ભાગ (3)
ઘોઘી : "ઘોઘા એ ઘોઘા અંદર આવું ?"
ઘોઘો : આરામ ખુરસી પર આંખ બંધ કરી બેઠો છે.
ઘોઘો : એ જ સ્થિતિમાં બોલ્યો "મારા ઘરને દરવાજો નથી છતાં પૂછે છે ? અંદર આવું ? ગમ્યું. આવી જા."
ઘોઘી : "શુ..... પીને બેઠો છે ?"
ઘોઘો : "ના...... બેસીને પીધું છે ."
ઘોઘી : "શું ખરેખર તું પીવે છે ?"
ઘોઘો : "કેમ પિનારથી બિવે છે ?"
ઘોઘી : "મને વિશ્વાસ નથી આવતો."
ઘોઘો : "કેમ તું નથી પીતી ."
ઘોઘી : "હા હું પીઉ છું ને .પણ ચા ,દૂધ ,સરબત “પાણી”."
ઘોઘો : "મે અમ્રુત પીધું છે........."
ઘોઘી : "તું એને અમ્રુત કહે છે ?"
ઘોઘો : "હાં....કેમ ?" .
ઘોઘી : "હું જાઉં છું મારે તારી સાથે વાત નથી કરવી."
ઘોઘો : "ઠીક છે જેવી તારી મરજી .મારુ ઘર ‘અનંત’ના પીંજરા જેવુ છે. પણ ..... !"
ઘોઘી : "પણ શું....? પણ કહીને પરાણે અટકાવ નહીં મન મારુ ભટકાવ નહીં ...."
ઘોઘો : "જતાં પહેલા મને. હજુ. વધુ. તારા નાજુક હાથે એક ગ્લાસ પીવડાવતી જા....."
ઘોઘી : ગુસ્સે થઈ ચાલતી પકડે છે..... ત્યાંજ ઘોઘો એનો હાથ ખેંચી ઊભી રાખે છે.
ઘોઘો : "ઘોઘી લોકવેળા કરમાં. વાત પૂરી સાંભળ્યા સમજ્યા વિના છટકમાં. પેલા પાણિયારે પડેલા માટલામાંથી એક ગ્લાસ અમ્રુત ભરી આવ જા ઘોઘી ...... !"
ઘોઘી : "અચ્છા તો તું પાણીની વાત કરતો હતો..!! , ને હું ઘોઘી ."
ઘોઘો : "કાઇ વાંધો નહીં ઘોઘી . હું ખુશ થયો આજે તે નામ સાર્થક કર્યું. ખરી તરસ લાગે ત્યારે પાણીની એક બુંદ પણ અમૃત જેવી લાગે છે."
ઘોઘી : "તરસ ...! કઈ પ્રકારની ?"
ઘોઘો : "એ સવાલ મુલતવી રાખ. પછી ક્યારેક... જ્યારે તને ખરી તરસ લાગે ત્યારે પૂછજે ... કારણ તેની મજા પણ ત્યારેજ હશે .."
ઘોઘી : "ઘોઘા એક સવાલ પૂછું ?"
ઘોઘો : "હા પૂછ એક તું જ બાકી હતી .."
ઘોઘી : "આ જગતમાં આપણા જેવા ઘોઘા ,ઘોઘી કેટલા ?"
ઘોઘો : "મારી પાસે લેખકો વાંચકોની નોંધ નથી...!"
ઘોઘી : "હોશમા તો છે ને ? સદીઓથી લોકો કહે છે દિવાલોને પણ કાન હોય છે .........!"
ઘોઘો : "તું સમજે તો સાનમાં જ કહું છું હું કાનમાં જ લખું છું."
ઘોઘી : "કેમ કાનમાં ?"
ઘોઘો : "હા કેમ તારા પિતાજીનું શું જાય , આમ તો હું મારા મકાનમાં જ લખું છું."
ઘોઘી : "લાગે છે જરૂર તું પી ગયો છે. તારા મગજનુંયે કશું ઠેકાણું નથી. પૂછું છું કાઇ ને જવાબ કઈ આપે છે તું ."
ઘોઘો : "શું તને પણ તારા વખાણ સાંભળવાની તલપ લાગી છે ?"
ઘોઘી : "આને ક્યાક મૂકી આવો.....ઓ...ઑ..ઑ..ઑ...ઑ...."
ઘોઘો : "પહેલેથીજ છું. ક્યાક.!"
ઘોઘી : "હવે જરા ધ્યાનથી સાંભળ. હું એમ પૂછું છું કે,,,"
ઘોઘો : વચ્ચે જ બોલ્યો "હું જાણું છું. જાણતો નથી."
ઘોઘી : "શું યાર તુયે .... ગોટાળા વાળે છે. હું આપણી વસ્તી વીષે પૂછું છું."
ઘોઘો : "હું મસ્ત છું. મસ્તીમાં છું. એના વિષે પૂછ જેમાં રહું છું ને બોલું છું."
ઘોઘી : "મારે તારી એ મસ્તીનોજ લાભ લેવો છે . એટલે જ પુછું છું, કે તું મસ્તીમાં જ સાચું બોલે છે. બોલ હવે આપણા જેવાની વસ્તી કેટલી?"
ઘોઘો : "સાચો આંક ક્યારેય બહાર આવ્યો નથી ને આવશે પણ નહીં.ગણત્રી વસતિની સેકંડે સેકંડે ખોટી પડશે?"
ઘોઘી : "કેમ એવું .???"
ઘોઘો : "ઘોઘા જેવી છો સાવ. ક્યારેક તો સાનમાં સમજ. પેલો ઘેર આવીને સંખ્યા પૂછે, ' ને પેલા જેટલા સભ્ય હોય તે લખાવે . “ભીતર પલતું હોય તે” ના બતાવે 'ને એ ગણવાનું ભૂલી જાય . પેલા ગધેડાની વાર્તા જેવુ જેના પર બેસે એ ના ગણે. બસ એવું જ ."
ઘોઘી : "જરા નામ સાર્થક કરું ? હું કઈ સમજી નહીં.. કેવું !?"
ઘોઘો : "મારે મારા ગુણ વિરુદ્ધ જવું પડશે. અલી ગાંડી. પેલો હજુ સભ્ય સંખ્યા લખીને જાય ત્યાં જ એક વધુ વિહાય જાય...."
ઘોઘી : માથે હાથ મૂકી .. "એ.....હા...! એમ તો કેટલાય વિયાય જાય... ‘પરલોક’. વાહ ઘોઘા તે પણ આજે નામ બોડયું હોં બાકી...."
ઘોઘી : "પણ આતો આડ વાત થઈ ... આપણાં જેવાનું શું. એટલે કે વસ્તીનું આપણે બે જ કે …….?"
ઘોઘો : "અગર દુનિયા ચમન હોતી તો વિરાને કહા જાતે................"
ઘોઘી : "ઘોઘા તારી અસ્સલ અસર અત્યારે મારામાં પધારી...... એક ભૂલ મારી એક ભૂલ તારી. ચાલ સાથે મળીને ભૂલ સુધારી... ભવ સુધરી જશે મારો ને તારો... તું મારો ઘોઘાચંદ ને હું ઘોઘી તારી....."
ઘોઘો : "હવે ઘર ભેગીની થા. હમણાં દોડી આવશે તારી માં. જા ઘેર જઈને જો સપના...."
ઘોઘો : આરામ ખુરસી પર જ ઢોઇંગ ..........
(ક્રમશ:)
https://www.facebook.com/share/1HNZaLrHJK/

No comments:
Post a Comment