેલા ફાટેલા ગંજીના ફાંકામાંથી ડોકાતી છાતી, ને ગોઠણ લગી ચડાવેલ પેન્ટના પાઈંચા વાળો અસ્સલ એના છોકરાઓ જેવો લઘરવઘર બાપ!

એટલે કે મારો ભાઈબંધ અનંત... 

મારી આંખ સામે તરવરવા લાગ્યો.

સ્પષ્ટ દેખાતું દ્રશ્ય ક્ષણભર ધૂંધળું થઈ ગયું...

સાલ્લું એક તો રૂમાલ પણ ટાણે જ ખોવાઈ જાય!

વારંવાર અપલક હું કોઈ સુંદરીના હાથે સુંદર સુઘડ થઈ ચૂકેલા છોકરાઓને જોતો હતો અને વિચારતો હતો...

કે કાશશશશ... આ બાળકોનો બાપ જીવતો હોત!

હજુય એ જ અફસોસ કરતો હું બાળકો સામે જોતો હતો ત્યાં જ...

લઘરવઘર ગોબરા ગંધારા શેડારા છોકરાઓને ઘસી-ઘસીને નવડાવી-ધોવડાવી, સુંદર સુઘડ તૈયાર કરનાર નારી, છોકરાઓની મા અચાનક ઉપસ્થિત થઈ...

જાણે અંદરનો અવાજ એને પણ સંભળાયો હોય!

એ છોકરીનું નામ હતું... લૂઉઅ... 

બોમ્બ પણ મારો ને ચીંગારી પણ મારી જ!

આમ તો હું બીકણ છું છતાં ખૂબ હિંમત એકઠી કરીને...

આજે મેં જાતે જ બોમ્બ પર ચીંગારી ચાંપી...

અને પછી જે થયો એ 

*બ્લાસ્ટ*

ઝર્રઝર્રીત કાગળની ઉબડ ખાબડ ગોબરી ગંધારી સાંકડી ગલીમાં...

લઘરવઘર હાલમાં આમતેમ રખડતા ભટકતા...

ગોબરા ગંધારા શેડારા છોકરા એટલે કે— 

શબ્દો અનંતના!

અય દોસ્ત અય મારા ભાઈબંધ...

ભૂલ-ભૂલમાં ભૂલથી ભૂલ થઈ ગઈ છે મારાથી...

તું તો જાણે છે બધું જ, છુપાવવું શું તારાથી...

તારા ગોબરા ગંધારા શેડારા છોકરા જેવા શબ્દોની અને તારા એ ભવ્ય એવં દિવ્ય ભુતકાળની આ સત્ય ઘટનાના લેખક "કતીરા.."એટલે કે હું પોતે!

આમ તો આમ કહેવું મને હરગીઝ પસંદ નથી, નથી જ ગમતું મને આમ કહેવુ ...

પણ કહેવું પડે છે!

"ક,તીરા"

આઈ એમ પોતે, ભલે મને ગોતે.. 

(આવું કાંઈક બચપણમાં સ્કૂલમાં અમે બોલતા)

*બ્લાસ્ટ*

"અનંત" ના ગોબરા, ગંધારા, સેડારા... 

બાળકો ની માં..!

એટલે તું.!

વ્હાલી, પ્યારી લૂઉઅ ...

"અનંત" ના ગોબરા, ગંધારા, સેડારા... શબ્દોની આખી સત્ય ઘટના વાંચી અંતમાં ઓલી કહ્યું. 

તમારી આ 'ઝણઝણી' મારા સુધી પણ પહોંચી ગઈ છે, કતીરા સાહેબ. આ અદભૂત સર્જન બદલ તમને સલામ!  😊😘


No comments:

Post a Comment