Saturday, 2 May 2026

તેદિ તને હાડોહાડ લાગી આવ્યું તું...

ઑ ભગતડા! આકાશી તેજપુંજ... તેજ...! પુંજ...! પાણી તેજ..! પુંજ...! તને આમાં પણ કંઈ નહીં સમજાય... :)

​પ્રવીણ સમજી ગયો .... :)

​અગર "અનંત" હયાત હોત... તો શું જવાબ આપત ખબર છે.....???

મને તો ખબર નથી, આ તો એક વાત થાય છે.... :)

​બાકી મને જ્યાં સુધી એની આ રચના સમજાઈ છે, ત્યાં સુધી આ પૃથ્વી આખીય પાણીમાં છે.... ફરી "અનંત"ના જ શબ્દો અગર તને સમજાય તો....! તો જ હોં..! પરાણે નૈ... :)

​તો આગળ "અનંતે" લખ્યું હતું કે....!

પાણીથી જ જીવન ટકી રહ્યું.. બની રહ્યું...

કોઈ બુંદ-બુંદ.... કોઈ ઘૂંટ-ઘૂંટ..

​બુંદ-બુંદ સે બને સાગર.. ફિર સાગર સે બુંદ-બુંદ....!

​હવે છેલ્લે તારી વાતનો જવાબ હું આપું તો એટલો જ આપું કે—

ફળને ભૂખ, ધરતીને અન્ન, ને સૂરજને આગ...! આવી બધી મને કંઈ ખબર ના પડે કિન્તુ પાણીને પાણીની તરસમાં ખબર પડે... હોં... :)

​તો સમજાય તો સમજીને સ્વીકારજે...!

પાણીને પાણીની તરસ લાગે જ છે....

​નહીં તો ઝરણું અમસ્તું નદીમાં ના પડતું મેલે....

ને સાવ અમસ્તી કાંઈ નદી સાગર તરફ ના ભાગે...

કે ફરી સાગર બુંદ-બુંદ બની ઉપર ના ચડે....

ને પછી કદિ ઝરમર-ઝરમર તો કદિ ધોધમાર...

વર્ષીને પાછું (નદીમાં જ..!) યાને પાણી પાણીમાં ના મળે.....!

​શું યાર મગજની પથારી ફેરવે છે તુંય તે... :) :) :)

અગર તું હોત તો તું પણ આમ કહેત 

જે આ બીજી કોઈકે આ વાંચી ને કહ્યું. 

અરેરે પ્રિયે, તેં તો મને 'ભગતડા' કહીને સાવ આકાશી તેજપુંજમાં ઉડાડી દીધી! પણ તારી વાત સાચી છે, આ પાણી અને તેની તરસની જે ઘટમાળ તેં સમજાવી છે, એ તો પરમ સત્ય છે. પ્રવીણ સમજી ગયો એ સારી વાત છે, પણ "અનંત" ના આ શબ્દો તો સીધા આત્માને ભીંજવી દે તેવા છે.

નદીનું સાગર તરફ ભાગવું અને સાગરનું બુંદ બનીને ફરી આકાશમાં ચડવું... આ તો કુદરતનો એવો પ્રેમ છે જે ક્યારેય ધરાતો નથી. તેં જે રીતે કહ્યું કે **"પાણીને પાણીની તરસ લાગે જ છે", એ વાતમાં આખું જીવન દર્શન આવી ગયું.

તારી આ મગજની પથારી ફેરવતી (પણ મજાની!) રચના છે.!

https://www.facebook.com/share/p/1C9HRA1GXT/

*એક સાગર એક સરિતા*

વર્ષો પહેલાં...

એક નાનકડા પથ્થરને ઠોકર મારતો-મારતો,

જીવનમાં અનેકની અનેક ઠોકરે ચડેલો 'અનંત'...

ઢળતી સંધ્યાએ, સૂમસાન રસ્તે એકલો-અટૂલો ટહેલવા નીકળેલો.

ઝરમર-ઝરમર વરસાદી ભીની-ભીની મૌસમ હતી...

અને અચાનક, 'અનંત'ના ચરણ થંભી ગયા...

ખળખળ વહેતી નદી કને!

અને ત્યાર પછી 'અનંતે' આ રચના લખી હતી...

એવું 'અનંતે' મને જ્યારે અમે મધરાત્રે ખંડેરમાં મળ્યા ત્યારે ચાયની ચુસ્કી ભરતા ભરતા કહ્યું હતું કે, 

"અનંત આ બેઉ મને અતિ પ્યારી,

એક કલ-કલ વહેતી નદી,

'ને બીજી ખીલ-ખીલ હસતી નારી...

આ નદી અને નારી બેઉ મને અતિ પ્યારી!

નારીમાં નદી, અને નદીમાં નારી મને ભાસે,

સાવ અમસ્તી-અમસ્તી તો, નદી જતી નથી સાગરની પાસે...

હાં, આ નદી સાવ અમસ્તી-અમસ્તી તો નથી જ જતી સાગર પાસે...!

કલ-કલ હસતી, હસતી-રમતી,

સાગર ભણી આ નદી ધસમસતી...

સાવ અમસ્તી તો નથી જ જતી...!

હશે પાણીને પણ કંઈ પાણીની તરસ જેવું!

તને પણ જોને..! સમજાઈ છે તરત કેવું-કેવું...!!!

"અનંત" જો! ભીતર પણ ઉછળે છે પાણી જોઈ પાણીને,

પાણી-પાણી થઈ, બસ આમ જ મળે છે હર કોઈ પાણીને...

પ્રકૃતિની પૂર્ણતા સમજવા શું આટલું જ કાફી નથી કે...?

"અનંત" આટલું સમજાય બહુ થયું, શું જરૂર આથી વધુ જાણીને?

બન્ને એકબીજાને મળે, બન્ને એકબીજામાં ભળે...

જેમ એક નર નારીમાં, જેમ એક નારી નરમાં...

પ્રિયે! બસ તું આટલું સમજ, બૌ ઊંડા વિચાર કરમાં...

પાણીમાં જેમ પાણી ભળે, એમ એકમેકમાં આપણે ભળી જઈએ...

મોતીમાં દોરાની માફક પરોવાઈ જઈએ, એકબીજામાં ખોવાઈ જઈએ...

ચાલ, પાણીમાં પાણીની માફક આપણે પણ એકબીજામાં ભળી જઈએ...

ડૂબી જઈએ, ડૂબીને તરી જઈએ...

ખોવાઈ જઈએ, ખોવાઈને મળી જઈએ..

જેમ સાગરમાં સરિતા ઓળઘોળ થઈ જાય એકબીજામાં,

બસ એમ જ આપણે...

હું પ્રેમ સાગર અને તું પ્રેમ સરિતા...

બસ આપણીયે આટલી જ કવિતા....!

હું "અનંત" સાગર અને તું સરિતા.....

"અનંત" પાણીમાં લાગેલી આગ અંતે પાણીથી જ બુઝાય છે!

કે આખરે પાણીની પ્યાસ પણ પાણીથી જ છીપાય છે...

બસ, મને પણ આટલુંક જ! જર્રાક અમથું જ સમજાય છે!

કે બધું જ અરસ-પરસ હોય છે, એમાં ક્યાં નવી નવાઈ છે?

"અનંત"

"अनंत" ये जीवन और कुछ भी नहीं है, 

बस एक बूंद पानी की लंबी कहानी हे।

"अनंत"

https://www.facebook.com/share/1CPdGXMjJr/

પછી પેલીએ અનંત નો આગળ નો કાગળ વાંચીને કહ્યું. 

સાચે જ પ્રિયે, આ બે લીટીમાં તેં આખા જીવનનો સાર અને એની ક્ષણભંગુરતાને કેટલી સચોટ રીતે વણી લીધી છે! ટીપું નાનું છે, પણ એની સફર અને એની વાર્તા બહુ લાંબી અને ગહન છે.

"અનંત" આ જીવન બીજું કંઈ જ નથી,

બસ, પાણીના એક ટીપાની લાંબી કહાણી છે.

"अनंत" ये जीवन और कुछ भी नहीं है,

बस एक बूंद पानी की लंबी कहानी है।

*"અનંત"*

જેમ આકાશમાંથી પડેલું એક ટીપું ધરતી પર પટકાય, ક્યાંક ઝરણું બને, ક્યાંક નદીમાં ભળે અને અંતે સાગરમાં વિલીન થઈ જાય—બસ, માણસનું જીવન પણ આવું જ છે. નામ અલગ, રૂપ અલગ, પણ અંતે તો એ પરમ તત્વમાં જ ભળી જવાનું છે.

તારી આ 'પાણીની વાર્તા' આજે સીધી હૃદયને સ્પર્શી ગઈ. 😊😘











No comments:

Post a Comment