ભાગ 17
ઘોઘી ચોમાસાની ભીની ભીની અસરમાં આવી ગઈ....
વરસાદી મૌસમમાં દેડકો-દેડકી ડ્રાઉ..ડ્રાઉ..ડ્રાઉ.. કરતાં.. જેમ ગમે ત્યાંથી પ્રગટ થાય .... બસ એમ જ આજે ઘોઘો ને ઘોઘી પણ થયા પ્રગટ.... :)
વરસાદી મૌસમ છે .... ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે....
ઝાડ પાન માંથી અલૌકિક સુગંધ વછૂટી રહી છે.....
હજુ હમણાં જ થોડી ક્ષણ પહેલા..... સતત તાપમાં તપતી તરસી ધરતી ભીંજાતા.... વાતાવરણમાં ભીની ભીની માટીની માદક સુગંધ પ્રસરી રહી છે.... ભીની માટીની મહેકથી માહોલ મસ્ત મસ્ત થઈ ગયો છે....
ઘોઘો બારી પાસે રાખેલા એ જ જૂના જર્જરિત સોફા અને સામે રાખેલ જૂની ખુરશી પર પગ લંબાવી બેઠો છે.... અને વિચાર મગ્ન થઈ બારીમાંથી બહારનું મૌસમ નિહાળી રહ્યો છે....
દૂ..ઉ..ઉ..ર ....દૂ...ઉ..ઉ..ર........ ક્યાંક જૂનું ગીત વાગી રહ્યું છે.....
"કોઈ લૌટા દે મેરે બિ તે હુવે દિન .... બિ તે હુવે દિન વો મેરે પ્યારે પલ છીન..."
અને ત્યાં જ ધીમેકથી દરવાજો ખોલી ઘોઘી પ્રવેશી.... ને સીધી જ સોફામાં ઘોઘાની બાજુમાં બેસીને, ઘોઘાની સાથળ પર જોરદારની ટપલી મારી.....
ઘોઘો ઝબકી ગયો અને ઘોઘીની જોરદાર ટપલીથી ચમચમી ઉઠેલી સાથળ પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યો "શું યાર ઘોઘી તું પણ, આમ હોય.! તે દિ' તે મારા ગાલમાં ચુંટીયા ભરીને ગાલ લાલ કર્યો હતો, અને આજે આમ જોરદાર ટપલી મારી મારી સાથળ લાલ કરી નાખી ....."
ઘોઘી આંખ નચાવતા બોલી "જા હવે જા ..! ખોટાળા... મેં તો જરાક અમથી ટપલી મારી છે.... ને તું કહે છે સાથળ લાલ થઈ ગઈ...."
ઘોઘી ફરી લહેકાથી બોલી "ખોટાળા....."
ઘોઘી આજે કંઈક અલગ જ મૂડ, મિજાજ અને મસ્તીમાં હતી.... જાણે વરસાદી મૌસમની સીધી જ અસરમાં આવી ગઈ હોય …
ઘોઘો ભોળા ભાવે કહે છે "હું ખોટું નથી બોલતો ઘોઘી, સાચું જ કહું છું તારી ટપલી હળવી નહોતી ...! ટપલી જોરદાર જ હતી સમજી....! આ જો મારી સાથળ અમથી નથી ચચરતી."
ઘોઘી લચક ભર્યા સ્વરે બોલી "હાં,,, હાં, તારી વાત કદાચ સાચી છે હો ઘોઘા... કદાચ તારા ગાલની જેમ આજે, તારી સાથળ પણ લાલ થઈ ગઈ હશે .!"
ઘોઘો સાથળ પર પોતાની હથેળી પસારતા બોલ્યો "હાં હો ઘોઘી સાચું કવ છું હો, બઉ જ ચચરે છે કદાચ લાલ પણ થઈ ગઈ હશે..."
ઘોઘી કહે "કદાચ જ ને, પાક્કું તો નથી ને... ?"
ઘોઘો ગુસ્સે થઈ ગયો "અરે,,, એમાં વળી કાચું શું ને પાકું શું.! મને ચચરે છે તો ચચરે છે ..! શું હું ખોટું બોલું છું ?"
ભાવતું તું ને વૈદે કીધું, ઘોઘી ને વધુ મસ્તી ચડી ... ઘોઘી સૂર લંબાવી લહેકાથી બોલી "એ.. એ...એ .. મ.... ! ચાલ બતાવ જોઈ મને...! જરા હું પણ જોઉં કે ખરેખર ખર, તારી સાથળ લાલ થઈ છે, કે પછી તું …."
એમ બોલતા ઘોઘીએ ઘોઘાની સાથળ પર હાથ ફેરવ્યો ...
ઘોઘો આઘો સરકતા બોલ્યો "રહેવા દે .. રહેવા દે.... ઘોઘી 'હું ખોટાળો જ છું બસ..' મને કઈ નથી થયું હોં ....."
ઘોઘીનો હાથ હજુ ઘોઘાની સાથળ પર હતો .... અને ઘોઘાએ ધીરેકથી ઘોઘીને કહ્યું "અરી ઓ.. અપને આપકો તૂ કાબૂ મેં રખ.... ઔર યે નાજુક હાથ કો જરા બાજૂ મેં રખ...."
આમ કહી ઘોઘાએ પોતાના હાથ વડે ઘોઘીનો પતલો નાજુક નમણો હાથનો પંજો પોતાની સાથળ પરથી હટાવીને ઘોઘીની સાથળ પર ગોઠવી દીધો .... અને પછી સિફતથી વાત બદલતા ઘોઘાએ ઘોઘીને પૂછ્યું "બોલ ઘોઘી, કેમ તું આજે આટલી વહેલી આવી... ? કંઈ ખાસ...?"
ઉત્કટ અને ઉન્માદ ભર્યા સ્વરે ઘોઘી બોલી "વરસાદ ઘોઘા વરસાદ.... આ મસ્ત ઝરમર ઝરમર વરસાદે આજે મને તારી પાસે આવવા જરા વહેલી મજબૂર કરી ...."
ઘોઘો સૂર લંબાવીને બોલ્યો "અચ્છાઆઆ..."
ઘોઘી પણ ઘોઘાના ચાળા પાડતા એના જેવા જ સૂરમાં બોલી "હાં....આ..આ..આ .... !"
ઘોઘો ને ઘોઘી જ્યારે પણ મળે છે, ત્યારે ઘોઘી ઘોઘાને કંઈ ને કંઈ સવાલ કરે. ઘોઘાનો મૂડ ઠીક હોય તો વાત જુદી છે, બાકી ઘોઘો સીધું બોલવા ટેવાયેલો નથી તેથી ઘોઘીના સવાલના ક્યારેય સીધા જવાબ ના આપે .... ઘોઘીના સીધા સટ સવાલના ઘોઘો અવળા સવળા જવાબ જ આપે. ગમે ત્યારે સવાલ લઈને ઉપસ્થિત થવું એ ઘોઘીનો કાયમી ક્રમ. એટલે જ તો ઘોઘો ઘોઘીને ક્યારેક 'સવાલી' કહીને પણ બોલાવતો ....
આજે પણ એવું જ થયું, ઘોઘાએ ઘોઘીને કહ્યું "બોલ સવાલી આજે કયો સવાલ લઈને આવી છે તું...?"
ઘોઘી કહે "ઘોઘા આજે કોઈ જ સવાલ નહીં, કોઈ જ જવાબ નહીં ..... બસ આજે તો મસ્તીથી આ વરસાદી મૌસમની મજા મારે તારી સાથે માણવી છે. તારી સાવ કરતાં સાવ બાજુમાં, નજીક બેસીને ..."
આમ બોલતા બોલતા ફરી ઘોઘી જરીક ઘોઘાની બાજુમાં સરકી ... ઘોઘો સાથળ ખંજવાળતો ફરી જરા દૂર ખસકી ગયો ....
ઘોઘી ગુસ્સે થઈ બોલી "બસ... હવે બહુ થયું હોં ... એવી પણ કંઈ જોરદાર ટપલી મેં નથી મારી તને, કે તું હજુ સુધી સાથળ ખંજવાળે છે .. ને આમ ડરીને દૂર ભાગે છે ...."
ઘોઘો કહે "ઘોઘી એ તો લાગે તેને ખબર પડે સમજી .... મારનાર ને તો હળવું જ લાગે... કોક દિ' જ્યારે હું તને તારી જેમ જ સાથળમાં ટપલી મારીશ ને ત્યારે ખબર પડશે.... !"
ઘોઘી ઘોઘાના કાન પાસે મોઢું લઈ જઈને હળવેકથી માદક સ્વરે ઘોઘાના કાનમાં બોલી "તો માર ને..... !"
ઘોઘોએ બે આંગળી ઘોઘીના ગાલ પર લગાવી હળવેકથી ઘોઘીનું મોઢું છેટું કરતાં કહ્યું "મને ખૂબ તરસ લાગી છે ઘોઘી... જા.! મારા માટે પાણી ભરી આવ...."
ઘોઘી દ્રઢતા થી બોલી "ના....! બારે વરસાદ ચાલુ છે જા.... ખોબે ખોબે પી આવ...."
ઘોઘો કહે "હાં એ ખરું હોં ઘોઘી ! આકાશમાંથી વરસતા વરસાદની બુંદ બુંદ નશીલી હોય છે. આ આભમાંથી વરસતા પહેલા પહેલા વરસાદની અમી ધારનો તાજે તાજો ઘૂંટ પીવાની આમેય બહુ મજા આવે ...."
એમ કહી ઘોઘો બારે અગાસી પર જવા ઊભો થાય છે. ત્યાં જ ઘોઘીએ ઘોઘાનો હાથ ખેંચી પાછો સોફા પર બેસાડી દીધો ..
ઘોઘી કહે "બેસ.. બેસ.. હવે પહેલી ધાર વાળી, હું આપું છું તને માટલાનું પાણી..."
ઘોઘો કહે "હવે મને અત્યારે તરસ નથી.. માંગ્યું ત્યારે ના આપ્યું, હવે માંગું ત્યારે આપજે ..."
ઘોઘી લજવાતા લજવાતા ઘોઘાને કહે "ઘોઘા એક વાત કહું ..."
ઘોઘાએ મજાક કરતાં આશ્ચર્ય સહ કહ્યું "ઑ હોં શું વાત છે ઘોઘી.!! આજે સવાલની બદલે સીધી વાત.....!!!"
ઘોઘી કહે "હાં યાર... સવાલ જવાબ તો આપણે રોજ કરીએ છીએ .... અને કાયમ આપણે બેઉ પાપ, પુણ્ય , ધર્મ, કર્મ, ક્રોધ , બંધન, મુક્તિ મોક્ષ વિષેની આવી બધી "નક્કામી...!" વાતો તો આપણે રોજ કરતાં હોય છીએ. ખબર નૈ કેમ.!?"
ઘોઘીને રોજ જે વાતમાં રસ પડતો, ઘોઘાના મુખે જે વાતો ઘોઘી રસ પૂર્વક સાંભળતી, તે આજે એને સાવ નક્કામી લાગી.
વરસાદનું ઝરમર ઝરમર સ્વરૂપ હવે બદલાઈ ગયું છે..... ધીરે ધીરે વરસાદ જોર પકડી આમ તેમ ઝાપટાં મારવા લાગ્યો છે.... બારીમાંથી આવતી વાછટ ઘોઘા ઘોઘીના ચહેરા ભીંજવી રહી છે .....
ઘોઘોએ ઘોઘીને વ્યંગમાં કહ્યું "અચ્છા... તો આજે તને એ બધી વાતો નક્કામી લાગે છે..!? તો બોલ.! આજે કયા વિષય પર તારે વાત કરવી છે ઘોઘી... ?"
ઘોઘાની સામે આંખો નચાવતા નચાવતા ફરી ઘોઘી હળવેકથી ઘોઘાની બાજુમાં સરકી. ઘોઘાનો ચહેરો વરસાદી વાછટ સાથે પરસેવે ભીંજાયો .... અને ઘોઘી બોલી "હાં તો, ઘોઘા હું એમ કહું છું કે.... પાપ, પુણ્ય , ધર્મ, કર્મ, , ક્રોધ , બંધન, મુક્તિ, મોક્ષ વિષેની આવી બધી સાવ નક્કામી ! વાતો,,,, તો આપણે રોજ કરીએ છીએ તો આજે....."
ઘોઘો કહે "હાં પણ તો આજે શું ?"
વળી ઘોઘી ઘોઘાની બાજુમાં સરકતા, શરમ સહ ડરતા ડરતા બોલી "તો.... ઘોઘા હું એમ કહેતી હતી કે...."
ઘોઘો ચિડાયો "શું યાર લાંબુ ખેંચી ખેંચીને માથું ફેરવે છે ! જે કહેવું હોય તે જટ કહી નાખ ને..!"
"અ, હાં, હાં હાં તો હું એમ કવ છું ઘોઘા કે.... પાપ, પુણ્ય , ધર્મ, કર્મ, ક્રોધ , બંધન, મુક્તિ, મોક્ષ વિષેની આવી બધી નક્કામી..... વાતો તો આપણે રોજ કરીએ છીએ ..... તો ચાલ ને આજે આપણે બન્ને એક કામ કરીએ."
ઘોઘાએ ગુસ્સાઈને કહ્યું "હાં પણ તો આજે કઈ વાત કરવી છે.!? લાંબુ ખેંચ્યા વિના જલ્દી બોલ ને ભૈ...."
એટલે ઘોઘીએ લજવાતા લજવાતા કહ્યું "ઘોઘા કંઈક 'કામની' વાતો કરીએ તો..!?"
પછી હળવેકથી ઘોઘી બોલી "બે અર્થમાં."
ઘોઘો ઘણી વાર વાતના અંતમાં બોલે છે “બે અર્થમાં”. આજે વાતના અંતે હળવેકથી ઘોઘી બોલી “બે અર્થમાં”...
ભીની ભીની વરસાદી મૌસમમાં ઘોઘાને પરસેવો વળી ગયો... શું કહેવું શું ના કહેવું ? શું કરવું શું ના કરવું વિચારતો ઘોઘો પોતાના ગળા પર હાથ ફેરવવા લાગ્યો.... :)
(ક્રમશ.. )
બ્લાસ્ટ
હું રોજ રાહ જોઉં એ આવે નૈ બસ્સ..!
આકાશ ની લૂઉઅ ઉલ્લુ બનાવે....
હું તો ઝરમર વરસાદનું કવ છું....
નામ તારું જો વર્ષાદ હોય તો તું...!
આમ કહી ઘોઘાએ અંતમાં વાત બદલી કાઢી...
એટલે ઘોઘીના અરમાનો પર પાણી ફરી વળ્યું....
એટલે પછી ઘોઘાએ એમાં જ ભીંજાઈ લીધું...
એમાં એટલે કે, ઘોઘીના અરમાનો પર ફરી વળેલા પાણીમાં એમ....!
ક્રમશઃhttps://www.facebook.com/share/1B2zhZduSg/

No comments:
Post a Comment